________________
સપ્તમ: સર્વાં:
चिन्तयित्वेति पूत्कर्तुं, समारेभे महारवैः ।
सत्यं रक्ता विरक्ताश्च, मारयन्ति स्त्रियः खलु ॥३३१||
રે રક્ષા: ! વતાવેષ, માં ાયતુમુદ્યત: । दारयति नखैस्तीक्ष्णैः, शीघ्रं धावत धावत ||३३२|| श्रुत्वेदं सत्वरं तत्र, समागात्पृथिवीपतिः । अमुं विश्वासभवनमपश्यच्च स्वचित्तवत् ॥३३३ ॥
अपृच्छच्च प्रयत्नेन, वृत्तान्तस्तव चैष क: ? । सोऽप्यस्थाद् मौनभाक् कामं विशेषेण समाहितः || ३३४ ||
नाऽदासीदुतरं किञ्चिदेष क्रुद्धः क्षितीश्वरः । शूलाप्रोतो विधातव्य, एष इत्यादिशन्नरान् ॥३३५॥
६१७
પીગળ્યો નહિ. (૩૩૦)
એમ ચિંતવી ઉંચે સ્વરે પૂત્કાર કરી પોકાર કરવા લાગી. “અહો ! ખરેખર સ્ત્રીઓ રાગી કે વિરાગી બંને પ્રકારે મારે છે.” (૩૩૧)
તે બોલી કે, હે રક્ષકો ! આ માણસ બળાત્કારથી મારી લાજ લેવા તૈયાર થયો છે. અને જુઓ તો ખરા મને તીક્ષ્ણ નખથી ઘાયલ કરી નાંખી છે. માટે સત્વર દોડો.” (૩૩૨)
આ પ્રમાણે સાંભળી રાજા પોતે ત્યાં સત્વર આવ્યા અને પોતાની ચિત્તની જેમ વિશ્વાસના સ્થાનભૂત તે શેઠને તેણે જોયો. (૩૩૩)
એટલે પ્રયત્નપૂર્વક તેણે પૂછ્યું કે, “આ તમારી શી દશા ?” છતાં તે તો વિશેષરીતે અત્યંત સમાધિસ્થ બની મૌન જ રહ્યો. (૩૩૪) જ્યારે તેણે કાંઈપણ જવાબ ન આપ્યો. ત્યારે રાજા તેના