________________
સક્ષમ: :
भिन्नश्च विहितः श्रेष्ठिगेहादक्षरपत्रकैः । दुर्दान्तानां तनूजानां, शिक्षा भवति नान्यथा ॥ १०४॥
निष्कलोऽसौ दिनैः स्तोकैरव्ययद् वित्तसञ्चयम् । निर्धनश्चापि संवृत्तो, दुर्वृत्तानां हि तत्कियत् ? ॥ १०५ ॥ साक्षात् शूलास्वरूपेण, कलत्रेण कदर्थितः । नाऽभुङ्क्त समये नीरमपिबद् नापि सौख्यतः ॥ १०६ ॥
गृहस्यान्तः प्रविष्टोऽसौ, न ब्रूते कृतमौनवत् । कलिभीत्या मन्यते च तद्वाक्यं गुरुवाक्यवत् ॥ १०७॥
अथ वर्षासु सीरं स, वाहयामास दुःखितः । निष्कलानां हि कर्माणि, कृष्यादि किल भुक्तये ॥१०८॥
५७१
અને અક્ષરપત્ર (ફારગતી) કરીને શેઠના ઘરથી તેને જુદો કર્યો. દુર્દાત પુત્રને બીજી કેવી શિક્ષા હોય ! (૧૦૪)
પછી કળારહિત તેણે સંગૃહિત ધનનો વ્યય કરી નાંખ્યો. પોતે નિર્ધન બની ગયો. (૧૦૫)
વળી સાક્ષાત્ શૂળી સમાન એવી સ્ત્રીથી તે અત્યંત કદર્શના પામ્યો. એટલે સમયસર સુખપૂર્વક તે ભોજન કે જળપાન પણ કરી શકતો નહોતો. (૧૦૬)
ઘરમાં પેસતાં જ તે મૌની બની જતો. કાંઈપણ બોલતો નહી. કલહ-ક્લેશના ભયથી તે પત્નીનું વચન ગુરુવચનની જેમ માની લેતો હતો. (૧૦૭)
પછી દુઃખી તે દ્રવ્યોપાર્જન માટે વર્ષાકાળમાં તે હળ ચલાવવા લાગ્યો. કારણ કોઈપણ પ્રકારની કળારહિત પુરુષો કૃષિ વગેરે કર્મ કરીને જ પોતાનું ગુજરાન ચલાવે છે. (૧૦૮)