________________
५९६
श्री मल्लिनाथ चरित्र भोजनावसरे रात्रौ, शयानो जाग्रदप्यथ । अमुमाघोषयामास, प्रकृत्या भद्रकाशयः ॥२२७॥ अन्यदा श्रेष्ठिनः पत्नी, भणन्तममुमुच्चकैः । श्रुत्वा रे पाप ! मन्त्रं नो, हससीति स्म भाषते ॥२२८।। नाहं मातरमुं मन्त्रं, हसामि शपथा मम । किन्त्वस्य लाभमङ्गल्यं, प्रसद्य निखिलं शृणु ॥२२९।। ततस्तापोधनं वृत्तं, सुवृत्तस्तमचीकथत् । तत्तथेति तयाऽज्ञायि, भाषितं तस्य सत्यतः ॥२३०॥ आद्योऽयं सर्वमन्त्राणां, विद्यानां वसुसंपदाम् । मङ्गल्यानामशेषाणां, निःश्रेयसश्रियामपि ॥२३१।।
સ્વભાવે ભદ્રકપરિણામી તે ભોજનાવસરે, રાત્રે સુતાં, જાગતાં તે મંત્રને ગોખવા લાગ્યો. (૨૨૭)
એકવાર ઉંચાસ્વરે તે શબ્દને ગોખતો તેને સાંભળી શેઠાણી કહેવા લાગી કે, “અરે નાદાન ! અમારા મંત્રની મશ્કરી કેમ કરે છે ?” (૨૨૮)
તે બોલ્યો કે – “હે માત ! હું એ મંત્રને હસતો નથી. પણ હું સોગંદ દઈને કહું છું પણ આપ પ્રસન્ન થઈ એનાથી થયેલ લાભ અને મંગળ બધુ સાંભળશો તો તમને આનંદ થશે. (૨૨૯)
પછી સદાચારી તેણે તે મહાત્માનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે તે શ્રાવિકાએ તે વાત સત્યમાની અને તેને કહ્યું કે, (૨૩૦)
“હે ભદ્ર ! સર્વ મંત્રો, વિદ્યાઓ, નિધાનો, સર્વ મંગળો અને નિર્વાણસંપત્તિઓમાં આ મંત્ર પ્રથમ છે (૨૩૧)
માટે સારા સ્થાનમાં, પવિત્ર બની જંગમ કલ્પવૃક્ષ સમાન એ