________________
સનમ: :
अदत्तग्रहणे राजन् !, फलमीदृग् विलोक्यते । तस्मात्परधनत्यागः, कर्तव्यो हितमिच्छुना ॥१९३।। उवाचाऽथ धरानाथः, श्रुत्वाऽमुष्य निदर्शनम् । अस्माकं कम्पते चित्तं, वाताऽऽन्दोलितकेतुवत् ॥१९४|| केषाञ्चिदाधिपत्येन, महेशानां निरागसाम् । सर्वस्वं जगृहेऽस्माभिः, खानयित्वा गृहाण्यपि ॥१९५॥ केचिद् बाला अपि च्छिन्नाः, केचिदुन्मीलितास्तथाः । वृक्षा इव परोलक्षा, मया वार्धकिना यथा ॥१९६।। सर्वस्वं हरता तेषां, यत्कर्मोपार्जितं मया । तद्भस्मसात्करिष्यामि, त्वत्पादरजसाऽञ्जसा ॥१९७॥ છે. માટે હિતેચ્છલોકોએ પરધનનો સર્વથા ત્યાગ કરવો ઉચિત છે.” (૧૯૩).
ઈતિ અદત્તાદાન ઉપર સંગમ દૃષ્ટાંત. આ પ્રમાણે તેનું દષ્ટાંત સાંભળી કુંભરાજાએ કહ્યું કે, “હે નાથ ! વાયુથી ફરફરતી ધ્વજાની જેમ આ કથા સાંભળી અમારું ચિત્ત કંપાયમાન થાય છે. (૧૯૪)
આધિપત્યના અભિમાનથી કેટલાક નિરપરાધી સામત રાજાઓના ઘરો ખણાવી અને તેમનું સર્વસ્વ લઈ લીધું છે. (૧૫)
કેટલાક બાળકોને મરાવી નાંખ્યા છે, અને વાર્ષકિ સમાન મેં લાખોગમે માનવોને વૃક્ષોની જેમ છિન્નભિન્ન કરી દઈ તેમનું સર્વસ્વ હરણ કરી લીધું છે. (૧૯૬)
આ પ્રમાણે કરવાથી મેં જે પાપકર્મ ઉપાર્જન કર્યું છે તે આપના ચરણની રજથી હવે સત્વર હું ભસ્મીભૂત કરી નાંખીશ. (૧૯૭)