________________
५५०
श्री मल्लिनाथ चरित्र अमुष्माद् नाथ ! दृष्टान्ताद्, गतवान् मोहविप्लवः । मनश्च शुद्धिमज्जातं, वैराग्यरसभावितम् ।।२।। इदानीं श्रोतुमिच्छामि, श्रावकाणां व्रतावलीम् । अपवर्गसमारोहे, दृढां निःश्रेणिकामिव ।।३।। श्रीकुम्भभूपते ! मूलं, व्रतेषु प्राणिरक्षणम् । यद् विना विफलं सर्वमूषरक्षिप्तबीजवत् ॥४॥ जटी मुण्डी तपस्वी च, दिग्वासा अरुणाम्बरः । शोभते न दयां मुक्त्वा , जलहीनं यथा सरः ॥५॥ अहिंसा सर्वजन्तूनां, भीतानामभयप्रदा । अहिंसा भवसंतप्तौत्तराहजलदावली ॥६।।
મારો મોહવિપ્લવ દૂર થયો છે. અને મારું મન વૈરાગ્યથી ભાવિત તેમ જ શુદ્ધ થયુ છે. (૨)
હવે મોક્ષારોહણ માટે દઢ નિઃશ્રેણિરૂપ શ્રાવકની વ્રતાવલી (વ્રતશ્રેણી) સાંભળવા ઇચ્છું છું. (૩)
એટલે ભગવંત બોલ્યા કે, “હે કુંભરાજા ! સર્વવ્રતોમાં જીવદયા એ મૂળ છે. તેના વિના ઉખર ભૂમિમાં (ક્ષારભૂમિ) નાંખેલ બીજની જેમ બધું કાર્ય ફોગટ છે. (૪)
જટાધારી હોય, મુંડન કરાવનાર હોય કે તપસ્વી કે દિગંબર હોય કે રક્તાંબર હોય પણ જળવિનાના સરોવરની જેમ દયા વિના કોઈ શોભતા નથી. (૫)
અહિંસા ભયભીત જીવોને અભય આપનારી છે. અને સંસારથી સંતપ્તજીવોને ઉત્તરાનક્ષત્રના મેઘ સમાન છે. (૬).
વિષના એક લવમાત્ર હિંસાથી પણ શું માણસનું મરણ