________________
५६२
श्री मल्लिनाथ चरित्र अथ नत्वा जिनं कुम्भो, जगाद रचिताञ्जलिः । धन्यः सुदत्तो भगवान्, यो बाल्येऽपि दयापरः ॥६०|| राजन् ! प्राणातिपातस्य, विरतेभूषणं सदा । मृषावादं परिहरेत्, द्वैतीयीकमणुव्रतम् ॥६१।। सत्यं कीर्तिलतामूलं, सत्यं पुण्यनदीगिरिः । सत्यं विश्वाससौधं च, सत्यं लक्ष्मीनिकेतनम् ॥६२॥ यथा पुण्ड्रेण रामाया, वक्त्राम्भोजं विभूष्यते । यथा गङ्गाप्रवाहेण, पूयते भुवनत्रयम् ॥६३।। यथा च शोभते काव्यं, सार्थया पदशय्यया । तथा सत्येन मनुज, इहाऽमुत्र विराजते ॥६४।। (युग्मम्) પણ જીવદયામાં તત્પર હતો. (૬૦)
પછી ભગવંત બોલ્યા કે, “હે રાજન્ ! બીજું અણુવ્રત કે જે પ્રાણાતિપાતવિરતિના ભૂષણરૂપ છે તે પ્રાણીઓએ અવશ્ય અંગીકાર કરવું. બીજા અણુવ્રતમાં મૃષાવાદનો ત્યાગ કરવો જોઈએ. (૬૧)
કારણ કે સત્ય એ કીર્તિલતાનું મૂળ છે. પુણ્યરૂપ નદીને નીકળવામાં પર્વત સમાન છે. વિશ્વાસનું એક મંદિર છે અને લક્ષ્મીનું અદ્વિતીય ભવન છે. (૬૨)
જેમ તિલકથી માનિની(સ્ત્રી)નું મુખકમળ શોભે છે. જેમ ગંગાના પ્રવાહથી ત્રણે લોક પાવન થાય છે (૬૩).
અને જેમ અર્થયુક્ત પદરચનાથી કાવ્ય શોભે છે. તેમ સત્યથી માનવ આ લોકમાં અને પરલોકમાં શોભા (મહાનતા) પામે છે. (૬૪)
જેમ નદીના પુરથી તટવાસી ગામો તણાઈ જાય છે તેમ