________________
५६४
श्री मल्लिनाथ चरित्र न पितुर्मन्यते शिक्षा, नाभ्यस्यति कलाः क्वचित् । पर्वण्यपि गुरोः पादौ, न ननाम दुराशयः ॥७०।। अन्येद्युः श्रेष्ठिसूर्वीक्ष्योपक्ष्मापतिनिकेतनम् । गृहश्रोतःस्फुरद्भरिकृमिप्रोन्मत्तकर्दमम् ॥७१।। देवदूष्यमिवाटायोत्तार्य मौलेर्वरां पटीम् । श्रोतोऽन्तः कुण्डलीकृत्य, क्षिप्तवान् लेष्टुखण्डवत् ॥७२॥ (युग्मम्) तस्योपरि क्रमौ न्यस्य, विहाय चोत्तरच्छदम् । अग्रतः प्रससाराऽसौ, मदोन्मत्तशिरोमणिः ॥७३।। कोऽयमेष इति नरं, कञ्चित् प्रप्रच्छ भूपतिः ? । अवादीदेष निःशेषतदीयकुलवेदकः ॥७४।।
તે પિતાની શિક્ષા પણ માનતો નહોતો. કોઈ પણ કળાઓનો અભ્યાસ કરતો નહોતો. અને પર્વ દિવસે પણ તે દુરાશયી ગુરુચરણને પણ નમતો નહોતો. (૭૦)
એકવાર રાજમહેલ પાસે કીડા અને કાદવથી ખદબદતી ખાળને જોઈને તે શ્રેષ્ઠિકુમારે દેવદૂષ્યવસ્ર સમાન પોતાના મસ્તક ઉપરનું વસ્ત્ર ઉતારીને તેનો ગોટોવાળી ઢેફાંની જેમ તેને ખાળમાં ફેંકી દીધું. (૭૧-૭૨)
અને તેની ઉપર પગ દઈ મદોન્મત્ત શિરોમણિ તે પેલા વસ્ત્રને મૂકી ચાલ્યો ગયો. (૭૩)
એવામાં આ કોણ છે ? એમ રાજાએ કોઈ પુરુષને પૂછવું. એટલે તેના કુળને સમસ્ત રીતે જાણનાર તે માણસે કહ્યું કે, “હે રાજન્ ! આ વસુબંધુ શેઠનો વસુભદ્ર નામે પુત્ર છે. (૭૪)
તે વ્યસનોથી ઘાયલ (વ્યાપ્ત) થયેલો છે. વળી ઉડાઉ અને