________________
५०१
પB: 1:
सा प्रत्येकमपृच्छच्चाऽनुदिनं दानवाञ्छितनम् । ईदृगीदृक् पुमान् कोऽपि, भवद्भिः क्वाऽप्यदृश्यत ? ॥३३३॥ सत्रस्था सान्यदा चौरमपश्यत् तलरक्षकैः । बद्धं पुरो नीयमानं, रसद्विरसडिण्डिमम् ॥३३४।। तलाध्यक्षानपृच्छच्च, भीमजाऽनेन कीदृशः । अपराधोऽत्र विदधे, वध एवंविधोऽस्य यत् ? ॥३३५॥ चन्द्रवत्या जहारैष, पापो रत्नसमुद्गकम् । तेनासौ कर्मणा वध्यभूमिकां देवि ! नीयते ॥३३६।। चौरो भैमी प्रणम्योचे, त्राणं स्वामिनि ! मे भव ।
भैम्यप्यभयदानेनाऽभ्यनन्दत् तं मलिम्लुचम् ॥३३७।। “આવા લક્ષણવાળો કોઈ પુરુષ તમારા જોવામાં આવ્યો છે ?” (૩૩૩)
એકવાર દાનશાળામાં બેઠેલી દમયંતીએ એક ચોરને જોયો. જેને રાજપુરુષો બાંધીને લઈ જતા હતા. અને તે કરૂણસ્વરે વિલાપ કરતો હતો. (૩૩૪)
તેને જોઈ તેણે રાજપુરુષોને પૂછ્યું કે, “આ ચોરે શું અપરાધ કર્યો છે, કે જેથી તેને વધસ્થાને લઈ જવાય છે. (૩૩૫)
તે બોલ્યો કે, એ પાપીએ ચંદ્રાવતી રાજપુત્રીના રત્નોનો દાબડો ચોર્યો છે. તેથી હે દેવી ! તેને વધસ્થાને લઈ જઈએ છીએ. (૩૩૬)
એ સમયે દમયંતીને પ્રણામ કરી ચોર બોલ્યો કે, “હે સ્વામિનો ! મારું રક્ષણ કરો.” એટલે દમયંતીએ તેને અભયદાન આપી આનંદિત કર્યો. (૩૩૭)