________________
પણ: સ: पुष्पदन्त्यपि राज्ञी तं, श्रुत्वा भीमरथाद् नृपात् । अरोदीद्रोदयन्ती सा, रोदसी प्रगुरुस्वरम् ॥३६३।। ततो भीमरथो राजा, हरिमित्राभिधं बटुम् । निदिदेश प्रतिदिशं, तयोः शुद्धिनिबन्धनम् ॥३६४|| सर्वत्र शोधयंस्तौ तु, सोऽथाऽचलपुरे ययौ । अपश्यद् भूपति चन्द्रयशसाऽप्रच्छि चाऽऽदरात् ॥३६५।। कच्चित् सपरिवारायाः, कुशलं मामकस्वसुः ? । सोऽवोचत्कुशलं देव्या, नलभैम्योस्तु चिन्त्यताम् ॥३६६।। किं ब्रवीषीति भणितो, देव्या वाक्यपटुर्बटुः ।
द्यूतप्रभृतिकां कर्णव्यथिकां न्यगदत् कथाम् ॥३६७।। અથવા તો તે ક્યાં ગયા છે તેના કાંઈ સમાચાર નથી.” (૩૬૨)
આ પ્રમાણે હકીકત ભીમરથરાજાએ પુષ્પદંતી રાણીને કહી. પછી તે ઉંચાસ્વરે પૃથ્વીને રોવરાવતી રૂદન કરવા લાગી. (૩૬૩)
પછી ભીમરથરાજાએ તે બંનેની શુદ્ધિ માટે હરિમિત્ર નામના બટુકને પ્રતિદિશામાં જવાનો આદેશ કર્યો. (૩૬૪)
તે નળદમયંતીની તાપસ કરતો કરતો અચલપુરમાં આવ્યો. ત્યાં રાજા પાસે ગયો. એટલે ચંદ્રયશારાણીએ તેને આદરપૂર્વક પૂછ્યું કે, (૩૬૫)
પરિવાર સહિત મારી બેન કુશળ છે ને ? તે બોલ્યો કે, તમારી બહેન તો કુશળ છે. પણ નળ દમયંતી માટે વિચારવા જેવું છે. (૩૬૬)
એટલે દેવીએ કહ્યું કે, એ તું શું બોલે છે?” આથી બોલવામાં કુશળ એવા બટુકે કર્ણને વ્યથા કરનારી ચૂત વિગેરેની કથા કહી