________________
૧૦૦
श्री मल्लिनाथ चरित्र देवी चन्द्रवतीमूचेऽन्यदा भैमीव भात्यसौ । कथमीदृगवस्था स्यात्, तस्याः सा हि नलप्रिया ? ॥३२८॥ योजनानां शते साधे, तस्या आगमनं कुतः ? । ततो मदीयजामेयी, नेयं सादृश्यमस्ति तु ॥३२९।। सा च राज्ञी चन्द्रयशा, ददौ दानं निरन्तरम् । दीनदुःस्थितपात्रेभ्यो, नागरस्य बहिर्भुवि ॥३३०।। राज्ञी व्यज्ञपि वैदाऽन्यदा दानं ददाम्यहम् । अत्र सत्रे कुतोऽप्येति, पतिर्यदि पुनर्मम ॥३३१॥ तदाऽऽद्यपि तदादेशाद् दवदन्ती यथास्थिति ।
ददौ दानं खेदसहा, नलाऽऽगमनवाञ्छया ॥३३२।। નળરાજાની પત્ની છે. (૩૨૮).
વળી તે અહીંથી અઢીસો યોજનપર રહે છે. તો અહીં તેનું આગમન પણ ક્યાંથી હોય ? માટે એ મારી બેનની પુત્રી નથી. તેના જેવી અન્ય કોઈ છે. (૩૨૯)
હવે તે ચંદ્રયશા રાણી નગરની બહાર દીન-દુઃખીલોકોને નિરંતર દાન આપતી હતી. (૩૩૦)
એકવાર દમયંતીએ વિજ્ઞપ્તિ કરી કે-“એ દાનશાળામાં હું દાન આપવા બેસું કે વખતસર ક્યાંકથી મારો પતિ આવીને ફરી મને મળે.” (૩૩૧)
રાણીએ તે વાત સ્વીકારી એટલે ત્યારથી રાણીની આજ્ઞાથી નળના આગમનની રાહ જોતી દમયંતી ખેદને સહન કરી દાનશાળામાં રહી યથાયોગ્ય દાન આપવા લાગી. (૩૩૨)
ત્યાં દાન લેવા આવનાર પ્રત્યેકને તે પૂછતી હતી કે –