________________
૫૪: સર્વાં
भल्लीहताच्छभल्लादीन्, भिल्लांस्तत्र ददर्श सः । दधाविरे नलं दृष्ट्वा, ते शरासारवर्षिणः ॥१४५॥ नलोऽप्याकृष्टखड्गः सन् दधावे नाहलान् प्रति । सत्त्वशुद्धौ तदाकृष्टघटसर्प इवाऽधिकम् ॥१४६॥ મૈમી મુને નાં ધૃત્વા, વમાણે નાથ ! જીવૃશ: ? । ईदृशेषु तवाक्षेपो, गजस्य मशकेष्विव ॥ १४७॥ भरतार्धजयोत्सिक्तो, निस्त्रिशस्त्रपते ह्ययम् । सुनियोगी कुनियोगे, योजितः स्वामिना यथा ॥१४८॥
४६१
કર્માવલિની જેમ અલંધ્ય એવી એક અટવીમાં નળરાજા ભ્રમણ કરવા લાગ્યા. (૧૪૪)
ત્યાં રીંછડીઓને મારવાથી જેમના ભાલા તેજસ્વી થઈ ગયા છે એવા ભીલ લોકોને તેણે જોયા. નળને જોઈ બાણો વરસાવતા ભીલ્લો તેના તરફ ધસ્યા. (૧૪૫)
એટલે ઘડામાંથી બહાર કાઢેલા સર્પની જેમ મ્યાનમાંથી ખડ્ગ ખેંચીને નળરાજા પણ સત્ત્વશુદ્ધિ માટે એકદમ ભીલો તરફ ધસ્યા. (૧૪૬)
એ સમયે દમયંતીએ નળનો હાથ પકડીને કહ્યું કે, હે નાથ ! હસ્તી જેમ મચ્છર ઉ૫૨, તેમ આ લોકો ઉપર આપનો આ આક્ષેપ શો ? (૧૪૭)
સ્વામીએ કુવ્યાપારમાં જોડેલા સુસેવકની જેમ ભરતાર્ધના જયથી અભિષિકત થયેલા એવા આપની આ ક્રૂરતા લજ્જાસ્પદ છે.' (૧૪૮)
પછી દમયંતીએ ભીલોની તરફ માત્ર બાણ જેવા દારૂણ હુંકારા