________________
४६०
श्री मल्लिनाथ चरित्र अस्यां पुर्यां पुना राजा, भवेद्यदि पुनर्नलः । स्वबान्धवं प्रति क्रूरो, नन्दिष्यति न कूबरः ॥१४१॥ इत्थं पौरवचः शृण्वन्नत्याक्षीत् कोशलां नलः । दवदन्त्या समं बाष्पैः, कृतहारावतारया ॥१४२।। दवदन्ती नलोऽवादीद्, देवि ! यामः क्व सम्प्रति । भैमी बभाषे मे तातोऽतिथीभूय पवित्र्यताम् ॥१४३।। हयान्न प्रेरयामास, सारथिः कुण्डिनं प्रति । कर्मावलीमिवाऽलयां, पर्याटदटवीं नलः ॥१४४।। સ્વામી થશે. એ વાત તો સિદ્ધ થઈ પણ તેનો રાજ્યભ્રંશ થયો એ વાત દુઃખકારી બની છે. (૧૪૦) - હવે આ નગરમાં જો પુનઃ નળરાજા રાજય કરશે તો પોતાના બાંધવ ઉપર નિર્દય થનાર કૂબર કદી પણ સુખ પામશે નહિ.” (૧૪૧).
આ પ્રમાણે નગરવાસીઓના વચનો સાંભળતા સાંભળતા અશ્રુભીના લોચનવાળી, હાર વિગેરે આભૂષણોના પરિધાન વિનાની દમયંતી સાથે નળરાજાએ કોશલાનગરીનો ત્યાગ કર્યો. (૧૪૨)
માર્ગે સુણી યમ સમ ભીલ્લ પોકાર.
નાઠા તે સવિ સુણી દમયંતી હુંકાર. આગળ ચાલતાં નળે દમયંતીને કહ્યું કે, “હે દેવી ! હવે આપણે ક્યાં જઈશું !” દમયંતી બોલી કે, “હે નાથ ! મારા તાતના અતિથિ થઈ તેને પાવન કરો.” (૧૪૩)
પણ સારથિએ કુંડિનનગર તરફ અશ્વ ચલાવ્યા નહિ એટલે