________________
४५९
પB: સ: नार्यो भैमीमेकवस्त्रां, वीक्ष्याभ्यङ्गोद्यतामिव । ववृषुर्दुःखतश्चेलकोपमश्रान्तमश्रुभिः ॥१३६।। गच्छन् नगरमध्येन, पञ्चहस्तशतीमितम् । नलः स्तम्भं समुन्मूल्य, पुनरारोपयत्तदा ॥१३७।। तद् दृष्ट्वा प्रोचिरे पौरा, अहो ! सत्त्वमहो ! बलम् । नलस्य बलिनोऽप्यस्य, व्यसनं दैवतोऽभवत् ॥१३८।। ज्ञानिना मुनिनैकेन, पुराऽस्ति कथितं किल । भाव्ययं भरतार्धेशः, क्षीरदानवशाद् मुनौ ॥१३९॥ स्तम्भमुन्मूल्य चारोप्य, भाव्यर्धभरताधिपः । मिलितं तदिदं किन्तु, राज्यभ्रंशोऽस्य दुःखकृत् ॥१४०॥
એ સમયે જાણે સ્નાનને માટે તત્પર થઈ હોય તેમ દમયંતીને એક વસ્ત્રયુક્ત જોઈ નગરની સ્ત્રીઓ ખેદ પામી. પોતના વસ્ત્રોને ભીના કરતી અશ્રાંત આંસુની ધારા વરસાવવા લાગી. સૌની આંખો રડી રહી છે. હૃદય કલ્પાંત કરી રહ્યું છે. (૧૩૬)
તે વખતે નગરના મધ્યભાગમાંથી જતાં નળરાજાએ પાંચસો હસ્તપ્રમાણ એક સ્તંભનું ઉન્મેલન કરી ફરી તેને આરોપી દીધો. (૧૩૭)
અહો ! નળરાજાનું સત્ત્વ અને બળ તો જુઓ ! એમ નગરજનો કહેવા લાગ્યા. ખરેખર ! આ બળવાન પુરુષ ઉપર કોઈ દૈવયોગે જ આ મહાસંકટ આવી પડ્યું છે. (૧૩૮)
પૂર્વે એક જ્ઞાની મુનિ કહી ગયા છે કે, “આ નળરાજા મુનિને ક્ષીરદાન આપવાથી ભરતાનો સ્વામી થશે.” (૧૩૯)
તો સ્તંભને ઉમૂલન કરી ફરી આરોપતાં એ ભરતાધનો