________________
४६७
પષ્ટ: સT:
एतामेकाकिनी मुक्त्वाऽन्यतो यास्याम्यहं यदि । मन्ये जीवितमेतस्या, भविता मे पुरस्सरम् ॥१७२।। रक्ता भक्ता परित्यक्तुं, युक्ता नेयं ततो मम । दुःखं वापि सुखं वापि, तत् सहिष्ये सहैतया ॥१७३।। अथवा स्वपितुर्गेहं बलाद्, नेष्यति मामियम् । वरं पितृपितुर्गेहं, न तु पत्नीपितुर्गृहम् ॥१७४॥ तस्मादहं गमिष्यामि, गृहीत्वा जठरं निजम् । मान्यां ममाज्ञां बिभ्राणा, यात्वसौ सुजनालये ॥१७५॥ निश्चित्येति नलश्चित्ते, तामुल्लङ्घ्य विभावरीम् । प्रबोधकाले वैदया॑स्त्वरितस्त्वरितं ययौ ॥१७६।।
જો હું તેને એકલો મૂકી ચાલ્યો જઈશ તો હું ધારું છું કે એનું જીવિત મારી પાછળ જ આવશે અર્થાત્ એ મરણ પામશે. (૧૭૨)
તેથી પ્રેમાળ-અનુરકતા-ભક્તિમતી આ દમયંતીને ત્યજી દેવી એ કોઈ રીતે યોગ્ય નથી. માટે સુખ કે દુઃખ પણ હું એની સાથે જ રહીને સહન કરીશ. (૧૭૩)
પરંતુ તે જબરજસ્તીથી મને પોતાના પિતાના ઘરે લઈ જશે. તો કુલીનોને શ્વસુરઘર કરતા સ્મશાન વધારે સારું છે. (૧૭૪).
માટે હું મારો પિંડ લઈને જ ચાલ્યો જાઉં. મારી આજ્ઞાને માનનારી દમયંતી જરૂર પોતાના પિતાને ઘરે જશે.” (૧૭૫)
આ રીતે ચિત્તમાં નિશ્ચય કરી રાત્રી સમાપ્ત થતાં દમયંતીના જાગવાના સમયે નળરાજા ત્વરિત ત્યાંથી ચાલ્યો ગયો. (૧૭૬)