________________
४८२
श्री मल्लिनाथ चरित्र सार्थतापसलोकोऽस्थात्, तत्राऽर्हद्धर्मकर्मठः । निशीथे त्वन्यदा भैमी, तेजदोऽपश्यच्छिलोच्चये ॥२४३।।
आगच्छतो गच्छतश्चाऽद्राक्षीद् देवाऽसुरानपि । तत्तथाऽपश्यदुत्पश्यः, पुरलोकोऽपि विस्मितः ॥२४४।। सवणिक्तापसा भैमी, समारूढाऽथ पर्वतम् । मुनि केवलिनं तत्राऽपश्यच्च सुरसेवितम् ॥२४५।। तं वन्दित्वा तदीयांऽहिमूले न्यषददादरात् । यशोभद्रगुरुस्तस्य, तं नत्वा स्थितवान् पुरः ॥२४६।। सिंहकेसर्यपि ज्ञानी, कारुण्यक्षीरसागरः । चकार देशनां क्लेशनिर्नाशनमहौषधीम् ॥२४७॥
પછી સાર્થલોકો અને તાપસો ત્યાં આતધર્મની ઉપાસના કરતા આનંદથી રહેવા લાગ્યા. એકવાર મધ્યરાત્રીએ દમયંતીએ પર્વત ઉપર પ્રકાશ જોયો (૨૪૩)
અને ત્યાં જતા આવતા દેવો અને અસુરોને પણ જોયા. તે સમયે આશ્ચર્યથી ઉંચે નજર કરી નગરજનો પણ તે જોવા લાગ્યા. (૨૪૪)
એટલે સાર્થવાહ તથા તાપસો સાથે દમયંતી તે પર્વત ઉપર ગઈ. ત્યાં દેવોથી સેવા કરાતા કેવલીમુનિને તેણે જોયા. (૨૪૫)
પછી તેમને વંદના કરી આદરપૂર્વક તેઓ તે મહાત્માના ચરણ આગળ બેઠા અને તે મુનિના યશોભદ્ર નામના ગુરુ પણ જેમને કેવલજ્ઞાન થયેલું છે. તેમને નમસ્કાર કરીને આગળ બેઠા. (૨૪૬)
એટલે કરૂણાના ક્ષીરસાગર સિંહકેશરી કેવળીએ કલેશનો નાશ કરવામાં મહૌષધિરૂપ દેશના દેવાનો પ્રારંભ કર્યો :- (૨૪૭)