________________
४८०
श्री मल्लिनाथ चरित्र अनवच्छिन्नमम्भोभिरम्भोऽम्भोदस्तथाऽमुचत् । तापसाश्च मिथः प्रोचुः, क्व वृष्टिर्वञ्च्यतामसौ ॥२३३।। त्रस्तांस्तान् वीक्ष्य भैम्यूचे, हंहो ! मा भैष्ट तापसाः ? । कुण्डं तत्परिधौ कृत्वेत्युवाच च सतीतमा ॥२३४|| सती यद्यस्मि तत्कुण्डादन्यतोऽब्दः प्रवर्षतु । तयेत्युक्ते तृणच्छन्न, इव कुण्डेऽम्बु नाऽपतत् ।।२३५।। वर्षत्यब्दे तथा शैलः, सर्वतो निर्जरोऽभवत् । उपत्यका गिरेभरपूरेणेव च निर्मिता ॥२३६।। तेऽध्यायन् रूपशक्तिभ्यां, भात्यसौ देवतेव नः । पप्रच्छ सार्थवाहस्तां, को देव: पूज्यते त्वया ? ॥२३७||
જેથી તાપસી પરસ્પર કહેવા લાગ્યા કે :- (૨૩૩)
હવે આ વૃષ્ટિનું નિવારણ શી રીતે થાય ? એ વખતે તેમને ભયભીત થયેલા જોઈ દમયંતી બોલી કે, “હે તાપસો ! તમે ગભરાશો નહિ” એમ કહી તેમની ચારે બાજુ કુંડાળુ કરીને સતી આ પ્રમાણે બોલી કે, (૨૩૪)
જો હું સતી હોઉ તો આ કુંડાળાથી મેઘ દૂર વરસો આ પ્રમાણે તેના વચનથી જાણે તૃણાચ્છાદિત હોય તેમ તે કુંડાળામાં જળ ન પડ્યું. (૨૩૫)
વરસાદ વરસતા પર્વત ચારેબાજુથી ઝરણા જેવો થયો. અને પર્વતની ભૂમી નરના પૂરથી નિર્માણ પામી.(૨૩૬)
તે જોઈને તાપસો ચિંતવવા લાગ્યા કે, “રૂપ અને શક્તિથી આ કોઈ દેવી હોય તેમ દેખાય છે.” પછી સાર્થવાહે દમયંતીને પૂછ્યું કે, “તમે આ ક્યા દેવની પૂજા કરો છો? (૨૩૭)