________________
४५५
પB: સઃ
अन्यदा न नलस्याऽनुकूलोऽक्षः काङ्कितोऽपतत् । कूबरोऽमारयत् शारांस्ततस्तस्य मुहुर्मुहुः ॥११८।। कूबरेण पराजिग्ये, पुरग्रामादिकं नलः । विषण्णो राजलोकोऽथ, कूबरो हर्षमाययौ ॥११९।। दवदन्त्यवदद् द्यूतव्यसनाऽनलसं नलम् । स्वामिस्ते बन्धनायैतौ, पाशको पाशकाविव ॥१२०।। कूबराय वरं राज्यं, स्वयं दत्तं त्वया शुभम् । आत्तं द्यूते पराजित्य, प्रवादोऽयं न सुन्दरः ॥१२१॥ पश्यति स्म शृणोति स्म, तां तद्वाचं च नो नलः । अवज्ञाता ततः पत्या, सुदती रुदती ययौ ॥१२२।।
એકવાર નળરાજાના ઇચ્છાનુસાર અનુકૂળ પાસા ન પડ્યા. તેથી કૂબર વારંવાર તેને જીતવા લાગ્યો. (૧૧૮)
એમ કરતાં કૂબરે નળના નગર અને ગ્રામ વિગેરે બધા જીતી લીધા. તેથી રાજલોક બધા ચિંતાતુર થયા અને કૂબર હર્ષમાં આવી ગયો. (૧૧૯)
તે વખતે જુગારના વ્યસનમાં આસક્ત બનેલા નળરાજાને દમયંતીએ સમજાવ્યું કે, “હે સ્વામિન્ ! આ પાસા એક પાશની જેમ આપને બંધનકર્તા થશે. (૧૨૦)
તેથી તમે કૂબરને પોતાની મેળે રાજ્ય આપો તો ઘણું સારું છે. પણ જુગારમાં જીતીને તે રાજય લઈ લે એ અપવાદ સારો નથી.” (૧૨૧)
આ પ્રમાણે દમયંતીના વચનો પર નળરાજાએ બિલકુલ લક્ષ્ય ન આપ્યું. એટલે પતિથી અવજ્ઞા પામેલી તે રમણી રૂદન કરતી