Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧ : સ્થાપના અને શરૂઆત
૧૫
વિદ્યાલયના પહેલા વર્ષના અહેવાલમાં આ અંગે જે કહેવામાં આવ્યું છે તે જાણવા જેવું છે. એ અહેવાલ વિદ્યાલયની સ્થાપનાની પૂર્વભૂમિકાના ખ્યાલ આપતાં કહે છે કે~~ “ અન્ય નાની નાની મેાભે! ધરાવતી કામની સાથે સરખાવતાં આપણે સાંસારિક અને રાજકીય આખતમાં ધણા પછવાડે પડી ગયા છીએ એમ વિચારશીલ સુન્ન નેતાએને લાગતાં આપણા જાતીય અસ્તિવને જાળવી રાખવા તથા આપણી અનેક પ્રકારની ખાસ જવાબદારીઓને પહેાંચી વળવાના માર્ગો પર વિચાર કરતાં આપણે ધાર્મિક અને સાંસારિક અનેક સવાલે પર વિચાર કર્યાં. આાપણે જોયુ તે એક બાજુથી નવીન સંસ્કારના પવન ખડ્રુ જોરથી ફૂંકાતા હતા; બીજી બાજુએ આપણાં અનેક તત્ત્વનાં પુસ્તકાનું, મદિરાનુ, તીર્થાતું અને પૂર્વાંની જાહેાજલાલી યાદ કરાવનારી અનેક વસ્તુઓનું રક્ષણુ કરવાનું મહાન કર્તવ્ય આપણને જણાયુ'; અને એવા મહાન પ્રશ્નો આપણી સમક્ષ એટલા બધા રજૂ થઈ ગયા કે તેના નિર્ણય કરવા માટે આપણે અનેક પ્રબુદ્ર માણસાની સસ્થાઓ [સભાએ ? ] મેળવી.
અનેક અગત્યનાં કાર્યો અને રજોને પહેાંચી વળવા માટે જે દીધ` પ્રયાસની જરૂરિયાત હતી તેના નિષ્કર્ષ કાઢતાં આપણા વિચારકે છેવટે એક નિશ્ચય પર આવી ગયા કે આપણું પ્રથમ કર્તવ્ય કેળવણીના સવાલાના નિર્ણય કરવામાં સમાયેલું છે. આપણા નવયુવાન બાળકોને જો યોગ્ય અંકુશ નીચે સારા પ્રકારનું શિક્ષણુ વર્તમાન શૈલી પ્રમાણે ધાર્મિક જ્ઞાન સાથે આપવામાં આવે અને સાથે તેમનાં મગજ અને હૃદય એક સાથે કેળવાય એવા પ્રબંધ કરવામાં આવે તે મદિરા, પુસ્તકા, તીર્થાં, નિરાશ્રિત, જીવયા વગેરે અનેક વિષયાને અંગે ઉપસ્થિત થતા પ્રશ્નોને યોગ્ય આકારમાં આછે વખતે અને સતેષ કારક રીતે સ્વતઃ નિવેડા થઈ જાય તેવી સ્થિતિ લાવી શકાય. સખ્ત હરીફાઈના જમાનામાં અન્ય પૂર ઝડપથી આગળ વધતી કામે। સાથે ટકી રહેવાનુ અને ધ' તથા ધર્મસ્થાના અને સંસ્થાએાને અંગે ઉપસ્થિત થતી આપણી ખાસ ક્રૂરજોને પહોંચી વળવાનુ સાધન કેળવણી દ્વારા પ્રાપ્ય છે એવા નિય અનેક ચર્ચાઆને પિામે થયા.”
(6
મુનિરાજ શ્રી વલ્લભવિજયજીના ઉપદેશ
“ એવા નિ ય થયા પછી અવલાકન કરતાં એમ જણુાવ્યુ` કે માત્ર નવીન શિક્ષણુથી એકલા મગજની ખીલવણી થાય છે; તદ્દન પ્રાચીન પદ્ધતિ પર અભ્યાસ કરાવવાથી વર્તમાન યુગને અંગે આપણે પૂરતું કાર્યં કરવાના સંયોગામાં આપણી જાતને મૂકી શકતા નથી; બન્નેનું મિશ્રણુ કરવામાં ઘણી અગવડા ઊભી થાય છે. આવી ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન સંવત ૧૯૬૯ના વૈશાખ માસમાં પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજીનું ચાતુર્માસ મુંબઈ શહેરમાં થયું. તેઓએ દેશ પરદેશ કરી ધા અનુભવા મેળવેલા હોવાથી તેમ જ નવીન સંસ્કારવાળા યુવાની અભિરુચિ કઈ દિશાએ દારવાય છે તેમ જ તેને મેગ્ય રીતે વાળવાથી કેવી લાભકારક રીતે તેના ઉપયોગ થઈ શકે છે તેને તેઓશ્રીએ ખારિક અભ્યાસ કરેલા હોવાથી તેમણે પોતાના વિચારા જૈન કામની સમક્ષ મુદ્દાસર રજૂ કર્યાં અને સાથે જાવ્યું કે હવે વાતા કરી બેસી રહેવાના સમય નથી, પરંતુ કામને જે ક્ષતિ લાગુ પડેલી જોવામાં આવે છે તેનેા સવર્ ઉપાય કરવા માટે કાર્ય કરવાની જરૂર છે. મહારાજ શ્રી વલ્લભવિજયજીએ ત્યાર પછી કેળવણીના કાર્યં પર કેવી રીતે કામ લેવુ' જોઈએ તેની યાજના બતાવી. તેઓશ્રીના ખ્યાલ ગુરુકુળને મળતી સંસ્થાની જરૂરીઆત બતાવવાના હતા. અનેક પ્રકારની ચર્ચાએ તથા ચેાજના થયા પછી છેવટે એક નિણૅય પર હકીકત તેઓશ્રી લાવી શકયા અને તે એ હતી કે નવીન પદ્ધતિની ઊંચા પ્રકારની કેળવણી લઈને ધર્મના દૃઢ સંસ્કાર સાથે કામનું હિત હૃદયમાં રાખીને કાર્યો કરનારા યુવાનને એક મોટા સમૂહ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે, અને તેને માટે એક યેાજના તાત્કાલિક હાથ ધરવાની બહુ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org