________________
८
આપણા દેશ માટે આ વરસ હોનારતોનું અને આફતોનું વરસ છે. એક પછી એક આફત આવ્યે જ જ જાય છે! મુંબઈના રેલવે-બોમ્બ-વિસ્ફોટ તથા સુરત-ગુજરાતની જળહોનારત એ બે એટલી બધી ભીષણ, દારુણ અને જબરી મોટી આફતો થઈ કે તેની આગળ બીજી આવેલી અનેકવિધ આફતો સાવ નાની ભાસે. આ બંને આફતોએ હૈયાં હચમચાવી મૂક્યાં છે. એકમાં માનવસર્જિત આતંક હતો, તો બીજીમાં કુદરતનો કાળો કેર વર્તાતો હતો. વર્તમાનપત્રો તેમજ ટી.વી. મીડિયાના આધારે જ ચાલતી અને નિર્ણયો લેતી દુનિયા માટે થોડા દિવસની સનસનાટી અનુભવ્યા બાદ ભૂલી જવાની આ ઘટનાઓ ભલે હોય, પણ સંવેદનશીલ હૃદયો માટે તો આ બંને ઘટનાઓ ઉદાસી અને અસહાયતાની એક અમીટ છાપ હૈયાંમાં મૂકી જનારી ઘટનાઓ બની રહેશે.
જાણનારા બરાબર જાણે છે કે, આતંકવાદ અને આતંકવાદીઓ એ બંને દેશના ભ્રષ્ટ, હીન અને સ્વાર્થી રાજકારણીઓનું સર્જન છે. દેશની નિર્દોષ જનતાનાં જાન અને માલનો વિનાશ થાય તેમાં તેમને જાણે કે કશું જ સ્પર્શતું નથી. તેમને તો તેમનું રાજકારણ, ખાયકી અને હીન કક્ષાનો સ્વાર્થ – એમાં જ સર્વસ્વ સમાઈ જાય છે.
હિંસા, હિંસક કતલખાનાં, હિંસાજન્ય પદાર્થોનો વૈશ્વિક વ્યાપાર, એ આ રાષ્ટ્રનો જાણે કે અનિવાર્ય અને મૂળભૂત આધારસ્રોત બની ગયો છે. હવે હિંસાનું પ્રમાણ અને પ્રચાર એ હદે વધ્યા છે કે, હિંસાની વાતો, હિંસાનાં દશ્યો, અકારણ હિંસા, ધર્મના નામે હિંસા, આરોગ્યના બહાને હિંસા-આ બધું સાવ સામાન્ય બની ગયું છે. ‘આવું તો હોય હવે' એવો ભાવ સામાન્ય જનતા પણ હવે અનુભવવા માંડી છે.
થોડા વખત અગાઉ ‘બર્ડ ફ્લૂ'ના નામે મચેલો હોબાળો યાદ હશે. એ વખતે કરોડો નિર્દોષ મરઘાંને ધરતીમાં જીવતેજીવ દાટી દેવાયેલાં, સળગાવી દેવાયેલાં, તે પણ સાંભરતું હશે. તે વખતે ભાગ્યે જ કોઈનાં હૈયાં કંપેલાં. બલ્કે, તે બધું સાવ સામાન્ય લાગેલું બધાને.
ખરેખર તો એ ઘટના પણ એક ઘોર આફત હતી : માનવ દ્વારા કૃત્રિમ રીતે અને સાવ જૂઠી રીતે પેદા થયેલી આફત. એ આફતનો ભોગ બાપડાં નિર્દોષ એવાં મરઘાં બન્યાં હતાં. તે વખતે પણ સૂરતનો પૂર-વિનાશ એ એ