________________
જીવન કેટલું ક્ષણભંગુર છે અને કર્મનાં આક્રમણ કેવાં અણધાર્યા આવે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ, થોડા દિવસ અગાઉના, મુંબઈમાં થયેલા રેલવે બોમ્બધડાકાની ખોફનાક ઘટના પરથી સમજાય છે. કેટલા બધા લોકો તે હોનારતમાં મર્યા છે. તેમનાં શરીરની કેવી ભયાનક દુર્દશા થઈ છે! કેટલા બધા લોકો તેમાં ઘાયલ થઈને પીડાગ્રસ્ત બની રહ્યા છે! આતંકવાદીઓએ તો ભારત દેશને છિન્નભિન્ન કરવાનું મિશન ચલાવ્યું છે, પરંતુ તેનો ભોગ આ નિર્દોષ નાગરિકો અને સેંકડો સાધર્મિકો બની ગયા! તે સૂચવે છે કે જીવન નાશવંત છે, અને કર્મના દારુણ વિપાક ગમે તેને ગમે ત્યારે ગમે ત્યાં સતાવી શકે છે.
આવા પ્રસંગે સગાં અને સ્વજનોથી માંડીને સરકાર તથા પોલીસ સુધીની કોઈ જ સત્તા બચાવી શકતી નથી. કોઈ જ રક્ષક નથી, કોઈ જ સહારો કે આધાર નથી બનતું. આવે વખતે ચાલુ જીવનનો અંત તો નક્કી જ હોય છે, પણ સાથે સાથે આવતું જીવન પણ બગડી શકે તેની પૂરી શક્યતા હોય જ છે.
આવી ક્ષણોમાં, જીવનનો અંત પણ સુધરી શકે, અને આવનારું જીવન - નવો ભવ – પણ સુધરે, સારો થાય, તે માટે જ્ઞાનીઓએ એક જ સાધન કહો કે આલંબન બતાવ્યું છેઃ “ધર્મ” નું.
જો મનમાં અને જીવનમાં ધર્મ બરાબર વસ્યો હોય, સમજાયો તથા ગમ્યો હોય, તો આવી ક્ષણોમાં તે કોઈને કોઈ રીતે સાથે થઈ જ જાય છે. એ મરનારના મોતને અવશ્ય અજવાળે છે, એટલું જ નહિ, એ ભવાંતરમાં એની સાથે રહીને એને એવી યોનિ અને એવા જન્મ તરફ દોરી જાય છે કે જેથી તેનો આવતો ભવ પણ સુધરે છે.
સાર એ કે જયાં પ્રત્યક્ષ દેખાતી કોઈ તાકાત કે હસ્તી આપણાં નાશવંત જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ જાય, ત્યાં પરોક્ષ લાગતી ધર્મની શકિત આપણા મૃત્યુને પણ અને જન્મને પણ ઉજમાળ કરે છે.
વળી, મુંબઈના એ માનવબંધુઓ સાથે એવું બન્યું, તેવું હવે કોઈની પણ સાથે, આપણી સાથે પણ, બની શકે છે. એ ટ્રેનોમાં આપણે નહોતા તે આપણાં સદ્ભાગ્ય; પણ આવી કોઈ ક્ષણે આપણે પણ એ બોમ્બનાં કે ગોળીઓનાં