________________
નિશાન અવશ્ય બની શકીએ છીએ, એ નિઃશંક છે. જો એવું બનવાની પૂરી શક્યતા આ દેશ-કાળમાં હોય, તો આપણે શું કરવાનું? આપણું કર્તવ્ય એટલું જ કે આપણી પ્રત્યેક પળ ધર્મમય બનાવી મૂકીએ. મનમાં નવકાર, મુખમાં નવકાર અને પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મમંગલ, આટલું આપણે જરાક પણ પ્રમાદ વિના કરવાનું છે. કોઈ ને કોઈ સ્વરૂપે “ધર્મ આપણી સાથે જ રહે, હોય, એવી કાળજીપૂર્વક જીવનનો એકેએક દિવસ અને પ્રત્યેક ક્ષણ જીવવા માંડીએ, તો મૃત્યુ કદી અપમૃત્યુ નહિ બને અને ગતિ કદીયે દુર્ગતિ નહિ બને.
(શ્રાવણ-૨૦૬૨)
ધર્મચિન્તના