________________
શ્રી
ધન્યકુમાર ભાગ ૧
પ્રથમ પલ્લવ
99040
Jain Education International
આવી પતિના માથા ઉપરથી પોટકુ પોતે ઉપાડી લીધું. ધનના ભારથી અકળ કરતાં પતિને કહેવા લાગી કે હું નાથ! ધન જતાં આપની બુદ્ધિ પશુ ગઈ કે શું ? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજુરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા ? શરમ પણ ન આવી? એકાદ રૂપિયા ખરચીને શા માટે મજુર ન કર્યાં ? પશુ તેમાં તમે શું કરે ! દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશા પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામા ગાળી નાખ્યા, જે પહેાથી મારૂ કહ્યુ કર્યું હોત તો આટલું દુ:ખ પણ ભેગવવું ન પડત. ‘શેઠે તે મુંગા મુંગા સ` સાંભળ્યા કર્યું અને ત્રિયાયુ કે—તે સાચી વાત કહીશ તો નિરાશ થઈ જશે, માટે ભાજન કરીને પછી યેગ્ય પ્રસંગે સર્વ વાત કડીશ. સ્ત્રીએ તે કોથળી પેટીમાં મૂકી અને બાજીમાં રહેતા એક વાણિયાને ઘેર જઈ કહ્યું કે હું શેડ ભેજનની શ્રેષ્ડ સામગ્રી મને તમે આપો. મારા પતિ મારા પિતાને ઘેરથી ઘણું ધન લાવ્યા છે, માટે સવારના તમારા જે પૈસા થશે તે હું આપી દઇશ, ’ વાણીયાએ સ સામગ્રી તેને આપી, એટલે ઘરે જઇ તેણે ભોજન તૈયાર કર્યું. શેઠ પણ સ્નાનાદિ કરીને
ભાજન કરવા બેઠા.
હવે શેઠાણીએ ભાજન પીરસીને શેઠને કહ્યું કે—કે સ્વામી તમે હવે નિરાંતે જમે. હું મારા પિતાએ તમને શું આપ્યું તે જોયું. શેઠે વિચાયુ" કે—કોથળી જોઇને એ નિરાશ થઈ જશે અને મારૂ ભાજન નિરસ થઇ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું કે—પ્રિયે! હમણાં તે તું ભાજન કરી લે, જમ્યા પછી તને બધું દેખાડીશ. તેણીએ કહ્યુ કે—હમણાં મને એટલી બધી ભૂખ લાગી નથી. માટે હું તે હમણાં જ જોઈને પછી જમીશ. વારવાર ના પાડવા છતાં સ્ત્રીના હુડ વારી ન શકાય તેવા હાય છે. ’ તનુસાર તે તે જોવા ગઈ. આ બાજુ શેડને ચિંતા થવા લાગી કે—ઝુમણાં જ તે ફરિયાદ કરતી આવશે.
For Personal & Private Use Only
烧烤 BBBBB
૧૦
ww.jainelibrary.org