________________
ધન્યકુમાર, ચત્રઃ ભાગ ૧
પ્રથમ
પલ્લવી
કીનારે આવી પહોંચે. ત્યાં તે વિચાર કરવા લાગ્યું કે, “ અહો ! આ સ્થાન કલ્યાણમય લાભ આ૫નારૂં છે. આ સ્થાને મેં મેક્ષના કારણભૂત સુપાત્ર દાન અપ્યું હતું. એ પ્રસંગ ફરી કયારે પ્રાપ્ત થશે ?” આ પ્રમાણે ગદ્ગદિત કંઠે વિચાર કરતાં તે રોમાંચિત થયે, અને સસરાને ઘેર થયેલ અપમાનાદિક સર્વ દુઃખ ભુલી ગયે. “સમસ્ત ગુણને હણનાર એવા પાપ નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું. માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવાને છે.' આ પ્રમાણે ક્ષણવાર ઉભે રહી કરેલ પુણ્યની અનુમોદના કરતા હતા. તેવામાં તેને વિચાર આવ્યું કે–અહીં આવતાં તથા પાછા જતાં મને ત્રણ-ચાર દિવસ થયા, ઘરે રૂપિયા કે અર્ધા રૂપિયાનું પણ દેવું થયું હશે તે તે હું કઈ રીતે આપીશ? માટે આ નદીની અંદર પાંચ રંગના, ગેળ, સુંદર આકારના, ઘસવાથી સુંવાળા થયેલા મોટા મોટા કાંકરાઓ (પથરાઓ) છે, અને તેમાં કેટલાક તે શેર-શેર વજનના હેવાથી તે બે-ત્રણ-ચાર શેર વજન કરવાને
ગ્ય છે, માટે એ ગેળ પથરાએ લઈ જાઉં. બજારમાં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ તે ઘરમાં રહેશે તે પણ મુનિદાનનું સ્મરણ આપનાર થશે. આ પ્રમાણે વિચાર કરીને પોતાની કોથળીમાં તે ભર્યા અને તેનું મેટું બાંધી લઈ તે કેથળી માથે મુકી આગળ ચાલ્યા. સાંજના વખતે અગાઉ રહેલ સ્થળે રાત ગાળી આગળ ચાલ્યા. અનુક્રમે ભૂખ અને તરસથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહ્યો તે સમયે ઘેર પહોંચી ગયે.
આ સમયે તેની સ્ત્રી આંગણામાં ઉભેલી હતી. પતિને ભરેલી કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે “અહે ! મારા સ્વામીનાથ ધનનું પોટલું લઈને આવ્યા તે ખરા, મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું જણાય છે કે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી, “ આમ વિચારતી આગળ
Lain Education Internat
For Personat & Private Use Only
anebry.org