Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી એ. કે. એ ,
આ શુ થશાવ્યા ૦ થન
પુસ્તકા = જે મને ગમ્યાં છે?
['BOOKS I HAVE LOVED')
રાણ થી છાશ લાલાતે
Tી હિી શી જે. શિફિલ્હીની શી નો અફીણી હારી છે જેમા ઈ
ટા શહેફિલ હ્યું 2િ મા ચા હૃહ શાહ, એ શા # હા
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી એમ. કે. એમ. ર૩ ગ્રંથમાળા ૫૧
“પુસ્તકો- જે મને ગમ્યાં છે” {"BOOKS I HAVE LOVED')
" એશે હજીરાઇ
ગોપાળદાસ જીવાભાઈ પટેલ
“ઓશો રજનીશજીને ગમતાં પુસ્તકની આ જપમાળા આપણા અંતરને ન જ રસધ આપે છે.”
-પુ છે. પટેલ
પ્રકાશ આ સાયી . બી, કપલની અને મગનભાઈ દેસાઈ
ગારિયલ ટ્રસ્ટ પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૧૫
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રક ૫૦ છેo પટેલ
મંત્રી આચાર્યશ્રી જે. બી કપવાની અને મગનભાઈ દેસાઈ ' '
મેરિયલ ટ્રસ્ટ માનવાડી, ગેટવે ઓફ સત્યાગ્રહ ઈસ્ટ)
પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ, સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૧૫
મુક
એણે આત્મદર્શન, શાનમુદ્રા ચતાગ્રહ છાવણી, અમદાવાદ-૧૫
પહેલી આવૃત્તિા પ્રત ૧૦૦૦
મુખ વિતા વિશ્વ-સાહિત્ય કિતાબ ઘર, સરદારબ્રિગેડ હોલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫
અને નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪
કિ ૧૦ રૂપિયા
એપ્રિલ, ૨૦૦૨
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
શેની જપમાળા ઓશો રજનીશજીને ગમતાં પુસ્તકોની આ “જપમાળાની મહેક જ એવી જબરી છે કે, તેને કોઈ પ્રસ્તાવનાની જરૂર ખરી ?
બીજા સિદ્ધાંત કે વિચારસરણી ને અમુક એક સમયને જ વાગુ પડતા હોય છે, હરકોઈ સમયને નહિ પરંતુ જગતના મહાન સાહિત્ય સમ્રાટોનાં પુસ્તકો તે આપણા અમર વારસો છે.
આપણે સૌ ઓશો રજનીશજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને વાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશોને અનુસરીને તેમના મૃત્યુ બાદ તે તેમને લાયક બનીએ. તેમની આ “જપમાળાને ભરપટ્ટ ઉપયોગ કરીને કૃતકૃત્ય થઈએ.
| ‘ટંકારવ'માં હપ્તાવાર છપાયેલી આ લેખમાળા છાપવાની તેના વિદ્વાન સંત્રીશ્રીએ પરવાનગી આપી તે માટે તેમના તથા સંપાદક શ્રી. ગોપાળદાસ પટેલના ખાસ રાણી છીએ. તથા પૂના રજનીશ આશ્રમના સંચાલકોએ પ્રેમપૂર્વક જે સહકાર અને ઉત્સાહ આપે છે, તે માટે તેમના ખાસ આભારી છીએ. - આ પુસ્તક ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ અને ચૌરવ અનુભવીએ છીએ, મન કૂદકો મારીને ઝડપી લે એવી શેની આ કીમતી ભેટ છે. તે માટે તેમને લાખ પ્રણામ. તા. ૧-૪-૨૦૦૨
-પુરુ છેપટેલ
મંત્રી
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૦,૦૦,
શાળા-કોલેજ અને પુસ્તકાલયમાં
વસાવવા લાયક પુસ્તક શ્રી મસ્કેટિસ'-૧ થી ૫ સંપા. ગોપાળદાસ પટેલ ૧૫૦૦ હૃદયપલટે સંપા. ગેપાળદાસ પટેલ ૨૫.૦૦
| [ટૉલ્સ્ટૉય કૃત નવલકથા “રિઅરેકશન અને વિસ્તૃત સંક્ષેપ.] ગુને અને સજા
ડિસ્ટસ્કી કૃત નવલકથા “કાઈમ એન્ડ પનિશમેન્ટ']. જપ
મગનભાઈ દેસાઈ ' ખમની
છે . હિંમતે મર્દા સંપાગેપાળદાસ પટેલ
સિર વોલ્ટર સેટ કૃત “કન્ટિન ડરવાડ”] આત્મબલિદાન સંપા. ગોપાળદાસ પટેલ
હિૉલ કેઈન કૃત “ધ બૉન્ડમેન']. જગારીની દુહિત સંપા. ગેપાળદાસ પટેલ ૧૦૦.૦૦
[ચાલ્સ ડિકન્સ કૃત “ધી ઑલ્ડ કપુરીયોસીટી શૉપ'] એક ગધેડાની આત્મસ્થા સંપાપુછે છે. પટેલ - કિરન ચન્દર કૃત હિંદી વ્યંગકથાને સચિત્ર અનુવાદ;
ન્યાયમૂર્તિ શ્રી. એમ. પી. ઠક્કરની પ્રસ્તાવના સહિત.] સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ સંપા, કમુબહેન પુછો. પટેલ ૧૦૦૦ ધન અને ધરતી અનુ. કમુબહેન પુત્ર છે. પટેલ ૮૦.૦૦ મહાત્મા ગાંધી
ડો. પ્રફુલ્લચંદ્ર ઘેષ લે મિઝરાઇલ યાને પતિતપાવન સંપા. ગોપાળદાસ પટેલ ૧૦૦.૦૦
[વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથાને વિકમ સંક્ષેપ.]
S
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
૧
નારદ : ‘ભક્તિસૂત્ર’
૧. નારદ તા બાદરાયણથી તદ્દન ઊલટી પ્રકૃતિની વ્યક્તિ છે. મને બે વિધા સામસામે મૂકવાનું ગમે છે; એટલે નારદ અને બાદરાયણને એક જ ઓરડીમાં સાથે બેસાડયા હોય, તે તે બેની વચ્ચે શું જામે તે જોવાનું જરૂર મન થાય. નારદ હંમેશાં પેાતાને એકતારા સાથે જ રાખે, તથા તેને વગાડતાં વગાડતાં ગાયા તથા નાચ્યા કરે. બાદરાયણ એ વસ્તુ જરા પણ સહન ન કરી શકે. બાદરાયણ તે નારદ સામે બૂમા અને ચીસા જ પાડી ઊઠે. નારદ બાદરાયણની ચીસા અને બૂમા ઉપર લક્ષ જ ન આપે; તે તે ઊલટું બાદરાયણને ચીડવવા માટે જ જાણે વધુ જોરથી એકતારા વગાડવાનું તથા ગાવાનું ચાલુ રાખે |
ર
૨. નારદનાં ‘ભક્તિસૂત્ર' ‘અથાતો મત્તિ-નિસાસા' એ સૂત્રથી શરૂ થાય છે. એ સૂત્રને અર્થ થાય — “ હવે ભાવ પ્રેમ એટલે શું તેનું વિવરણ (આર ભીએ).” (‘ભક્તિ' એટલે લવલીનતા – એકરૂપ થઈ જવા જેવા ભાવ-પ્રેમ.) આ ‘પ્રેમ'નું વિવરણ એ જ ખરું વિવરણ – ખરું વિવેચન – ખરી તપાસ – ખરી શેાધ છે. બીજું બધું તેનાથી હેઠ છે. વળી ખરી તપાસ કે જિજ્ઞાસા તમારી તપાસના
૧. તેમના બ્રહ્મસૂત્ર' ઉપરનું રજનીશજીનું વિવેચન ફેબ્રુ॰ '૯૨ અંકની પૂતિમાં ઉતાયુ” છે,
૨. મૂળમાં રજનીરાજીએ ‘ભક્તિ’ શબ્દ માટે અંગ્રેજી ‘love' શદ વાપર્યા છે-'now the enquiry into love.' નારđજીએ પેાતે જ પછીથી ‘પ્રેમ' શબ્દ વાપરીને તેની વ્યાખ્યા આપી છે.
૩.. મૂળ ‘exploration.'
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? - વિષય પ્રત્યે પ્રેમ ન હોય ત્યાં સુધી સંભવી શકે જ નહિ. માત્ર પ્રેમ જ નહિ, પણ સાથે “જાગરૂકતા' – સતર્કતા પણ હેવી જોઈએ, તે જ પ્રેમ એટલે શું તેની તપાસ થઈ શકે. કારણ કે, એ તપાસ જ દુનિયામાં અઘરામાં અઘરી વસ્તુ છે.
ફરીથી હું પુનરુક્તિ કરીને કહું છું કે, એ તપાસ દુનિયામાં અઘરામાં અઘરી વસ્તુ છે : જાગરૂકતા – સતર્કતા સાથેના પ્રેમની! લોકો પ્રેમમાં “પડે' છે; અર્થાતું પ્રેમમાં અંધ – બેહોશ બની જાય છે. પણ એમને પ્રેમ તે સ્થૂલ – શારીરિક વસ્તુ છે. એ ગુરુત્વાકર્ષણ જેવું બળ છે – જે જમીન તરફ નીચે જ ખેંચે છે. પરંતુ નારદજી જે પ્રેમની વાત કરે છે, તે તદ્દન જુદી વસ્તુ છે: લેમને મન પ્રેમ એટલે ધ્યાન-ચિન્મયતા છે. ગુરુત્વાકર્ષણ તે નીચે જમીન તરફ–કબર તર-ખેચે છે; પરંતુ પ્રેમ તે ઊંચે લઈ જનાર – ઊંચે આકાશ તરફ તારક મંડળ તરફ ઉઠાવનાર શક્તિ છે.
મને નારદના એ પુસ્તક ઉપર અનહદ પ્રેમ છે. મેં તેના ઉપર અનેક વ્યાખ્યાન આપ્યાં છે. – અંગ્રેજીમાં નહિ, કારણકે અંગ્રેજી એ મારી ભાષા નથી, ઉપરાંત તે ભાષા અતિ વૈજ્ઞાનિક બાબતને, તથા ગણિતવિઘાની બાબતોને બંધબેસતી થાય તેવી, અતિ આધુનિક છે. મેં નારદ વિષે મારી માતૃભાષા હિંદીમાં ઘણું ઘણું કહ્યું છે, કારણકે, તે ભાષામાં હું વધુ સહેલાઈથી કવન કરી શકું છું – તે મારા (હૃદયના ભાવને બંધબેસતી ભાષા હેઈ, મારા) અંતરની વધુ નજીકની ભાષા છે.
મારા એક ફેસર કહેતા કે, “તમે પરદેશી ભાષામાં પ્રેમ ન કરી શકે, તેમ જ ઝઘડો પણ ન કરી શકે.”
જ્યારે ઝઘડો કરવાને હેય ત્યારે માણસ અંતરથી ઊકળી ઊઠીને ત્રાડ નાખે છે. જ્યારે પ્રેમ કરવાનો હોય છે, ત્યારે પણ તેમજ થાય
૪. મૂળમાં “awareness' શબ્દ છે. 4. 'love as meditation, as awareness.' ૬. levitation. ૭. loved Narad's book tremendously.
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પતંજલિનાં ગલ્સ છે – ઊલટું વધારે તીવ્રતાથી થાય છે. કારણકે તે વધુ ઊંડાણથી નું હોય છે.
હું જ્યારે અંગ્રેજીમાં જ બોલું ત્યારે અચૂક ખોટી રીતે જ બોલી શકવાને. કારણકે, તે વખતે બેવડી પ્રક્રિયા થતી હોય છે – હું બોલતો હોઉં છું હિંદીમાં અને તેનું અંગ્રેજીમાં તે ભાષાંતર જ કરતે હોઉં છું. એ કઠિન પ્રક્રિયા છે. પરંતુ ઈશ્વરને આભાર કે સીધું અંગ્રેજીમાં બોલવાનું હજુ સુધી મારાથી બન્યું જ નથી. હું આશા રાખું છું કે મેં નારદ વિષે જે બધું હિંદીમાં કહ્યું છે, તેને અંગ્રેજીમાં કોઈ અનુવાદ કરશે.
હિંદીમાં મેં ઘણી ઘણી બાબતો વિશે કહ્યું છે, જેમને વિષે અંગ્રેજીમાં મેં કાંઈ કહ્યું નથી. કારણકે તેમ કરવું શક્ય જ નહોતું. તેનાથી ઊલટું અંગ્રેજીમાં મેં ઘણી બાબતો વિશે કહ્યું છે, જે હિંદીમાં કહેવું શક્ય નહોતું. જ્યારે મારા બધાં હિંદી પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર થશે, તથા બધાં અંગ્રેજી પુસ્તકનું હિંદીમાં, ત્યારે તમે ખરેખર મૂંઝાઈ જશે. કારણકે, અંગ્રેજીમાં જુદા જ પરિમાણ (dimension)થી વાત કરી શકાય છે તથા હિંદીમાં પણ જુદા પરિમાણથી.
પતંજલિનાં યોગસૂત્રો
આજના વ્યાખ્યાનમાં ત્રીજું પુસ્તક પતંજલિનું “યોગસૂત્ર' છે. બાદરાયણ બહુ ગંભીર માણસ છે, અને નારદ જરા પણ ગંભીર નહિ. ત્યારે પતંજલિ બરાબર મધ્યમાં છે–ગંભીર પણ નહિ તથા ના ગંભીર પણ નહિ. જણે એક વૈજ્ઞાનિકને જ અવતાર! મેં પતંજલિ વિષે દશ પુસ્તકો ભરીને કહેવાનું કહી દીધું છે, એટલે તેમને વિષે વધુ કહેવાની કંઈ જરૂર નથી... માત્ર એક જ વાક્ય ઉમેર્યું કે, હું એ માણસને ખૂબ ચાહું છું.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
કબીરનાં ગીત
(THE SONGS OF KABIR] આખી દુનિયામાં એના જેવું બીજું કાંઈ જ અસ્તિત્વમાં નથી. કબીરની વાણી માની ન શકાય તેવી સુંદર છે. છેક જ અભણ માણસ, વણકર તરીકે જન્મેલો પરંતુ કેને પેટે (તેમ જ કોનાથી) તે કોઈ જાણતું નથી. તેની મા ગંગાનદીને કિનારે તેને પડત મૂકીને ચાલી ગઈ હતી. તે લગ્નબહારનું –ગેરકાયદે સંતાન હતો. પરંતુ માત્ર કાયદેસરના સંતાન હોવું એ જ પૂરતું નથી. તે અલબત્ત ગેરકાયદે સંતાન હતું, પરંતુ તે પ્રેમનું સંતાન હતો. અને પ્રેમ એ જ ખરેખર સાચે કાયદો છે – love is the real law. મેં કબીર વિષે ઘણું ઘણું કહી દીધેલું છે; એટલે કશું વધુ ઉમેરવાની જરૂર રહેતી નથી. માત્ર ફરી ફરીને મારે એટલું જ કહેવું છે કે, “હે કબીર, કોઈ બીજા માણસને મેં એટલે ચાહ્યો નથી, એટલે તને ચાહું છું.”
શંકરાચાર્ય આદિ શંકરાચાર્યને “મા નેવિંદ મૂઢમતે” આ સ્તોત્ર વિષે વાત કરવાની હંમેશાં મને ઇચ્છા રહી છે. સવારમાં અંગ્રેજીમાં અપાતા વ્યાખ્યાન માટેની યાદીમાં તેનું નામ મેં ઉમેરી લીધું જ છે. હિંદીમાં તે ક્યારનું મેં તેને વિષે ઘણું કહી દીધું છે. - આ પુસ્તક હજાર વર્ષ જૂનું છે, તથા તે એક નાનું ગીત માત્ર છે. “હે મૂઢ બુદ્ધિવાળા મુરખ, પરમાત્માનું ગીત ગા” એમ શંકરાચાર્ય સૌને સંબોધીને હાકલ કરે છે. પરંતુ મૂરખ જે કહેવાય તે
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
“વિવેક ચૂડામણિ” કશું સાંભળે જ શાને! મૂરખ વળી કોઈનું કહ્યું કશું સાંભળે? તે બહેરો જ હોય છે. અને કદાચ સાંભળે પણ તે તેને સમજમાં ઊતરવા ન દે. અને કદી સમજમાં ઉતારે તેય તે પ્રમાણે આચરણ ન જ કરે. અને આચરણમાં ન મૂકવું હોય તે સમજમાં ઊતરેલું પણ શા કામનું? તમે કશુંક સમજ્યા ત્યારે જ કહેવાય, જ્યારે તે પ્રમાણે તમે વવા માંડો.
શંકરાચાર્યે ઘણાં પુસ્તકો લખ્યાં છે – સ્તોત્રો અને કાવ્યો પણ. પરંતુ “ભજ ગોવિંદમૂ મૂઢમતે” જેવું સુંદર ગીત બીજું કોઈ નથી. એ ત્રણ કે ચાર શબ્દો ઉપર મેં ઘણું વક્તવ્ય કર્યું છે – લગભગ ત્રણ પાનાં ભરાય તેટલું મને ગીત ગાવાં ખૂબ ગમે છે. મારું ચાલે તે હું નિરંતર ગાયા જ કરું. પરંતુ અહીં તે એ પુસ્તકના માત્ર નામોલ્લેખ કરીને જ પતવું છું.
“વિવેક ચૂડામણિ આદિ શંકરાચાર્ય વિષે બોલવાની મને હંમેશાં ઇચ્છા રહ્યા જ કરી છે. તેમના પ્રખ્યાત પુસ્તક “વિવેદ જૂ ળ” વિશે બોલવાનું તે મેં નક્કી જ કર્યું હતું. પરંતુ છેવટની ઘડીએ તેને વિષે બોલવાનું મેં માંડી વાળ્યું. તેમ કરવાનું કારણ એટલું જ હતું કે, તે પુસ્તકમાં ભાવ-પ્રેમ કરતાં તર્કદલીલની વધુ બોલબાલા છે. તે નાનું પુસ્તક
૧. ઓશો રજનીશજીએ ૧૬ બેઠકોમાં થઈને પિતાને ગમતાં ૧૬૭ પુસ્તક વિષે રજૂઆત કરી છે. તે પુસ્તકો મુખ્યત્વે તત્વજ્ઞાનીઓ, તત્વસંશોધકો, ભક્તો – સંત વગેરેને લગતાં છે. માત્ર વિદ્વાનોનાં કે બીજા ગમે તે વિષયનાં પુસ્તકો વિશે તેમને કંઈ કહેવું નથી. આ લેખમાળામાં ગુજરાતી-ભાષી પ્રજાને સાંભળવા-જાણવા-વંચવા મળ્યાં હેય કે મળી શકે તેવાં હોય એવાં પુસ્તકો વિષે ઓશો રજનીશજીએ જે કંઈ કહ્યું છે તે પ્રથમ ઉતારવા માંડયું છે. - સ.
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે?' નથી – બહુ મેટું પુસ્તક છે; અને તેના ઉપર આઠ મહિના સુધી સતત વ્યાખ્યાન આપવાનું મેં નિરધાર્યું હતું. તે પ્રવાસ બહુ લાંબો થાત, અને તે પડકે મૂકવામાં આવ્યું તે બહુ સારું થયું. પરંતુ જે મહાન પુસ્તકોનાં નામ મેં ગણી બતાવવા ધાર્યા છે, તેમાં તેનું નામ તે હું આપી જ દઉં છું,
નિર્દેશસૂત્ર” આ પુસ્તકના કર્તા વિમલકીર્તિ કક્ષા કે કોટી બતાવનાર સંખ્યા કે નબરથી પર છે. (અર્થાતુ તેમની કોટી કે કક્ષા પહેલો-બીજો ત્રીજો એવા નંબરથી બતાવી શકાય તેમ નથી.)
વિમલકીર્તિ સૌથી વધુ આશ્ચર્યચકિત કરી મૂકે એવા પુરુષમાંના એક છે. બુદ્ધ પિતે જ કદાચ તેમની ઈષ્ય – અદેખાઈ કરે! વિમલકીતિ બુદ્ધના શિષ્ય હતા, પરંતુ તેમણે વિધિપૂર્વક તેમની પાસે શિ. દીક્ષા લીધી ન હતી. પરંતુ તે એવા જાજરમાન પુરષ હતા કે બુદ્ધના બધા શિષ્યો તેમનાથી ડરતા જ રહેતા એટલે સુધી કે વિમલકીર્તિ બુદ્ધના શિષ્ય બને એમ પણ તેઓ ઇચ્છતા ન હતા. તે સામા મળે કે તેમને અભિવાદન કરવા જાય તેટલામાં જ તે ચેકાવી મૂકે એવું જ કંઈક બોલી બેસે સામાને રોકાવી મૂકવો – એ જ એમની રીત હતી, તે ખરેખરા ભયંકર (terrible) માણસ હતા : કહો કે ખરેખરા “પુરુષ’ હતા.
એવું કહેવાય છે કે, એક વખત તે માંદા પડકા ત્યારે બુદ્ધ પિતાના મુખ્ય શિષ્ય સારિપુરને તેમની પાસે જઈને તેમની તબિયતના સમાચાર જાણી લાવવા કહ્યું
ત્યારે સારિપુ જવાબમાં કહ્યું કે, “ભગવન્, મેં કોઈ બાબતમાં કદી તમને “ના” પાડી નથી. પરંતુ વિમલકીર્તિ પાસે જવાનું તમે કહે
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
“નિર્દેશસૂત્ર”
છે તેની હું તમને ચોખ્ખી ‘ના' પાડી દઉં છું. હું નહિ જ જાઉં; તમે બીજા કોઈને મેાકા. એ બહુ ભયંકર માણસ છે. તે મરણપથારીએ પડયો હોય તેય મને શું કહી કે કરી બેસે તે કહેવાય નહિ.”
બુદ્ધ બીજા શિષ્યાને પણ કહી જોયું; પરંતુ મંજુશ્રી વિના બીજું કોઈ વિમલકીર્તિ પાસે જવા તૈયાર થયું નહિ. મંજુઘી બુદ્ધના બધા શિષ્યામાંથી જ્ઞાન-સાક્ષાત્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ શિષ્ય હતા.
મંજુશ્રી વિમલકીતિ પાસે તેમની ખબર કાઢવા ગયા અને ત્યાં તે બે વચ્ચે જે વાતચીત કે બાલાચાલી થઈ તેનું જ આ ‘નિર્દેશસૂત્ર’ પુસ્તક બન્યું છે. ‘નિર્દેશ' એટલે સૂચન અથવા માર્ગદર્શન.
વિમલકીતિ છેલ્લા શ્વાસ જ લઈ રહ્યા હતા; અને મંજુશ્રી તેમને પ્રશ્ન પૂછતા હતા અથવા તેમણે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા હતા. એ રીતે — એમાંથી — આ પુસ્તકના જન્મ થયા છે. ખરેખર એ મહાન ગ્રંથ છે.
કોઈ એ પુસ્તકની પંચાતમાં પડતું હોય એમ લાગતું નથી. કારણકે, એ પુસ્તક કઈ ધર્મ કે સંપ્રદાયનું પુસ્તક નથી. બૌદ્ધો પણ તેને પેાતાના સંપ્રદાયનું પુસ્તક ગણતા નથી; કારણકે, વિમલકીત બુદ્ધના વિધિસર શિષ્ય બન્યા ન હતા. લોકો તા ઉપરના નામ કે સિક્કાના જ પૂજારી હાય છે; અંદરના તથ્ય કે તત્ત્વના નહિ. બધા જિજ્ઞાસુઓને – મુમુક્ષુઓને હું તે પુસ્તકની ખાસ ભલામણ કરું છું. એ પુસ્તક હીરા કે રત્નાની ખાણ છે.
૧. ‘form.’'
૨. ‘spirit.’
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ : “ધમ્મપદ ?
૧. ગૌતમ બુદ્ધને તે હું કોઈને ન ચાહ્યા હેય એટલા ચાહું છું. આખું જીવન મેં એમને વિશે બેલવામાં જ ગાળ્યું છે, બીજાઓ વિશે બોલતો હઈશ ત્યારે પણ તેમને વિશે જે બોલ્યો છું. મારું
એકરારનામું માનવું હોય તે તેમ, પરંતુ હું કહી દઉં છું કે, જિસસ વિષે હું બેલવા માગુ ત્યારે પણ બુદ્ધને અંદર લાવ્યા વિના રહી શકતું નથી. મહંમદ વિશે બોલતી વેળા પણ હું બુદ્ધને અંદર લાવ્યા વિના રહું નહિ – ભલે નામથી તેમનો ઉલ્લેખ મેં ન કર્યો છે.ય. બુદ્ધને અંદર લાવ્યા વિના કંઈ પણ બોલવું મારે માટે અશકય છે. બુદ્ધ તે મારા લેહી. હાડ તથા હાડકાની મજારૂપ બની ગયા છે. તે મારું મૌન છે, તે જ મારું ગીત પણ છે. તેથી તેમના ગ્રંથ “ધમપદ' મને ગમતાં પુસ્તકોની યાદીમાં ઉમેરવાનું અત્યાર સુધી રહી ગયું તે બદલ તેમની ક્ષમા માગું છું.
૨. ધમ્મપદને શબ્દાર્થ થાય, “ધર્મને – પરમ સત્યને માર્ગ.” અથવા વધુ ચેક્કિમ ભાષામાં કહેવું હોય તે “પરમ સત્યનાં (ધર્મન)
પગલાં” ને
આ કથન કે વ્યાખ્યામાં રહેલો વિરોધાભાસ સમજવા જેવો છે. કારણકે, બતક આગળ જાય છે કે પાછળ જાય છે, ત્યારે પાછળ કશાં પગલાં પાડતી જતી નથી; તથા આકાશમાં ઊડતાં પંખી પણ પાછળ કોઈ પગલાં પાડતાં જતાં નથી. તેમ બુદ્ધો પણ આકાશમાં ઊડતાં પંખીઓ જેવા છે તેનાં પાછળ પગલાં શી રીતે પડે?
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
એ સમપદ’
૩. બુદ્ધો હંમેશાં પરસ્પર-વિરોધી કથના જ કરે છે. પરંતુ તે તેવું પણ બાલે છે એ જ બલિહારી છે. પોતાના જ કહેલાનું વિરોધી એવું જ તે કહી શકે. તે બાબતમાં તેમની લાચારી જ હાય છે. કારણકે, અનિર્વચનીય એવા પરમ સત્ય વિષે બેલવું એટલે જ પાતાના કહેલાના વિરોધ કરવા. તમે કશું ન બાલા તેપણ તે કંઈક કહી દીધા જેવું જ નીવડે – ભલે શબ્દો વાપર્યા ન હેાય.૧
૪. બુદ્ધે પેાતાના સૌથી મહાન ગ્રંથનું નામ ધમ્મપદ' આખું અને ઉપરાઉપરી વિરોધી કથને જ તેમાં ભરી દીધાં. તે એટલાં બધાં વિરોધી કથના કરે છે કે મારા સિવાય બીજું કાઈ તેમને તે વિષે ટકાર કરી શકે નિહ. २ પરંતુ પિતા પેાતાના સંતાનને કોઈ વાર ખાળામાં બેસાડીને જ તેનાથી કરાતે વિરોધ હસતાં હસતાં સાંભળ્યા કરે છે; અને સંતાન તેમની છાતી ઉપર ચડી બેસી તેમને હરાવ્યાના આનંદ માણે છે. જોકે, ખરી રીતે પિતાએ જ જાણી જેઈને તેને જીતવા દીધા હેાય છે.
બધા બુદ્ધો પણ પેાતાને ચાહનારા સૌને તેમને હરાવ્યાના આનંદ લેવા દે છે. શિષ્ય પેાતાનાથી સવાયે નીકળે એના જેવા આનંદ ગુરુને બીજો હાય નહિ,
-
-
બુદ્ધ પેાતાના ગ્રંથની શરૂઆત ‘ધમ્મપદ' શબ્દથી જ કરે છે— એમ જણાવવા માટે કે જે ન કહી શકાય તેવું – ન બોલી શકાય તેવું છે, તેને વિષે તે કંઈક કહેવા માગે છે. પરંતુ તેમણે ‘ન કહી શકાય —ન બોલી શકાય એવા તત્ત્વનું એવી સુંદર રીતે નિરૂપણ કર્યું છે કે જેથી ધમ્મપદ ’ગ્રંથ એવરેસ્ટ જેવા બની રહ્યો છે. પર્વતા તે
.
ઘણાય છે; પરંતુ એવરેસ્ટની ઊંચાઈએ કોઈ પર્વત પહોંચી ન શકે.
૧. જેમકે, ઉપનિષદોમાં ‘નેતિ નેતિ’ એમ પરમ તત્ત્વ વિષે તુ છે, તે જ પરમ તત્ત્વ વિષે ધણું કહી દીધા જેવું નથી ? – સ”૦
૨. defeat him.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે- જે મને ગયાં છે” ૫. બુદ્ધ પરમ તત્વને “અના' (અનાત્મા) અર્થાત્ શૂન્ય કહ્યું છે. આખા ઈતિહાસમાં ગૌતમ બુદ્ધ જ એકલા માણસ છે જેમણે આત્મ-તત્ત્વને “અનામ’ કહ્યું છે. હું બુદ્ધને એક હજાર અને એક (૧૦૦૧) કારણેથી ચાહું છું. તેમણે પરમ તત્વને અનાત્મા – શૂન્ય કહ્યું તે એ કારણોમાંનું એક છે. બાકીનાં હજાર કારણે હું સમયને અભાવે ગણી બતાવતું નથી. પરંતુ એક દિવસ એ હજાર કારણે પણ ગણી બતાવું તો નવાઈ નહિ...
(મન જ્યાં સુધી પરમ તત્વ અંગે આત્મા જેવી કોઈ હસ્તીની વાત કર્યા કરે છે, ત્યાં સુધી તે અજ્ઞાની હેઈ જૂઠું જ બોલે છે, કારણકે પરમ સત્યને સાક્ષાત્કાર થતી વખતે મન હોતું જ નથી. મનની પાર જાય – મન મટી જાય ત્યારે જ પરમ સત્ય પ્રગટ થાય. તે તત્વને મનની ભાષામાં કહી બતાવવું હોય, તો તેને અનાત્મા – શૂન્ય એ સિવાય બીજું શું કહી શકાય?)
૬. સારા માણસની સેબતમાં ખરાબ માણસ આવે છે તે સારો બની રહે, અને ખરાબ માણસની સોબતમાં સારો માણસ જાય તે તે ખરાબ બની રહે, એવો મારો અનુભવ છે. પરંતુ એ સાક્ષાત્કાર ન પામેલાઓની બાબતમાં જ સાચું છે. કારણકે બુદ્ધ બનેલા–સાક્ષાત્કાર પામેલાની બાબતમાં તે સાચું નથી જિસસના સંપર્કમાં વેશ્યા મૅગડલેના Magdalena) આાવે. તો જિસસને કશો ડાઘ ન લાગે, પરંતુ
૩, કૌંસમાં મૂકેલો ભાગ મૂળનો નથી. પરંતુ ઓશો રજનીશજીના ધ્યાન વિષેના પુસ્તકમાં જે કહ્યું છે તેના સંદર્ભમાં તે ભાગ અહીં ઉમેરેલો છે. ઉપનિષદો પણ કોઈક વાર “નેતિ નેતિ' એ પરમ તત વિષે શુન્યવાદ ઉચ્ચારે છે; પરંતુ મુખ્યત્વે તેઓ માં આમતત્વની વાતનું પ્રાધાન્ય હોય છે. અને અનધિકારી લોકોના હાથે પછી એ આત્મવાદને આધારે ધણો અનર્થ થયો છે. બુદ્ધ પરમ તત્વનું નામ પાડવા જ ઈચ્છતા ન હતા. તે તે ધ્યાન-સમાધિથી મનની પાર જવાની વાત ઉપર – સાધના ઉપર જ ભાર મૂકવા માગતા હતા; પરમ તત્ત્વની ચર્ચા ઉપર નહીં. - સં.
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ : “ધમપદ'
વેશ્યા જ વેશ્યા મટી જાય – સાધ્વ બની રહે બુદ્ધની બાબતમાં પણ ખૂંખાર હત્યારા અંગુલીમાલને એ જ પ્રસંગ છે –
લૂંટારૂ– હત્યારા અંગુલીમાલે એક હજાર માણસોની હત્યા કરવાનું નિરધાર્યું હતું; તથા ગણતરીમાં ચૂક ન આવે તે માટે મારેલા દરેક માણસની એક આંગળી કાપી તેને માળામાં પરોવી ગળામાં પહેરી રાખતો એ પ્રમાણે ૯૯૯ આંગળીઓ તેની માળામાં પરોવાઈ ગઈ હતી અને એક જ આંગળી હજારની સંખ્યા પૂરી થવામાં ખૂટતી હતી.
બનવાજોગ તે એ હજારમી હત્યા કરવા માટે તેને બુદ્ધ જ સામાં મળ્યા. બુદ્ધ એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા હતા. અંગુલીમાલે તેમની સામે જઈ બૂમ પાડીને કહ્યું, “ઊભો રહે, થોભ, અલ્યા જોગટા!' પણ બુદ્ધ તે થોભ્યા વિના તેની સામે જ આવવા લાગ્યા અને બોલ્યા, “ભાઈ, હું પણ સૌને બૂમો પાડી પાડીને કહ્યા કરું છું કે, “થે, ભો!' પણ કોણ સાંભળે છે? કઈ થોભનું જ નથી!”
અંગુલીમાલ બુદ્ધને પિતાની પાસે ન પાસે આવતા જોઈ નવાઈ પામ્યો. તેણે ફરીથી બૂમ પાડીને બુદ્ધને કહ્યું, “ઊભો રહે, ભી જા. તું જાણતો નથી કે મેં એક હજાર માણસની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, અને તે હજારની સંખ્યા પૂરી થવામાં એક જ જણ ખૂટે છે. એટલે મારી માએ જ પિતાની હત્યા થવાની બીકે મારી સામે કે મારી પાસે આવવાનું બંધ કર્યું છે. હું તને મારી નાખું, પણ મને તારું મો જોઈ તને મારવાનું મન થતું નથી. એટલે જો તું થેભીને પાછો વળી જશે, તો હું જરૂર તને જીવતો જવા દઈશ !”
બુદ્ધ જવાબમાં કહ્યું, “એ વાત હવે ભૂલી જા, જીવનમાં કદી પાછા વળવાનું હું સમજ્યો નથી. અને થોભવાની વાત કહે છે તે સાંભવ કે, ૪૦ વર્ષ પહેલેથી જ હું સદંતર થોભી ગયો છું. હવે
ભાવવાનું કશું મારી પાસે બાકી રહ્યું નથી. અને મારી હત્યા કરવાની વાત તું કહે છે તે મારો જવાબ એ છે કે, તું મને ખુશીથી મારી
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
નાખી શકે છે. કારવુ કે, જે કોઈ જન્મ્યું છે તેને એક દિવસ મર્ચાનું
તા છે જ.”
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’
B
અંગુલીમાલ થોડી વાર બુદ્ધ સામું તાકીને જોઈ રહ્યો; અને પછી તરત તેમને પગે પડયો. અંગુલીમાલ બુદ્ધને બદલી ન શકયો, બુદ્ધે અંગુલીકાલને બદલી નાખ્યા !
.
મહાકશ્યપ : ‘ ઝેન’
બહુ ઓછા લોકો આ મહાન વિભૂતિ વિષે તેમણે કશું લખ્યું નથી તથા તે કશું બોલ્યા નથી. જાણમાં હેય તે આ એક પ્રસંગ જ છે
એક દિવસ સવારની પાતાની વ્યાખ્યાન-સભામાં બુદ્ધ પેાતાના હાથમાં કમળનું એક ફૂલ લઈને આવ્યા. આવ્યા પછી હાથમાંના ફૂલ તરફ નજર કરતા એક શબ્દ પણ બોલ્યા વિના ચૂપ બેસી રહ્યા. દશ હજાર ભિક્ષુઓની બનેલી એ સભા મૂંઝવણમાં પડી ગઈ. કારણકે, રોજ કશું પણ સાથે લીધા વગર આવનાર બુદ્ધ આજે કમળનું ફૂલ હાથમાં લઈને આવ્યા હતા. તથા આવીને તરત વ્યાખ્યાન શરૂ કરી દેતાં બુદ્ધ આજે મિનિટો અને કલાકો પસાર થઈ જવા છતાં માત્ર ફૂલ ઉપર નજર સ્થિર કરી ચુપ બેસી રહ્યા છે! ઘણા તો શંકા કરવા લાગ્યા કે બુદ્ધ પાગલ બની ગયા છે કે શું? માત્ર એક જણ એવા મત ધરાવતો ન હાઈ, માત્ર હસી પડયો.
જાણે છે. કારણકે તેમને વિષે કંઈકે
તે મહાકશ્યપ હતા. બુદ્ધે મેમાં ઊંચું કરી તેના તરફ નજર કરી અને પોતે પણ હસી પડયા. પછી તેમણે મહાકશ્યપને પાસે બાલાવી પેલું ફૂલ તેને આપી દીધું અને જાહેર કર્યું કે, ‘વ્યાખ્યાન-સભા હવે પૂરી થાય છે. તમે બધા જેને લાયક હતા તે મેં તમને આપી દીધું, અને મહાકશ્યપ જેને વાયક હતા તે તેને આપ્યું છે. ઘણા વર્ષોથી હું
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાકશ્યપ “ઝેન' શબ્દો બોલીને તમને સમજાવતો આવ્યો છું, પરંતુ કશું સમજ્યા નથી. આજે મૌન રહીને મેં જે કંઈ સમજાવ્યું, તે એક મહાકશ્યપ સમજો લાગે છે. તેનું હાસ્ય એ વાતની સાબિતી છે.'
આવી રહસ્યમય રીતે બુદ્ધ પિતાના ભિક્ષુ-સંઘને પોતાની પાછળ નાયક શોધી કાઢ્યો અને તેને તે પદે નીમ્યો. અર્થાત્ બુદ્ધ પછી મહાકશ્યપ બુદ્ધના ભિક્ષુસંઘના નાયક બન્યા.
મહાકશ્યપના શિષ્યએ મહાકશ્યપ વિશે જે કંઈ લખ્યું છે કે કહ્યું છે, તે જ મહાકશ્યપનું પુસ્તક કહેવાય છે. પણ ખરી રીતે મહાકશ્યપે તે લખ્યું નથી; તેમજ તેમના જે શિષ્યોએ તે લખ્યું છે તેમણે પણ પિતાનું નામ જાહેર કર્યું નથી. પણ જે કંઈ લખવામાં આવ્યું છે તે અતિ સુંદર છે. જાણે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના ટુકડા: તેમને બરાબર ભેગા ગોઠવતાં તમને આવડે તે પૂર્ણ ચંદ્ર જ પ્રકાશી ઊઠે! પરંતુ તે ટુકડા બરાબર ગોઠવવાની ચાવી ધ્યાન છે. મહાકશ્યપ પછી જે પરંપરા ઊભી થઈ તે જ “ઝેન” અર્થાત્ ધ્યાન. મહાકશ્યપ જ “ઝેન પરંપરાના આદિ-ગુરુ કે આદિ-સ્થાપક છે. બુદ્ધ પણ નહિ! બુદ્ધ
જ ન બુદ્ધ તે ચાલીસ વર્ષ સુધી બોલ બોલ જ કર્યા કર્યું; મહાકશ્યપ તો કદી બોલ્યા જ ન હતા. તેમણે કદી કશો અવાજ કાઢ્યો હોય, તે તે માત્ર હાસ્યને! જોકે હસવું એ પણ એક રીતે કંઈક કહેવા જેવું જ છે. હસીને જ મહાકશ્યપે બુદ્ધને ટાપસી પૂરી હતી કે, “જુઓ તે ખરા, આ દેખાતે મેટો સંસાર કે મજાક (Joke) છે!” - જે ક્ષણે તમે સમજી જશો કે આ સંસાર એક મજાક માત્ર છે, ત્યારે જ તમે ખરું સમજયા હશે. એ સિવાય બીજું કોઈ બોધિજ્ઞાન છે જ નહિ. '
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૯
સુઝુકી વગેરે : ‘ઝેન’ના પુરસ્કર્તા
૧. હું હવે જે માણસ વિષે બે બોલ કહેવા માગું છું, તેને કોઈંએ જ્ઞાન-સાક્ષાત્કાર કે લોધિજ્ઞાન પ્રાપ્ત કરનાર તરીકે પ્રમાણ્યા નથી. કોઈ બોધિજ્ઞાની જ બીજા બોધિજ્ઞાનીને ઓળખી શકે કે પ્રમાણી શકે. તે માણસનું નામ છે ડી.ટી સુઝુકી. આધુનિક જમાનામાં તેના સિવાય બીજા કોઈએ ‘ઝેન' કે ધ્યાનના જગતમાં ડંકો વગાડવા કાંઈ કર્યું નથી. સુઝુકીએ આખું જીવન પાશ્ચાત્ય દુનિયાને ‘ ઝેન ’ – ધ્યાનના પરિચય કરાવવાને પ્રયત્ન કર્યા કરવામાં જ ગાળ્યું હતું.
૨. ‘ઝેન ’ એ મૂળ સંસ્કૃત ‘ધ્યાન’ શબ્દના જાપાનીઝ ઉચ્ચાર છે. બુદ્ધ કદી સંસ્કૃત ભાષાના ઉપયોગ કર્યો ન હતા. તે તે એ ભાષાને ધિક્કારતા હતા. અને તેનું એક જ સીધુ-સાદું કારણ એ હતું કે તે ભાષા પુરોહિત (priests)ની ભાષા બની રહી હતી. અને પુરોહિત તેા સેતાનના જ સાગરીત હાય ! બુદ્ધ સાદી – નેપાલની ખીણ-પ્રદેશના લોકોની ‘પાલી’ ભાષા જ વાપરતા, અને પાલીમાં ધ્યાનના ઉચ્ચાર ‘ઝાન' થાય છે. સાદા, અભણ, સામાન્ય લોકોએ ધ્યાનના ઉચ્ચાર ઝાન ’કરી લીધા. તે શબ્દ ચીન પહેચ્યા, ત્યારે · ચાન' બની ગયા અને પછી જાપાનમાં પહોંચ્યા, ત્યારે ‘ઝેન.’ ૩. ડી. ટી. સુઝુકીના પુસ્તક 'ઝેન ઍન્ડ જાપાનીઝ કલ્ચર ’ ('Zen and Japanese Culture')ને હું આજની બેઠકમાં
૧. enlightened.
૨. in the service of the devil.
૩. ૧૯૭૦-૧ દરમ્યાન પુના મુકામે ૧૬ બેઠકામાં થઈને એશે રજનીશજીએ પેાતાને ગમતાં ૧૬૭ પુસ્તàા ગી બતાવ્યાં હતાં. અહીં ચાથી બેઠકના ઉલ્લેખ છે. – સ
૧૪
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
સુઝુકી વગેરે ઝેન'ના પુરકર્તાઓ પાંચમા પુસ્તક તરીકે રજૂ કરવા માગું છું. સુઝુકીએ માનવજાતની જે સેવા બજાવી છે તેમાં જેને કઈ આંટી જઈ શકે તેમ નથી. તેણે ઘણું કામ કર્યું છે. આખી દુનિયા તે માટે તેની કણી છે અને હંમેશાં રહેશે. સુઝુકી નામ તો એક ઘરગથુ શબ્દ બની રહેવો જોઈએ. તે બન્યો નથી. તે બનવું જોઈએ એમ હું કહું છું. બહુ થોડા લોકે તે નામ જાણે છે; તેમની ફરજ એ છે કે તેઓ તે નામ દૂર દૂર સુધી ચારે દિશામાં ગાજતું થાય તે માટે બનતું બધું કરી છૂટે.
૪. “ઝન” વિશેનાં પુસ્તકો બાબત વાત નીકળી છે ત્યારે હું પૉવ રેગ્નના પુસ્તક “ઝેન ભલેશ, ઝેન બોન્સ' (Zen Flesh, Zen Bones' પુસ્તકને આ બેઠકના આઠમા પુસ્તક તરીકે ઉલ્લેખ કર્યા વિના રહી શકતો નથી. તે મહાન ગ્રંથ છે. લેખકની તે મૂળ કૃતિ નથી, તેમજ છેક ભાષાંતર પણ નથી. તે એક જુદી જ કોટીને ગ્રંથ છે. જૂની ઝેન દષ્ટાંતકથાઓ (anecdotes) અને જૂના વખાણેનું તે ભાષાંતર છે. હું જાણું છું કારણ કે, ઝેન ઉપર કે ન વિષે લખાયેલાં લગભગ તમામ પુસ્તકો મેં વાંચ્યાં છે. પૉલ રેપ્સના પુસ્તક જેવું બીજું કોઈ પુસ્તક મારી જાણમાં નથી. રેપ્સને ઝેન વસ્તુની ખરી ઝાંખી થઈ છે. એમ કહેવું જોઈએ.
સની બાબતમાં વખાણવા જેવી બાબત તે એ છે કે, તેણે એક શબ્દ પણ પિતાને ઉમેર્યો નથી....... એ વસ્તુ માની ન શકાય તેવી (incredible) છે. તેણે માત્ર ભાષાંતર કર્યું છે, પરંતુ ઝેનની સમગ્ર ફેરમ તેણે અંગ્રેજી ભાષામાં જેમની તેમ અકબંધ ઉતારી છે. ઝેન વિષે લખનાર બીજા કોઈ અંગ્રેજી લેખકના પુસ્તકમાં તમને તે ફોરમ જેવા નહિ મળે.
પૉલ રેસે અશક્ય કહી શકાય તેવું કામ કર્યું છે. તે અમેરિકન . છે, તેમ છતાં – હું ફરીથી કહું છું કે, તેમ છતાં તેણે ઝેનની સંપૂર્ણ
૪. household word. ૫. ૧૫મી બેઠકના. - સ ,
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
“પુસ્તકે - જે મને ગમ્યાં છે” મહેક પિતાના પુસ્તકમાં ઉતારી છે. પિતાને માટે જ નહિ પણ સમગ્ર દુનિયા માટે સમગ્ર જગત તેનું હંમેશ માટે ઋણી રહેશે. તેણે બોવિજ્ઞાન પ્રાપ્ત કર્યું નહોતું, છતાં તેણે આ પુસ્તક લખીને એક અશક્ય જેવી વસ્તુ શક્ય કરી છે.
૫. આ જ બેઠકના નવમા પુસ્તક તરીકે હું ક્રિસ્ટમસ ફ્રી (Christmas Humphrie)ના પુસ્તક “ઝેન બુદ્ધિઝમનો ઉલ્લેખ કરવા માગું છું. એ પુસ્તક સુંદર છે પરંતુ તેનું નામ ખરાબ (ugly) છે; કારણ કે ઝેનને કોઈ વાદ કે સિદ્ધાંત સાથે કશી લેવાદેવા નથી – બુદ્ધિઝમ (બૌદ્ધ સિદ્ધાંત) સાથે પણ નહિ. પશ્ચિમની દુનિયાને લાખ લોકોને ઝેનની દુનિયામાં પ્રવેશ કરાવીને હંફ્રીએ તેમની અમૂલ્ય સેવા બજાવી છે.
હંફ્રી પિતે ડી.ટી. સુઝુકીને શિષ્ય હત; અને તેણે કોઈ શિષ્ય ન બનાવી શકે તેવી પોતાના ગુરુની સેવા છેક છેવટ સુધી બનાવ્યા કરી છે. કોઈ જ્ઞાની પુરુષની તહેનાતમાં રહેવું અને તેની વફાદારીપૂર્વક સેવા બજાવવી એ બહુ જ અઘરી વસ્તુ છે. પરંતુ હંફ્રી એ અઘરી કસોટીમાંથી છેવટ સુધી અડગ રહીને પાર ઊતર્યો છે. અને એને અડગ રહેવાને જુસ્સે તેના પુસ્તકમાં ભારોભાર પ્રગટ થાય છે.
૬. સુઝુકી ઉપરાંત ઘણા લોકેએ ઝેન વિષે પુસ્તકો લખ્યાં છે; પરંતુ રૉસ (Ross)ને “શ્રી પિલર્સ ઑફ ઝેન' (Three Pillars of Zen') પુસ્તકનો ઉલ્લેખ કર્યા વિના ચાલે તેમ નથી. કારણકે ઝેન 'વિશે' લખાયેલાં – હું કહું છું તે શબ્દ ઉપર બરાબર ધ્યાન આપે – ઝેન વિષે (about Zen) લખાયેલાં તમામ પુસ્તકોમાં ભેંસનું પુસ્તક અતિ સુંદર છે. “ઝેન વિશે' એવું કહેવાનું કારણ એટલું જ કે, એ બાઈને ઝેનને જાત-અનુભવ જરાય ન હતે. પરંતુ ઝેન વિષેનાં પુસ્તકો વાંચીને તથા જાપાનના કેટલાય મઠોની મુલાકાત લઈ લઈને તેણે છેવટે જે પુસ્તક લખ્યું છે, તે લાજવાબ છે.
૧, ૧૬મી બેઠકનું પાંચમું પુસ્તક. - રસ,
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
સુઝુકી વગેરેઃ ઝેનના પુરસ્કર્તાઓ
૧૭ તેણે પિતાના પુસ્તકના નામમાં ઝેનના ત્રણ સ્તંભોની વાત કરી છે, પરંતુ તે ખોટું છે. ઝેન એ કોઈ મંદિર નથી કે જે ભે ઉપર ખડું કરવામાં આવ્યું હોય. ઝેન તે અણીશુદ્ધ શૂન્યતા (nothing ness) છે. તે પણ તે પુસ્તક ય યોચિત વૈજ્ઞાનિક પદ્ધતિએ લખાયેલું પુસ્તક છે, અને જેને બૌદ્ધિક રીતે “ઝેન' વસ્તુને પરિચય મેળવવો હેય, તેમને એના જેવું બીજું કોઈ પુસ્તક નહિ મળે.
૭. હું હવે ઍલન વૉટ્સ (Allan Watts)ને તેમનાં રચેલાં બધાં પુસ્તકો સાથે રજૂ કરવા માગું છું. હું આ માણસને અતિશય ચાહું છું. મેં બુદ્ધને જુદાં કારણથી ચાહ્યા છે તેમજ સૉલોમનને પણ જુદા જ કારણથી તે જ્ઞાન-સાક્ષાત્કાર પામેલા પુરુષો હતા. ઍલન વૉટસ જ્ઞાન-સાક્ષાત્કાર પામેલા પુરુષ નથી. તે અમેરિકન છે.” જોકે અમેરિકામાં જન્મેલ અમેરિકન નથી – એમને માટે એ કારણે જ આશા રાખી શકાય. તે અમેરિકામાં આવીને વસ્યા હતા એટલું જ. પરંતુ તેમણે અમૂલ્ય કહી શકાય તેવા અતિ મૂલ્યવાન પુસ્તકો લખ્યાં છે. તેમાં “ધ વે ઑફ ઝેન' ('The Way of Zen') એ સૌથી વધુ અગત્યનું પુસ્તક છે. તે સૌંદર્ય અને સમજણથી ભરેલું માતબર પુસ્તક છે. શાન-સાક્ષાત્કાર ન પામેલા એવા લેખકનું એ પુસ્તક તેથી જ વધુ પ્રસંશનીય છે.
તમે શાન સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય ત્યારે તમે જે કંઈ કહે તે સુંદર – અમૂલ્ય જ હોય. પરંતુ તમને જ્ઞાન-સાક્ષાત્કાર પ્રાપ્ત ન થયો હોય – હજ અજ્ઞાન અંધકારમાં જ અટવાતા છે ત્યારે પણ તમને જ્ઞાન પ્રકાશનું એક કિરણ પણ લાવે ત્યારે તે એક અનોખી – અદ્ભુત ઘટના બની રહે છે. ઍલન વૉટ્સ મંજિલની બહુ નજીક આવી પહેચેલા પુરુષ હતા.
૧. નવમી બેઠકમાં પાંચમું પુસ્તક રજા કરતી વેળા. -સ ૫૦ - ૨
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે'' તે પહેલાં એક વખત તે વિધિસર અભિષિકત થયેલા ધર્માધ્યક્ષ પાદરી હતા. કેવું કમનસીબ! પરંતુ તેમણે ધર્માચાર્ય-પદને ત્યાગ કર્યો. ઘણા ઓછા લોકો ધર્માચાર્યપદને ત્યાગ કરી શકે. કારણકે, ધર્માચાર્યને આ દુનિયાની જ ઘણી ભેગ-સામગ્રી ઉપલબ્ધ થતી હોય છે. તેમણે એ બધાનો વાળીઝાપટીને ત્યાગ કર્યો હતે. એલન વૉટ્સ જાતે બુદ્ધ બન્યા વિના લાંબો વખત રહી શકે નહિ. તે ઘણા વખત પહેલાં ગુજરી ગયા. (નવા જન્મમાં) તે હવે નિશાળ છોડવા જેટલી ઉંમરના થયા હશે તથા મારી પાસે આવી પહોંચવાની તૈયારીમાં હશે. ઘણા એવી રીતે મારી પાસે આવવાના છે – ઍલન વૉટ્સ તેમાંના એક છે.
૮, આ જ બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે હું રિનઝાઈ (Rinzai). નું પુસ્તક રજૂ કરું છું. રિનઝાઈનું ચાઈનીઝ નામ લીન ચી (LinChi) છે. રિનઝાઈ એનું જાપાનીઝ રૂપાંતર છે. પણ મને એ રૂપાંતર વધુ ગમે છે. “ધ સેઇંગ્સ ઑફ રિનઝાઈ” (“The Sayings of Rinzai') એ પુસ્તક તે વિસ્ફોટો ધરબેલી સુરંગ જ છે. દાખલા તરીકે તે કહે છે કે, “મૂર્ખ, બુદ્ધના અનુયાયીઓ, તમે બુદ્ધને સદંતર ત્યાગ કરે. તમે તેમ નહીં કરો ત્યાં સુધી તમે બુદ્ધને પામી શકવાના નથી.” રિઝાઈ બુદ્ધને ચાહતો હતો તેથી જ આમ કહેતા હતો. તે ઉમેરે છે કે, “તમે ગૌતમ બુદ્ધનું નામ વાપરો ત્યાર પહેલાં યાદ રાખજો કે, તે નામમાં કશું તથ્ય નથી. મંદિરમાં સ્થાપેલા બહારના બુ એ ખરા બુદ્ધ નથી. ખરા બુદ્ધ તે તમારા અંતરમાં રહેલા છે, તે બાબતથી તમે છેક જ અણજાણ છો. તમે તેમને વિષે કદી કશું સાંભળ્યું કે જાણ્યું નથી. તે જ સાચા બુદ્ધ છે. તમે બા બહારના બુદ્ધને ત્યાગશો, ત્યારે જ અંતરમાં રહેલા સાચા બુદ્ધને પામી શકશો.”
રિનઝાઈ જ ઝેનનું પુષ્પ ચીનમાંથી જપાનમાં લઈ ગયો. ઝેનનું તત્ત્વ તેણે જાપાનીઝ ભાષામાં ઉતાર્યું. ભાષામાં જ નહિ, પરંતુ તેની
2. dynamite.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
સુઝુકી વગેરે : ‘ઝેન’ના પુરસ્કર્તાએ
સંસ્કૃતિમાં પણ. એણે એકલાએ સમગ્ર જાપાનીઝ પ્રજાનું જીવન જ પલટાવી નાખ્યું.
૯. (૧૬મી બેઠકના) ૧૧મા અને છેલ્લા પુસ્તક તરીકે હું ઍલન વૉટ્સનું 'ધ બુક' (‘The Book') પુસ્તક રજૂ કરું છું. અત્યાર સુધી મેં તેને જાણી જોઈને બચાવી રાખ્યું હતું. ઍલન વૉટ્સ (બાધિજ્ઞાન પ્રાપ્ત કરનાર) બુદ્ધ બન્યા ન હતા. પરંતુ એકાદ દિવસ તે જરૂર બુદ્ધ બનવાના છે. ‘ધ બુક' પુસ્તક અતિશય અગત્યનું પુસ્તક છે. ઝેન ઋષિઓ સાથે, ઝેન ગ્રંથા સાથે તેમના પરિચયને - તેમના અનુભવને તેમાં નિચેાડ છે. ઍલન વૉટ્સ મહા બુદ્ધિશાળી પુરુષ હતા. એમના તે પુસ્તકને મેં ખૂબ ચાહ્યું છે, અને મારી પસંદગીનાં પુસ્તકોના આખરી પુસ્તક તરીકે તેને રજૂ કરું છું.
-
જિસસે કહ્યું છે કે, જે છેક છેલ્લા ઊભા હશે તેમના ઉપર આશીર્વાદ ઊતરશે (blessed). આ પુસ્તકને છેલ્લું ગણાવીને હું એક રીતે આશીર્વાદ આપું છું અને મને ગમતાં પુસ્તકોની આખી લેખમાળાને હું ઍલન વૉટ્સને અખૈલી સ્મરણાંજલિ તરીકે જાહેર કરું છું.
૩. ૧૬ બેઠકામાં થઈને એશે! રજનીરાજીએ પેાતાને ગમતાં ૧૯૭ પુસ્તક ગણાવ્યાં છે,
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી-ભાષ્ય 27
શ્રી-ભાષ” એ “બ્રહ્મસૂત્ર' ઉપર રામાનુજાચાર્યે લખેલું ભાષ્ય છે. “બ્રહ્મસૂત્ર' ઉપર ઘણા આચાર્યોએ ભાષ્ય લખ્યાં છે. બાદરાયણે લખેલા “બ્રહ્મસૂત્ર' વિશે હું વાત કરી ગયો છું. રામાનુજાચાર્યે તે “બ્રહ્મસૂત્ર” ઉપર જ પોતાની રીતે બ્લેખું ભાષ્ય લખ્યું છે.
રામાનુજનું ભાગ્ય ન સૂકું પુસ્તક છે – છેક રણ-પ્રદેશ જેવું જ! અલબત્ત રણપ્રદેશનું પોતાનું પણ અમુક પ્રકારનું અનેખું સૌંદર્ય હોય છે, તથા પોતાની અને વિશિષ્ટતા પણ. પરંતુ રામાનુજ પોતાના “શ્રી-ભાષ્ય'માં રણપ્રદેશને એક બગીચો જ બનાવી મૂક્યો છે – જાણે રણમાં હરિયાળો તથા જળસભર રણદ્વીપ (oasis). રસભર્યો પણ! રામાનુજે લખેલા પુસ્તકને હું ખરેખર ચાહું જ છું. જોકે રામાનુજને પોતાને હું ચાહત નથી; કારણ કે, તે પરંપરાવાદી (traditionalist) હતા. અને પરંપરાવાદીઓને– રૂઢિચુસ્તોને (orthodox લોકોને) તો હું મારા અંતરથી ધિક્કારું છું. તે લોકો માંધ (fanatic) કહેવાય તેવા લોકો હોય છે.
પરંતુ મારી લાચારી છે: કોઈ કોઈ વાર મધ લોકો પણ કિંઈક સુંદર વાત કહી બેસે છે. એટલે રામાનુજના આ પુસ્તકને પણ મને ગમતાં પુસ્તકોની યાદીમાં મેં ઉમેરી લીધું છે.
૧. “ટંકારવ” જાન્યુ. ૧૯૯૨ અંકમાં તે વક્તવ્ય ઉતાર્યું છે. – સં.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
સમયસાર”
કુંદકુંદાચાર્યના “સમયસાર” ગ્રંથ વિષે મેં બોલવાનું ઘણી વાર વિચાર્યું હતું, પરંતુ પછીથી હંમેશાં મેં તે વાત પડતી મૂકી હતી. એ પુસ્તક જૈન ધર્મે આપેલી સર્વોત્તમ બક્ષીસમાંની એક છે. પરંતુ તે ગણિતશાસા “મેથેમૅટિકસ'ની રીતે રજૂ કરાયેલું પુસ્તક છે; એટલે હું તેને વિષે કદી બોલ્યો નથી. મને કવિતા કે ગીત જ વધુ ગમે છે. એટલે તે પુસ્તક પણ ગીતની રીતે લખાયું હોત, તે હું તેને વિષે જરૂર બોલ્યો હોત.
સાક્ષાત્કાર ન કરનારા કવિઓ વિશે પણ મેં ઘણું કહાં હશે; પરંતુ સાક્ષાત્કાર કરનાર ગણિતશાસ્ત્રી કે તર્કશાસી વિષે મેં ભાગ્યે જ કંઈ કહ્યું હશે. ગણિતશાસ્ત્ર સૂકું શાસ્ત્ર છે; અને તર્કશાસ્ત્ર (logic) તે વેરાન રણ જ છે!
કુંદકુંદાઈ સાક્ષાત્કાર કરનાર મુકત પુરુષ છે. તેમને ફરી જન્મ થવાનું નથી. તેમનું પુસ્તક સુંદર છે – એટલે જ હું તેને વિષે કહી શકું તેમ છું. તેને વિષે વધુ હું કંઈ જ કહેવાનું નથી, કારણકે તે ગણિતશાસ્ત્રની રીતે લખાયેલું પુસ્તક છે....... ગણિતશાસ્ત્રની પિતાની પણ આગવી સુંદરતા હોય છે, આગવો લય (rythm) પણ તેનું એક પ્રકારનું તથ્ય પણ હોય છે, પરંતુ તે બહુ મર્યાદિત હોય છે.
“સમયસાર' એટલે સિદ્ધાંતને સાર–અર્ક. ભાગ્યેજોને જો તમારા હાથમાં પુસ્તક આવી જાય, તો તેને જમણા હાથમાં જ પકડશે– ડાબા હાથે કદી નહિ, તે જમણા હાથે પકડવાનું પુસ્તક છે
૨૧
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
પુસ્તકે - જે મને બચ્યાં છે (right-hand book) : બધી રીતે right અર્થાતુ ખરું. તે એટલું બધું “ખરું છે કે મને કઈક વાર તેના તરફ ત્રાસ જેવું થઈ આવે છે. ત્રાસ જેવું’ એ પુસ્તકને હું કહું છું ખરે, પરંતુ આંખમાં આંસુ સાથે. કારણકે, જે માણસે એ પુસ્તક લખ્યું છે તેની ઉત્કૃષ્ટતા છે બરાબર પ્રમાણું છું. હું કુંદકુંદાચાર્યને ખરેખર ચાહું જ છું. માત્ર તેમણે ગણિતશાસ્ત્રની રીતે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું તે બદલ તેમને ઊંડેથી ધિક્કારું છું.
૧૨
તત્વાર્થસૂત્ર *
ઉમાસ્વાતિ અને તેમના ગ્રંથ “તત્વાર્થસૂત્ર' વિશે બોલવાને મને હંમેશાં વિચાર આવ્યા કર્યો છે. ઉમાસ્વાતિ અધ્યાત્મજ્ઞાની પુરુષ છે – પરંતુ તદ્દન સૂકા – લૂખા – રસ વિનાના
ઉમાસ્વાતિએ પોતાના ગ્રંથમાં તત્ત્વ – પરમ તત્ત્વ- પરમ સત્ય વિષે વાત કરી છે, તેથી તે પુસ્તકનું નામ “તત્ત્વાર્થસૂત્ર' છે. “તત્વ” એટલે પરમ તત્વ - પરમ સત્ય.
તત્વાર્થસૂત્ર બહુ સુંદર પુસ્તક છે. તેના વિશે કહેવાને મેં ઘણી વાર વિચાર કર્યો છે, પરંતુ પછી તેને પડતો મૂક્યો છે. કારણકે તે પુસ્તક કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ જેવું વધારે પડતું ગણિતશાસ્ત્રીય પુસ્તક છે. બધા જૈન તત્વજ્ઞાનીઓ શુષ્ક – છેક જ સૂકા- કચ્છના રણ જેવા લૂખા હોય છે.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩
શિવસૂત્ર શિવ' એટલે કલ્યાણ – પરમ શ્રેય. તેથી શિવ હિંદુ માન્યતા પ્રમાણે કલ્યાણના દેવ છે. શિવને નામે ઘણાં પુસ્તકો ચડ્યાં છે, પણ તેમાંનાં ઘણાં સાચાં નથી. પ્રમાણભૂત કરવા માટે તેમના કર્તા તરીકે શિવનું નામ વાપરવામાં આવ્યું છે. પરંતુ આ ગ્રંથ તે સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. હિંદીમાં મેં ‘શિવસૂત્ર’ વિષે ઘણું વક્તવ્ય કર્યું છે. અંગ્રેજીમાં પણ તેને વિશે કહેવાને વિચાર કર્યો છે. મેં તારીખ પણ નક્કી કરી હતી. પરંતુ તમે મારી વાત જાણે છે ને...
“શિવસૂત્રા”માં બધાં ધ્યાન સાધવાની વિધિ બતાવવામાં આવી છે. આ ગ્રંથમાં ન દર્શાવી હોય એવી બીજી કોઈ ધ્યાનની વિધિ હોઈ શકે નહિ.
શિવસૂત્રા” ગ્રંથ બીજા કોઈ ગ્રંથ જે નહિ એ અનુપમ ગ્રંથ છે. તે
૧૪
ઈશ ઉપનિષદ - “ઈશ ઉપનિષદ”નું તે મેં પાન કર્યું છે – તે મારા લોહી અને અસ્થિના એક હિસ્સારૂપ બની ગયું છે– મારા સમગ્ર વ્યક્તિત્વ રૂપ! હું તેના વિષે સેંકડો વખત બોલ્યો છું. - તે બહુ નાનું ઉપનિષદ છે. ઉપનિષદો તે ૧૦૮ છે, “ઈશ” તે બધાંમાં નાનામાં નાનું છે. પોસ્ટકાર્ડની એક બાજુ ઉપર જ તે
૧. “... it is me.”
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪
“પુસ્તકે - જે મને ગમ્યાં છે.” છપાઈ રહે. પરંતુ તેમાં બાકીનાં ૧૦૭ ઉપનિષદો સમાઈ રહ્યાં છે. ઈશ' જ તે બધાનું જ છે.
ઈશ ઉપનિષદ” ધ્યાનસિદ્ધિ પ્રાપ્ત કરનાર ત્રાષિઓનાં ઉત્તમમાં ઉત્તમ સર્જનમાંનું એક છે.
૧૫ નાનક : “ ગુરુગ્રંથ
(પાંચમી બેઠકન) નવમા પુસ્તક તરીકે હું નાનકનાં ભક્તિપદો રજુ કરું છું નાનક શીખ ધર્મના (સંપ્રદાય કે પથિના નહિ) પ્રવર્તક હતા. તેમના જમાનામાં જાણીતી આખી દુનિયામાં તે ફરી વળ્યા હતા. તેમના એ પરિભ્રમણ વખતે તેમને એક જ સાથી હતો : રબાબ ધારી મરદાના પરદાના નામનો અર્થ થાય છે મરદ – બહાદુર માણસ, (નાનક જેવા) મુક્ત પુરૂષના એમ અતિ દી કાળ સુધી સાથી કે અનુયાયી બની રહેવું એ ખરેખર મરદાનગીનું જ કામ છે. નાનક ગાય અને મરદાના તેમને રખાબ (ગિતાર) વગાડીને સાથ આપે, એ રીતે પરમાત્માની – પરમ તત્વની સુવાસ રોમેર ફેલાવતા તેઓ આખી દુનિયાનું પરિભ્રમણ કરી વળ્યા હતા. નાનકનાં ભજને એવાં હૃદયસ્પર્શી છે, કે તે સાંભળતાં અને ગાતા હંમેશ મારી આંખમાં આંસુ આવી ગયાં છે.
નાનકે પોતાનાં ભજનથી જ એક નવી પંજાબી ભાષા ઊભી કરી છે. કારણકે, દિલની ભાષા ચાલુ ભાષાના વ્યાકરણની કે નિયમની મર્યાદા સ્વીકારતી નથી. નાનકે ઊભી કરેલી પંજાબી ભાષા તરવારની (કિરપાણની) ધાર જેવી તીક્ષણ -પક છે.
૧. આ ખંડમાં સમાં મુકેલે ભાગ મૂળને નહિ પણ સંપાદકને ગણવે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
નાનકઃ “ગુરુચથ”
(સાતમી બેઠકના) બીજા પુસ્તક તરીકે હું શીખેના “ગુરુગ્રંથ'ને રજુ કરું છું. “ગુરુગ્રંથ' એટલે ગુરુઓની પાણી અથવા ગ્રંથમાં સર્વોત્તમ ગ્રંથ. શીખો તેને “ગુરુગ્રંથસાહેબ' પણ કહે છે. અર્થાત્ તેને ગુરુની વાણીના સંગ્રહરૂપ એક “પુસ્તક’ માનવાને બદલે ગુરુના આત્મારૂપ સજીવ હસ્તી જ માને છે.
ગુરુગ્રંથ' એ કોઈ એક વ્યક્તિની રચના નથી. પેઢી દર પેઢીની એ રચના છે. દુનિયાને કોઈ ગ્રંથ એની પેઠે સમગ્ર સ્રોતમાંથી સંકલિત કરવામાં આવ્યો નથી. (બાઇબલને) “એલ્ડ ટેસ્ટામેન્ટ' ગ્રંથ માત્ર યહૂદી ગ્રંથ છે. તેને ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ ગ્રંથ માત્ર ખ્રિસ્તી છે. “ભગવદ્ગીતા', માત્ર હિંદુ છે. “ધમપદ’ માત્ર બૌદ્ધ છે, 'જૈનસૂત્રો' માત્ર જૈન છે. પરંતુ “ગુરુગ્રંથસાહેબ” જ દુનિયાને એકમાત્ર ગ્રંથ છે જેને શક્ય તેટલા બધા સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવ્યો છે. તે હિંદુ, મુસલમાન વગેરે અનેક સ્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. કોઈ એક પંથ કે સંપ્રદાયનું એકાંગીપણું (કે કોઈ એક પંથનું “ધમધપણું') તેમાં નથી સાહેબમાં નાનક ઉપરાંત કબીર, ફરીદ વગેરે અનેક સાક્ષાત્કાર પામેલ (mystics) મહાત્માઓની વાણી જોવા મળે છે. હજારો નદીઓ જેમ એક મહાસાગરમાં એકઠી થાય છે, તેમ ગ્રંથસાહેબ મુક્ત પુરુષોની વાણીઓને મહાસાગર છે.
ગુરુ નાનકને મતે પરમ સત્ય પરમાત્મા અકબ - અનિર્વચનીય છે. તેમનું તે ગીત – ગાન જ કરી શકાય. એ ગીતનું સંગીત જે તમારા દિલને તાર ઝણઝણાવી જાય તો જ તમે તેમાં રહેલા અર્થને પામી શકો. દીવાની જ્યોત શબ્દો વડે શી રીતે પ્રગટાવી શકાય? દીવાની જપેત જ બીજા દીવાની જ્યોત પ્રગટાવી શકે.
પરંતુ પુસ્તક તે છેવટે પુસ્તક જ છે. એટલે “ગુરુ' જ્યારે ના રહે, ત્યારે “ગ્રંથ' કે “શબ્દ” પણ મૃત વસ્તુ જ બની રહે છે. એટલે બીજા ધર્મ-સંપ્રદાયોની પેઠે શીખે પણ અત્યારે એક સુંદર મડદું જ
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
ક
* પુસ્તકા – જે મને ગમ્યાં છે
વહન કરી રહ્યા છે. યાદ રાખજે કે ધર્મ જ્યાં સુધી ગુરુ જીવતા હોય ત્યાં સુધી જ ધર્મ રહે છે; ગુરુના ગયા પછી તે માત્ર પંથ કે સંપ્રદાય જ બની જાય છે.
-
‘ગુરુગ્રંથ ’માં દશ ગુરુઓની વાણીના સંગ્રહ છે. બીજા કોઈ ગ્રંથ કે પુસ્તકની એની સાથે તુલના થઈ શકે તેમ નથી. તે ગ્રંથ ‘અનુપમ ’ છે. નાનક કહે છે કે, એક જ વસ્તુ સત્ય છે – અનિર્વચનીય અર્થાત્ અકથ્ય એવા પરમાત્માનું નામ ! પૂર્વમાં અમે તેને ઓમકાર – કહીએ છીએ. અશબ્દ પરમાત્માને એ શબ્દ જ સત્ય છે : એ શબ્દનું જ અનુસંધાન કરવાનું છે : (નાનકની ભાષામાં નામ-સ્મરણ – નામજપ) તેમાં જ લીન થઈ જવાનું છે એટલે સુધી કે પછી એ શબ્દ કે નાદ ન રહે અને માત્ર ‘શૂન્ય ’– પરમાત્મા જ બાકી રહે.
ટિપ્પણ
[પરમાત્માના સાચા નામની સાધના ચાને નામ-સ્મરણ - નામજપને મહિમા નાનકને મન કેટલા માટે છે, તે અહીં ટિપ્પણરૂપે ઉતાર્યા છે. વાચકને તે ઉપયાગી થશે. - સ′૦ ]
નામ-જપથી ભક્તો સિદ્ધ બને છે, પીર બને છે, ઋષિ બને છે, નાથ બને છે;
નામ-જપથી કાળની પહેોંચની બહાર નીકળી જાય. નામ-જપ કરનારા ભક્તો સદા સુખે કલ્લેાલતા રહે છે; નામ-જપથી ખરે જ દુ:ખ-પાપના નાશ થાય. [‘જપુજી' પૌડી ૮] નામજપથી શિવ, બ્રહ્મા અને ઇંદ્ર બન્યા છે.
૧. શીખ ગુરુએ દશ છે, તેથી દા શીખ ગુરુએ' એમ કહ્યુ છે, પરંતુ ગ્રંથસાહેબમાં માત્ર ૧-૨-૩-૪-૫-૯ એ છે ગુરુએની જ વાણી છે. દશમા ગુરુએ પેાતાની રચનાઓને ગ્રંથસાહેબમાં સામેલ કરી નથી. તથા દશમા ગુરુના બે પુત્રોને મુસલમાન ધમ અંગીકાર ન કરવા બદલ જીવતા ચણી લેવામાં આવ્યા, ત્યાર પછી શીખ ગુરુ-પરંપરાને! અંત આવી ગયા હતા. “સપા
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૭
નાનક ગુરુગ્રંથ”
નામ-જપથી મંદ હોય તે પણ મુખે પરમાત્માની સ્તુતિ ગાત થઈ જાય.
નામ-જપથી યોગ-યુક્તિ તથા શરીરનાં (ચક, નાડી વગેરેનાં) રહસ્યો સમજાય.
નામ-જપથી શાસ્ત્ર, સ્મૃતિ અને વેદનું હાર્દ અવગત કરે [‘જd” ૯] નામ જપથી સત્ય, સંતોષ અને જ્ઞાન પ્રાપ્ત થાય; નામ-જપથી સહેજે ધ્યાન સમાધિ લાગે. ['જ0” ૧૦] નામજપથી ગુણ સરોવરમાં મગ્ન થવાય; નામ-જપથી અંધ પણ પરમાત્માને રાહ પામે. નામ-જપથી અગાધ હોય તે પણ ગમ્ય થાય. [“૦” ૧૧]. નામમાં વિલીન થનારની અવસ્થા કણ વર્ણવી શકે! પરમાત્માનું નિરંજન નામ એવું છે –
તેમાં લવલીન થનાર કોઈ વિરલે જ તેને મહિમા સમજી શકે. [‘જ0” ૧૨]
નામમાં લવલીન થવાથી મન-બુદ્ધિની સુરતા જાગે; સકલ બ્રહ્માંડની સૂધબૂધ પ્રાપ્ત થાય.
મોં ઉપર માર ખાવો ન પડે, જેમની સાથે જવાનું ન થાય. [‘જવ’ ૧૩]
નામમાં લવલીન થવાથી માર્ગમાં વિદન નડે નહિ, પત-આબરૂ સાથે પ્રગટપણે આગળ વધાય. સત્યને ધોરી માર્ગે પળે, આડપથે ફંટાવાનું ન બને. ધર્મ સાથે કે ધર્મરાજ સાથે સીધો સંબંધ થાય. [‘જ0' ૧૪] નામમાં લવલીન થવાથી મોક્ષદ્વાર પામે, પરિવારને પણ ઉદ્ધાર થાય; કયાંય ભીખ માગવાપણું ન રહે. [‘જ0” ૧૫]
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૧દ,
મહાવીર : “જૈન સૂત્રો
['JAIN SUTRAS'j? જેને સૂત્રો એટલે “વિજેતાનાં સૂત્ર.” “જૈન” એ બહુ સુંદર શબ્દ છે. તેનો અર્થ થાય છે “વિજેતા? – અર્થાત જેણે પોતાની જાત ઉપર વિજય મેળવ્યો છે. “જૈન સૂત્રો' વિષે મેં ગ્રંથ ભરીને વક્તવ્ય કર્યું છે. જો કે તેનું હજુ અંગ્રેજીમાં ભાષાંતર થયું નથી.
મહાવીર જેવું કંઈ મૌની નથી, તેમજ ઉઘાડું (naked) પણ. માત્રા મૌન જ ઉઘાડું હોઈ શકે. યાદ રાખજો કે હું ‘નાગુ' (nude) શબ્દ નથી વાપરતે. કારણ કે, ઉઘાડું' અને “નામું” એ બે શબ્દોને અર્થ તદ્દન જુદો છે. “નાગુ' શબ્દ મુખ્યત્વે સંભેગની પરિભાષાને શબ્દ છે, ત્યારે “ઉઘાડું' શબ્દ “ખુલ્લું', “ ઢાંકેલું કે છુપાવેલું નહિ એવું” “અરક્ષિત' એવો ભાવ સૂચવે છે. બાળકને નાગું' (nude) ન કહેવાય, મારા ઉઘાડું (નિર્વસ) જ કહી શકાય. મહાવીર તેમના એવા ઉઘાડાપણાથી જ કેવા શોભી રહે છે!
એમ કહેવાય છે કે, મહાવીરે એ સૂત્રો કોઈને કહી સંભળાવ્યાં ન હતા; માત્ર તેમના અંતરંગ શિષ્યો કે જે તેમની બાજુમાં જ બેઠેલા હતા તેમણે પોતાના અંતરમાં તેમનું શ્રવણ કર્યું હતું. તેમણે માત્ર સાંભળ્યાં જ હતાં. એ એક સૌથી મોટી ચમત્કારિક ઘટના હતી. મહાવીરની આસપાસ સૌથી વધુ નિકટતમ એવા ૧૧ શિષ્યોનું
૧. છઠી બેઠકનું બીજું પુસ્તક. ૨. vulnerable. “લ” અર્થમાં નહીં. વાસના વગેમથી તો એ અભેદ્ય છે. માત્ર ટાઢ-તડકા સામે રક્ષણ કરવા કશું વસ્ત્ર કે આછાદન વિનાના, એ અર્થ છે.
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાવીર: “જન સુ” અંતરંગ મંડળ હતું. અને તેઓએ જ્યારે એકસાથે એક જ શબ્દો અંતરમાં સાંભળ્યા, ત્યારે તેઓએ નક્કી કર્યું કે, એ શબ્દો મહાવીરે જ મેએ બેલ્યા વગર તેમના અંતરમાં સૂક્ષ્મ તરંગોરૂપે મોકલ્યા હોઈ, તેમને નેધી લેવા જોઈએ.
“જૈન સૂત્રો'(JAIN SUTRAS') દુનિયાના બીજા કોઈ પુસ્તક કરતાં અને ખી રીતે સરજાયેલું પુસ્તક છે. ગુરુ તે મૌન જ રહે છે – એ બોલતા નથી; છતાં તેમના શિષ્યો જ્યારે એકીસાથે –
એકીસાથે' એ શબ્દ ઉપર ભાર મૂકજો – એક સરખા જ શબ્દ અંતરમાં સાંભળે, ત્યારે તેઓ તેને (મહાવીરે મોકલાવેલા શબ્દો ગણીને) નધિી લે એ સ્વાભાવિક છે. “જૈન સુત્રો’ એ રીતે અવતયાં છે. પુસ્તકને કેવી અદ્દભુત રીતે જન્મ! કોઈ પુસ્તકની શરૂઆત એથી વધુ સુંદર રીતે થાય એ કલ્પી શકાતું નથી. અને એ સૂત્રોમાં માણસ માટે શક્ય એટલો સૌથી ઉજજવળ જ્ઞાન-પ્રકાશ ભારેલો છે એમાં શંકા નથી. કારણ કે, એમાં પોતાની જાતને જીતવાનું વિજ્ઞાન કંડારેલું છે.
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૭
તરન-તારન' : ‘શૂન્ય સ્વભાવ’
૧. (૧૪મી બેઠકના) ચોથા પુસ્તક તરીકે હું તરનતારનનું ‘શૂન્યસ્વભાવ' પુસ્તક રજૂ કરું છું.
G
તરન-તારન શબ્દના અર્થ થાય ‘તારણહાર ' (પાર ઉતારનાર – savior). એ એમનું ખરું નામ નથી. ખરું નામ તા કોઈ જ જાણતું નથી.
જૈનેાના પણ એક બહુ જ નાના ફિરકામાં હું જન્મ્યો છું. જૈનધર્મ પોતે જ એક નાના સમુદાયના ધર્મ છે — માંડ ત્રીસેક લાખ વાકા જૈન હશે. જૈન ધર્મના બે મુખ્ય ફાંટા છે : દિગંબર અને શ્વેતાંબર. દિગંબરા માને છે કે મહાવીર નિર્વસ્ત્ર જ રહ્યા હતા અને જીવ્યા હતા. ‘દિગંબર' શબ્દનો અર્થ થાય છે ‘આકાશરૂપી વસ્ત્રધારી' – અર્થાત્ નિર્વસ્ત્ર, રૂપકની રીતે તેના અર્થ થાય (કર્મ વગેરેના આચ્છાદન – આવરણ વિનાના) ખુલ્લા – ઉઘાડા (“the naked”). દિગંબર એ જૈનાના જૂનામાં જૂના ફાંટો છે.
ત્યારે શ્વેતાંબર શબ્દનો અર્થ થાય છે, શ્વેત – ધવલ વજ્રથી આચ્છાદિત. અને આ સંપ્રદાયના લોકો એમ માને છે કે, મહાવીર પોતે તો નિર્બસ – ઉઘાડા જ વિચરતા હતા, પરંતુ દેવે તેમના શરીર ઉપર અદૃશ્ય એવા ધેાળા વસ્ત્રનું આચ્છાદન કરી રાખતા. ( જેથી લેાકામાં તે ઉચિત રીતે વિચરી શકે.)
-
૧. અગ્રેજીમાં ‘Taran Taran' છે. તેનેા ઉચ્ચાર તરણુ-તારણુ કરવા કે તાર-તારણ કરવા એ સમાતું નથી. – સ
૨. metaphorically.
૩૦
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
તરનતાર : “શૂન્ય સ્વભાવ”
તરન-તારનના અનુયાયીઓ દિગંબર સંપ્રદાયના છે; અને તેઓ જેમાં સૌથી વધુ બંડખેર – કાંતિકારી લોકો છે. તેઓ મહાવીરની મૂતિઓને પણ પૂજતા નથી. તેમનાં મંદિરે ખાલી જ હોય છે – શૂન્ય. એવું બતાવવા કે આપણે એવું ખાલીપણું – શૂન્યાવસ્થા જ પ્રાપ્ત કરવાની છે.
તરનતારના વિષે કંઈ જાણકારી મેળવવી એ લગભગ અશક્ય છે. હું પણ તરનતારનના અનુયાયીઓના કુટુંબમાં જ ન જો હેત, તે ભાગ્યે તેમને વિશે કંઈ જાણી શક્યો હોત, તરનતારનના અનુયાયીઓ બહુ થોડા છે – ભાગે બે-પાંચ હજાર અને ભારતના મધ્ય ભાગમાં જ તેઓ મળી આવે છે. તેઓ સંખ્યામાં બહુ અલ્પ હોવાથી પોતાને તરન-તારનના અનુયાયીઓ કહેવડાવવાને બદલે જેને જ કહેવડાવે છે. પરંતુ છૂપી રીતે તેઓ મહાવીરમાં નહિ પરંતુ પોતાના સંપ્રદાયના સ્થાપક તરનતારનમાં જ માને છે,
પરંતુ તરનતારનના અનુયાયીઓના કુટુંબમાં હું જો એ તસ્દી લેવા જેવી હતી. તે બદલ હું મારી જાતને ભાગ્યશાળી જ માનું છું. એક મહાન આધ્યાત્મિક – સાક્ષાત્કાર પામેલા પુરુષ (mystic)ને પરિચય તેથી જ, શક્ય બન્યું.
‘શૂન્ય સ્વભાવ” પુસ્તક બહુ નાનું છે – થોડાંક પાન માત્ર એટલું. પરંતુ તેમાં બહુ મોટું તત્ત્વ સમાયેલું છે. તેના એક એક વાક્યમાં અનેક શાસ્ત્રગ્રંથોને તવાર્થ ભંડારેલો છે. પરંતુ એ એક એક વાક્ય સમજવું બહુ મુશ્કેલ છે. તમે સ્વાભાવિક રીતે જ પૂછશે કે તે પછી હું કેમ કરીને એ ગ્રંથ સમજી શક્યો. એક કારણ તે એ છે કે હું તન તારનની પરંપરા ધરાવતા કુટુંબમાં જ જન્મ્યો હતો. બચપણથી જ હું તેની સુવાસ શ્વાસોચ્છવાસમાં લેતો આવ્યો હતે; તેનાં ગીત સાંભળતે આવ્યા હતા, તથા તેને જે કહેવું છે તે બદલ આશ્ચર્યચકિત થતો આવ્યો હતો. પરંતુ બાળકને અર્થ સમજવાની પંચાત હોય
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે”
વાર? ... ગીત સુંદર હતું, તથા તેને લય અને ઠેઠો પણ સુંદર હતે એટલું જ બસ ન થાય?
મોટા થયે જ એવા રહસ્યવાદી લોકોના કહ્યાને અર્થ સમજની પંચાત ઊભી થાય છે. બાકી, બચપણથી જ જો તેમના ઓછાયામાં ઊછર્યા હોઈએ, તે તેમને કહ્યાનો અર્થ સમજવાની જરૂર રહેતી નથી; કારણ કે, ઊંડા અંતરમાં તેનો અર્થ અંકાઈ ગયો હોય છે.
તન તારનને સમજે છું – બૌદ્ધિક રીતે નહિ, પણ સાક્ષાત્ અનુભવની રીતે. તે શાના વિશે વાત કરે છે તે હું જાણું છું. હું તેમના અનુયાયીઓના કુટુંબમાં ન જન્મ્યો હોત તો પણ તેમને સમજી શક્યો હોત. હું ઘણી બધી પરંપરાઓને જાણકાર બન્યો છું; પણ તેથી મારે તે તે કુટુંબમાં જન્મ લેવાની જરૂર ન હોય. હું એવા ઘણા પાગલ લોકોને સમજી શક્યો છું, જેમના વક્તવ્યને સમજવાનો પ્રયત્ન કરવા જતાં જ પાગલ થઈ જવાય.
શૂન્ય સ્વભાવ” પુસ્તકમાં તરનતારન એક જ વસ્તુ વારંવાર કહ્યા કરે છે – હડહડતા પાગલની માફક! હું પણ એ વસ્તુ જ પચીસ વર્ષથી વારંવાર કહ્યા કરું છું. મેં વારંવાર કહ્યા કર્યું છે કે, “જાગો! ઊઠો !” તરનતારી “શૂન્ય સ્વભાવ'માં એ જ વાત કહે છે.
૨. આ બેઠકના પાંચમા પુસ્તક તરીકે હું તન-તારનનું બીજું પુસ્તક સિદ્ધિ સ્વભાવ” રજુ કરું છું. “સિદ્ધિ સ્વભાવ” નામને શબ્દાર્થ થાય છે : “અંતિમ સાક્ષાત્કારની ખાસિયત’ એ નામ અતિ સુંદર છે. આ પુસ્તકમાં પણ તન-તારન એક જ વાત વારંવાર કહ્યા કરે છે : “શુન્ય થઈ જા ” અને એ બીજું શું કહે પણ? બીજ કોઈ પણ એથી વધારે કાંઈ કહી ન શકે... “જાગો ! સાવધાન પા !” (“Be aware'), અંગ્રેજી “beware” (“ચેતો) શબ્દ
be aware' એ બે શબ્દોને વનેલે છે. એટલે “beware” શબ્દ વાપરે તે પણ ડરી જવાની જરૂર નથી. “be aware' અથતુ સાવધાન થાઓ એટલે તમે ઠેકાણે પડયા જાણે.
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮ ગોરખ
(૭ મી બેઠકમાં પાંચમા તરીકે હું ગોરખનું નામ રજૂ કરું છું. એ તાંત્રિક છે; તથા તંત્રવિદ્યાની બધી સાધનાથી તે એટલા બધા પરિચિત હતા તથા તેમના એટલા મોટા નિષ્ણાત હતા કે ભારતદેશમાં અનેક ધંધાઓ એકી સાથે ડહોળનારને “ગોરખધંધા' કરનાર જ કહે છે. “ગોરખધંધા” શબ્દનો અર્થ થાય ગેરખને દધિ અર્થાતુ ગોરખની પેઠે અનેક ધંધા ડહોળવા તે. લોકે એમ જ માનતા હોય છે કે, પિતાના એક ધંધામાં જ ચીટકી રહેવું જોઈએ. પરંતુ ગોરખ તે બધી દિશાઓમાં તથા બધી કક્ષાઓમાં વિચરનાર પુરુષ હતા.
ગોરખનું આખું નામ ગેરખનાથ છે. “નાથ”નો અર્થ થાય સ્વામી - માલિક. ગેરખે આધ્યાત્મિક રહસ્યો ઉકેલવાની બધી ચાવી આપી દીધી છે. જે કંઈ કહેવાય તેવું હતું તે બધું તેમણે કહી દીધું છે. તે એક રીતે બધાને પૂર્ણવિરામ રૂપ જ છે.
પરંતુ દુનિયા ચાલતી જ રહે છે અને ચાલતી રહેવાની છે. તે કોઈ પૂર્ણવિરામને જાણતી નથી. હું પણ કોઈ પૂર્ણવિરામ સ્વીકારતે નથી – સ્વીકારવાનું પણ નથી. હું ગોરખનાથને બહુ આદર કરું છું. મેં તેમને વિષે ઘણું ઘણું વક્તવ્ય કરે છે. કોઈક દિવસ તે બધાનું અંગ્રેજીમાં ભાષાંતર થશે. અત્યારે તે એટલાથી જ વિરમીએ.
૫૦ – ૩
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯ મલુકદાસ
(સાતમી બેઠકમાં) પહેલું જે નામ હું રજૂ કરું છું. તે નામ પશ્ચિમના લોકોએ તે। કી સાંભળ્યું પણ નહિ હાય : મલુકે, ભારતદેશના તે એક સૌથી વધુ મહત્ત્વના અધ્યાત્મજ્ઞાનીઓમાંના એક છે. તેમનું આખું નામ તે મલુકદાસ છે; પણ તે પોતે પોતાને મલુક નામથી જ ઓળખાવે છે. એક બાળકને તુંકારીને બાલાવે તેમ ! અને તે ખરેખર એક બાળક જ હતા. ‘બાળક જેવા નહીં પણ ખરેખર
•
બાળક
તેમને વિષે હિંદીમાં મેં વક્તવ્ય કરેલું છે, પરંતુ તેનું ભાષાંતર થતાં ઘણા સમય લાગશે. અને તેનું સીધુંસાદું કારણ એ છે કે, તે ઘણા વિચિત્ર, ઘણા ગૂઢ પુરુષ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જેવા દેશ જે અનેક ટીકાકારો, ભાષ્યકાર, અને પંડિતાથી ઊભરાતા રહ્યો છે, તે દેશમાં મલુકની વાણી ઉપર કોઈએ ટીકા લખવાની દરકાર કરી નથી. કારણ એટલું જ છે કે તેમની વાણી ઉપર ટીકા લખવી એ બહુ મુશ્કેલ – અઘરી વાત છે. હું જ તેમની વાણી ઉપર સમજૂતી આપનારો પહેલા પુરુષ છું, અને કદાચ છેલ્લા પણ હોઈશ. એક જ દાખલા બસ થશે. મલુકદાસ કહે છે “ અજગર કરું ન ચાકરી, પછી કર્યું ન કામ; દાસ મલુક કહ ગયે, સબકે દાતા રામ.”
--
હું હવે આનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા પ્રયત્ન કરું છું. તે પૂરેપૂરું યથાર્થ તો નહિ જ હોય; પરંતુ તેમાં મારી વાંક નથી, કંગાલ
૧. significant.
ve
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
મધુકદાસ
અંગ્રેજી ભાષામાં એવી અર્થસમૃદ્ધિ ધારણ કરવાની શક્તિ જ નથી. મલુક એમ કહેવા માગે છે કે, “સાપ કોઈ દિવસ કામ કરવા મજૂરી કરવા જતા નથી; તેમ જ પંખીઓ પણ કદી કામ કે નાકરી કરતાં નથી. ખરી રીતે કોઈને કામ કરવા જવાની જરૂર જ નથી; કારણ કે, કુદરતે જીવમાત્ર માટે જેગવાઈ કરી દીધેલી જ છે.” ખરે જ મલુકદાસમાં થેોડોક ગાંડપણને પરંતુ ઘણા જ ધ્યાન-સમાધિના પ્રભાવ છે.
તે પોતે એટલા બધા સમાધિસ્થ હતા કે તે કહે છે
“માલા જાઁ ન કર જÖ, જીલ્યા જાઁ ન રામ, સુમરન મેરા હરિ કર્યું, મૈં પાયા બિસરામ. ’
―
..
તે કહે છે, “હું ભગવાનનું નામ જપતા નથી, તેમ જ જપવા માટે માળા પણ હાથમાં રાખતા નથી. હું કોઈને જપતા જ નથી. ઊલટા ભગવાન મારું નામ જપે છે. મારે તેમનું નામ જપવાની કંઈ જરૂર નથી.” જુઓ, તમને એ કથનમાં થોડું ગાંડપણ પણ અતિ ઘણી સમાધિ રહેલી તરત દેખાઈ આવશે. મલુકદાસ એવા માણસ છે કે જેમને વિષે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તે સાક્ષાત્કારની પણ પાર ગયેલા પુરુષ છે.
For Personal & Private Use Only
—
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
દાદુ
(સાતમી બેઠકના) નવમા તરીકે વધુ એક ભારતીય અધ્યાત્મજ્ઞાનીનાં ગીતે રજૂ કરું છું. તેમના વિષે તમે ભાગ્યે કાંઈ સાંભળ્યું હશે, તેમને લોકો ‘દાદુ' કહેતા. દાદુ એટલે ‘ભાઈ. ' તે એવા વહાલસેાયા હતા કે લોકો તેમનું ખરું નામ ભૂલી જઈ તેમને ‘દાદુ' અર્થાત્ ‘ ભાઈ ” નામથી જ યાદ કરવા લાગ્યા. દાદુએ હજારો ગીત ગાયાં છે. પરંતુ તેમણે તે એકે લખી રાખ્યું ન હતું. લાકોએ તેમનાં ગીતા સાંભળીને તથા યાદ રાખીને તેમના સંગ્રહ કરેલા છે – માળી જેમ ઘણા વખત પહેલાં ગરી પડેલાં ફૂલા વીણી લે તેમ.
-
હું દાદુ વિષે જે કહું છું તે બધા જ સંતા માટે સાચું છે તે કશું લખવાની વિરુદ્ધ હોય છે. તે ગાય, બાલે, નૃત્ય કરે કે સૂચિત કરે, પરંતુ કદી લખે નહિ. કશું લખવું એટલે પાતાને ખરેખર જે કહેવું છે તેને મર્યાદિત કરી નાખવા જેવું છે. (જે કાંઈ લખ્યું તેના તે। જે શબ્દાર્થ થતા હોય તેટલા પૂરતા જ તેના ભાવ મર્યાદિત થઈ જાય છે. ત્યારે બાલેલા કે ગાયેલા શબ્દના તે। જેટલા ભાવાર્થ પણ થઈ શકે તેમ હાય તેટલા બહોળા અર્થ સમજાય છે — અલબત્ત સાંભળનાર વ્યક્તિની પોતાની મર્યાદામાં.) શબ્દ પોતે શબ્દ ત્યારે જ થઈ શકે જ્યારે તે અમુક નિશ્ચિત અર્થ મર્યાદિત કરી શકે. પણ જયારે તેની મર્યાદા ઓળંગી જવામાં આવે ત્યારે તે આકાશ જેવા બની રહે છે, જેમાં અગણિત તારાઓ સમાઈ જતા હોય છે.
મેં પોતે પણ કાંઈ જ લખાણ કર્યું નથી, મૈં માત્ર થોડા અંતરંગ મિત્રોને ઘેાડા પગો લખ્યા છે, પરંતુ તેઓ પણ મારો ભાવાર્થ સમજ્યા
૩૬
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
ચીદાસ
હશે કે નહિ તેની મને ખાતરી નથી. જોકે મેં લખેલા પત્રો એ કપ
ઑફ ટી’ નામે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે, પણ મેં સીધું કઈ પુસ્તક લખ્યું નથી.
દાદુનાં ગીતોને સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. મેં દાદુ વિશે ઘણું વક્તવ્ય કર્યું છે. હું એટલું જ કહીશ કે, કઈ કલ્પના પણ કરી શકે તેટલી ઊંચાઈએ દાદુ પહોંચ્યા છે.
૨૧. ચંડીદાસ
(પંદરમી બેઠકના) છેલ્લા - દશમાં પુસ્તક તરીકે હું રાંડીદાસનાં ગીતેનું પુસ્તક રજૂ કરું છું. તે બહુ નાનું પુસ્તક છે, તથા દુનિયાના બહુ થોડા લોકોને જ જાણીતું પણ છે, પરંતુ છાપરે ચડીને દુનિયાના એકેએક જણને તેની જાહેરાત કહી સંભળાવવા જેવી છે.
ચંડીદાસ બંગાળાને એક પાગલ બાઉલ” છે. બાઉલ શબ્દને અર્થ જ બાવરો – વ્યાકુળ એવો થાય છે. ચંડીદાસ તો ગામેગામ ગીતો ગાતા અને નાચતા ફરતા. કોણે તેમનાં ગીતોને સંગ્રહ કર્યો તે કોઈ જાણતું નથી. તેમને સંગ્રહ કરનાર કોઈ મહાન – ઉદાર વ્યક્તિ હશે, જેણે પોતાનું નામ પણ જાહેર કર્યું નથી.
alleraai oldu ("The songs of Chandidas') એ નામ બોલતાં જ હું પ્રભાવિત થઈ જાઉં છું. “ચંડીદાસ' નામ બોલતાં જ મારું હૃદય જુદા પ્રકારના ધબકારાથી ધબકવા માંડે છે. તે કે (અખો) માણસ હતો, અને કે (અખો) કવિતા કવિઓ તે હજાર થઈ ગયા છે, પરંતુ ચંડીદાસ સોમનની કોટીના કવિ હતા. એમનની કઈ સાથે સરખામણી કરવી હોય તો તે ચંડીદાસ સાથે જ કરી શકાય.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે રાંડીદાસ અનેખી – વિચિત્ર વસ્તુઓ વિશે ગીત ગાય છે.. - ઈશ્વર વિષે ગાય છે કારણ કે, ઈશ્વર જ સતુ (ચિત્ આનંદ)નું પ્રતીક છે. રાંડીદાસ ધ્યાન - સમાધિ વિષે પણ ગાય છે. પણ ધ્યાન વિશે તે એવું કંઈક કહે છે કે જેની અવગણના થઈ શકે તેમ નથી. તે કહે છે કે, “ધ્યાન એટલે ઉન્મની – નમન થઈ જવું.” કેવી કંપાવી મૂકે તેવી વ્યાખ્યા! આલબર્ટ આઇન્સ્ટાઈનને જરૂર ચંડીદાસની ઈર્ષ્યા થઈ આવત. અરેરે, આઈન્સ્ટાઈનને રાંડીદાસ વિશે કે ધ્યાન-સમાધિ વિશે કશી માહિતી જ નહોતી. આ જમાનાના મહાનમાં મહાન પુરુષોમાને એક કહેવાય. પણ આઈન્સ્ટાઈન ધ્યાન-સમાધિ વિષે કાંઈ જ જાણતો ન હતો. અર્થાત્ તે પોતાની જાત સિવાય બીજું બધું જાણ હતો.
રાંડીદાસે પ્રેમ, જાગૃતિ, સૌંદર્ય, કુદરત વિષે ગીત ગાયાં છે. અને કેટલાંક ગીતે તે કોઈ પણ વસ્તુ વિષે નહિ, પણ માત્ર આનંદ ખાતર ગાયાં છે. માત્ર ગાવાના જ આનંદ ખાતર તેમના અર્થની તે કાંઈ વિસાત – અગત્ય જ નથી.
ગૌરાંગ
(સાતમી બેઠકના) આઠમા પુસ્તક તરીકે હું ભારતના એક અધ્યાત્મ-જ્ઞાની ગૌરાંગની અતિ ઘણી સુંદર રચના રજૂ કરું છું. ગૌરાંગ શબ્દને અર્થ થાય છે “ગોરા શરીરવાળા.' તે એવા તે સુંદર હતા– હું તેમને જાણે મારી સામે પ્રત્યક્ષ ઊભા રહેલા જોઈને કહું છું કે તે અતિ ગેરા હતા - હિમ જેવા વાળા. તે એવા તો સુંદર હતા કે ગામની બધી છોકરીઓ તેમના પ્રેમમાં પડી ગઈ હતી. છતાં તે અપરિણીત - બ્રહ્મચારી જ રહ્યા હતા. લાખે છોકરીઓ જોડે કોઈ પરણી ન શકે. એકને જ પરણવું પણ વધારે પડતું છે; તો પછી લાખોની તો કયાં વાત? કોઈને પણ તે વસ્તુ મારી જ નાખે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
શિવપુરી બાબા”
ગૌરાંગ નાચતા નાચતા ગાઈને પિતાને સંદેશ સંભળાવતા. તેમને સંદેશ શબ્દોમાં ન હતું, પણ તેથી કયાંય વધુ અસરકારક ગીતોરૂપે હતો. Íરાંગે કોઈ પુસ્તક લખ્યું નથી. તેમના ભક્તોએ – અને તે ઘણા હતા – તેમનાં ગીતોને સંગ્રહ કર્યો છે. તે અત્યંત સુંદર – અનુપમ ગીતોને સંગ્રહ છે, તેના જે બીજો કોઈ સંગ્રહ પહેલાં કે પછી પણ મારા જોવામાં આવ્યો નથી. તે ગીત માટે કયા શબ્દો વાપરું? – બસ એટલું જ કહી દઉં છું કે હું એ ગીતને ચાહું છું!
શિવપુરી બાબા (SHIVAPURI BABA')? (૧૬મી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે હું “શિવપુરી બાબા” પુસ્તક રજૂ કરું છું. અધ્યાત્મજ્ઞાની શિવપુરી બાબા દુનિયાને છેક જ અજ્ઞાત હતા. બેનેટ (Bennett) નામનો એક અંગ્રેજ વૈજ્ઞાનિક તથા ગણિતશાસ્ત્રી અધ્યાત્મજ્ઞાની - mystic કહેવાતા ગુરુની શોધમાં નીકળ્યો હતો. તેણે ઘણા મહત્ત્વના અધ્યાત્મજ્ઞાનીઓનાં પડખાં સેવ્યા પછી બધા વિશે પુસ્તકો લખ્યાં છે. બેનેટના “શિવપુરી બાબા' (Shivapuri Baba') પુસ્તક ઉપરથી જ શિવપુરી બાબા વિષે જગતને જાણ થઈ છે.
શિવપુરી બાબા જવલ્લે જ – ભાગ્યે જ પ્રગટ થતાં કે ખીલી ઊઠતાં પુપમાંના એક હતા– ખાસ કરીને ભારતમાં જ્યાં હજારો બબૂચકો પોતાને ‘મહાત્મા’ કહેવડાવતા વિચરે છે. ભારતમાં શિવપુરી બાબા જે માણસ શોધી કાઢવે એ બહુ જહેમત તથા શોધખોળનું
૧. આ લેખમાળામાં ઉલેખેલ વ્યક્તિઓને કાલક્રમની રીતે ગેઠવીને • ' ઉલ્લેખ નથી કરે, એટલું ધ્યાનમાં રાખવા વિનંતી છે. - સંપા
2. idiots.
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? કામ છે. ભારતમાં ગણતરી પ્રમાણે ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) બાવા છે. એ ટોળામાંથી સારો માણસ – ખરે માણસ શોધી કાઢવો લગભગ અશકય છે.
શિવપુરી મૌન રહેનાર વ્યક્તિ હતા. તે કોઈને ઉપદેશ આપતા નહોતા. બેનેટ તેમને મળ્યો ત્યારે તે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. તેમની ઉંમર તે વખતે લગભગ ૧૧૦ વર્ષની હશે. પરંતુ તે જાણે પોલાદના બન્યા હોય તેવા કઠણ – નક્કર હતા. તે લગભગ ૧૫૦ વર્ષ જીવ્યા હતા. તે સાત ફૂટ ઊંચા હતા અને ૧૫૦ વર્ષે પણ તે મૃત્યુ પામશે. એમ લાગતું જ ન હતું. તેમણે પોતે જ શરીર ત્યાગી દેવાને સંકલ્પ કર્યો હતો. તેમનું ઇછા-મૃત્યુ થયું હતું.
બેનેટ ઉચ્ચ કોટીને વૈજ્ઞાનિક હતું. પણ તે અધ્યાત્મજ્ઞાનની કે શાનીની ખરી ખૂબી પિછાની શકે તેમ નહોતું. તેથી તે અનેક ગુરુઓ બદલતે રહ્યો. પરંતુ તેણે તે જ્ઞાનીઓ વિશે પુસ્તકો લખીને તે મહંદુ ઉપકાર જ કર્યો છે.
૨૪ મીરાંબાઈનાં ગીતે THE SONGS OF MIRA (પાંચમી બેઠકના) છઠ્ઠા પુસ્તક તરીકે હું “ધ સોન્ઝ ઑફ મીરા' રજૂ કરું છું. મીરાંનાં રીતે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રીએ ગાયેલાં ગીતમાં સુંદરમાં સુંદર રીતે છે. તેમનું ભાષાંતર કરવું અશક્ય છે. મીરાં કહે છે કે, “મેં તે પ્રેમ-દીવાની” – હું પ્રેમમાં પાગલ બની ગઈ છું; એટલી બધી પાગલ બની જઈને મેં પ્રેમ કર્યો છે કે, હું હવે છેક “પાગલ', “પાગલ', “પાગલ બની ગઈ છું!” આટલા નમૂના ઉપરથી જ તમને સમજાઈ જશે કે તેણે કેવી જાતનાં ગીત ગાયાં છે. તે રાજકુમારી હતી - રાજરાણી હતી, પણ શેરીની ભિખારણ બની રહેવા તેણે મહેલ ત્યાગી દીધો. પોતાને એકતારો
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
સહોબાઈનાં ગીતા
વગાડતી તે ભરબજારમાં નાચતી ફરતી — એક ગામથી બીજે ગામ, એક શહેરમાંથી બીજે શહેર, એક નગરમાંથી બીજે નગર. પોતાના હૃદયને રેલાવતી – અરે પોતાની જાતને સંપૂર્ણપણે ઠાલવી દેતી હોય તેમ તે ગીતો ગાતી.
મીરાં વિષે મેં હિંદીમાં ઘણું ઘણું કહ્યું છે. એકાદ દિવસ કોઈ પાગલ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરે ત્યારે વાત !
૪૧
૨૫
સહોબાર્કનાં ગીતા
THE SONGS OF SAHAJO
(
(પાંચમી બેઠકના) સાતમ પુસ્તક તરીકે હું ‘ધ સૉન્ગ્યુ’ ઑફ સહો' રજૂ કરું છું. સહજો નામ જે કેટલું બધું કાવ્યમય છે!
• સહજ' એટલે જે આપમેળે છે જ, (કોઈએ બનાવ્યું નથી, તથા કદી ઉત્પન્ન થયું નથી. પોતે પોતાની મેળે છે જ! અર્થાત્ પરમ સત્ય પરમ તત્ત્વ – જે ‘સહજ' છે.) સહજો વિષે મેં ઘણું ઘણું કહ્યું છે — પણ હિંદીમાં, કારણ કે, અંગ્રેજી ભાષામાં એટલા કાવ્યમય બની શકાતું નથી. અંગ્રેજી ભાષામાં મને કવિતા જેવું ખાસ કાંઈ દેખાયું જ નથી. કાવ્ય નામથી મને જે કાંઈ અંગ્રેજી ભાષામાં જોવા મળ્યું છે તે એટલું બધું અ-કાવ્ય છે કે, કોઈ હજુ તેની સામે બંડ નથી પાકારતું એની જ મને નવાઈ લાગે છે. અંગ્રેજી ભાષા વધુ ને વધુ વૈજ્ઞાનિકની − ટેકનિશિયનની ભાષા બનતી જાય છે. ‘ટેકનિશિયન’ની કહેવા કરતાં ‘ટેકનૉલૉજિસ્ટ'ની કહીએ તે વધુ ઉચિત થશે, અંગ્રેજી ભાષાને કાવ્યમય બનાવીને નવેસર ઘડી આપનારા હજુ કેમ નીપજતા નથી ? એટલે સહજે વિષે અંગ્રેજીમાં કંઈ કહેવાયું નથી અને હું કમનસીબ સમજું છું. કોઈક દિવસ સહો વિષે મેં જે કંઈ કહ્યું છે, તેની ત્રણ બહારની દુનિયાને થશે એવી આશા રાખીએ.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
દયાબાઈનાં ગીત THE SONGS OF DAYABAI (બારમી બેઠકના) દશમા પુસ્તક તરીકે હું “ધ સોન્ઝ ઑફ દયાબાઈ' રજૂ કરું છું. એ પુસ્તક ધર્મગ્રંથ નથી પણ તમે તેને માત્ર વાંચે નહિ પરંતુ તેના ઉપર ધ્યાન-ચિંતન કરે, તો તે ખરેખર એક “ધર્મગ્રંથ” જ છે. હજુ એ મૂળ હિંદીમાં જ ઉપલબ્ધ છે. તેનું ભાષાંતર અંગ્રેજીમાં થયું નથી, મેં રાબિયા, મીરાં, લલ્લા અને સહજ વિશે આ બેઠકોમાં ઘણું કહ્યા કર્યું છે. પણ દયાબાઈ વિશે ઉલ્લેખ પણ નહોતો કર્યો તે વાતનું દુ:ખ મને મનમાં રહી જતું હતું, એટલે અત્યારે તેને નામમાત્રથી ઉલ્લેખ કરીને સંતોષ પામું છું.
દયાબાઈ મીરાં અને સહજોની સમકાલીન હતી, પરંતુ તે બને કરતાં એ વધુ ગહીર-ગંભીર (profound) છે”(ગુણવત્તાના પ્રમાણમાં ક્રમાંક આપવા માગીએ) તો તે ક્રમાંકથી પર છે તેને બીજા કોઈ સાથે ક્રમાંકમાં મૂકી શકાય તેમ નથી.
દયા એક નાનકડી કોયલ છે. અંગ્રેજીમાં કોયલ માટે CUCKO0 શબ્દ છે, અને “બુઠ્ઠી બુદ્ધિનુંએવા અર્થમાં તે વપરાય છે. પરંતુ દયા “બુઠ્ઠી બુદ્ધિની નહિ પણ “મીઠું મધુર’ ગાનાર કોયલ છે? ભારતદેશની ઉનાવાની રાતે દૂરથી મીઠું ટહુકી ઊઠનારી કોયલ! આ દુનિયારૂપી સુકા ઉનાળામાં દૂરથી આવતો ટહુકાર!
૧. રાબિયા, લલ્લા વગેરે વિશે હવે પછીના ખંડેરમાં આવશે. - સ. ૨. કૌંસમાં મૂકેલો ભાગ મૂળના વિવરણરૂપે ઉમેરેલો સમજવો. - સં.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
દયાબાઈનાં ગીતો
મેં દયાબાઈ વિશે ઘણું કહ્યું છે. કદાપિ તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થશે. પરંતુ મને નથી લાગતું કે તે શકય હેય. કારણ કે આ કવયિત્રીઓનું -મીઠું મધુર ગીત ગાનારી કોયલોનું ભાષાંતર કેવી રીતે શક્ય હોય? પૂર્વના દેશો મીઠું મધુર પદ્ય – કાવ્ય છે ત્યારે પશ્ચિમના બધા દેશે અને તેમની ભાષાનું નવું ગદ્ય છે. અંગ્રેજી ભાષામાં મેં કઈ સાચી કવિતા ઈ જ નથી. કોઈ કોઈ વાર હું પશ્ચિમના દેશોનું 'કલાસિકલ’ (શારીય) સંગીત સાંભળવા બેસું છું પરમ દિવસે જ બિવનનું સંગીત સાંભળવા બેઠો હતો, પણ અધવચ જ ઊઠી
ગ
-
એક વખત તમે પૂર્વના દેશોનું સંગીત સાંભળો, એટલે બીજું કશું તેની સરખામણીમાં મૂકી શકો નહિ. તેમજ એક વખત તમે પૂર્વના દેશોની વાંસની વાંસળી સાંભળો, પછી બીજું બધું માત્ર સામાન્ય – અતિ સામાન્ય’ જ બની જાય ! એટલે હિંદીમાં મેં જે ગવૈયાઓ, કવિઓ અને પાગલ વિશે કહ્યું છે, તેનું અંગ્રેજીમાં કદી પણ ભાષાંતર થશે એની મને ખબર નથી, પરંતુ તેમનાં નામને ઉલ્લેખ કર્યા વિના તો મારાથી રહેવાય તેમ નથી. એમ નામમાત્ર ઉલ્લેખ કરવાથી પણ તેમનું ભાષાંતર કરવાની પરિસ્થિતિ કદાચ પેદા વાય,
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
રાબિયા
(પાંચમી બેઠકની) આઠમી વ્યક્તિ તરીકે હું રાબિયા-અલ-અદા બિયાને રજૂ કરું છું. તે સૂફી સિદ્ધાંતવાળી બાઈ છે. રાબિયા તેનું પિતાનું નામ છે, અને “અલ-અદાબિયા” એટલે કે “અદાબિયા ગામની” એ એનું સરનામું છે. રાબિયા જીવતી હતી ત્યારે તેનું અદાળિયા ગામ મુસલમાનેને માટે મક્કા જેવું પવિત્ર તીર્થ બની રહ્યું હતું. દુનિયાને ખૂણેખૂણેથી, અરે બધે છેડેથી જિજ્ઞાસુઓ રાબિયાની ઝૂંપડી શેલતા આવતા હતા. તે બહુ કડક સ્વભાવની અધ્યાત્મ-જ્ઞાની બાઈ હતી. તે પિતાના હાથમાં હથોડે રાખતી. તે હથોડા વડે તેણે ઘણાં માથાં ફોડી નાખ્યાં છે અને અંદરનું રહસવ ખુલ્લું કર્યું છે.
એક વખત હસન રાબિયાને શોધતો અને બળતો તેની પાસે આવ્યો. હસન રાબિયાને ત્યાં રહેતો હતો તે દરમ્યાન એક વખત સવારની પ્રાર્થના વેળા એણે કુરાનનું પુસ્તક રાબિયા પાસે માગ્યું. શબિયાએ પોતાની પાસેની કુરાનની નકલ હસનને આપી. હસને જોયું તો તેમાંથી ઘણા શબ્દો – અરે ઘણા ફકરા છેકી નાખ્યા હતા. તે જોઈ હસન પિકાર કરી ઊઠ્યો: “આ તો ધિક્કારી કાઢવા જેવો છે. પવિત્ર કુરાનમાં કોણે આ છેકછાક કરી છે?” કુરાનને સુધારનાર – તેમાં છેકછાક કરનાર રાબિયા વળી કોણ? કુરાનમાં સુધારો કરવાની કોઈને પરવાનગી નથી. ખુદાને છેલ્લો પેગંબર જે કહેવાય, તેના શબ્દમાં વળી સુધારા વધારા કરવાના કેવા? મહેમદ પછી બીજા કોઈ પિગંબર થવાના જ નથી; તે જ છેલ્લામાં છેલ્લા પેગંબર છે; તેથી
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
રાબિયા
તેમણે કહેલું એ જ ખુદાને છેલલામાં છેલ્લો પેગામ છે. તેમાં કાટછાંટ કે સુધારો-વધારો કરવાનો હોય જ નહિ.
રબિયા હસનને બળાપ જોઈ હસી પડી. તેણે કહ્યું, “મને તમારી પરંપરાગત માન્યતાઓની સહેજે પડી નથી. મેં તો ખુદાનાં પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અને મારા એ સાક્ષાત્કારને આધારે મેં એ
પડીમાં કાટછાટ કે સુધારા-વધારા કર્યા છે. એ મારું પુસ્તક છે. હું મારા પિતાના અનુભવને જ વફાદાર રહી શકું બીજા કોઈના અનુભવને મારે શું કરવો છે? તમને મારા અનુભવોની એ ચોપડી જોવા આપી એ જ મોટી વાત છે, તમારે તે બદલ મારો આભાર માનવો જોઈએ.
આવી હતી રાબિયા – માની ન શકાય એવી અસાધારણ હસ્તી,
રાબિયાન લખેલાં કહેવાતાં વાક્યો રાબિયાએ પોતે લખેલાં નથી. એ બધાં તો રાબિયાના અનુયાયીઓએ કરી લીધેલા ટાંચણે છે. રાબિયા કશા સંદર્ભ વિના કાંઈ બોલી નાખે – શા સંદર્ભમાં એમણે એ કથન કર્યું તે કોઈને ખબર પણ ન હોય, છતાં તેઓ તેનું ટાંચણ જરૂર કરી લે. રાબિયાએ જે પ્રસંગ (anecdotes) કહી બતાવ્યા છે તે પણ એવા જ સંદર્ભ વિનાના છે. રાબિયાનું આખું જીવન જ તેવા સંદર્ભ વિનાના પ્રસંગેનું બનેલું છે.
મીરાં સુંદર છે, પણ મીઠા વિનાની – માત્રા મીઠી – મધુર. પરંતુ રાબિયા તે નમક છે – ખરું મીઠું! મને ડાયાબીટીસ છે એટલે મધુર - મીઠી મીરાને વધુ સ્વાદ હું ન લઈ શકું પરંતુ રાબિયાને કશો વધિ નહિ. નમક તો હું ખાવું હોય તેટલું ખાઈ શકું – વસતુતાએ - ખાંડને હું ધિક્કારું છું; અને સેકેરીન જેવી બનાવટી ખાંડને તો ખાસ,
જિસસે પિતાના શિષ્યોને કહ્યું હતું કે, “તમે આ પૃથ્વીના સાચા મક છો.” રાબિયા વિશે પણ હું એમ જ કહ્યું કે, “રાબિયા તું આ પૃથવી ઉપર જીવી ગયેલી અને ભવિષ્યમાં જે જીવવાની છે તે બધીમાં નમકરૂપ છે.”
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
લલા (સાતમી બેઠકની) થી વ્યક્તિ તરીકે હું કાશ્મીરી બાઈ લલ્લાને રજુ કરું છું. કાશમીરી તે બાઈ પ્રત્યે એટલો બધો આદરભાવ ધરાવે છે કે, તેઓ એમ જ કહે છે કે તેઓ માત્ર બે શબ્દો જ જાણે છે: અલ્લા અને લા. નવાણું ટકા કાશ્મીરીઓ મુસલમાન છે. એટલે જયારે તેઓ “અલ્લા અને લલા” એ બે શબ્દો જ જાણે છે એમ કહે, ત્યારે તે વાત જુદી જ અગત્ય ધારણ કરે છે, એમ માનવું રહ્યું.
હલ્લાએ કોઈ પુસ્તક રચ્યું નથી. તે છેક અભણ હતી, પરંતુ ઘણી મોટી બહાદુર!” આખી જિંદગી તે નિર્વરા - ઉઘાડી જ રહી હતી. આ સેંકડો વર્ષ પહેલાની પૂર્વના દેશની વાત છે, એ ધ્યાનમાં રાખજે અને સાથે સાથે એ પણ કે હલ્લા બહુ સુંદર સ્ત્રી હતી. કાશમીરીઓ ખરેખર સુંદર લોકો છે – ભારતમાં તેઓ જ સાચા અર્થમાં સુંદર છે. પેગંબર મુસા (મોઝિસ Moses) પોતાના કબીલાની વિખૂટી પડી પહેલી –ખેવાયેલી જે ટેળીને શેધવા નીકળ્યો હતો તે જ કાશમીરી લકે છે. કારણ કે કાશમીર મૂળે યહુદીઓ- ન્યૂ છે.
મુસા જ્યારે પિતાના કબીલાને “ઈઝરાયેલ દેશ તરફ દોરી જતો હતો – પરંતુ શાથી “ઈઝરાયેલ’ દેશ તરફ તે એ જણે! ગાંડાં લોકોની કશી વાતનું ઠેકાણું હોય છે જ કયાં? ગાંડા એટલે ગાંડા જ, તેમના ગાંડપણને કર્યો ખુલાસે હોઈ શકે વારુ?– મુસાને પિતાના લોકો માટે એક સારો પ્રદેશ જોઈતો હતો. ૪૦ વર્ષ સુધી તે રણપ્રદેશમાં રઝળ્યા કર્યો, છેવટે તેને ઈઝરાયેલને પ્રદેશ જડ્યો. દરમ્યાન
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૭
તેની એક ટેવી તેનાથી વિખૂટી પડી ગઈ, જે કાશ્મીરમાં જઈ પહોંચીને ત્યાં વસવાટ કરીને રહી.
કોક વખત વિખૂટા પડવું – ભૂલા પડવું એ પણ સદ્દભાગ્યની વાત બની રહે છે. મુસા આ વિખૂટી પડેલી ટોળકીને શોધી કાઢવા જતાં છેવટે કાશ્મીરમાં જ આવી પહોંચ્યા અને ત્યાં જ મૃત્યુ પણ પામે. તેની કબર ઇઝરાયેલમાં નહિ પણ કાશ્મીરમાં છે.
નવાઈની વાત એ છે કે જેમાં મુસા પણ કામીરમાં મરણ પામે, તેમ જિસસ પણ કાશ્મીરમાં જ મરણ પામ્યો હતો. હું અનેક વાર કાશમીરમાં જઈ આવ્યા . ત્યાં ગયા પછી મનમાં એમ જ થઈ આવે છે કે, હા, અહી જ – અબઘડી – મરવાનું મળે તો કેવું સારી આ સુંદર સ્થાનમાં એક વખત આવી ગયા પછી બીજે કયાંય જીવવાનું ગમે ખરું?
કાશ્મીરીઓ સુંદર લેકે છે –ગરીબ છે પણ અત્યંત સુંદર છે. વલ્લા પણ કાશ્મીરી બાઈ હતી – છેક જ અભણ પણ ઘણું ગાનારી – ઘણું નાચનારી. તેને ઘોડાંક ગીતે બચ્યાં છે – તેને પિતાને નથી બચાવી શકાઈ; તેનાં તે ગીતોને હું મને ગમતાં પુસ્તકોની મારી યાદીમાં સામેલ કરું છું.
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૯
સરમદા (સાતમી બેઠકના) દશમા અને છેલ્લા તરીકે હું સરમદ (Sarmad)ને રજૂ કરું છું. પૃથ્વી ઉપર ડગલાં ભર્યા હશે એવાં માણસોમાં સૌથી વિચિત્ર માણસ એ છે. તે સૂફી સંપ્રદાયના હતા, અને મસીદમાં જ તેમની કતલ કરવાની સજા મુસલમાન બાદશાહે ફરમાવી હતી. તેમની કતલ કરવાનું કારણ એટલું જ હતું કે, મુસલમાન તેમની પ્રાર્થનામાં બોલે છે કે, “અલા લ ઈલ અલ્લા’ (ઈશ્વર એક જ છે), અને મહંમદ ઇલ રસૂલ અલ્લા' (મહંમદ એકલા જ ઈશ્વરના પેગંબર છે.)
સૂફીઓ એ પ્રાર્થનાના બીજા હિસ્સાને માન્ય રાખતા નથી, સરમદને ગુને પણ એ જ હતું. અને વસ્તુતાએ પણ કોઈ એક જ જણ ઈશ્વરને પેગંબર કેવી રીતે હોય? કોઈ એક જ કદી ન હોઈ શકે – ભલે પછી તે મહંમદ હેય, કે જિસસ હેય, મુસા હોય કે બુદ્ધ હોય. સરમદને એમ કહેવા બદલ મારી નાખવામાં આવ્યા, તેમનું ખૂન કરવામાં આવ્યું, તેમની કતલ કરવામાં આવી. હિંદુસ્તાનના એક મુસલમાન બાદશાહે મુસલમાન મુલ્લાઓની સાથે કાવતરું રચીને તેમને મારી નાખ્યા. પણ સરમદ તે છેવટ સુધી હસતા જ રહ્યા અને બોલતા રહ્યા કે “ઈશ્વર એક જ છે.
દિલ્હીની મોટી મસ્જિદ – એટલે કે જામા મસ્જિદમાં સરમદની કતલ કરવામાં આવી હતી, તે આજે પણ એ મહાપુરુષની કતલને સંસ્મરણ માટેના પાળિયા તરીકે હજુ ઊભી છે. સરમદની
1. strangest.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
સમદ
બહુ અમાનુષી રીતે કતલ કરવામાં આવી હતી. તેમનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. તેમનું માથું જામા મસ્જિદનાં પગથિયાં ઉપરથી ગબડતું ગબડતું છેક નીચે આવ્યું. હજારો લેકો ત્યાં ભેગા થયા હતા, તેમણે તે માથાને પગથિયાં ઉપરથી ગબડતી વેળા પણ “ઈશ્વર એક જ છે”- “ ઈશ્વર એક જ છે'- એવો પિકાર કરતું સાંભળ્યું હતું.
એ માથું એમ પિકાર કરતું હતું એ વાત ખરી છે કે ખોટી છે, તે હું જાણતા નથી. પણ તે સાચી જ હશે. તે સાચી હેવી જ જોઈએ. સત્યને પણ સરમદ જેવા માણસ સાથે સમાધાન કરવું જ પડે. હું સરમદને ચાહું છું. સરમદે કશું લખાણ કર્યું નથી, પણ એમણે કરેલાં વિધાનેને સંગ્રહ છે. તે વિધાનમાં સૌથી ઉત્તમ વિધાન એ જ છે કે, “ઈશ્વર એક જ છે, અને કઈ પેગંબર છે નહિ. તમારી અને ઈશ્વરની વચ્ચે બીજું કોઈ નથી.” ઈશ્વર પોતે સીધા જ પ્રાપ્ય છે, તેમને મેળવી આપનાર કોઈ બીજો વચેટિયો નથી. માત્ર તમારામાં થોડું પાગલપણું હોવું જોઈએ અને મબલક ધ્યાન!– a little madness and a lot of meditation.
આ પછી હું કંઈક કહેવા માગતો હતો. પણ હું કંઈ કહીશ નહિં. તે કહી શકાય તેવું જ નથી. પહેલાં પણ તે કદી કહેવાયું નથી, અને મારે પણ કંઈ કહેવું ન જોઈએ.
2. compromise with. ૫૦ – ૪
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦. સનાઈ
(આઠમી બેઠકના) ત્રીજા તરીકે હું સનાઈ (Sanai)ને રજૂ કરું છું – સનાઈને તેમજ તેમના વા-જવાબ વિધાનને.' સનાઈ જેવા લોકો દલીલ કરતા નથી, તેઓ માત્ર વિધાન જ કરે છે. તેમને દલીલ રજૂ કરવાની જરૂર જ હતી નથી, કારણ કે તેમનું પોતાનું અસ્તિત્વ જ તેમણે કહેલા વિધાનની સાબિતીરૂપ હોય છે. આવો, ને મારી આંખ સામું જ જુઓ. તમને દેખાઈ આવશે કે ત્યાં કશી દલીલ છે નહિ, માત્ર વિધાન જ છે. વિધાન હંમેશા સાચું જ હેય છે; દલીલ હોશિયારીપૂર્વક કરેલી હોઈ શકે, પણ ભાગ્યે જ સાચી હોય!
સનાઈ મારાં પ્રેમ-પાત્રોમાંના એક છે. મારે અતિશયોક્તિ કરવી હેય તે પણ તેમની બાબતમાં કશી અતિશયોક્તિ ન કરી શકું. તે વસ્તુ અશક્ય જ છે. સનાઈ સૂફી સંપ્રદાયના હાર્દરૂપ – તન્વરૂપ છે.
સૂફી શબ્દ મૂળ “તસવ' (Tasawuf) માટે અંગ્રેજીમાં વપરાય છે. “તસવુફ” એટલે શુદ્ધ પ્રેમ. સૂફી શબ્દ “સૂફ” ઉપરથી આવ્યો છે. “સૂફ' એટલે ઊન; અને સૂફી એટલે ખરબચડા –ખૂચે તેવા ઊનને જ પહેરનારે. સનાઈ કાળો ટોપ પહેરતા – ધોળો જળ્યો અને કાળો ! એમ કરવા પાછળ કશી દલીલ કે કશું કારણ નહોતું – માત્ર મનસ્વીપણું. પરંતુ આપણે કરી પણ શકીએ? આવા લોકોને જેવા હોય તેવા જ સ્વીકારી લેવા પડે. કાં તો તમે તેમને પ્રેમ કરે કાં તે તેમને ધિક્કારો! તેમને પ્રેમ કરે કે ધિક્કારો
1. statements.
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
સના
એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ તેઓ તમારે માટે રહેવા દેતા નથી. કાં તા તમે તેમના પક્ષ કરો કે તેમના વિરોધ કરો; પરંતુ તે બેમાંથી એક પણ ર્યા વિના તમારો છૂટકો જ થાય નહિ. અધ્યાત્મ-જ્ઞાનીએના એ જ ચમત્કાર છે!
સનાઈ હમેશાં કશી દલીલને ટેકો કર્યા વિના કરે છે. એ વસ્તુ આમ છે એમ જ તે કહી દે છે. છે એમ તમે પૂછવા જાએ તે તે એમ જ ઘૂરકી ઊઠે શાથી એમ છે એ કહેવાનું વળી હાતું હશે?’
તમે ગુલાબના ફૂલને પૂછી શકો કે, તું ‘શાથી' આવું સુંદર છે? તેમજ બરફને પૂછી શકો કે, તું 'શાથી' આવે ઠંડા છે? કે આકાશના તારાઓને પૂછી શકો કે, ‘શાથી ' તમે આવા ટમટમ્યા કરી છે?
માત્ર વિધાન જ
શાથી તે એમ
'
— ‘ચૂપ રહે !
તો પછી સનાઈ જેવાને તમે કેવી રીતે પૂછી શકો કે તમે શાથી આમ કહેા છે!?
હું સનાઈને ખૂબ ચાહું છું. હું તેમનેા આ બેઠકમાં ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા નહાતા. હું તે તેમને મારે પેાતાને માટે જ રાખી મૂકવા માગતા હતા. પરંતુ તા૦ ક૦ તરીકે તમે જ્યારે કંઈક ઉમેરવા જાઓ છે, ત્યારે તમારા અંતરની વસ્તુ બહાર આવી જાય છે.
મારા પિતાજી મને પત્રા લખતા. બહુ ટૂંકા લખતા. પરંતું કાગળ પૂરો થવાને થાય ને તરત છેડે તાક∞ કરીને કંઈક ઉમેર્યું જ હોય. મને નવાઈ લાગે કે હવે વળી તેમને શું કહેવાનું બાકી રહી ગયું છે? કઈ અગત્યની વાત કહેવાની હશે જે તેમને તા૦૦ કરીને ઉમેરી લેવી પડી છે? પછી એ તાક૦ વાંચ્યું ત્યારે જરૂર લાગી આવ્યા વિના ન રહે કે, એ તાક૦ તેમણે ન ઉમેર્યું હોત, તે ખરી અગત્યની વાત કહેવાની બાકી રહી જત. પરંતુ તાક૦ વાંચવાનું પૂરું કરું ત્યાં તો તાક પછી નવું તારક પિતાજીએ ઉમેર્યું જ હોય. તેમાં વળી
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
“પુસ્તક - જે મને ગમ્યાં છે?
શું કહેવાનું હશે એમ વિચારતે હું પત્ર આગળ વાંચું ત્યારે છેવટે મને લાગ્યા વિના રહે જ નહિ કે ખરું તો એમને એ જ કહેવાનું હતું!
મારા પિતાજી તે હવે નથી. પરંતુ જયારે તે અનેખું કાંઈ કરતા હતા તેવું જ મારાથી થઈ જાય છે ત્યારે તે મને યાદ આવ્યા વિના રહેતા નથી. મારું શરીર માંદગીની બાબતમાં પણ તેમના શરીરને જ અનુસરે છે! મને તે બાબતનો ગર્વ પણ છે. મારા પિતાજીને દમ હતો, તેથી મને જ્યારે દમ ઊપડે છે ત્યારે મને ખબર પડ્યા વિના રહેતી નથી કે મારું શરીર મારા પિતાજી તરફથી મને મળેલું છે – તેની બધી ખામીઓ, ગફલત અને ભૂલો સાથે! તેમને ડાયાબીટિસ હતો. મને પણ તે રોગ છે. તેમને વાત કરવાનું બહુ ગમતું; મેં પણ મારી આખી જિંદગી દરમ્યાન વાતો કર્યા સિવાય બીજું કાંઈ કર્યું નથી.
તે એક મહાન પિતા હતા. તે મારા પિતા હતા તે કારણે નહિ, પરંતુ તે પિતા હતા છતાં તે પોતાના પુત્રને પગે પડયા હતા અને તેની પાસે દીક્ષા લીધી હતી! એ જ એમની મોટાઈ હતી. પહેલાં કે બાપે તેમ કર્યું નથી અને આ ભૂંડી પૃથ્વી ઉપર ભવિષ્યમાં પણ કોઈ તેમ કરવાનું નથી. એમ બનવું જ અશક્ય છે. બાપ પોતાના પુત્રને શિષ્ય બને? બુદ્ધના પિતા પણ તેમ કરતા પહેલાં ખચકાયા હતા; મારા પિતા તે તેમ કરતા પહેલાં એક ક્ષણ પણ ખચકાયા ન હતા!
વળી બુદ્ધના પિતાને તે પુત્રના શિષ્ય બનવાનું બહુ સહેલું હતું, કારણ કે, બુદ્ધ તે કહેવાતા ધર્મો અપેક્ષા રાખે છે તેવા એક સંત હતા, પરંતુ મારા જેવા પુત્રના શિષ્ય બનવાનું તે કોઈ પણ પિતા માટે અશક્ય જ હોય. કારણ કે, હું કોઈ ધર્મની કોઈ વ્યાખ્યા પ્રમાણે સંત નથી. મને તેવા કોઈ વર્ગમાં મુકાવું ગમતું પણ નથી – ઊલટું હું તે વસ્તુને ધિક્કારું છું. હું સ્વર્ગલોકમાં ગયે હોઉં અને ત્યાં કહેવાતા સંતને મહાલતા જોઉં, તો હું એ સ્વર્ગમાંથી પણ તરત પાછો
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
ફરીદ
૫૩ ફરી જાઉં. આ પૃથ્વી ઉપર જ મેં એવા ઘણા નમૂનાઓ જોયા છે. હું એ તમને એક નથી.
અને મારી બદગોઈ થતી જાણ્યા છતાં તથા બધાં જ કહેવાતાં સન્માનનીય સ્થળોએથી થતે મારો ફિટકાર સાંભળવા છતાં, મારા પિતા મારા શિષ્ય બન્યા. કેટલી બધી હિંમત! અરે પહેલી વારે તેમણે મારા ચરણને સ્પર્શ કર્યો, ત્યારે હું પોતે જ આભો બની ગયો હતે. હું રડી જ પડયો... અલબત્ત મારી પોતાની ઓરડીમાં જઈને – બીજું કોઈ ન જુએ તેમ. તેમણે જ્યારે મારી પાસે દીક્ષા ગ્રહણ કરવાની માગણી કરી, ત્યારે મને પોતાને જ એ વાત માન્યામાં આવી ન હતી. તે વખતે હું માત્ર ચૂપ જ રહ્યો હતો. “હા” કે “ના' એ કશે જવાબ હું આપી શક્યો ન હતો. હું મૂંગો જ બની ગયો હતો, કારણ કે, મને આઘાત પહોંચ્યો હતો – હું આશ્ચર્યચકિત થઈ ગયો હતે.
૩૧
ફરીદ
(છઠ્ઠી બેઠકના) આઠમા તરીકે હું ફરીદને રજુ કરું છું. ફરીદ સૂફી અર્થાત્ અધ્યાત્મ જ્ઞાની છે, તથા કબીર, નાનક અને બીજા કેટલાકના સમકાલીન છે. મેં તેમને વિશે પહેલાં હિંદીમાં – અંગ્રેજીમાં નહિ– વકતવ્ય કરેલું છે. હું તેમને ચાહું છું. તેમનાં ગીતોમાં તે પોતાને “ફરીદા’ નામથી સંબોધે છે. તે હમેશાં (પોતાનાં ગીતામાં) પોતાને જ સંબોધન કરે છે, બીજાને નહિ તે પોતાનાં ગીતની શરૂઆત એમ કહીને કરે છે કે, “ફરીદા, તું સાંભળે છે?”, “ફરીદા સાવધાન!",
ફરીદા આમ કર કે આમ ન કર”ઈ0. હિંદીમાં તમે “ફરીદ” કહે છે તે માનવાચક સંબોધન થાય, પરંતુ “ફરીદા' કહે છે તે સંમાન દર્શાવ્યું ન કહેવાય – નકરોને જ એ રીતે બોલાવી શકાય,
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
પુસ્તકે - જે મને બચ્યાં છે' ફરીદ પોતાને ફરીદા એટલા માટે કહે છે કારણ કે આત્મા માલિક છે. . ” શરીર નોકર છે.
મોટો બાદશાહ અકબર તેમનાં ગીતો સાંભળવા આવતો. અકબરને એક વખત સેનાની કાતર ભેટ મળી. તેના ઉપર હીરા જડેલા હતા. એવી સુંદર મૂલ્યવાન કાતર કોઈ પણ સ્ત્રીને ગમે. અકબરને પોતાને જ તે બહુ ગમી ગઈ; એટલી બધી ગમી ગઈ કે તે ફરીદને ભેટ આપી દેવા ઉત્સુક થઈ ગયો. તેણે તે મૂલ્યવાન કાતર ફરીદને ચરણે ધરી પણ દીધી. ફરીદે તેને હાથમાં લઈને આમ તેમ ફેરવી જોયા બાદ અકબરને કહ્યું –
તારે મને ભેટ જ આપવી હોય, તે આ કાતર નહિ પણ એક સંય ભેટ તરીકે આપ”
અકબરે આશ્ચર્યચકિત થઈને પૂછયું. “ય શા માટે, આ કાતર કેમ નહિ?'
ફરીદે જવાબ આપ્યો, દૂબ કાતરનું કામ આખી વસ્તુના ટુકડા કરવાનું છે, ત્યારે તેમનું કામ ટુકડાઓને જોડવાનું છે. હું કાતરની પેઠે ટુકડા કરતું નથી, પણ સેયની પેઠે બેડું –સમન્વય કરું છું.”
ફરીદ ફૉયડ (Freud)ની સાથે કે તેના “માનસ પૃથક્કરણ” (psycho-analysis)ના સિદ્ધાંત સાથે કદી સહમત ન થાય. કારણ કે માનસ-પૃથક્કરણની સોનાની કાતર વસ્તુઓના ટુકડા જ કર્યો જાય છે. કદાચ તે અસાગીલી (Asagioli) ના માનસ-સમન્વય (Psycho-synthesis ) al qegullal filsaglalı falesid ale વધુ સહમત થાય.
મારી આંખોમાં આવેલાં આંસુ તમે જુઓ છો? એ ફરીદ માટે છે – ફરીદા માટે છે. તેમને બીજી કોઈ રીતે અભિવાદત ન કરી શકાય- તે આંસુઓની કદર કરે– સેનાની કાતરની નહિ, અકબર પણ સેનાની કાતર લાવવાને બદલે તેમને પગે પડયો હતો અને રડ્યો હતો... એ જ એવા પુરુષને આપેલી સાચી અંજલિ કહેવાય.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
ફરીદ
ફરીદે પોતે કોઈ પુસ્તક લખ્યું નથી, પરંતુ તેમનાં ગીતો તેમના ભક્તોએ લખી લીધા છે. તેમનાં ગીતે અત્યંત (tremendously) સુંદર છે, પરંતુ તેમને કોઈ પંજાબીને મુખે સાંભળવા જોઈએ. ફરીદ પંજાબમાં વસ્યા હતા અને તેમનાં ગીતો પંજાબીમાં છે – હિંદીમાં નહિ. જાબી હિંદી કરતાં તદ્દન જુદી એવી ભાષા છે. હિંદી વેપારી
ની મૂદુ ભાષા છે, ત્યારે પંજાબી તરવાર જેવી ભાષા છે? એક સૈનિકોદ્ધાની ભાષા છે. તે હદયની આરપાર પેસી જાય છે. તમે ફરીદનાં ગીતે પંજાબીમાં સાંભળો તેની સાથે તમારું હૃદય છિન્નભિન્ન થઈ જાય.
જ્યારે પંજાબમાં પરિભ્રમણ કરતે હો ત્યારે ઘણા લોકોને પૂછતો કે તમે મને કશીદનાં ગીત ગાઈ સંભળાવશે? કોઈક કઈક વાર મને ફરીદનાં ગીતો ગાઈ સંભળાવનાર મળી પણ આવતે – જે ફરીદનાં ગીતો કેમ ગાવાં તે ખરેખર જાણ હેય. અહા તે ગીત! અને તે સાંભળવાની ધન્ય ક્ષણે! પજાબી ભાષાની પોતાની એવી ખાસિયત છે. દરેક ભાષાને પોતપોતાની જુદી ખાસિયત હેય છે.
જબી ભાષા ખરેખર કિરપાણ – તલવાર છે. કોઈ વસ્તુને તમે એથી વધુ ધારદાર ન બનાવી શકે.
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૨
અલ-હિલ્લાજ મનસૂર
(છઠ્ઠી બેઠકના) ચેાથા તરીકે હું અલ-હિલ્લાજ મનસૂરને રજૂ કરું છું. મને સૌથી વધુ સુંદર (beautiful) લોકોમાંના એકના પરિચય તેમને કારણે થયા છે, એમ હું માનું છું. મેં એમને વિષે ઘણું વક્તવ્ય કરેલું છે; પરંતુ ૫૦ પુસ્તકોની યાદીમાં મેં તેમનું નામ લીધું ન હતું. મનસૂરે કોઈ પુસ્તક લખ્યું નથી; તેમણે માત્ર અમુક વિધાન જ કર્યાં છે — અમુક જાહેરાતે જ. મનસૂર જેવા માણસા જાહેરાત જ કરી શકે, કશા અહંપણાને લીધે નહિ — તેમનામાં અહં રહ્યો હતો જ નથી. તેમણે ‘અનલ હક' એવી જાહેરાત કરી છે અને તે જાહેરાતના અર્થ થાય છે — ‘હું ઈશ્વર છું; અને બીજો ઈશ્વર છે જ નહિ.'
મુસલમાને તેમને માફ કરી શકયા નહિ, અને તેથી તેઓએ તેમની કતલ કરી નાખી. પણ મનસૂરને કોઈ મારી શકે? એ અશકય વસ્તુ છે. જ્યારે લોકો મનસૂરને મારી નાખતા હતા ત્યારે તે હસતા હતા. કોઈકે તેમને પૂછ્યું, ‘અલ્યા તું હસે છે શાના?’
મનસૂરે જવાબ આપ્યો, “હું હસું છું કારણ કે, તમે માત્ર મારા શરીરને મારી નાખા છે; પરંતુ મૈં વારંવાર કહ્યા કર્યું છે કે હું મારું શરીર નથી, હું તે ઈશ્વર પોતે છું – અનલ હક 1’” મનસૂર જેવા માણસા જ આ પૃથ્વીના નમકરૂપ છે.
-
મેં ઉપર કહ્યું તે પ્રમાણે અલ-હિલ્લાજ મનસૂરે કોઈ પુસ્તક લખ્યું નથી. માત્ર તેમની કેટલીક જાહેરાતને તેમના પ્રેમી અને
૧. ઇસુ ખ્રિસ્તે નમકને પૃથ્વીની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહી છે.
}
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
રહીમ
૫.
સાથીઓએ સંઘરી રાખી છે. હું તેમને તેમના અનુયાયીઓ' નહીં કહું, કારણ કે મનસૂર જેવી વ્યક્તિને અનુયાયીઓ – માત્ર તેમનું અનુકરણ કરનારાઓ (imitators) હોતા નથી; તેમને તે પ્રેમીઓ અને સાથીઓ જ હોય. | હું મનસૂરને મારી યાદીમાં ઉમેરવાનું ભૂલી ગયો તે બદલ મને ખેદ થાય છે. મેં બહુ ખોટું કર્યું એમ જ કહેવાય. મેં બહુ ડાં પુસ્તકો રજૂ કર્યા છે અને ઘણાંને આંખમાં આંસુ સાથે પડતાં મૂક્યાં છે.
૩૩
રહીમ
(૧૬મી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું “ધ સોઝ ઓફ રહીમ' (૧રહીમનાં ગીતો’) પુસ્તક રજુ કરું છું. અત્યાર સુધી મારી યાદીમાંથી એ પુસ્તક બહાર રાખ્યું હતું, પરંતુ હવે વધુ લાંબે વખત હું તેને બાતલ રાખી શકું તેમ નથી. તે મુસલમાન હતો, પરંતુ તેણે પોતાનાં ગીતે હિંદીમાં લખ્યાં છે. તેથી મુસલમાનોને તે ગમતું નથી. અને તે મુસલમાન હતા એટલે તેનાં ગીતે હિંદુઓને ગમતાં નથી, હું એક જ એ માણસ છું જે તેનો આદર કરે છે. તેનું આખું નામ રહીમ ખાન ખાન હતું. તેનાં ગીતે કબીર, મીરા, સહજ અથવા ચૈતન્યનાં ગીતોની સમાન ઊંચાણની તથા ઊંડાણની કક્ષાનાં છે. તેણે પોતાનાં ગીતે હિંદીમાં શા માટે લખ્યાં હશે? મુસલમાન હેઈ, તે ઉર્દૂમાં જ લખી શક્યો હોત; અને ઊર્દૂ હિંદી કરતાં કેટલાય ગણી વધુ સુંદર ભાષા છે. પરંતુ તેણે જાણી જોઈને જ તેમ કર્યું નથી. કારણ કે તેને મુસલમાન ધમધતાને વિરોધ જ કર હતે.
2. lovers and friends.
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૪
સૂફીઓનું THE BOOK '
(બીજી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે હું સૂફીઓનું 'ધ બુક' પુસ્તક રજૂ કરું છું, ઝરથ્રુસ્ર, મીરદાદ, ચુઆંગ ત્ઝ, લા ત્ઝ, જિસસ, અને કૃષ્ણ વિષે વાત કરવામાં હું એટલા બધા ખેંચાઈ ગયા હતા કે, હું તેમના કરતાં વધુ અર્થપૂર્ણ (significant) પુસ્તકોની વાત કરવાની ભૂલી જ ગયા. ખલિલ જિબ્રાનનું ‘The Prophet' ('ધ પ્રૉફેટ') પુસ્તક હું કેમ કરીને ચૂકી ગયો એ જ મને સમજાતું નથી, મને એ વાત હજુ ડંખ્યા કરે છે.
હું અંતિમ કક્ષાનું (ultimate) કહેવાય તેવું સૂફીઓનું “ધ બુક' પુસ્તક કેમ કરીને ભુલી ગયા હોઈશ ! કદાચ તેમાં કશું લખાણ નથી — ફક્ત કોરાં પાનાં જ છે તે કારણે કદાચ હું તેને ભૂલી ગયો હોઈશ. ૧૨૦૦ વર્ષથી સૂફીઓ તે પુસ્તકને ભારે આદરથી વહન કરતા આવ્યા છે : તેનાં પાનાં ઉઘાડીને તેના પાઠ કરતા આવ્યા છે. આપણને નવાઈ લાગે કે તેઓ શાના પાઠ કરતા હશે? તમે કોરા પાન ઉપર તાકીને લાંબા વખત જેઈ રહે તા છેવટે આંખ તમારી પોતાની ઉપર જ પાછી ગુલાંટ મારે (bounce). એ જ ખરો પાઠ (study) છે, એ જ ખરી સાધના (work) છે.
હું ‘ધ બુક' પુસ્તકને કેમ કરીને ચૂકી ગયા? હવે મને કોણ માફ કરશે? એ પુસ્તક તો સૌથી પ્રથમ ઉલ્લેખ કરવા યોગ્ય હતું — છેક છેલ્લે નહિ. એ પુસ્તકને બીજું કોઈ પુસ્તક વટાવી જઈ શકે નહિ (transcend). જે પુસ્તકમાં કશું જ લખાણ નથી, માત્ર
૧૮
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
નસુદ્દીન
શર
શૂન્યતા (nothingness)ના જ સંદેશ છે, તે પુસ્તકને શી રીતે વટાવી જઈ શકાય ?
શૂન્યતાનો અર્થ ખાલીપણું – પોકળપણું નથી – પરંતુ પૂર્ણતા છે. પૂર્વના દેશમાં શૂન્યતાના અર્થ તદ્દન જુદા થાય છે। પૂર્ણતા – ઊભાઈ જતી પૂર્ણતા, જેમાં ઉમેરવાનું કશું બાકી રહેતું નથી. સૂફીઓના એ પુસ્તકના એ સંદેશ છે.
૩૫
નસુદ્દીન
(આઠમી બેઠકના) દશમા તરીકે હું મુલ્લા નસુદ્દીનને રજૂ કર્યું છું. એ (ટુચકાઓ અને કહાણીઓ કહેતી) કોઈ કાલ્પનિક્ર વ્યક્તિ નથી. તે એક અધ્યાત્મજ્ઞાની સૂફી હતા, અને તેમની કબર હજુ પણ અસ્તિત્વમાં છે. પણ તે એવા માણસ હતા કે કબરમાં પોઢસા પોઢયા પણ પોતાની મજાક કરવાની ટેવ ન છોડે. તેમણે (મરતા પહેલાં) જે વસિયતનામું લખી રાખ્યું હતું તેમાં જણાવ્યું હતું કે મારી કબર ઉપરના રાજા તરીકે માત્ર એક બારણું મુકાવવું. તેને તાળું મારવું અને પછી તેની કૂંચી દરિયામાં ફેંકી દેવી |
આ કેવી વિચિત્ર બાબત છે? લેાકો તેમની કબરનાં દર્શને ાય છે. તેઓ એ બારણાની જ પ્રદક્ષિણા કરે છે, કારણ કે ત્યાં બારણું જ છે – દીવાલા નથી. દીવાલે વિનાના એ બારણાને પાછું તાળું મારેલું છે! મુલ્લા નસરુદ્દીન કબરમાં પેઢથા પેઢયા પણ હસ્યા કરતા હશે.
...
નસુદ્દીન જેટલા મૈં કોઈને ચાહ્યા નથી. ધર્મ અને હાસ્યને બેને ભેગાં કરનાર એ એક જ માણસ છે. બાકી બધે તે ધર્મ અને હાસ્ય એકબીજા તરફ અવળું માં કરી પીઠ તરફ પીઠ રાખીને જ રહેતાં
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે' હમેશાં માલૂમ પડે છે. સ્ત્રદીને તેમની દુશ્મનાવટને હટાવી બંનેને એકબીજાનાં સાથી એવાં મિત્ર બનાવ્યાં છે. અને જયારે ધર્મ અને હાસ્ય ભેગાં મળે, જ્યારે ધ્યાન હસવા લાગે અને જ્યારે હાસ્ય ધ્યાન ધરે, ત્યારે એક ચમત્કાર જ સર્જાય – ચમત્કારને પણ દાદો ચમત્કાર!
૩૬
“ધ સૂફીઝ? (નવમી બેઠકના) યા તરીકે હું ઇદ્રીસ શાહ (Idries Shah)ને રજૂ કરું છું. તેમના એક પુસ્તકનું નામ હું દેવાને નથી; કારણ કે, તેમનાં બધાં પુસ્તકો સુંદર છે. એ માણસનાં બધાં પુસ્તકોની હું ભલામણ કરું છું.
પરંતુ તેમનાં બધાં પુસ્તકોમાં એક પુસ્તક બધાંમાં ટેચનું પુસ્તક છે. તેમનાં બધાં જ પુસ્તકો સુંદર છે, એટલે બધાં જ પુસ્તકોનાં નામ દેવાનું મને ગમે; પણ તેમનું પુસ્તક “ધ સૂફીઝ” તે એક નમૂનેદાર હીરો જ છે. “ધ સૂફીઝ” પુસ્તકમાં તેમણે જે પ્રદાન કર્યું છે તે અમાપ્ય છે – અમૂલ્ય છે.
એના જેવી કોઈ સુંદર કૃતિ મારા લેવામાં આવે કે તરત હું તેનું મૂલ્ય સમજી જઈ તેની પ્રશંસા કરવા બેસી જાઉં છું અને એ ખરેખર સુંદર કૃતિ છે. તમે ઇદ્રીસ શાહનું પુસ્તક “ધ સૂફીઝ સમજશો ત્યારે જ હું કહું છું તે વાત પણ સમજવા પામશે.
ઈદ્રીસ શાહે જ પશ્ચિમના દેશ તરફ મુલાં નસ દીનને પણ જાણીતા કર્યા છે. અને એ એમણે કરેલી અમરેલી સેવા છે. પશ્ચિમના દેશોએ એ માટે તેમના હમેશાં આભારી રહેવું પડશે. તેઓ તેને બદલ કદી વાળી શકશે નહિ.
ઈદ્રીત શાહે મુલ્લા નસુદ્દીનના નાના ટુચકાઓને વળી વધુ સુંદર બનાવી આપ્યા છે. એ માણસમાં એ ટુચકાઓનું યથાતથ ભાષાંતર
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
જુનૈદ
કરવાની શક્તિ તે છે જ, ઉપરાંતમાં તેણે તે ટુચકાઓને વધુ સુંદર બનાવી આપ્યા છે – વધુ તીખા બનાવી આપ્યા છે – વધુ સચોટ બનાવી આપ્યા છે. હું તેનાં બધાં પુસ્તકોને મારી યાદીમાં સામેલ કરું છું.
૩૭ જુનૈદ
(આઠમી બેઠકના) છઠ્ઠા તરીકે હું બીજા એક મહાન સૂફી જુનૈદ (Junnaid)ને રજૂ કરું છું. અલ હિલ્લાજ મસૂરના તે ગુરુ હતા. અલ હિલાજ તે જગમશહૂર થઈ ગયા કારણ કે, “અનલ હક (“હું જ એક ખુદા છું') બેલવા માટે ધમધ મુલ્લાએ તેમની હત્યા કરી નાખી હતી. પરંતુ તેથી જુનૈદ ભુલાઈ ગયા. પરંતુ જુનૈદે ઉચ્ચારેલાં થોડાં વાક્યો – થોડાક ટુકડા– જે હજી બચી રહ્યા છે, તે ખરેખર મહાન છે. તે સિવાય તે અલ હિલ્લાજ મન્સુર જેવાના ગુરુ કેવી રીતે થઈ શકે? થોડીક વાર્તાઓ, થોડાક કલામ, થોડાંક નિવેદને ચાલ્યો આવે છે, પણ બધું ટુકડા ટુકડા જેવું વેરવિખેર,
અધ્યાત્મ-જ્ઞાનીઓની એ જ રીત હોય છે. બધું જોડીને આખું એક કરી આપવાની પંચાતમાં તેઓ પડતા જ નથી. તેઓ ફૂલોની માળા બનાવવા બેસતા નથી, તેઓ તે ફૂલને ઢગલો જ વાળ્યા કરે છે. તમારે પછી પસંદ કરવું હોય તે કરી લો!
જુનેદ અલ હિટલાજ મજૂરને કહ્યું હતું કે, તે જે જાણ્યું છે તે મા ઉપર ન લાવતો – મેએ કદી બેલી ન નાખો. “અનલ હક' મોટેથી કદી ન બોલો. બોલવું હોય તે પણ એવી રીતે બેલજે છે જેથી કોઈ સાંભળી ન જાય.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે જે મને ગમ્યાં છે? બધાએ જુનૈદને અન્યાય કર્યો છે. બધા એમ માને છે કે તે પિત (‘અનવ હક') મોટેથી બોલતાં બીતા હતા. પરંતુ એ વાત ખોટી છે. સત્યતત્ત્વને પામવું સહેલું છે. તેને જાહેર કરવું પણ સહેલું છે; પરંતુ તત્ત્વને પિતાના હૃદયમાં જાહેર કર્યા વિના કંડારી રાખવું બહુ અઘરું છે. જેમને તે સાંભળવાની ગરજ હોય તેઓ તમારા અંતરના ઊંડાણ – તમારા મૌન તરફ ભલે આવે. એ કૂવા પાસે પહોંચે તે ભલે તેમાંથી અમૃત-જળ ઉલેચી જાય.
૩૮
મેહેરબાબા (આઠમી બેઠકની જ) સાતમી તરીકે હું એવી વ્યક્તિને રજૂ કરું છું જેને જુનૈદે પોતે ચાહી હોત : મેહેરબાબા! મેહેરબાબાએ ૩૦ વર્ષ સુધી મૌન સેવ્યું હતું. એ તે એક વિકમ જ હતો. મહાવીરે બાર વર્ષ જ મૌન સેવ્યું હતું. મેહેરબાબાએ મહાવીરને તે વિકમ તેડી નાખ્યો હતે... ત્રીસ વર્ષ સુધી મૌન સેવવું. તે પોતાના હાથ વડે થેડી નિશાની કરતા – જેમ હું બોલતી વખતે પણ કરું છું. કેટલીક વાતે બોલવા કરતાં નિશાનીઓ વડે જ બતાવી શકાય છે. મેહેરબાબાએ શબ્દોને ત્યાગ કર્યો હતો પણ નિશાનીઓને ત્યાગ નહોતો કર્યો. તેમણે નિશાનીઓને પણ ત્યાગ નહોતે કર્યો એ આપણ સૌનું સદભાગ્ય છે. તેમના અંતરંગ સાથીએએ- શિષ્યોએ એ નિશાની
ને અર્થ કરીને –સમજીને તેમના મંતવ્યોનું એક પુસ્તક તૈયાર કર્યું છે. મેહેરબાબાના ત્રીસ વર્ષના મન પછી તેમના મંતવ્યોને જે પુસ્તક પ્રસિદ્ધ થયું છે તેનું નામ વહુ વિચિત્ર આપવામાં આવ્યું છે– “ગડ સ્પીકસ) (“ઈશ્વર બેલે છે'). અને એ પુસ્તકને એ જ નામ આપવું ઘટે પણ છે.
મેહેરબાબા મૌનમાં જ જીવ્યા અને મનમાં જ મર્યા. તે કદી બોલ્યા ન હતા. પરંતુ તેમનું મૌન જ તેમનું નિવેદન, તેમને આવિષ્કાર,
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
ઓમર ખય્યામ રુબાયત
તેમનું મહાગીત હતું. તેથી તેમના પુસ્તકને “ગૉડ સ્પીકસ' નામ આપ્યું છે તે સર્વથા સમુચિત છે. એક ઝેન પુસ્તકમાં કહ્યું છે કે, “કૂલે કદી બોલતા નથી.” પરંતુ તે ધરાર ખોટી વાત છે. ફૂલ ભો અંગ્રેજી ભાષામાં, જાપાનીઝ ભાષામાં કે સંસ્કૃત ભાષામાં નહી
લતાં હોય; પણ તેઓ કૂલોની પિતાની ભાષામાં જરૂર બોલે છે. હું તે વાત બરાબર જાણું છું, કારણ કે મને સુગંધની એલર્જી છે. મને માઈલો દૂરથી કુલ બોલતું હોય તે સંભળાય છે. એટલે હું મારા પિતાના અનુભવની વાત જ કરું છું. એ રૂપકની ભાષા નથી. હું ફરીથી કહું છું કે ફૂલ બોલે છે, પરંતુ પોતાની ખાસ એવી ફૂલની ભાષામાં. તેથી “ઈશ્વર બોલે છે” એ નામ ગમે તેવું વિચિત્રા લાગે. પણ મેહેરબાબાની બાબતમાં તે તદ્દન સાચું છે. તે કંઈ પણ બોલ્યા વિના ઘણું બોલી ગયા છે.
૩૯ એમર ખય્યામ : રુબાયત (બીજી બેઠકના) છઠ્ઠા પુસ્તક તરીકે હું એમર ખય્યામનું રુબાવત’ પુસ્તક રજૂ કરું છું. મારી આંખમાં આંસુ આવી જાય છે. બીજું કાંઈ ભૂલી જવા માટે હું સૌ કોઈની માફી માગી શકું, પરંતુ એમર ખય્યામની “રૂબાયત ગણાવવાનું હું ભૂલી ગયો તે બદલ હું મારી જાતને કદી માફી બક્ષી નહિ શકું. હું માત્ર રુદન કરી શકું – વિલાપ કરી શકું. હું મારાં આંસુથી જ ક્ષમા માગી શકું – શબ્દોથી હરગિજ નહિ.
“બાયત... દુનિયામાં સૌથી વધુ વંચાતું પરંતુ સૌથી વધુ ખોટા અર્થમાં લેવાતે ગ્રંથ છે. તેના (શાબ્દિક) ભાષાંતરને જે અર્થ નીકળે
૧. કઈ વસ્તુ ખાવાથી, પીવાથી, સ્પર્શવાથી કે સુંઘવાથી કોઈ ' કેઈ લોકોને રાગ જેવું – ફેલા જેવું થઈ આવે છે. તે માણસોને તે વસ્તુની
• એલજી' છે એમ કહેવાય. - સ
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે- જે મને ગમ્યાં છે' તે અર્થમાં તે સમજાય છે, પરંતુ તેને જે ભાવ છે – spirit છે – તે અર્થમાં તે બિલકુલ સમજવામાં આવતું નથી. ભાષાંતરકાર તેને મૂળ ભાવ પિતાના ભાષાંતરમાં લાવી શક્યો નથી. “રુબાવત’ રૂપકની ભાષામાં લખાયેલ ગ્રંથ છે, ત્યારે તેને ભાષાંતરકાર સીધે સાદો અંગ્રેજ છે.
રૂબાયતમાં શરાબ અને સુંદરીની વાત સિવાય બીજું કાંઈ નથી. તે શરાબ અને સુંદરીનાં જ ગીત ગાય છે. તેના ભાષાંતરકારો - અને તે ઘણાબધા છે – તે બધા જ બેટો અર્થ કરી બેઠા છે. કારણ એટલું જ છે કે ઓમર ખય્યામ સકી – અધ્યાત્મજ્ઞાની – “તસાવફ” ('Tasawuf') વાળ માણસ હતો. જ્યારે તે સ્ત્રી વિષે વાત કરે છે, ત્યારે ખરી રીતે તે ઈશ્વર વિષે વાત કરતો હોય છે. સૂફીઓ ઈશ્વરને એ રીતે સંબોધે છે... પ્રિયતમા, એ મારી પ્રિયતમા!'.. તેઓ ઈશ્વરને નારીજાતિવાચક શબ્દથી સંબોધે છે, એ હંમેશા ધ્યાનમાં રાખવું.
આખી માનવજાત ઇતિહાસમાં કોઈએ ઈશ્વરને સ્ત્રી તરીકે સંબોધ્યાને બીજો કોઈ દાખલો નહિ મળે. સૂફીઓ ઈશ્વરને પ્રિયતમા તરીકે જ સંબોધે છે.
અને શરાબ એ તે પ્રિયતમ પ્રિયતમાને મળે ત્યારે જે વાત બને તેનું નામ છે. તેને દ્રાક્ષના આસવ સાથે કશી લેવાદેવા નથી. પ્રેમી પ્રેમિકાને મળે, શિષ્ય ગુરુને મળે, સાધક પિતાના સાધ્યને પામે, ત્યારે જે ઊભરો આવે છે, જે ઉન્માદ થાય છે, જે રૂપાંતર થાય છે, તેનું જ નામ “શરાબ” છે.
બાયત” ખોટી રીતે જ સમજવામાં આવી છે, તે કારણે જ હું તેને યાદીમાં સામેલ કરવાનું ચૂકી ગયો હઈશ.
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૦ વિધર્મ
હું અત્યાર સુધી (બીજી બેઠકનાં ચાર પુસ્તકો ગણાવ્યા સુધી) “બોધિધર્મના શિષ્યએ કરેલી નધિ' (“ધ નટ્સ ઑફ ધ ડિસાઈપલ્સ ઓફ બોધિધર્મ') પુસ્તકનો ઉલ્લેખ કરવાનું પણ ભૂલી ગયો હતો. જ્યારે જ્યારે હું ગૌતમ બુદ્ધ વિશે વાત કરું છું ત્યારે હું બોધિધર્મને હમેશાં ભૂલી જાઉં છું. કદાચ તેમના ગુરુ બુદ્ધ વિશે કહેવામાં તે આવી ગયા એમ મને લાગતું હશે. પણ નહિ! એ ખોટું છે. બોધિધર્મ તે પોતાના પગ ઉપર જ ઊભેલા માણસ છે. તે અલબત્ત બુદ્ધના મહાન શિષ્ય હતા – એટલા બધા મહાન કે તેમના ગુરુને જ તેમની ઈર્ષા આવે!
બોધિધમેં પોતે તો એક શબ્દ પણ લખ્યો નથી. પરંતુ તેમના કેટલાક શિષ્યોએ – જેમણે પોતાનાં નામ પણ જાહેર થવા દીધાં નથી – તેમણે બોધિધર્મના કેટલાક શબ્દોનું ટાંચણ કરી લીધેલું. એ ટાંચણ પણ બહુ થોડું જ છે; પરંતુ એ “થોડું' પણ કોહીનૂર હીરા જેટલું કીમતી છે. “કોહીનૂર’ શબ્દનો અર્થ “વિશ્વનું નૂર’ – વિશ્વની જ્યોતિ એવો થાય. નૂર એટલે જતિ – પ્રકાશ. અને કહી એટલે વિશ્વ – જગત. મારે કોઈ વસ્તુની “કોહીનૂર’ કહીને પ્રશંસા કરવી હોય તે બોધિધર્મના અનામી રહેલા શિષ્યોએ કરી લીધેલા ટાંચણની જ કરું.
(કમ-દોષ વહોરીને બાકી રહી ગયેલું એ પુસ્તક અહીં ઉમેરી લીધું છે. ખરી રીતે તેનું સ્થાન બૌદ્ધધર્મનાં પુસ્તકો સાથે હોવું જોઈતું હતું. – સં૦)
૬૫
૫૦- ૫
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૧ જરથ્રુસ્ર
જર્મન ગાંડા ફિલસૂફ નિત્શેએ બીજું કાંઈ લખ્યું ન હોત, અને માત્ર 'ધસ સ્પેક ઝરણુષ' એકલું જ પુસ્તક લખ્યું હાત, તે પણ તેણે આખી માનવજાત ઉપર મેટો ઉપકાર કર્યો હાત – તેની માટામાં માટી સેવા બજાવી હોત. કોઈ માણસ પાસેથી એથી વધુની અપેક્ષા રાખી જ ન શકાય. કારણ કે ઝરણુજી લગભગ ભુલાઈ જ ગયા હતા; નિત્શેએ જ તેમને પાછા આણ્યા – તેમને નવા જન્મ આપ્યો – તેમનું પુનરુત્થાન કર્યું એ પુસ્તક ભવિષ્યનું બાઇબલ બની રહેવાનું છે,
એમ કહેવાય છે કે, ઝરથ્રુસ્ર જન્મ્યા તે વખતે જ ખડખડાટ હસી પડયા હતા. તરત જન્મેલું બાળક ખડખડાટ હસે ? બહુ તે મધુર સ્મિત જેવું કરે. પરંતુ ખડખડાટ હસે ? હસે તાપણ શાના ઉપર હસે ? કારણ કે હસવા માટે કંઈ અનુષંગ – કંઈ નિમિત્ત જોઈએ. તે બાળક ઝરણુસ્ર કની – શાની – મજાક કરતા હસી પડયા હશે વારુ? આ આખા વિશ્વરૂપી મજાક ઉપર – આખા અસ્તિત્વરૂપી મજાક ઉપર તે હસી પડયા હતા.
So
ઝરથ્રુસ્ર તેમના જન્મ ટાણે હસ્યા હતા. પરંતુ એ તે શરૂઆત જ હતી. પછી તે આખી જિંદગીભર તે હસતા જ રહ્યા હતા. તેમનું આખું જીવન એક હાસ્યરૂપ જ હતું.
તાપણ લાકો તેમને છેક જ ભૂલી ગયા હતા. અંગ્રેજોએ તા તેમનું નામ પણ બદલી નાખ્યું હતું. તેઓ તેમને ઝોરોસ્ટર (Zoroaster) કહેતા. કેવા ભયંકર ઉચ્ચાર ! ગરથ્રુસ્ર શબ્દમાં ગુલાબની
F
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
જરથુસ્ત્ર
પાંખડીની મધુરતા છે, ત્યારે “ઝોરેસ્ટર’ શબ્દ તે જાણે કોઈ ભયંકર યાંત્રિક હેનારત જેવો લાગે છે. ઝરથુસ્ત્ર પતે જ પિતાનું નામ ‘ઝોરોસ્ટર’ થયેલું જોઈ હસ્યા હશે. ફ્રેડરિક નિએ તેમને જાહેરમાં આણ્યા તે પહેલાં તે ભુલાઈ જ ગયા હતા, અને ભુલાઈ ગયા હોય તે તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે?
કારણ કે, મુસલમાનોએ ઝરથુસ્ટના બધા અનુયાયીઓને બળાત્કારે વટલાવીને મુસલમાન બનાવી દીધા હતા. ડાક – બહુ થોડા –લોકો
ભારતમાં નાસી છૂટયા. અને ભારત સિવાય બીજે જાય પણ કયાં? 'કારણ કે, ભારતમાં કોઈ પાસપોર્ટ કે વિસા વિના કોઈ માણસ વિના કશી રોકટોક પ્રવેશ કરી શકે છે. મુસલમાન હત્યારાઓના હાથમાંથી બહુ થોડા જ ઝરથુસ્ત્રના અનુયાયીઓ નાસી છૂટયા હતા. ભારતમાં તેઓની સંખ્યા લાખેક જેટલી જ છે. - હવે લાખ જેટલા માણસેના ધર્મ કે પંથની કોણ પંચાત કરે ? – અને તે લાખ જેટલા પણ માત્ર ભારતમાં જ છે અને તે પણ મોટે ભાગે એક મુંબઈ શહેરમાં કે તેની આસપાસમાં જ. એ લોકો પણ ઝરથુષ્યને ભૂલી જ ગયા છે. તેઓને હિંદુઓ સાથે સમાધાન કરીને જ જીવવાનું હતું. આમ તેઓ કૂવામાંથી નાસી છૂટી પાછા ખાઈમાં જ પડ્યા છે – વધુ ઊંડી ખાઈમાં. કારણ કે સાચો રસ્તો વચ્ચે જ છે - બુદ્ધ તેને “મધ્યમ માર્ગ” કહેતા. બરાબર વચ્ચે જ સાચે માર્ગ હોય – દેરડા ઉપર ચાલનારો જેમ વચ્ચે જ ચાલે છે
. તેમ..
નિશેની મોટામાં મોટી સેવા આધુનિક જગતમાં ઝરણુજીને પાછા લાવવાને લગતી છે. તેની મોટામાં મોટી કુનસેવા એડલ હિટલર છે. નિટશે એમ સેવા અને કુસેવા એમ બંને કામ કર્યા છે. જોકે એડોલફ હિટલર માટે નિર્શને જવાબદાર ન કહી શકાય. નિના
2. murderers.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
F
‘સુપરમૅન ’ (‘સર્વોચ્ચ માનવ')ના સમજ્યા તેમાં નિત્શેના શો વાંક?
હું ‘ધસ સ્પેક ઝરથ્રુસ્ર’ પુસ્તકને ચાહું છું. હું બહુ થોડાં પુસ્તકોને ચાહું છું. હું તેમને આંગળીને વેઢે ગણાવી શકું. ‘ધસ સ્પેક ઝરથ્રુસ્ર' તે પુસ્તકોમાં પ્રથમ છે.
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’ સિદ્ધાંતને હિટલર 'ખોટી રીતે
૪૨
લાએ ત્સુ(સે)
6
પહેલી બેઠઠને અંતે ઓશો રજનીશજીએ ધક્સ સ્પેક ઝરથ્રુસ્ર પુસ્તકની વિસ્તારથી રજૂઆત કરી બતાવ્યા બાદ બાકીનાં નવ પુસ્તકો આંગળીને વેઢે ગણી બતાવતા હાય તેમ માત્ર નામ દઇને ગણી બતાવ્યાં હતાં. તેમાં પાંચમા પુસ્તક તરીકે લા ઝુના પુસ્તક · તા તે ચિંગ'નું નામ ઉલ્લેખ્યું હતું. ‘ તા' એ ચીનના પ્રાચીન પરંપરાગત ફિલસૂફીના સિદ્ધાંતનું નામ છે. પરમ તત્ત્વ કે જે પ્રાપ્ત કરવા માનવમાત્રે પ્રયત્ન કરવાના છે, તથા તે પ્રાપ્ત કરવાના માર્ગ અે સાધના તે સિદ્ધાંત વર્ણવી બતાવે છે. તે અદ્વૈત વેદાંતને મુખ્ય બાબતમાં મળતા આવતા સિદ્ધાંત છે. લા ત્બુએ (સમય ઈ. સ. પૂર્વે ૬૦૪ – ૫૩૧)૧ એ સિદ્ધાંત અંગે ઉપર ઉલ્લેખેલું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકની બાબતમાં તથા તા સિદ્ધાંત અંગે રજનીશજીએ મેાટા ગ્રંયા ભરીને વક્તવ્ય કરેલું છે. પરંતુ તેમની પ્રસ્તુત બેઠકો દરમ્યાન તેમણે બંને વિષે કંઈ વિશેષ રજૂઆત કરી નથી, લાએન્ડ્રુ વિષે તેમણે ચીનના જાણીતા સ્મૃતિકાર કૉન્ફશિયસ વિષે રજૂઆત કરતાં તે બેની સરખામણી કે તે બે વચ્ચેનું અંતર બતાવવા જે ઉલ્લેખા કર્યા છે તે નીચે મુજબ છે .
---
૧. આ સમય નિશ્ચિત થઈ શકચો નથી, એમના સમચતી ખાબતમાં
કલ્પનાએ. જ કરાય છે.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
કાઓ જુસે)
મને કોન્યુશિયસ જરા પણ ગમતું નથી; તથા તે મને ગમતે નથી તે કારણે મેં કેઈ અપરાધ કર્યો હોય એમ પણ હું માનતો નથી. કૉશિયસ અને લાઓ ઝુ એ બંને સમકાલીને હતા. લાઓ જુ કૉન્ફશિયસથી ઉંમરમાં કંઈક મોટા હશે.
કૉન્ફશિયસ એક વખત લા ન્યુને મળવા પણ ગયો હતો, પરંતુ પૂજતે ધૂને પરસેવાથી રેબઝેબ થતે પાછો દોડી આવ્યો હતો. કોન્ફશિયસના શિષ્યોએ તેને પૂછ્યું પણ ખરું કે, “શું થયું? શું થયું? ગુફામાં તમે બે જણા જ હતા, ત્રીજું કોઈ ન હતું; તે પછી આટલા બધા “જો છો કેમ?”
કૉન્ફશિયસે જવાબ આપ્યો કે, “ત્રીજે કઈ એ જેનારે સારી ન હતો તે સારું થયું. પેલે માણસ (વા જુ) તે રાક્ષસ છે, રાક્ષસ. તેણે તે મને મારી જ નાખે હેત; પણ હું નાસી છૂટ્યો.”
કૉન્ફશિયસે સાચું જ કહ્યું હતું. લાઓ — જે માણસ ખરેખર તમને મારી જ નાખે - તમારા નો જન્મ ઘડવા, તમારું પુનરુત્થાન કરવા. કૉન્ફશિયસ પોતાના ઉમરણ'માંથી નાસી છૂટયો ન હતો, પરંતુ પોતાના પુનરુત્થાનમાંથી ભાગી આવ્યો હતો. જે મરવા તૈયાર ન થાય તેનું પુનરુત્થાન થવું – પુનર્જન્મ થ અશક્ય છે.
લાઓ ને મેં પસંદ કર્યા છે – હંમેશને માટે. કૉન્ફશિયસ સામાન્યમાં સામાન્ય કોટીને - આ દુનિયાનો માણસ હતો. તે ઇંગ્લેન્ડમાં નહેતે જન્મે એ જ નવાઈની વાત છે. તે દિવસમાં ઇંગ્લેન્ડ તદ્દન જંગલી જેવો જ દેશ હત; મૂલ્યવાન એવું કશું તેની પાસે ન હતું.
કૉન્ફશિયસ એક રાજકારણી માણસ હતો, લુર તથા હેશિયાર. પરંતુ બુદ્ધિમાન જરાય નહિ; નહિ તો તે લાએ જુને ચરણે જ પડયો હોત, તેમની પાસેથી નાસી છૂટયો ન હોત. તે લાઓ જુથી બીજે ન હતો, પણ શૂન્યાવસ્થાથી બન્યો હતો. કારણ કે વાઓ — એટલે જ શૂન્યાવસ્યા.
૨. dragon. (ચીનમાં એ નામ પ્રસિદ્ધ છે.)
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
છે.
“પુસ્તકે - જે મને ગમ્યાં છે”
કોન્ફશિયસે રાડ પાડીને પોતાના શિષ્યોને કહ્યું, “શૂન્યાવસ્થા? ચૂપ મરે? શૂન્યાવસ્થા તો કબરમાં પોઢશો ત્યારે જ મળશે. જીવન દરમ્યાન વળી શૂન્યાવસ્થા કેવી? જીવનમાં ઘણું ઘણું કરી જવાનું છે.”
હવે તમે સમજી શકશો કે મને તે શાથી ગમતો નથી. લા ન્યુ જેવા મહાનમાં મહાન માણસ પાસે પહોંચ્યા પછી તે પાછો ફર્યો ! મને તેને માટે રડવું આવે છે.
જોકે કૉન્ફશિયસનાં પુસ્તકોમાંથી એક અગત્યનું પુસ્તક “ધ એનેલેકટ્સ' (The Analects) હું આ યાદીમાં ઉમેરી લઉં છું - નિષ્પક્ષતા દાખવવા ખાતર.
તે પુસ્તકને હું વૃક્ષનાં મૂળિયાંની ઉપમા આપું – તદ્દન કદરૂપાં પણ અતિ આવશ્યક ! એ પુસ્તકમાં કૉન્ફશિયસે દુનિયા અને દુનિયાદારીની ઘણી વાતો કરી છે.
ચુઆંગ બ્લ્યુ આઓ જુની માફક ઓશો રજનીશજીએ ચુઆંગ જી તથા તેમના પુસ્તક “ધ રેબલ્સ ઑફ ચુઆંગ ઝુ’ વિષે પ્રસ્તુત બેઠકો દરમ્યાન સીધું વક્તવ્ય કર્યું નથી, પરંતુ લીન યુટાંગ નામના ખ્રિસ્તી થઈ ગયેલા ચીની લેખકના પુસ્તક “ધ વિઝડમ ઓફ ચાયનાની (૧૪મી બેઠકના બીજા પુસ્તક તરીકે) રજૂઆત કરતી વખતે તેની ટીકા કરતાં એ પુસ્તક વિષે કંઈક વક્તવ્ય કર્યું છે, તે નીચે મુજબ
લીન યુટાંગમાં લખવાની આવડત સારી અને પુષ્કળ છે એટલે તેને ચીનના જ્ઞાનીઓ વિશે તથા જ્ઞાન વિશે પુસ્તક લખી નાખ્યું છે. પરંતુ તે લાઓ — વિષે કંઈ જ જાણતું નથી, જેમનામાં ચીન દેશના એકલાને જ જ્ઞાનને નહિ, પરંતુ આખી દુનિયાના જ્ઞાનને
૩. ૧૧ મી બેઠકમાં બીજા પુસ્તક તરીકે,
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
ચુઆંગ જુ અર્ક ભરેલું છે. અલબત્ત, તે લા તુનાં થોડાં વાક્યો પોતાના પુસ્તકમાં ટાંકે છે, પણ તે એવાં વાક્યો છે કે જે તેના ખ્રિસ્તી ઉછેર સાથે સુસંગત હોય. બીજા શબ્દોમાં કહીએ તે તે વાક્યો લાઓ —ને સિદ્ધાંત રજૂ કરતાં જ નથી.
લીન યુટાંગ પોતાના પુસ્તકમાં ચુઆંગ જુનાં જે વાક્યો ટાંકે છે, તે વાક્યો તર્કસંગત લાગતાં પસંદ કરેલા વાક્યો જ છે. પરંતુ શુઆંગ — બિલકુલ તર્કસંગત હતા જ નહિ; તે તો તર્કની પાર ગયેલા માણસ હતા. દુનિયામાં તર્કવિસંગત એવો કોઈ માણસ
હતા.
ચુઆંગ ઝુ તો મારા પ્રેમનું એક પાત્ર છે; અને જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે તેને માટે કંઈ કહેવાનું આવે ત્યારે આપણે મર્યાદા ઓળંગી જઈને અતિશયોક્તિ જ કરવાના કે મને તેમાં કશી અતિશયોક્તિ લાગતી નથી. ચુઆંગ જુએ લખેલી એક દષ્ટાંતકથા માટે હું તેમને આખી દુનિયાનું રાજ્ય બક્ષી દઉં... અને તેમણે તો સેંકડો તેવી કથાઓ લખી છે. તેમની એક એક કથા (બાઈબલના) “સરમન ઓન ધ માઉન્ટ” જેટલી મૂલ્યવાન છે.” “સોન્ગ ઑફ સોલોમન” અને “ભગવદ્દગીતા” જેટલી! દરેક કથા મહત્વની વસ્તુ એવી સુંદર રીતે રજૂ કરે છે કે તેની બીજા કશા સાથે તુલના જ ન કરી શકાય.
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
સેસન પરંતુ આ શું? આ વળી કેવી મજાક છે? આ ચીની ઋષિ મારા બારણા ઉપર ઠોક શા માટે પાડયા કરે છે? મારા અંતર ઉપર ઠેક પાડે એ બારણા ઉપર જ ઠેક પાડ્યા કહેવાય ને? આ અધ્યાત્મશાનીઓને તે ભારે જુલમ હેય છે. તેઓ સમય અને સમયની પંચાતમાં પડયા વિના ફાવે ત્યારે આવીને ઊભા રહે છે. એટિકેટ કે શિષ્ટાચાર જેવું તેઓ કાંઈ માનતા જ નથી! અને આ ચીની ફષિ શા માટે ઠોક પાડયા કરતા હતા? તે એમ પૂછવા માગતા હતા કે બે બેઠકોમાં થઈને ૨૦ પુસ્તકો ગણાવી દીધાં હોવા છતાં હજુ તેમના ગ્રંથનું પુસ્તકનું નામ મેં કેમ લીધું નથી?
ભલા ભગવાન. તેમની વાત કરી જ છે. પરંતુ મેં તેમના પુસ્તકનું નામ મારી યાદીમાં નથી લીધુ તેનું કારણ એટલું જ છે કે, તેમાં બધું જ આવી જાય છે. એટલે તેમના પુસ્તકને યાદીમાં ઘઉં એટલે પછી નામ લેવા જેવું બીજુ કોઈ પુસ્તક સૂઝે જ નહીં. સેસન સ્વયં-સંપૂર્ણ વ્યકિત છે- તેમણે કહેવા જેવું કશું જ બાકી રાખ્યું નથી, તેમના પુસ્તકનું નામ છે“HSIN HSiN MiNG' (‘સીન ર્સીન મિગ')..
ઠીક, તો સેસનજી હું આપનું પુસ્તક (ત્રીજી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે લઈ લઉં છું. શરૂઆતમાં જ તેને પ્રથમ તરીકે જ લેવું
૧. રજનીશજી અહીં ટકેર કરતા જાય છે કે HsiN નો ઉચ્ચાર અંગ્રેજી SIN – અથોત પાપ જે ન કરતા. પરંતુ ચાઈનીઝ ઉચ્ચાર શ થાય એ તો આપણે કલ્પી લેવાનું જ રહે છે. - સ.
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
સેસન
છે. અમિતા કસક જ ગણાવી છે
જોઈતું હતું. પરંતુ મેં અત્યાર અગાઉ વીસેક પુસ્તકો ગણાવી દીધાં જ છે તેને કંઈ વાંધો નહીં – તમારું પુસ્તક પ્રથમ ન ગણાવ્યું હોય તે પણ પ્રથમ જ છે – અગ્રિમ (foremost) જ છે.
“સીન સીન મિગ” એટલું બધું નાનું પુસ્તક છે કે, ગુજએફ (Gurdjieff) udlal yadsej aid 'All and Everything' (“સમસ્ત અને પૂર્ણ?) આપે છે તે જોઈ સેસન હસી પડત. કારણ કે, એ નામ તેમના પુસ્તકને લાગુ પડતું હોઈ ગુજએકને પોતાનું વક્તવ્ય કહી દેવા માટે હજાર હજાર પાન ભરવાં પડ્યાં છે. ત્યારે સેસનનું પુસ્તક તો આપણા ડાબા હાથના પંજા ઉપર જ પૂરું લખી શકાય તેટલું નાનું છે. તે પુસ્તકનું દરેક વાકય ગુજએફનાં સે વાક્યો કરતાં વધુ વેધક છે વધુ અર્થપૂર્ણ (significant) છે.
સેસનનું પુસ્તક “ઈશોપનિષદ’ જેટલું નાનું છે–પરંતુ વધારે અર્થપૂર્ણ – વધારે મહત્વનું છે. જોકે આમ કહેતી વખતે મારું હૃદય ભાગી પડે છે. પરંતુ શું કરું? સેસન જીતી જાય છે, અને ઈશપનિષદને હરાવી જાય છે. ઈશોપનિષદ હારે છે તેથી તેમજ સેસનનું પુસ્તક જીતી જાય છે તેથી મારી આંખમાં આંસુ આવી જાય છે,
સેસનનું પુસ્તક એટલું બધું સુંદર છે. તેને દરેક શબ્દ સેનાને છે. એમના પુસ્તકમાંથી એક પણ શબ્દ મને જડતો નથી જેને રદ કરી શકાય. દરેક શબ્દ તત્ત્વ અર્થાત્ સત્યને પ્રગટ કરવા માટે જોઈએ તે જ મુકાયો છે. પિતાનું પુસ્તક લખતી વખતે સન જાણે તર્કસંગતતાનો અવતાર બની રહ્યા હશે.
મેં “સન સીન કિંગ' પુસ્તક વિશે ઘણું વક્તવ્ય કરેલું છે, અને એ પુસ્તક વિશે બોલવાનું મને જેટલું ગળ્યું છે તેટલું બીજા કોઈ
૨. રજનીશજી આ ઠેકાણે ડાબા અને જમણાની બાબતમાં ટીકા કરતા જાય છે. તે એમ કહે છે કે, કેઈના હૃદયમાં પેસવા માટે ડાબી બાજી જ સાચી બાજુ છે. તેથી સ્ત્રીને પણ “વામા કહેવામાં આવે છે. - ૩, tremendously logical,
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે?
પુસ્તક વિશે ગમ્યું નથી. સેસન વિશે બોલતી વખતે જ મારા વક્તવ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પળ વ્યતીત થયેલી મને લાગી છે. સેસન વિશે બોલવું અને મૌન રહેવું એ બંને વાની સાથે જ થાય છે. કારણ કે સેસન વિષે સમજતી આપવી હોય તો તે મૌન રહેવાથી જ આપી શકાય. સેસન શબ્દોના નિષ્ણાત ન હતા, તે તો મૌન – મૂકતાના નિષ્ણાત હતા. તે ઓછામાં ઓછું બેલ્યા છે.
PISY 24 : GURDJIEFF' (૧૨ મી બેઠકના) પાંચમા પુસ્તક તરીકે હું ગુજએફનું “મહાત્માedial arzial' (Meetings with Remarkable Men) પુસ્તક રજૂ કરું છું. એ એક મહાન ગ્રંથ છે. ગુજએક આખી દુનિયા ઉપર ફરી વળ્યા હતા – ખાસ કરીને મધ્ય પૂર્વના દેશમાં અને ભારતવર્ષમાં. તે તિબેટ સુધી પણ જઈ પહોંચ્યા હતા, એટલું જ નહિ પણ માજી દલાઈ લામાના શિક્ષક (teacher) તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.
ગુજએફે આ પુસ્તક, પોતે પોતાના જીવનકાળ દરમ્યાન જે જે મહાપુરુષોને મળ્યા હતા, તે તમામને આદરપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરવા રૂપે જ લખ્યું છે સૂફીઓ, ભારતીય અધ્યાત્મજ્ઞાનીઓ. તિબેટના લામાઓ, જાપાનના ઝેન સાધુ – એ સ એમાં આવી જાય છે... પણ મારે તમને કહી દેવું જોઈએ કે તેમણે ઘણા મહાપુરુષ સાથેની મુલાકાતને આ પુસ્તકમાંથી બાતલ રાખી છે. માત્ર એ કારણે કે એ ચોપડીને બજારની જરૂરિયાત મુજબ નાની કરવાની હતી. હું એવી બજારની જરૂરિયાતોને પ્રાધાન્ય આપતે નથી, એટલે કહી શકું છું કે તેમણે ઘણા અગત્યના મહાપુરુષ સાથેની મુલાકાતને એમની ચોપડીમાંથી પડતી મૂકી છે.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૫
ગુએફ
આ પુસ્તક માત્ર “વાંચવા માટેનું પુસ્તક નથી. એનો તે ઊંડે અભ્યાસ કરવો જોઈએ – “પાઠ” કરવો જોઈએ. અંગ્રેજી ભાષામાં હિંદી શબ્દ “પાઠ’ માટે કોઈ ઉચિત શબ્દ નથી. કોઈ વસ્તુનો “પાઠ” કરે એટલે તે એક જ વસ્તુને આખી જિંદગી સુધી રોજ વાંચ્યા કરવી. માત્ર “વાંચ્યા કરવી” એમ કહીએ તેથી પણ કશો અર્થ સરતો નથી – ખાસ કરીને પશ્ચિમના દેશોમાં, જ્યાં કાગળનાં પૂઠાં વાળી (paperback) ચોપડીઓ વાંચીને ફેંકી દેવામાં આવે છે યા તે રેલવે ટ્રેનમાં જયાં બેઠા હોય તે બેઠક ઉપર જ પડતી મૂકવામાં આવે છે. “પાઠ કરવો’ એટલે ઊંડો અભ્યાસ કરવો એવો અર્થ પણ નથી થતું. કારણ કે, "અભ્યાસ કરે એટલે શબ્દ કે શબ્દોનો અર્થ સમજવા એકાગ્ર થઈને પ્રયત્ન કરવો એટલે જ અર્થ સમજાય. પરંતુ પાઠ’ વસ્તુ માત્ર વાચન કે અભ્યાસ કરતાં ક્યાંય વધારે છે – જુદી છે. પાઠ કરે એટલે એક જ વસ્તુનું આનંદપૂર્વક પુનરાવર્તન કરવું - એટલા બધા આનંદપૂર્વક કે એ વસ્તુ તમારા અંતરમાં ઊંડી ઊતરી જાય – તમારા પ્રાણરૂપ – શ્વાસોચ્છવાસરૂપ બની જાય. એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી પણ ખર્ચી નાખવી પડે અને સાચી ચોપડીઓ – ગુજએફની “મહાત્માઓને સત્સંગ' જેવી ચોપડીઓ સમજવી હોય તે એમ જ કરવું પડે.
ગુજએફના પુસ્તકમાં કાલ્પનિક મુલાકાતે કે મહાત્માઓની વાત નથી. એક અમેરિકન લેખકે “ડૉન જુઆન” (Don Juan) નામના કાલ્પનિક પુરુષની વાત લખી છે પણ એમ કરીને તેણે માનવજાતની મહાન કુ સેવા જ કરી છે. કારણ કે, આધ્યાત્મિક બાબતમાં કલ્પનાને જરા પણ છૂટોદર આપવાને ન હોય, તેમ કરવાથી ઊલટું માણમાં એ બેટો ખ્યાલ બેસી જવાનો સંભવ છે કે આધ્યાત્મિક બાબતની લોભામણી વાતે માત્ર કલ્પનાઓ જ હોય છે. ગુજએફે તો સાચા મહાપુરુષોની જ વાત લખી છે. તે ચેપડીમાં નિરૂપેલા
1. Carlos Castaneda.
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
પુસ્તકો-જે મને ગમ્યાં છે? કેટલાક મહાત્માએ તે હજુ જીવે છે અને તેમાંના કેટલાકને તે હું પિતે જ મળી આવ્યો છું, ગુજએકે પોતાની પડીમાં જેમને પડતા મૂક્યા છે, તે મહાત્માઓને પણ હું મળ્યું છું અને તેમણે ગુજએફ સાથે થયેલી મુલાકાતની વાતને ટેકો આપે છે.
બજારને અનુકૂળ થવા ગુજિએફે એ બધાને પડીમાંથી પડતા મૂકવાની જરૂર નહોતી. ગુજએક પિતે એક સમર્થ માણસ હતા. તેમને વળી બજારની પંચાતમાં પડીને ખરેખર અગત્યની કહેવાય એવી મહાપુરુષ સાથેની મુલાકાતને પિતાની પડીમાંથી પડતી મુકવાની હેય ખરી? એટલે એમનું પુસ્તક એટલા પૂરતું અધૂરું છે. છતાં તે અતિ મૂલ્યવાન પુસ્તક છે.
આફસ્પેન્ઝી (Ouspensky) નામના લેખકે પોતે આદરેલી પરમગુરુની શોધ અંગે એક પુસ્તક લખ્યું છે. તે માટે એ આખી દુનિયામાં ફરી વળ્યો હતો. પણ ભારતમાં તે વર્ષો સુધી રખડવો હતો. તેના પુસ્તકમાં પરમ તત્વ અને પરમ પુરુષ અંગેની સાચી સમજણથી તે થોડો જ દૂર રહી જાય છે. પરંતુ તત્વથી “થોડા' જ દૂર રહેવું એટલે દૂર જ રહેવું એવું સમજવું. તેમાં થોડા’ દૂર કે “વધારે દૂર હોવાની વાત કરવાની ન હોય.
આઉપેન્ક્રીની શોધ અણધારી શકે જ મોના એક ઉપાહારગૃહમાં પૂરી થઈ. ત્યાં તેને ગુજએફને ભેટો થયો: ગુજએફ એક બારી પાસે બેસી ખાવા આવનારાઓની આવ જાની તથા શેરીમાં રમતાં છોકરાંની ચીસાચીસ વચ્ચે જ પિતાનું “All and Every. thing” (“સમસ્ત અને પૂર્ણ) નામનું પુસ્તક લખી રહ્યા હતા.
આઉપેન્કીએ ગુજએફને જોયા કે તરત જ તે તેમને સર્વસ્વ અર્પણ કરી બેઠો. એવા મુક્ત – મહાપુરુષને જુઓ અને તેમને સર્વસવ અર્પણ ન કરી બેસે, તે તમે કાં તે મરેલું મડદું લેવા જોઈએ
2. 'Insearch of the Miraculous. 3. cafeteria.
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
ગુજિએફ અથવા પથ્થર કે બીજી કોઈ ધાતુનું જ પૂતળું. આઉપેક્કી ગુજિએફની આંખ સામે જોતાં જ સમજી ગયો કે જે આંખોના દર્શન માટે તે અત્યાર સુધી તલસતે – રખડતો હતો, તે આંખે મેસ્કોના તેના ઘરની સામે આવેલા ઉપાહાર-ગૃહમાં જ તેને જોવા મળવાની હતી !
પણ ગુજિએફને શોધી કાઢનાર - દુનિયાને શોધી આપનાર આઉપેન્કી નહિ પણ એક અંગ્રેજ – બેનેટ (Bennett) હતે. બેનેટ પણ મહાત્માઓની શોધમાં નીકળી પડનાર આઉપેકી જે જ માણસ હતો. ભારતમાં શોધતાં શોધતાં તેને શિવપુરી બાબા મળ્યા હતા. બીજા પણ અનેક મહાપુરુષે વિષે તેણે લખાણ કરેલું છે.
બેનેટને ગુજએફનાં પહેલવહેલાં દર્શન કૉસ્ટન્ટીનેપલ શહેરના હિજરતીઓ માટેના કેન્દ્રમાં થયાં હતાં. તે રશિયામાં થયેલી બે શેવિક (સામ્યવાદી) ક્રાંતિના દિવસો હતા અને ગુજએફ બીજા લાખો રશિયાના રહેવાસીઓ સાથે રશિયામાંથી સહીસલામત બહાર નીકળી આવ્યા ત્યાં સુધીમાં તે બે વખત ગોળીબારનું નિશાન બન્યા હતા.
ગુજએફ જેવા મહાત્મા પુરુષને હિજરતી માટેના હતકેન્દ્રને આશરો લેવું પડે એની કલ્પના કરવા જતાં જે માણસ જાત કેટલી હીન કક્ષાએ ઊતરી શકે એને ખ્યાલ આવતાં મને કમકમાં આવી જાય છે. માણસજાત જ બુદ્ધને કે ગુજએફને, જિસસને કે બોધિધર્મને રાહત-કેન્દ્રનો આશરો લેવડાવે. બેનેટે જ્યારે ગુજિએફને શોધી કાઢયા ત્યારે તે અન્ન વહેચાતું હતું તે માટે મંડાયેલી લાંબી કતારમાં ઊભા હતા, અન્ન દિવસમાં એક જ વાર અપાતું હતું. અને તે માટેની લાંગાર ખાસી લાંબી હતી. હજારો લોકો રશિયા છોડીને ભાગ્યા હતા, કારણ કે સામ્યવાદીઓ કેને શા માટે મારી નાખે
૪. તે હકીકત “ટંકારવ'ના અગાઉના અંકમાં આવી ગઈ છે. .4. refugee camp.
4. Queue.
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
પુસ્તકા - જે મને ગમ્યાંછે
તેનું કશું ઠેકાણું જ ન રહ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સામ્યવાદીઓએ એક કરોડ જેટલા પોતાના દેશબંધુઓની જ કતલ કરી નાખી હતી.
૧- ૧૨
...
બેનેટે ગુજિએફને શી રીતે ઓળખી કાઢયા હશે વારુ ! ગુજિએફ પોતાના શિષ્યવૃંદ વચ્ચે ઉપદેશ આપતા બેઠા હોય ત્યારે તેમને ઓળખી કાઢવા મુશ્કેલ ન ગણાય. પરંતુ રાહત-કેન્દ્રની લાંગારમાં અન્નનું દાન લેવા ઊભેલા ગુજિએફને ઓળખી કાઢવા એ ખરેખર મુશ્કેલ બાબત કહેવાય. પરંતુ બેનેટે તેમને તેમનાં ઘણા દિવસથી ધાયા વિનાનાં રહેલાં ગંદાં કપડાંમાં તથા લંગારમાં ઊભેલા ઓળખી કાઢયા તે તેમની તેજસ્વી આંખાને કારણે. એ આંખા શી રીતે છુપાવી રખાય? ભલે તમે સાનાના સિંહાસન ઉપર બેઠા હો કે અન્ન ભીખવા માટેની લંગારમાં
bof
ઊભા હો, પણ તે આંખો શી રીતે છૂપી રહે? બેનેટ તે આંખાને કારણે જ તેમની પશ્ચિમની દુનિયાના લોકોને ઓળખાણ કે જાણ કરાવી શકો.
6
ગુજિએફ વિષે લખેલા પેતાના પુસ્તકમાં બેનેટ પેાતાને લગતા એક પ્રસંગ આ પ્રમાણે ટાંકી બતાવે છે : ‘હું બીમાર હતા, ખૂબ જ બીમાર હતા; અને મને ખાતરી થઈ ગઈ હતી કે હવે મારું મૃત્યુ હાથવેંતમાં જ છે; પરંતુ મરતા પહેલાં એક વાર –– છેલ્લી વાર મારે તેમની આંખાનાં દર્શન કરી લેવાં હતાં તેથી હું તેમની પાસે દોડી ગયા.
આવી. 'ગુજિએફે તેને ધાલ તેવું જ કર્યું કહેવાત. પરંતુ ગુજિઓફ્ કોઈ દિવસે
: CI
ite
'
-
ગુજએફના ઓરડામાં તે પહોંચ્યો કે તરત જ તેના તરફ નજર કરતાં જ ગુજએફ ઊભા થઈ ગયા અને તેની પાસે જઈ તેને ભેટવા તથા પંપાળવા લાગ્યા. બેનેટના જ માન્યામાં એ વાત ન મારી હોત તો તે બરાબર તેમને ભે તેને પંપાળ્યો અને ભેટયા' એ તે કોઈને ન કરે એવી વાત હતી. ગુજએફે
"
;
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
ગુજિએક બેનેટને સ્પર્શ કર્યો એટલામાં તે બેનેટના શરીરમાં એક અદ્ભુત – અફાટ શક્તિનો સંચાર થયો. પરંતુ તે ઘડીએ બેનેટે જોયું તે ગુજએફ એકદમ જાણે ફીકા પડી ગયા હતા. ગુજએફ તરત તે બેસી જ પડ્યા. પછી થોડી વારે મહાપરાણે ઊભા થઈ બાથરૂમ તરફ ચાલ્યા અને બેનેટને કહેતા ગયા, “કશી ચિંતા ન કરીશ, હું હમણાં જ જે હતા તે થઈને પાછો આવું છું.”
બેનેટ પિતાની સ્થિતિ વર્ણવતાં કહે છે કે, આવું સ્વાથ્ય તે જાણે મેં કદી અનુભવ્યું જ ન હતું. એવું સ્વાથ્ય – એવી શક્તિ ! જાણે હું ધારું તે કરી શકું એટલી બધી શક્તિ મને મારામાં અનુભવાતી હતી. મને તે ઘડીએ નેપલિયનના શબ્દો એકદમ સમજાઈ ગયા કે, “અશક્ય એવી કોઈ વસ્તુ છે જ નહિ!' એ શબ્દનો અર્થ મને સમજાય એટલું જ નહિ, પણ હું ધારું તે કરી શકું એવું મને લાગવા માંડયું. જોકે હું બરાબર સમજતો હતો કે એ ગુજએફની કૃપા જ હતી; બાકી, હું ખરેખર તે મરવા જ પડયો હતો.
આ જ અનુભવ બેનેટને બીજી વાર પણ થયો હતો. એ વસ્તુને “શક્તિપાત’ કરો (બીજામાં શક્તિનો સંચાર કરવો) એમ ત્યાંની ભાષામાં કહેવામાં આવે છે.
ગુજએફે જીવ્યા ત્યાં સુધી તે બેનેટની શ્રદ્ધા કાયમ રહી; પણ તેમનું અવસાન થતાં જ તે બીજા ગુરુની શોધમાં નીકળ્યો અને શિવપુરી બાબાને મળ્યો, એ વાત આપણે આગળ કહી આવ્યા છીએ.
પરંતુ શિવપુરીબાબા ક્યાં અને ગુજએફ ક્યાં? બેનેટ છેવટે ગણિત- શાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતો; અને તેથી બેનેટની વર્તણૂકની ચાવી મને મળી જાય છે; વૈજ્ઞાનિકો હમેશ પિતાના ક્ષેત્રની બહાર મૂર્ણપણું જ દાખવતા હોય છે.
હું હમેશાં વિજ્ઞાનની વ્યાખ્યા એવી જ આપું છું કે, થોડાને વધુમાં વધુ જાણવું તેનું નામ વિજ્ઞાન! બીજી બાજુ religionધર્મની વ્યાખ્યા એવી આપું છું કે, વધારેમાં વધારે વસ્તુઓ વિષે
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? થોડામાં થોડું જાણતા થવું તેનું નામ ધર્મ! વિજ્ઞાનની પરાકાષ્ઠી અ-વસ્તુ (nothing) માટે બધું જ જાણવામાં આવે, ત્યારે ધર્મની પરાકાષ્ઠા બધું જ જાણવામાં’ આવે... કશી વસ્તુ વિશે નહિ અર્થાતુ જ્ઞાનમાં જ આવે. વિજ્ઞાનનો અંત અજ્ઞાન (ignorance) છે, ત્યારે ધર્મને અંત જ્ઞાન પ્રકાશ (enlightenment) છે.
ગુજએફ વિશે શરૂઆતમાં જ કંઈક કહેવાનું હું ચૂકી ગયે તેનું કારણ એટલું જ હતું કે તેમનું પુસ્તક “All end Everything” (“સમસ્ત અને પૂર્ણ ) બહુ વિચિત્ર પુસ્તક છે – વાંચી ન શકાય એવું. મારા સિવાય એ પુસ્તકને પહેલે પાનેથી છેલ્લે પાને સુધી કોઈ જીવતો માણસ વાંચી ગયો હોય એમ હું માનતો નથી. હું ગુજએફના ઘણા અનુયાયીઓને મળ્યો છું, પણ તેમાંના કોઈ એ પુસ્તક પૂરું વાંચી શક્યા ન હતા. તે બહુ મોટું પુસ્તક છે, હજાર પાનનું, અને ગુજએફ એવા બદમાશ (rascal) સંત છે – મને એ વિશેષણ વાપરવાની રજા આપશો – તે એવી રીતે લખે છે, જેથી તે વાંચી શકાય જ નહિ, તેમનું એક એક વાક્ય પાનાં ઉપર પાનાં ભરીને ચાલતું હોય છે – જેથી તમે વાક્યને છેડે આવે ત્યારે તેની શરૂઆત ભૂલી જ ગયા છે. ઉપરાંત તે મારી પેઠે નવા નવા વિચિત્ર શબ્દો બનાવીને વાપરે છે. દાખલા તરીકે કુંડલિની વિષે તે લખે છે, ત્યારે તેને માટે “કુંડર બફર” એવો વિચિત્ર શબ્દ જ વાપરે છે. તેમનું પુસ્તક ખરેખર અમૂલ્ય છે. પરંતુ હીરાઓ સામાન્ય પથરાઓ વચ્ચે જ છુપાયેલા પડયા હોય છે, તેમને શોધવા ખાસ પ્રયત્ન કરવો પડે.
મેં એ પુસ્તક એક વાર નહિ, પણ ઘણી વાર વાંચ્યું છે. જેમ જેમ છે તેમાં ઊંડે ઊતરતો ગયો તેમ તેમ મને ગુજએફની આડાઈ સમજાતી ગઈ. જેમણે તે પુસ્તક ન વાંચવું જોઈએ – જેમણે તે જ્ઞાન ન મેળવવું જોઈએ – તેમને ન સમજાય તે માટે યોજનાપૂર્વક તેમણે એ પુસ્તક જટીલ – અઘરું બનાવ્યું છે. જ્ઞાનને પચાવી શકે એવા ન
૭. બીજી બેઠક વખતે.
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
ખલિલ જિબ્રાન
બન્યા હોય તેમને તે જ્ઞાન પીરસવાનું જ ન હોય. સામાન્ય માનવીઓથી તેને છુપાવી રાખવું જ પડે, જેઓ તેને આત્મસાત્ કરી શકે પ્રેમ હોય તેમને જ તે જ્ઞાન ધરી શકાય. જેઓ તે જ્ઞાન માટે અધિકારી બન્યા હોય તેમને જ તે જ્ઞાન મળવું જોઈએ. જ્ઞાનને એવી ગૂઢ – અઘરી ભાષામાં છુપાવવા પાછળ – તેવી ભાષામાં વીંટાળવા પાછળ તેમનો એ જ હેતુ હોઈ શકે.
ગુજએફના “All and Everything' (“સમસ્ત અને પૂર્ણ') પુસ્તક જેવું અનોખું બીજું કોઈ પુસ્તક છે જ નહિ, કારણ કે વસ્તુતાએ પણ તે “સમસ્ત અને પૂર્ણ છે.
४७ ખલિલ જિબ્રાન : KHALIL GIBRAN
(નવમી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનનું “જિસસ, ધ સન ઑફ મેન” (“માનવપુત્ર જિસસ') પુસ્તક રજૂ કરું છું. એ પુસ્તક પ્રત્યે સર્વત્ર દુર્લક્ષ જ કરાયું છે. ખ્રિસ્તીઓ તેને અવગણે છે કારણ કે તેમાં જિસસને માનવપુત્ર કહ્યા છે. તેઓ તે પુસ્તકને અવગણે છે એટલું જ નહિ તેને ધિક્કારે છે. પોતે જ તેને (him) ધિક્કારતા હોય, તે પછી બીજો કોણ તેની (it) દરકાર કરવાનો હતે?
ખલિલ જિબ્રાન જેરુસલેમની નજીક આવેલા સીરિયાનો વતની કહેવાય. વસ્તુતાએ પણ સીરિયાની પર્વતમાળામાં વસતા લોકો – થોડા ઘણા તો ખરા જ – જિસસ બોલતા હતા તે Aramaic ભાષા જ બોલે છે. ત્યાં આવેલાં ગગનચુંબી ઊંચાં સેડાર (Cedar) વૃક્ષોની
?.. condemn. ૫૦-
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે?
વચ્ચે કોઈ મૂર્ણ જઈને ઊભો રહે તો પણ તે મુગ્ધ થઈ જાય – અંતરમાં ઊંડો ઊતરી જાય. ખલિલ જિબ્રાન પણ સીરિયામાં આકાશના તારાઓને આંબવા જતાં સેડર વૃક્ષો હેઠળ જન્મ્યો હતો. તે ખરા માનવ જિસસની લગોલગ પહોંચી જાય છે. બાઈબલના ચાર ગોસ્પેલ લખનારા જિસસના કહેવાતા ચાર શિષ્યો કરતાં પણ વધુ નજીક! જિસસના શિષ્યોએ લખેલાં બાઇબલનાં ચાર ગોસ્પેલીને ચાર “ગૉસિપ” (ગપાં) જ કહેવાં વધુ યોગ્ય થશે. ખલિલ જિબ્રાન જ જિસસની વધુ નજીક જઈ પહોચે છે – તેમનું વધુ યથાતથ નિરૂપણ કરે છે, ખ્રિસ્તીઓ તે ગુસ્સે થાય કારણ કે જિબ્રાન જિસસને માનવ-પુત્ર કહે છે. હું તે તે પુસ્તકને ચાહું છું.
તે પુસ્તકમાં જિસસ વિષે જુદાં જુદાં પાત્રોએ જિસસ વિશે કહેલી વાત લખેલી છે: એક મજૂરે કહેલી, એક માછીમારે કહેલી, એક કરવેરા ઉઘરાવનારે કહેલી, એક પુરુષે કહેલી, એક સ્ત્રીએ કહેલી - જેને જેને પૂછી શકાય તે બધાંએ કહેલી ! જાણે ખલિલ જિબ્રાન ઘણાં માણસ પાસે જિસસ વિશે માહિતી એકઠી કરવા નીકળ્યો છે – ખરા જિસસ વિષે – ખ્રિસ્તીઓએ કપેલા જિસસ વિશે નહિ - નક્કર હાડમાંસના બનેલા જિસસ વિશે અને ખલિલ જિબ્રાને રજૂ કરેલી એ વાતે ખૂબ સુંદર છે – ધ્યાન કરવા લાયક છે.
(૧૧ મી બેઠકના) ત્રીજા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાને પિતાની માતૃભાષામાં લખેલા પરંતુ પછીથી અંગ્રેજીમાં તેનું ભાષાંતર કરાયેલા “ધ ગાર્ડન ઓફ ધ પ્રૉફેટ' (પેગંબરનો બગીચો’ પુસ્તકને રજુ કરું છું. ખલિલ જિબ્રાને અંગ્રેજીમાં જ લખેલા પુસ્તકો જેવાં કે ધ પ્રોફેટ’ (ઉપેગંબર') અને “ધ મૅડ મેન' ('પાગલ') વધુ
ર. mystified. સ્થૂલ બાબતોની ચૂડમાંથી છૂટે થઈ ઊંડી આપ્યાત્મિક બાબતેનો વિચાર કરતે થઈ જાય. - સં
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
ખલિલ જિબ્રાન જાણીતાં છે – વધુ મશહૂર છે. પરંતુ ખલિલ જિબ્રાને પોતાની માતૃભાષામાં ઘણાં પુસ્તકો લખેલાં છે, તેમાંનાં થોડાંકનાં અંગ્રેજીમાં ભાષાંતર થયેલાં છે. જોકે ભાષાંતરે મૂળ પુસ્તક જેવાં જ અદ્દલ ન હેય; પરંતુ ખલિલ જિબ્રાન પોતે એ વિશિષ્ટ પુરુષ છે કે ભાષાંતરમાં પણ તમને ઘણું ઝમકદાર – કીમતી વસ્તુ મળી રહે. હું આજે તેનાં પુસ્તકોનાં થોડાં ભાષાંતરો જ રજૂ કરવાનો છું.
ધ ગાર્ડન ઑફ ધ ફેટ' પુસ્તક મને મહાપુરુષ એપિકયુરસની યાદ કરાવે છે. દુનિયામાં મારા સિવાય બીજા કોઈએ એપિક્યુરસને મહાપુરુષ' કહ્યો હોય એમ હું જાણતો નથી. જમાનાઓથી તેનો તિરસ્કાર જ કરાતો આવ્યો છે. પરંતુ મોટો જનસમુદાય જ્યારે કોઈ માણસની નિંદા કરવા કેડ બાંધીને નીકળી પડે ત્યારે અવશ્ય જાણવું કે તે માણસમાં ખરેખરી કોઈ મહત્તા કે વિશિષ્ટતા હશે જ. “ધ ગાર્ડન ઑફ ધ પ્રોફેટ' પુસ્તક મને એપિક્યુરસની યાદ એ કારણે અપાવે છે કે એપિક્યુરસ પણ પોતાના મંડળને “ગાર્ડન' નામથી ઓળખાવતો. માણસ જે કંઈ કહે છે. તેથી વાસ્તવિક તે તેનું અંતર જ પ્રગટ થતું હોય છે. પ્લેટો પોતાના મંડળને – સંઘને “એકેડમી' કહેતે; વસ્તુતાએ પણ તે એક એકેડેમિશિયન – બુદ્ધિવાદી – ફિલસૂફ હતે.
એપિકધુરસ પોતાના સંઘને “ગાર્ડન' નામે ઓળખાવતા. વસ્તુતાએ પણ તેઓ વૃક્ષ નીચે – ખુલ્લા આકાશને નક્ષત્રો નીચે જ પડયા રહેતા. એક દિવસ રાજ તે લોકોને મળવા આવ્યો, કારણ કે તેણે સાંભળ્યું હતું કે એ લોકો ખૂબ જ સુખી' માણસે છે. તેને જાણવું હતું કે તે લોકો શાથી એટલા બધા સુખી મનાય છે? તેનું કારણ શું હોઈ શકે? તેઓ કશી માલમિલકત તે ધરાવતા નથી !
૩. ગ્રીક ફિલસૂફ એપિક્યુરસ સામાન્ય રીતે સુખ-ભોગ-વાદી ફિલસૂફીની પુરસ્કર્તા તરીકે જાણીતું છે – જાણે બીજો ચાર્વાકને જ અવતાર! રજનીશજી તે વાતને ઇનકાર કરે છે. - સં.
૪. intellectual.
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ખ્યાં છે. જોકે તેમને મળ્યા પછી રાજાને ખરેખર મૂંઝવણ થઈ આવી; કારણ કે પેલા લોકો ખરેખર સુખી હતા. તેઓ ગાતા હતા અને નાચતા હતા!
રાજાએ એપિકયુસને કહ્યું, હું તમને લોકોને આટલા બધા સુખી જોઈને ખુશ થ છું; તે કહે હું તમારે માટે શી ભેટ લાવું?
એપિક્યુરસે રાજાને જવાબ આપ્યો કે, રાજાજી તમે ખરેખર જ બીજી વાર અહીં આવવાના છે, તે થોડું માખણ લેતા આવજો. કારણ કે, આ મારા સાથીઓ વર્ષોથી માત્ર લૂખો રોટલો જ ખાતા આવ્યા છે, તેમને એક વાર રોટલા સાથે થોડું માખણ ખાવા મળે તે ભયો ભયે! અને બીજી વસ્તુ એ કે, ફરી અહીં આવે ત્યારે આમ અળગા – દૂર ઊભા ન રહેશો – અમારી સાથે ગાવામાં ને નાચવામાં જરૂર જોડાજો. અમારી પાસે તમને આપવા માટે બીજું કાંઈ છે નહિ.
ખલિલ જિબ્રાનના પુસ્તકે મને એપિક્યુરસની યાદ અપાવી. અત્યાર સુધી હું એપિકયુરસનો ઉલ્લેખ કરી નથી શક્યો તેનું મને દુ:ખ છે. પરંતુ એપિક્યુરસનું એક પુસ્તક આજે મેજૂદ નથી. ખ્રિસ્તી.
એ સેંકડો વર્ષ પહેલાં તેનાં બધાં પુસ્તકો બાળી નાખ્યાં છે. છતાં ખલિલ જિબ્રાનના પુસ્તકને નિમિત્તો હું એપિક્યુરસનો ઉલ્લેખ અહીં કરી શક્યો તેનો મને આનંદ છે.
આ જ બેઠકના ચેથા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનના મૂળ yadsoy cuid? The Voice of the Master' (*424 ગુરુનો અવાજ') રજુ કરું છું. મૂળ પુસ્તક અતિ સુંદર હોવું જોઈએ. કારણ કે ભાષાંતરમાં પણ અહીંતહીં પડેલી કેટલાંક ઉત્તમ રત્નો તરત ધ્યાન ખેંચે છે. ખલિલ જિબ્રાન જે ભાષા બોલતો તે જિસસની ભાષાને મળતી જ ભાષા હતી. તેઓ પડોશીઓ જ હતા. કારણ કે
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
ખલિલ જિબ્રાન ખલિલ જિબ્રાનનું વતન લેબેનોન હતું. તે લેબેનોનની પર્વતમાળાઓમાં ઉત્તુંગ સેડર વૃક્ષ નીચે જ જન્મ્યો હતો. સેડર વૃક્ષો દુનિયાનાં ઊંચામાં ઊંચાં વૃક્ષો છે. લેબેનોનના સેડર વૃક્ષ તરફ જુઓ એટલે તમારા મોંમાંથી એ બોલ નીકળી જ પડે કે, “સેડર વૃક્ષો પૃથ્વીની તારા સુધી પહોંચવાની ઈચ્છાનાં મૂર્તિમંત પ્રતીકો છે.” તે વૃક્ષો સેંકડો ફૂટ ઊંચાં હોય છે તથા હજારો વર્ષ જૂનાં.
ખલિલ જિબ્રાન કેટલેક અંશે જિસસના જ નમૂનારૂપ છે. બને સરખા જ પરિમાણમાં હસ્તી ધરાવે છે. તે ક્રાઈસ્ટ નહોતે, છતાં તે સહેજે તે બની શક્યો હોત. પરંતુ કૉન્ફશિયસની પેઠે તે પણ ગાડી ચૂકી ગયો' હતે. જિબ્રાનના જીવનકાળ દરમ્યાન એવા મહાપુરુષે જીવતા હતા જેમને શરણે તે જઈ શકયો હોત. તેને બદલે તે અમેરિકામાં ન્યૂયોર્કની ગંદી ગલીઓમાં જ ભટકતો રહ્યો. તે મહર્ષિ રમણ પાસે જઈ શક્યો હોત જે એક ક્રાઈસ્ટ હતા – એક બુદ્ધ હતા.
ખલિલ જિબ્રાન જો મહર્ષિ રમણ પાસે ગયો હોત તે તેને પારાવાર લાભ થયો હતો. કારણ કે તો જ તેને ખરો “પરમ ગુરુનો અવાજ' સાંભળવા મળ્યો હોત. મહર્ષિ રમણને પણ લાભ થયો હોત, કારણ કે ખલિલ જિબ્રાન જેવો મહાન લેખક તેમને મળ્યો હતો. રમણ પોતે બહુ નીચી કક્ષાના લેખક હતા રમણ મોટે ભાગે ચૂપ જ રહેતા, અને તેમને નામે એક બહુ નાની ચેપડી જ ચડી છે. ત્યારે
૫. મહર્ષિ રમણ વિષે રજનીશજી વધુમાં એટલું નૈધતા જાય છે કે, તે મેટા વિદ્વાન પણ નહોતા કે બહુ ભણ્યા પણ નહોતા. પરંતુ ૧૭ વર્ષની વયે જ તે તત્વ – સત્ય શોધવા ઘરમાંથી નીકળી પડથા, તે પાછા ફરી કદી ઘેર ગયા જ નહિ. પોતાનું પરમધામ પ્રાપ્ત કરનાર દુનિયાના આ ખરડામાં કદી ફરી પાછા ફરે? રમણ મહર્ષિ બહુ મોટા માણસ હતા પણું તેમણે બહુ નાની ચોપડી જ દુનિયાને આપી છે. સામાન્ય રીતે તે મૌન જ રહેતા. - સં.
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
પુસ્તક - જે મને ગમ્યાં છે” ખલિલ જિબ્રાન નીચી કક્ષાએ માણસ હતો પણ મહાન લેખક હતા. તે બંને ભેગા થયા હોત તે દુનિયાને અને લાભ થયો હોત.
(૧૧મી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનનું જ “ધ વૉન્ડરર' ('પ્રવાસી') પુસ્તક રજૂ કરું છું. ખલિલ જિબાનને હું ચાહું છું, અને તેને મદદ કરવાનું પણ મને મન રહ્યા કરે છે. મેં તેની રાહ પણ જોઈ છે; પરંતુ તે હજી જન્મ્યો નથી. ભવિષ્યમાં તેને બીજા કોઈ પરમગુરુની શોધમાં નીકળવું પડશે.
ખલિલ જિબ્રાનનું "The Wanderer' ('પ્રવાસી') પુસ્તક દષ્ટાંત-કથા (parables) ના સંગ્રહરૂપ છે. કોઈ ગહન વસ્તુ સમજાવવી કે રજૂ કરવી હોય તો તેને દષ્ટાંત કથા મારફત રજૂ કરવી એ પ્રાચીન કાળથી અપનાવવામાં આવેલી રીત છે. એમ ને એમ સીધી જ જે વાત ન કહી શકાય, તે દષ્ટાંત-કથા મારફત સહેલાઈથી રજૂ કરી શકાય. એ પુસ્તક ટૂંકી વાર્તાઓના સુંદર સંગ્રહરૂપ છે.
(૧૧ મી જ બેઠકના) દશમા પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનના જ “The Spiritual Sayings' (“આધ્યાત્મિક સુભાષિત') પુસ્તક રજૂ કરે છે. પરંતુ તરત જ ઉમેરે છે કે “મારે એની સામે વાંધો છે – ભલે પછી હું જેને ચાહું છું એવા ખવિલ જિબ્રાન સામે હોય.” રજનીશજીને વાંધો એ છે કે, ખલિલ જિબ્રાનને
આધ્યાત્મિક’ સુભાષિને લખવા દેવાય જ નહિ. તે સુભાષિત અલબત્ત સુંદર છે એટલે તે પુસ્તકનું નામ “સુંદર સુભાષિત” રાખવું જોઈતું હતું. “સુંદર' ભલે કહે, પણ “આધ્યાત્મિક' હરગિજ નહિ.
ખલિલ જિબ્રાનને ધ્યાનસ્થ થવાનું હજુ બાકી છે; ધ્યાનસ્થ થવાને તેને સમય ક્યારને પાકી ગયો છે.
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
ખલિલ જિબ્રાન
(૧૪મી બેઠકના) નવમાં પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનનું “Prose Poems” (“ગદ્ય-કાવ્ય') પુસ્તક રજૂ કરે છે અને શરૂઆતમાં જ કહી દે છે કે, હું હમેશાં ખલિલ જિબ્રાનને કદરદાન રહ્યા છે. અને તેને ઉતારી પાડતા પહેલાં ફરી એક વાર તેની પ્રશંસા કરી લેવા માગું છું. તે બહુ સુંદર પુસ્તક છે. આધુનિક જગતમાં રવીન્દ્રનાથ ટાગેર સિવાય બીજો કોઈ આવું સુંદર ગદ્યકાવ્ય રચી શકે નહિ.
વિચિત્ર વાત તે એ છે કે ખલિલ જિબ્રાન અને રવીન્દ્રનાથ ટાગોર બંને જણા અંગ્રેજી ભાષાની દૃષ્ટિએ તે પરદેશીઓ છે. કદાચ તેથી જ તેઓ આવી કાવ્યમય ભાષા લખી શક્યા હશે. તેઓની માતૃભાષા જુદી જ છે. ખલિલ જિબ્રાનની ભાષા આરબ પ્રદેશની ભાષા છે, જે ખૂબ જ કાવ્યમય છે : નકરી કવિતા જ છે. અને રવીન્દ્રનાથની ભાષા બંગાળની ભાષા છે જે આરબ ભાષા કરતાં પણ વધુ કાવ્યમય છે. વસ્તુતાએ તમે બે બંગાળીઓને લડતા-ઝઘડતા જુઓ તે પણ એમ જ લાગે કે તેઓ પરસ્પર પ્રેમગોષ્ઠી કરી રહ્યા છે. તેઓ ઝઘડે છે એમ તો તમે કલ્પી જ નહિ શકો. ઝઘડવામાં પણ બંગાળી ભાષા કાવ્યમય જ લાગે. હું મારા જાત અનુભવથી જ આમ કહું છું. હું બંગાળામાં હતો ત્યાં મેં લોકોને ઝઘડતા જોયા... જાણે નક કાવ્ય! પણ હું મહારાષ્ટ્રમાં હતો ત્યાં મેં લોકોને અંદરોઅંદર વાત કરતા – ગપ્પાં મારતા જોયા, તે પણ મને લાગ્યું કે તેઓ લડી પડયા છે, એટલે મારે પોલીસને ખબર આપવી જોઈએ કે કેમ? મરાઠી એવી ભાષા છે કે તમે તેમાં મધુર ટેળટપ્પાં કરી શકે જ નહિ. તે કઠોર ભાષા છે – લડવા માટેની ભાષા છે.
એ બહુ વિચિત્ર વાત છે કે, અંગ્રેજ લોકોએ ખલિલ જિબ્રાન તથી રવીન્દ્રનાથ એ બંનેની કદર કરી છે, પણ તેમની પાસેથી તેઓ
4. appreciated. 9. condemn. c. fighting language.
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? કાંઈ જ શીખ્યા નથી. તે બેની સફળતાની ચાવી તે પામી શક્યા. નથી, તે બેની સફળતાની ચાવી શું છે? – તેમની કાવ્યમયતા! '
(આ જ બેઠકના) દશમાં પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનનું જ “Thoughts and Meditations” (“વિચાર અને ધ્યાન) પુસ્તક રજૂ કરે છે. રજનીશજી શરૂઆતમાં જ જણાવી દે છે કે, મારે આ પુસ્તકની જાહેરમાં ભરસના કરવી નહતી; કારણ કે ખલિલ જિબ્રાનને હું ચાહું છું. પરંતુ કોઈ માણસના શબ્દો સત્યને આંબી જતા હોય તે તે શબ્દો રજુ કરનારને હું ચાહતો હોઉં તે પણ તેની ભરત્ના કરી શકું છું. એ બાબતની નેધ રહે તે માટે જ હું આ પુસ્તકને રજૂ કરું છું.
આ પડીનું જે વસ્તુ છે તે મને મંજુર નથી. એ પુસ્તકનું વસ્તુ વાંચવાથી જ મને માલૂમ પડી ગયું કે “ધ્યાન' એટલે એ વાતની જ ખલિલ જિબ્રાનને ખબર નથી. આ ચોપડીમાં જેને ધ્યાન” (meditations) કહ્યાં છે તે ધ્યાન નહિ પણ માત્ર “ચિંતન” (contemplations) છે. ચિતન જ વિચારની સાથે જઈ શકે.
હું આ ચેપડીને વિરોધ કરું છું કારણ કે હું ‘વિચાર'નો વિરોધી છું. એ પુસ્તકનો વિરોધી હેવાનું બીજું કારણ એ છે કે ખલિલ જિબ્રાન ધ્યાન’ (meditation) શબ્દ પશ્ચિમના લોકો જે અર્થમાં સમજે છે તે અર્થમાં જ વાપરે છે. પશ્ચિમના દેશોમાં “ધ્યાન’નો અર્થ માત્ર એકાગ્રપણે ચિતન કરવું એટલો જ થાય છે. એ ધ્યાન નથી. પૂર્વના દેશોમાં ધ્યાનનો અર્થ વિચારમાત્રનો નિરોધ કર એવો થાય છે. ધ્યાન “આના વિશે' કે “તેના વિષે' ન હોય; તેનો કશો વિષય જ ન હોય. ધ્યાનમાં કશો વિષય હવાને બદલે વૃત્તિ વિનાની માત્ર ચિતુથતિ જ ઝળહળ્યા કરે છે, અને માણસનું છેક અંતરનું સત્તવ માત્ર ચિતશક્તિ જ છે.
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
४८ હઈ નંગ : HUI NENG (આઠમી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું “હુઈ નંગને ઉપદેશે' ("The Teachings of HUI NENG”) yzds zoy s3 છું. હુઈ નંગ બોધિધર્મને ચીની અનુગામી હતા. હુઈ ખેંગના ઉપદેશો હજુ દુનિયાને અજ્ઞાતર જ રહ્યા છે તથા જાપાન બહાર તેમનું ભાષાંતર પણ થયું નથી.
હુઈ નૈગ ઊંચાં શિખરમાંના એક શિખરરૂપ છે. માણસ પહોંચી શકે તેટલી ઊંચાઈએ એ પહોંચેલા છે. હુઈ નંગ બહુ ઓછું બોલે છે – તે માત્ર થોડાંક સુચને જ કરે છે; પરંતુ તે પૂરતાં છે. પગલાં પડયાં હોય, અને તમે તે પગલાંની નિશાનીએ ચાલ્યા જાઓ, તે મંજિલે જરૂર પહોંચી શકો. હુઈ નંગ જે કહે છે તે બુદ્ધ કે જિસસથી જુદું એવું કાંઈ નથી. પરંતુ જે રીતે તે બધું કહે છે તે રીતે તેમની પોતાની આગવી છે – અનેખી છે. તદ્દન જુદી પરંતુ પૂરેપૂરી પ્રમાણભૂત તે પોતાની આગવી રીતે કહે છે તેથી જ સાબિત થઈ જાય છે કે, તે બીજાનું શીખવેલું બોલી જનારા પિપટ નથી, પોપ નથી કે પાદરી નથી.
હુઈ નેગે બતાવેલો માર્ગ થોડા શબ્દોમાં જ વર્ણવી શકાય; પરંતુ તેને સાક્ષાત્કાર તે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકનારા જ કરી શકે. તેમને ઉપદેશ બહુ થોડા શબ્દોમાં જ રહે છે, કારણ કે તે કહી કહીને એટલું જ કહે છે કે, “વિચાર ન કરે; જાતે “બની?
૧. successor. ગુરુ-પરંપરામાં બોધિધર્મ પછી ગુરુપદે નિમા લે (?). 2. unknown. 3. authentieally original.
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગયાં છે” રહો.” (“Do not think, BE.” પરંતુ એટલાને સાક્ષાત્કાર કરવો હોય તે ઘણા જન્મ લેવા પડે. પરંતુ તમે જો ખરેખર સમજી ગયા હો, તે આ ક્ષણે – અહીં જ – અત્યારે ગમે તેવા “બની’ જઈ શકો. હું તે “બની’ ગયો છું, તે તમે કેમ ન બની જઈ શકો? સિવાય કે તમે પોતે જ પોતાને “બની' જતાં રોકી રહ્યા છે!
૬૯ સેઈન્ટ ઑગસ્ટાઈન : “CONFESSIONS'
(પંદરમી બેઠકના) બીજા પુસ્તક તરીકે હું સેઈન્ટ ઑગસ્ટાઈનનું “Confessions” (“આચરેલાં પાપોની કબૂલાત') પુસ્તક રજૂ કરું છું. કશો ડર રાખ્યા વિના પોતાની આત્મકથા લખનાર સેઈન્ટ ઑગસ્ટાઈન પ્રથમ વ્યક્તિ છે. પરંતુ પોતાનાં પાપોની કબૂલાત કરવા જવામાં તે છેક બીજે છેડે જઈને બેઠા છે. પોતે જે પાપો આચર્યા જ નથી તેમની પણ તેમણે કબૂલાત કરી છે – માત્ર કહી બતાવવાના આનંદ ખાતર!- એવું જણાવવા કે મેં “માણસ આચરી શકે તેવાં બધાં પાપો' આચર્યું છે!
પણ એ સાચું નથી. કોઈ માણસ બધાં પાપ પોતાના જીવનકાળ દરમ્યાન આચરી ન શકે – ઈશ્વર પોતે પણ! અરે, ઈશ્વરની વાત શા માટે કરવી, સેતાન પોતે પણ ઑગસ્ટાઈને પોતે આચરેલાં જે પાપ વર્ણવી બતાવ્યાં છે, તે બધાં પાપ આચરવાને આનંદ એક જનમમાં શી રીતે લઈ શકાય તેની મૂંઝવણમાં પડી જાય. ખરે જ, ઑગસ્ટાઈને અતિશયોક્તિ જ કરેલી છે.
સેઈન્ટ લોકોમાં અતિશયોક્તિ કરવાનું જાણે ઘેલું જ લાગેલું હોય છે. તે પોતે આચરેલાં પાપોની જેમ અતિશયોક્તિ કરે છે, તેમ સાથે સાથે પોતાનામાં રહેલા નાનાસરખા ગુણની પણ અતિશયોક્તિ જ કરે છે. કારણ, તમે તમારાં પાપોની અતિશયોક્તિ કરો તેની ઘેરી છાયામાં
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
સેઇન્ટ રેંગસ્ટાઈન
૧
તમારા નાનાસરખા ગુણો પણ વધારે ચમકતા – વધારે ઉજજવળ દેખાય. જેમ વાદળ વધુ કાળું, તેમ તેમાં ચમકતી વીજળીની રેખા વધુ તેજસ્વી દેખાય. એ વાદળાની વધારે પડતી કાળાશ જ વીજળીની રેખાના નાના ચમકારાને વધુ ચમકીલા બનાવે. પાપો સામે ઝઘડથા વિના તમે સેઈન્ટ બની શકો જ નહિ : અને જેમ પાપ વધારે, તેમ સેઈન્ટ વધુ મહાન કહેવાય ! – સીધું-સાદું ગણિત છે.
છતાં હું એ ચોપડીને મારી યાદીમાં સમાવેશ કરું છું તેનું કારણ એટલું જ છે કે તે બહુ સુંદર રીતે લખાયેલું પુસ્તક છે. એમાં જુઠ્ઠાણું છે કે નહિ તેની કાનેથી પરવા તેની સુંદરતાને કારણે જ તે ઉપભાગ કરવાને – કદર કરવાને પાત્ર બની રહે છે.
સંત ઑગસ્ટાઈનનું ‘કન્ફેશન્સ ' પુસ્તક જુઠ્ઠાણાંની બનેલી સર્વોત્તમ કલાકૃતિ છે જ તે પુસ્તક નર્યું જુઠ્ઠાણાંથી ભરેલું છે. પરંતુ તે માણસે પોતાનું કામ લગભગ સંપૂર્ણ રીતે પાર પાડયું છે. મૈં ‘લગભગ' શબ્દ એટલા માટે વાપર્યો કે બીજો કોઈ માણસ તે કામ તેનાથી પણ વધુ સારી રીતે કદાચ પાર પાડી શકે; પરંતુ ઑગસ્ટાઈને પોતાનું કામ ૯૯ ટકા સંપૂર્ણ રીતે પાર પાડયું હોઈ, બીજા કોઈને તેથી વધુ સારી રીતે તે કામ પાર પાડવાને બહુ અવકાશ રહેતા નથી. હા, તેમના પછી બીજા ઘણાએ તેમ કરવા માટે પ્રયત્ન કર્યો છે... ટૉલ્સ્ટૉય જેવા મહાપુરુષેપ પણ! ટૉલ્સ્ટૉયનાં પુસ્તકો “ Resurrection”F અને “War and Peace" જુઓ. ટૉલ્સ્ટૉયે લગભગ આખું જીવન પોતાની અપૂર્ણતાઓની કબૂલાત કરવામાં જ ગાળ્યું છે – જોકે તેમાં તે પૂરેપૂરા સફળ નીવડયા નથી. ટૉલ્સ્ટૉય જેવા પણ સેઈન્ટ ઑગસ્ટાઈનને તે બાબતમાં આંટી જઈ ન શકે.
૪. masterpiece of lies.
૫. great man.
૬. આ પુસ્તકનું સંક્ષેપમાં ભાષાંતર ‘હૃદયપલટા' નામથી પરિવાર સ...સ્થાએ પ્રસિદ્ધ કરેલુ છે, અને આ ટ્રસ્ટ પાસેથી ઉપલબ્ધ છે. – સ′૦
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૦.
cica 14 : ANNA KARENINA (પંદરમી બેઠકના) ત્રીજા પુસ્તક તરીકે હું ટૉસ્ટોયનું “ઍના કેરેનિન” પુસ્તક રજુ કરું છું. તે નાની પણ અત્યંત સુંદર નવલકથા છે. એક નવલથાને હું મને ગમતાં પુસ્તકોની આ યાદીમાં સામેલ કરું છું તેથી તમારામાંના ઘણાને નવાઈ લાગશે. પણ હું એ ધની માણસ છું એના કૅરેનિના” મને ગમતાં સૌથી વધુ પ્રિય પુસ્તકોમાંનું એક છે. હું કેટલી બધી વાર તે પુસ્તક વાંચી ગયો છું તે મને જ યાદ રહ્યું નથી. કેટલી વાર એટલે કેટલી બધી વાર.... મને તે આખું પુસ્તક બરાબર યાદ છે – તે આખું પુસ્તક પડી હાથમાં રાખ્યા વિના હું એ બોલી બતાવું.
હું મહાસાગરમાં ડૂબવા લાગ્યો હોઉં, અને મને તે ઘડીએ લાખો નવલકથાઓમાંથી “એકને પસંદ કરવાનું કહેવામાં આવે, તે હું
એના કેરેનિના’ને જ પસંદ કર્યું. તે ઘડીએ પણ તે નવલકથા પાસે હોય તે જાણે ધન્ય થઈ ગયા! તે ચેપડી વારંવાર વાંચ્યા કરવી જોઈએ. તો જ તમને તેને સ્પર્શ થાય, તેની સુગંધ આવે, તેને સ્વાદ આવે. એ કંઈ સામાન્ય ચોપડી નથી.
લિયો ટૉલ્સ્ટૉય સંત બની ન શક્યા. જેમાં મહાત્મા ગાંધી પણ પરંતુ લિયો ટોલસ્ટૉય એક મહાન નવલકથાકાર બની શકયા;
૮. crazy
૭. intensely beautiful. ૯ it would be beautiful ૧૦. મૂળના શબ્દો જ છે.
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
ટૉહોય એના કેરેનિના
ત્યારે મહાત્મા ગાંધી સંપૂર્ણ હાર્દિકતાના – સૌહાર્દના ઊંચામાં ઊંચા શિખરરૂપ બની શક્યા, અને ઊંચામાં ઊંચા શિખરરૂપ રહેવાના પણ છે. (અર્થાતુ બીજો કોઈ સૌહાર્દતાની તેટલી ઊંચી કક્ષાએ પહોંચી ન શકે, આ સૈકામાં તેમના જેવો બીજો કોઈ સૌહાર્દપૂર્ણ માણસ મેં જોયો નથી. તે જ્યારે પત્રને અંતે “sincerely yours' (તમને પોતાને સંપૂર્ણ સમર્પિત) લખીને સહી કરે, ત્યારે તે ખરેખર તેવો. ભાવ અનુભવતા હોવાથી જ તેમ લખે. પણ તમે બધા જયારે પત્રને અંતે “sincerely yours’ એવું લખો છો, ત્યારે તમે પણ જાણતા હો છો, તેમજ બીજા બધા પણ જાણતા હોય છે. – અરે, તમે જેને પત્ર લખતા હો છો તે પણ જાણ હોય છે કે તમારા એ શબ્દો માત્ર ઔપચારિક છે. ખરેખરા “sincerely yours’ બનવું – સંપૂર્ણ સમર્પિત થવું – બહુ અઘરું હોય છે; લગભગ અશક્ય જ કહો ને. સંપૂર્ણ હાર્દિકતા – સમર્પણભાવ – (sincerely) હોય તો જ માણસ ખરેખર મુમુક્ષક બની શકે.
ટૉસ્ટૉયને મુમુક્ષુ બનવું હતું. પણ ન બની શક્યા. તેમણે મુમુક્ષુ બનવાનું ભગીરથ પ્રયત્ન આદર્યો હતો. મારી તેમને તે પ્રયન પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ (sympathy) છે, પરંતુ તે મુમુક્ષુ બની શક્યા નથી. હજુ તેમને થોડાક વધુ જન્મ સુધી રાહ જોવી પડવાની છે. સંસારમાંથી મુક્તિ જ મેળવવા ઇચછનાર “મુક્તાનંદ' તે ન બની શક્યા એ એક રીતે સારું જ થયું; નહિ તે આપણને તેમની પાસેથી રિઝરેકશન', 'વૉર એન્ડ પીસ', “એના કૅરેનિના' તથા તેવી અતિસુંદર ડઝનબંધ નવલકથાઓ કયાંથી મળત? વળી તે (પરાણે) મુમુક્ષ
૧૧. sincerity.
૧૨. કસમાં મૂકેલો ભાગ મૂળને નથી. મૂળમાં “and will rcmain forever (a pinnacle of sincerity) - 2.
.93. religious. ૧૪. immensely concerned.
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
“પુસ્તક-જે મને ગમ્યાં છે? બનવા ગયા હોત, તે “મુક્તાનંદ' નહિ પણ “મૂખદ” (Idiotanand) જ બની રહ્યા હોત. (સમય પાક્યા વિના મેળવેલું ફળ કશા કામનું હોતું નથી કે રહેતું નથી.)
૫૧ čicz:14 : RESURRECTION (૧૩મી બેઠકના) ત્રીજા પુસ્તક તરીકે હું લિયો ટૉલ્સ્ટૉયનું રિઝરેકશન” (પુનજીવન') પુસ્તક રજૂ કરું છું. આખા જીવનકાળ દરમ્યાન લિયો ટૉલ્સ્ટૉયે જિસસને જ ઊંડો અભ્યાસ કર્યા કર્યો છે. ૧૪ તેથી જ તેમણે પોતાના આ પુસ્તકનું નામ “રિડરેકશનરાખ્યું છે. એ પુસ્તકરૂપે ટૉલ્સ્ટૉયે એક મહાન કલાકૃતિનું જ સર્જન કર્યું છે. મારે માટે તે તે ગ્રંથ બાઈબલરૂપ જ બની રહ્યો છે. હું જવાન હતું ત્યારે તે પુસ્તક મારી સાથે જ સતત રાખ્યા કરતે, તે વસ્તુ આજે પણ મને યાદ છે મારા પિતાને પણ મારે માટે ચિંતા થઈ આવી હતી. તેમણે મને કહ્યું, “કોઈ ચેપડી વાંચવી એ તે સારી વાત છે; પરંતુ આ દિવસ નું પુસ્તક સાથે રાખીને જ ફર્યા કરે છે, તેને શો અર્થ? તે એ ચેપડી તે કયારની વાંચી કાઢી છે!”
મેં જવાબ આપ્યો કે, “એ પડી મેં વાંચી નાખી છે – ઘણી વાર વાંચી નાખી છે, એ સાચી વાત છે. પરંતુ હું એ ચોપડી હમેશાં મારી પાસે જ રાખવાને છું.” મારું આખું ગામ એ વાત જાણી ગયું કે, “રિઝરેકશન' નામની ચેપડી હું હમેશાં મારી પાસે રાખું છું.
૧૫. ફૂસ ઉપર ચડાવ્યા પછી જિસસ (યોગવિદ્યાના બળે) પુનવિત થઈ કસ ઉપરથી નીચે ઊતર્યા હતા એ કથા છે. માણસ પણ પાપમાં ગમે તેટલો ડૂબેલો હોય પરંતુ તેમાંથી હેમખેમ પાર ઊતરી જાય, તે તે પુનજીવન પામ્યો કહેવાય.
95. tremendous work of art.
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
રિઝરેશન
લોકો મને ગાંડો જ માનવા લાગ્યા; કારણ કે, ગાંડો માણસ શું કરે અને શું ન કરે એનું કશું ઠેકાણું હોતું નથી, પરંતુ હું આખા દિવસ એ ચેપડી મારી સાથે જ લઈને શા માટે ફરતા હતા ? – અને દિવસે જ નહિ, પરંતુ રાતે પણ તે ચોપડી મારી પથારીમાં જ રહેતી. હું એ ચાપડીને ખરેખર ચાહતા હતા ... ટૉલ્સ્ટૉયે જિસસના આખા પેગામ જે રીતે તે પુસ્તકમાં રજૂ કર્યો છે તે મને ખૂબ ગમી ગયું હતું. બાઇબલમાં તેમના apostle કહેવાતા શિષ્યોએ જિસસના પેગામ જે રીતે રજૂ કર્યો છે, તેમના કરતાં પણ ટૉલ્સ્ટૉય તે બાબતમાં વધુ સફળ નીવડયા છે – એક સંત થૉમસને બાદ કરતાં. આ ‘રિઝરેકશન’ની વાત પૂરી કર્યા પછી હું સંત થૉમસની વાત જ હાથ ઉપર લેવાના છું.
બાઇબલમાં ખાસ ઉતારેલાં ચાર 'ગૉસ્પેલ ’જિસસે રજૂ કરેલું આખું તથ્ય (spirit) જ ગુમાવી બેઠાં છે. તેના કરતાં રિઝરેકશન 'જિસસના તથ્યને – ભાવનાને વધુ સારી રીતે રજૂ કરે છે, ટૉલ્સ્ટૉય જિસસને ખરેખર ચાહતા હતા. અને ચાહના અને પ્રેમ તો એક જાદુનું – ચમત્કારનું કામ જ કરે છે. કારણ કે તમે કોઈને ચાહવા લાગા એટલે તમેા બે વચ્ચેના સમયના આખા ગાળા અદૃશ્ય થઈ જાય છે. ટૉલ્સ્ટૉય જિસસને એટલેા બધા ચાહતા હતા કે તે બંને વચ્ચેના બે હજાર વર્ષના ગાળા રહેતા નથી અને બંને સમકાલીન જ બની રહે છે. આવું જવલ્લે જ બનતું હાય છે, અને તેથી જ હું તે ચેપડી મારા હાથમાં જ રાખ્યા કરતા હતા. હવે તો હું એ ચાપડી હાથમાં રાખતા નથી, પરંતુ મારા અંતરમાં તે હજુ મેાજૂદ છે.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
પર 211724 : NOTES ON JESUS
:'
(૧૩મી બેઠકના) ચોથા પુસ્તક તરીકે હું થોમસનું “Notes on Jesus' પુસ્તક રજુ કરું છું. તેને બાઇબલનું પાંચ ગોસ્પેલ હું કહું છું. જોકે બાઈબલમાં તે લેવામાં આવ્યું નથી. (બાઈબલમાં ચાર શિષ્યોની ચાર ગોસ્પેલ જ છે.) એ પુસ્તક તાજેતરમાં જ ઇજિપ્તમાં મળી આવ્યું છે. મેં તેને ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, તેને જોતાંની સાથે તાણ હું તેને ચાહતો થયો છું. થૉમસે પોતાનું વક્તવ્ય એવી સાદી સીધી રીતે કર્યું છે કે તેમાં ભૂલ થવાનો સંભવ જ ન રહે. તે એવું સીધેસીધું વક્તવ્ય કરે છે તથા એવા તદ્રુપ થઈને કરે છે કે તે પોતે નહિ – જાણે જિસસ પોતે જ બેસે છે.
થોમસ ભારતમાં પહેલ પ્રથમ આવનાર (જિસસના) શિષ્ય છે. ભારતનું ખ્રિસ્તી ધર્મ પીઠ દુનિયાનું જૂનામાં જૂનું ખ્રિસ્તી ધર્મપીઠ છે – ઈટાલીના પોપના બૉરિટન' કરતાં પણ. થૉમસનું શરીર ગોવામાં સાચવી રાખેલું આજે પણ જોવા મળે છે. ગોવા એક વિચિત્ર સ્થાન ગણાય. પણ તે બહુ સુંદર જગા છે. તેથી જ હિપ્પી કહેવાતા પરદેશીઓ પણ ગોવા તરફ જ આકર્ષાય છે.
થૉમસનું શરીર હજુ સાચવી રાખવામાં આવ્યું છે. અને તે કેવી રીતે સાચવી રાખવામાં આવ્યું છે એ એક ચમત્કાર જેવી જ વાત છે. અત્યારે આપણે શરીરને ઠારી દઈને સાચવી રાખવાની રીત જાણીએ છીએ; પરંતું થૉમસનું શરીર ઠારીને જાળવી રાખવામાં નથી આવ્યું. ઇજિત કે તિબેટમાં વપરાયેલી કઈ પ્રાચીન પદ્ધતિ જરૂર અડી પણ વપરાઈ હશે. વૈજ્ઞાનિક તેમાં હજુ ક્યાં રસાયણો વાપરવામાં આવ્યાં છે તે
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
શોધી શક્યા નથી; ઉપરાંત કોઈ પણ રસાયણ વાપરવામાં આવ્યું છે કે નહિ તે પણ. વૈજ્ઞાનિક મહાન વ્યક્તિઓ છે; તેઓ ચંદ્ર સુધી સદેહે પહોંચી શકે છે, પરંતુ શાહી ન ચૂતી હોય એવી ફાઉન્ટન પેન બનાવી શકતા નથી. નાની બાબતે અંગે તેઓ નિષ્ફળ જ નીવડયા છે.
૫૩ ગોકી : “THE MOTHER' (આ તેરમી બેઠકના જ) છઠ્ઠા પુસ્તક તરીકે હું ઑફિસમ ગેકનું “ધ મધર' (“માતા') પુસ્તક રજૂ કરું છું. આજે જાણે છે રશિયન લેખકોથી જ ઘેરાઈ ગયો છું. મને રોકી ગમતું નથી, કારણ કે, તે “કૉમ્યુનિસ્ટ' (સામ્યવાદી') છે. અને હું સામ્યવાદીઓને ધિક્કારું છું. જ્યારે હું ધિક્કારું છું ત્યારે ધિક્કારું જ છું. પરંતુ “ધ મધર' પુસ્તક ગોર્કાએ લખેલું હોવા છતાં હું તે પુસ્તકને ચાહું છું, આખી જિંદગી મેં એ પુસ્તકને ચાહ્યું છે. મારી પાસે એ પુસ્તકની એટલી બધી નકો ભેગી થઈ ગઈ હતી કે મારા પિતા એક વખત ચિડાઈને બોલી ઊઠયા કે, “તું ગાંડો થઈ ગયેલ છે કે શું? કોઈ
પડીની એક નકલ પાસે હોય તે બસ છે. પરંતુ તે તે વધુ ને વધુ નકલે મંગાથે જ જાય છે. વારંવાર હું પુસતકનાં પેકેટો આવતાં જોઉં છું અને તે બધાંમાં મારા એ પુસ્તકની જ નકલ આવી હોય છે. તું પાગલ બની ગયો છે કે બીજું કોઈ કારણ છે?”
મેં મારા પિતાજીને જવાબ આપ્યો, “હા; શેકના “ધ મધર” પુસ્તકને લગતી બાબતમાં હું ગાંડ – પૂરેપૂરો ગાડિ જ થઈ ગયો છું.” 1 હું મારી માતાને જોઉં છું તેટલી વાર શેકીને યાદ કરું છું. ગકીને દુનિયાનો સૌથી શ્રેષ્ઠતમ કલાકાર ગણ જિઈએ. ખાસ
?.. supermost. ૬૦ - ૭
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે” કરીને “ધ મધર' પુસ્તકમાં તે તે લેખનકળાનું ઉચ્ચત્તમ શિખર સર કરે છે... આગળ પણ કોઈ નહિ, તથા પાછળ પણ કોઈ નહિ... તે જાણે હિમાલયનું ઊંચું શિખર છે. “ધ મધર' પુસ્તકને ફરી ફરીને - વારંવાર અભ્યાસ કરવો જોઈએ. ત્યારે જ તેને રસ તમારામાં થોડે થોડે પ્રવેશવા માંડે. ત્યારે જ ધીમે ધીમે તમને તેને ભાવ (feeling) અનુભવમાં આવે – વિચાર નહિ કે વાચન નહિ પણ ભાવ! અર્થાતુ તમને તેને સ્પર્શ થવા માંડે અને તમે તેને સ્પર્શ કરવા માંડો – તે જીવંત બની ઊઠે! પછી તે એક પુસ્તક ન રહે, પણ એક વ્યક્તિ બની જાય.
૫૪ covala : 'FATHERS AND SONS'
(૧૩ મી બેઠકની) સાતમી પડી પણ રશિયન લેખકની જ છે – ટર્જેનેવ (Turgenev)ની “ફાધર્સ એન્ડ સન્સ' (‘બાપા અને બેટાઓ'). એ ચ ડી મારા પ્રેમપાત્રોમાંની એક છે. મેં ઘણી
પડીને ચાહી છે – હજાશે ચોપડીઓને, પણ જેનેવના આ પુસ્તક જેવી એકે પડીને ચાહી નથી.
મેં મારા પિતાજી પાસે એ ચોપડી પરાણે વંચાવી હતી. તે અત્યારે ગુજરી ગયા છે; નહિ તે હું તે બદલ તેમની માફી માગત. મેં તેમની પાસે એ ચોપડી પરાણે કેમ વંચાવી હતી? મારી અને તેમની વચ્ચે જે ખાઈ (gan) હતી તેનું ભાન તેમને કરાવવાને એ એક જ માર્ગ હતો પરંતુ તે પણ એક અદ્ભુત માણસ હતા. મારા કહેવા માત્રથી તે એ પુસ્તક વારંવાર વાંચી ગયા હતા. એક વખત નહિ પણ અનેક વખત ! અને તે એ ચેપડી વાંચી ગયા એટલું જ નહિ, પણ મારી અને તેમની વચ્ચે જે ખાઈ હતી તે ઉપર પણ સેતુ બંધાઈ ગયો તથા અમે બને બાપ અને દીકરી ના
2. was bridged.
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
ડેસ્ટિવક્કી રહ્યા. એ કેવા વિચિત્ર (ugly) સંબંધ છે – બાપ અને બેટો, મા અને બેટી ... એવા બધા! પરંતુ મારા પિતાએ એ જાતને સંબંધ પડતો મૂકયો, અને અમે બંને મિત્ર બની રહ્યા. તમારા પોતાના પિતાના મિત્ર બનવું બહુ અઘરી વાત છે, તેમજ પોતાના પુત્રના મિત્રા બનવાનું પણ. પરંતુ એનું બધું શ્રેય મારા પિતાને ફાળે જાય છે, મારે ફાળે નહિ,
ટજેનેવની ચોપડી “બાપાઓ અને બેટાઓ' દરેક જણે વાંચવી જોઈએ. કારણ કે દરેક જણ કોઈ ને કોઈ સંબંધથી જોડાયું હોય છે – બાપ અને દીકરી, પતિ અને પત્ની, ભાઈ અને બહેન... એવા એવા અનેક – ગણતાં પણ ઉબકાઈ જવાય. ખરી વાત છે, ઉબકો જ આવે. મારી ડિક્ષનરીમાં કુટુંબના આખા વર્ગને “ઉબકો આવે એવા વિભાગમાં જ મૂકી રાખ્યો છે. પરંતુ દરેક જણ ઢોંગ કરીને એમ જ કહે છે કે કુટુંબ એ કેવી સુંદર વસ્તુ છે. દરેક જણ એ રોગ આચરવાની બાબતમાં અંગ્રેજ, બ્રિટિશ બની જાય છે.
પપ
ડેરોવસ્કી : DOSTONESKY (૧૪મી બેઠકનું) છઠઠું પુસ્તક ડોસ્ટોવસ્કીનું “Notes from the Underground' છે. આ ચોપડી વિશે કહેવાનું મેં ઘણી વાર – હમેશાં વિચાર્યા કર્યું હતું, પરંતુ વખત નહીં રહે એમ માનીને પડતું મૂક્યા કરતો હતો. મારે મને ખૂબ ગમતી પચાસ ચોપડીઓની વાત જ કરવી હતી, પરંતુ એ પચાસમાં બધી સમાવાય તેમ ન
3. ad nauseam. ૪. nausea.
૫. અંગ્રેજો શિષ્ટતા દાખવવા બોલવામાં હમેશાં મનમાં હોય તેથી ઊલટું તે પ્રશંસા દાખવતું જ કહે છે. – સં.
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
પુસ્તકો જે મને ગમ્યાં છે હેવાથી બીજી પચાસ ઉમેરવાનું નક્કી કર્યું, અને પછી પણ ત્રીજી પચાસ ઉમેરી.
ડોસ્ટોવસ્કીની એ બહુ વિચિત્ર પ્રકારની ચોપડી છે. એને લેખક જે વિચિત્ર માણસ હતું તેવી જ એની ચેપડી પણ છે. માત્ર notes એટલે કે નધિો જ છે તૂટક તૂટક. બહારથી જોઈએ તે એકબીજા સાથે તદ્દન અસંગત લાગે તેવી, પણ ખરી રીતે જીવંત એવા આંતરપ્રવાહથી એકબીજા સાથે સુસંબદ્ધ. તેનું તે ધ્યાન જ કરવું પડે. બસ, આટલાથી વિશેષ એ ચેપડી વિશે મારે કાંઈ કહેવું નથી.
- જેમના તરફ કેવળ દુર્લક્ષ કરવામાં આવ્યું છે એવી શ્રેષ્ઠ કલાકૃતિઓમાંની તે એક છે. તેના તરફ કોઈ લક્ષ આપતું હોય એમ દેખાતું નથી. એકમાત્રા સાદાસીધા કારણે કે તે નવલકથા નથી. માત્ર નધિો છે. તે નધિો પણ બિન-ધ્યાનસ્થને તદ્દન અસંબદ્ધ લાગે. પણ મારા શિષ્યને તે ભારે કીમતી થઈ પડે– તેને તેમાં છુપાયેલા મેટા ખજાના લીધે તેમ છે.
પ૬
પૂબર : HASSIDISM બારમી બેઠક: મને યાદ છે ત્યાં સુધી દિવસેના દિવસો મેં વાંચ્યા જ કર્યું છે. અર્ધી સદી સુધી એટલે મેં વાચવાંમાંથી ૫૦ જ પુસ્તકો પસંદ કરવાં એ તે અશક્ય જ હતું. એટલે ૫૦ પુસ્તકો પૂરાં થયાં ત્યારે તાક0 તરીકે બીજાં ૫૦ પુસ્તકો ઉમેરવાનું નક્કી કર્યું. પરંતુ હવે તે પચાસ પણ પૂરાં થયાં એટલે તાક0ના તાક0 તરીકે ત્રીજાં ૫૦ ગણાવવાં શરૂ કર્યા છે.
૬. છેવટે કુલ ૧૬૭ ચોપડીઓ વિષે વાત કરી હતી. -સ• 1. aliveness. 6. meditated upon.
૯. (P.S.) Post Seript. આપણે પત્ર પૂરો થયા પછી કંઈ ઉમેરવું હોય તે તાક (તાજા કલમ) કરીને ઉમેરીએ છીએ તેમ. - સં.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
પૂબર
Ge
કારણ કે, માર્ટિન ભૂગરને મારી પ્રિય પુસ્તકોની યાદીમાં ન ઉમેર્યું હતું કે હું મારી જાતને કદી માફ ન કરી શકત. એટલે તેના પ્રાયશ્ચિત્ત તરીકે હું બૂબરનાં – એક નહિ પણ – બે પુસ્તકો રજૂ કરવાને છું. પહેલું પુસ્તક “Tales of Hassidism' (હસીદ સંપ્રદાયની વાતો') છે. સુઝુકીએ ઝેન ફિલસૂફી આધુનિક જગત સમક્ષ રજૂ કરવાનું જે મહતું કાર્ય કર્યું છે, તેવું બૂબરે “હસીદ” સંપ્રદાયની ફિલસૂફીને માટે કર્યું છે. બંનેએ મુમુક્ષુઓની મહાન સેવા બજાવી છે. પરંતુ સુઝુકીને છેવટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ત્યારે ખેદ સાથે કહેવું પડે છે કે ભૂગરને નહોતું થયું.
ભૂગર મહાન લેખક, ફિલસૂફ અને વિચારક હતો. પરંતુ એ બધી લાયકાતો તે રમવાનાં રમકડાં કહેવાય છતાં બૂબરનું નામ મારી યાદીમાં ઉમેરીને તેનું અભિવાદન કરું છું. કારણ કે, તે ન હેત તે દુનિયાને ‘હસીદ’ શબ્દ પણ સંભાળવા ન મળ્યો હોત.
બ્બર હસીદ સંપ્રદાયના કુટુંબમાં જ જન્મે હતે. બચપણથી જ તેને ઉછેર હસીદ લોકો વચ્ચે થયો હોઈ, તે વસ્તુ તેના લોહીમાં, તેના હાડમાં, તેની મજામાં ઊતરેલી હતી. તેથી જ્યારે તે તેનું વર્ણન કરે છે, ત્યારે તદ્દન સારું લાગે છે. જો કે તે માત્રા “સાંભળેલી વાતો
૧૦. મૂળમાં penance શબ્દ છે. કરેલાં પાપ ધોવા જે તપસ્યા કરવામાં આવે છે તેમાં પણ પ્રાયશ્ચિત્તને જ ભાવ રહેલું હોય છે. - સં.
૧૧. Hassed ને ખરે ઉચ્ચાર શ થતો હશે તે ખબર ન હોવાથી કલ્પનાથી ઉતાર્યો છે. “હસીદ' શબ્દનો અર્થ સંત થાય છે. ન્યૂ લેકમાં એ સંત-સંપ્રદાય ઊભું થયે હતે. - સં.
૧૨. જાપા માં પ્રવર્તેલા બૌદ્ધ સાધનાવાદને “ઝેન (ધ્યાન”) નામથી ઓળખવામાં આવે છે. - સં.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૨
- પુસ્તકા – જે મને ગમ્યાં છે’
જ કહી બતાવે છે; વિશેષ કાંઈ નહિ, તેમ છતાં તેણે જે સાંભળ્યું છે, તે ખરેખર સાચું જ સાંભળ્યું છે, એ વસ્તુની નોંધ લેવી જોઈએ. સાચી રીતે સાંભળવું એ ઘણું મુશ્કેલ કામ છે, અને પાછું તેને દુનિયા સમક્ષ સાચી રીતે રજૂ કરવું એ તે વળી વિશેષ મુશ્કેલ છે. પણ બ્યૂબરે એ કામ સુંદર રીતે બજાવ્યું છે.
* Tales of Hassidism' (‘હસીદ સંપ્રદાયની વાતા') પુસ્તક બધા સત્યના શોધકોએ – મુમુક્ષુઓએ વાંચવું જોઈએ. એ ટૂંકી વાતોની એવી ગજબની સુવાસ૧૪ છે. ઝેન કરતાં તે જુદી છે. સૂફીમાર્ગ કરતાં પણ જુદી છે. તેની સુવાસ તેની પોતાની જ છે, બીજા કોઈના અનુકરણરૂપ, નકલરૂપ કે બીજા કોઈ પાસેથી ઊછીની- લીધેલી નથી. હસીદ સંપ્રદાયના સાધક પ્રેમ કરે છે, હસે છે, નૃત્ય કરે છે. તેને માર્ગ તપસ્યા અને નિગ્રહ celibacy ને નહિ પણ આનંદોત્સવ (celibration)ને છે. એ વસ્તુ જ મારા અનુયાયીઓપ અને હસીદ સંપ્રદાયના લોકો વચ્ચે સેતુરૂપ બની રહે છે. આટલા બધા ન્યૂ – યહૂદી – લોકો મારી પાસે આવે છે એ માત્ર અકસ્માત નથી. બાકી, હું તો હમેશાં બને તેટલાં યહૂદીઓનાં માથાંના ફુરચા ઉરાડી દેવાના ૬ કામમાં જ વ્યસ્ત રહું છું... અને છતાં તે જાણે છે કે હું તેમને ચાહું છું. મને યહૂદી ધર્મના તત્ત્વ ઉપર અર્થાત્ હસીદ સંપ્રદાય ઉપર પ્રેમ છે. મેઝીઝે તે તેનું નામ પણ સાંભળ્યું નહોતું, છતાં તે હસીદ (‘ સંત ’) તા હતા જ, તે વાત એ જાણતા હતા કે નહિ એ અગત્યનું નથી. હું તે ‘ હસીદ ' હતા એમ જાહેર કરું છું; તેમજ બુદ્ધ, કૃષ્ણ, નાનક અને મહંમદને પણ,
૧૩. became enlightened.
૧૪. flavour.
૧૫. my people.
૧૬. shattering the heads.
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
પૂબર
માર્ટિન બૂબરની બીજી ચોપડી છે "I and Thou” (“હું અને તું'). તે તેનું સૌથી વધુ પ્રખ્યાત પુસ્તક છે. તે પુસ્તક માટે તેને નોબેલ પારિતોષિક મળ્યું હતું. મને માફ કરજે, પણ હું તે પુસ્તક સાથે સંપૂર્ણપણે અસહમત છું. હું તેને મારી યાદીમાં સામેલ કરું છું કારણ કે તે અતિ સુંદર પુસ્તક છે – અંતરના ઊંડાણથી, સદૂભાવપૂર્વક તથા કલામય ૧૮ રીતે લખાયેલું. છતાં તેમાં “આત્મા’ (soul)૧૮ નથી. તેનું કારણ એ છે કે, બૂબરમાં પોતાનામાં જ
આત્મા' નહતો. પછી તે બિચારો પોતાની ગમે તેવી કોષ્ઠી” કૃતિમાં પણ આત્મા શી રીતે લાવી શકે?
I and Thou' પુસ્તકનો યૂ- યહૂદી – લેકો બહુ આદર કરે છે. કારણ કે તેઓ એમ માને છે કે તે પુસ્તકમાં તેમના ધર્મનું નિરૂપણ કર્યું છે. પરંતુ તે પુસ્તક કેઈ ધર્મનું નિરૂપણ કરતું નથી – નહીં ન્યૂ ધર્મ કે ન હિંદુ ધર્મનું. તેમાં તે માર્ટિન બૂબર નામના માણસના અજ્ઞાનનું નિરૂપણ છે! પરંતુ એ માણસ મોટો કલાકાર, મહા-પ્રજ્ઞ (genius) પુરુષ હતો. અને કોઈ મહાપ્રજ્ઞ પુરુષ પિતે જે વિશે કંઈ ન જાણતો હોય તે વિશે પણ લખવા તત્પર થાય, ત્યારે તે પણ એક કોષ્ઠ કૃતિ જ બની રહે.
“I and Thou' પુસ્તકનું મંડાણ કે તેનો પાયો જ ખોટો છે. બ્યુબર કહે છે કે તે પુસ્તકમાં તેણે ઈશ્વર અને માનવ વચ્ચેને વાર્તાલાપ નિરૂપ્યો છેએ તે નરી બેવકૂફી જ છે, માનવ અને ઈશ્વર વચ્ચે વાતચીત સંભવી શકે જ નહિ. માત્ર ચુપકીદી કે નીરવતા
90. profundity and sincerity. 26. artistically. ૧૯ તત્વદર્શન અર્થ સમજવો. - સં. ૨૦. masterpiece.
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે
(silence) જ સંભવે. વાતચીત? તમે ઈશ્વર સાથે શી બાબતની વાત કરવાના હતા.? ડૉલરના અવમૂલ્યનની? આયાતોલા રુહોલા ખામાનીની ?૨૧ તમે ઈશ્વર સાથે કયા મુદ્દા અંગે વાત કરવા જા? તેની સાથે વાતચીત કરવા માટે તમારી પાસે કોઈ મુદ્દો જ નથી ! ઈંશ્વર સામે તમે પ્રભાવિત થઈ ઈ માત્ર ચૂપ જ થઈ જઈ શકો.
૧૦૪
એ ચૂપકીદીમાં નથી હોતા ‘હું ’ કે નથી હોતા ‘તું.’ તેથી હું એ ચાપડીનું ખંડન કરું છું,૨૨ એટલું જ નહિ પણ એના નામનું પણ, એના અર્થ એવો નથી સમજવાનો કે ‘હું' અને ‘તું' બંને કાયમ જુદાં રહે છે. એ તે કમળના પાન ઉપરથી - ઝાકળનું બિંદુ ટપકીને સમુદ્રમાં પડી ગયું – તેમાં ભળી ગયું એના જેવા ઘાટ છે. ઝાકળ બિંદુ પછી બિંદુ રહેતું જ નથી – અર્થાત્ સમુદ્રરૂપ જ બની જાય છે. તેમજ ‘ હું ’ અને ‘તું' એમ બે સાથે હોય જ નહિ. માત્ર ‘હું' હોય કે માત્ર ‘તુ’ હાય. પણ જ્યારે ‘હું’ ન હેાય ત્યારે ‘તું’ ન હોય; અને જ્યારે ‘તું ' ન હોય ત્યારે ‘ હું ’ ન હોય. માત્ર નીરવતા – શાંતિ જ હોય ... હું અત્યારે ક્ષણભર ચૂપ થઈ જાઉં છું ત્યારે બ્યૂબર તેના આખા પુસ્તકથી જે કહેવા માગે છે અને તેમાં નિષ્ફળ નીવડે છે, તેના કરતાં ઘણું વધારે (અને ઘણું સારું) કહી દઉં છું. બ્યૂબરનું પુસ્તક નિષ્ફળ ભલે નીવડતું હોય. પણ તે એક શ્રેષ્ઠ કૃતિ છે એ તેા નક્કી જ,
૨૧. ઈરાનના ધર્માધ્યક્ષ, જેણે સલમાન રશદીના ‘સૈતાનિક `િસ પુસ્તક માટે આખા દુનિયાના મુસ્લમાને તેની કતલ કરી નાખવાનુ ફરમાન કાઢયુ' હતું. – * ૨૨. refute.
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
પ૭ ટોય : “WAR AND PEACE.'
(૧૩ મી બેઠકના) પાંચમા પુસ્તક તરીકે હું ટૉસ્ટૉયનું જ 'વૉર ઍન્ડ પીસ' પુસ્તક રજૂ કરું છું – દુનિયાની કોઈ પણ ભાષામાં લખાયેલું મહાન પુસ્તક. “મહાન' જ નહિ પણ કદમાં પણ મોટું .... હજારો પાનવાળું. આ પુસ્તકો એટલાં મોટાં – એટલાં જંગી હેય છે કે વાંચવા હાથમાં લેતાં જ બની જવાય. પણ ટૉલ્સ્ટૉયની આ ચોપડી જંગી હોવી જ જોઈતી હતી. “વૉર ઍન્ડ પીસ' એ તો આખી માનવજાતની ચેતનાને ઇતિહાસ છે. આખો ઇતિહાસ. એને ડાંક ગણતરીનાં પાનમાં ઉતારી શકાય જ નહિ. એટલાં બધાં પાન વાંચવાં એ પણ ખરેખર મુશ્કેલ વાત છે, પરંતુ જો તમે એટલાં પાન વાંચી શકો તે તમે જુદી દુનિયામાં જ પહોંચી જાઓ: તમને classic કહેવાય એવા વાચનને સ્વાદ ચાખવા મળે.
૫૮ કાર્લ માકર્સ
માર્ટિન બૂમર ન્યૂ હતું, અને બીજા કેટલા બધા યૂ લોકો હું તેમનું નામ મારી યાદીમાં ઉમેરું તે માટે કતારબંધ ઊભા રહ્યા છે! ભલા ભગવાન, કેટલી મોટી લાઈન છે? એટલે હું જરા ઉતાવળ કરીશ, અને બને તેટલાને પતાવી દઈશ. પણ થોડાક તે એવા જીદ્દી છે કે હું તેમના વિશે બે શબ્દો પણ બોલું નહિ, ત્યાં સુધી અહીંથી ખસવાના નથી.
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પુસ્તકે જે મને ગમ્યાં છે” (એટલે ૧૨ મી બેઠકના ત્રીજા પુસ્તક તરીકે માર્ટિન ખૂબર પછી બીજા યૂ કાર્લ માકર્સનું પુસ્તક “Das Kapital' (ધ કેપિટલ') હું રજૂ કરું છું.
ખરાબમાં ખરાબ રીતે લખાયેલું પુસ્તક હોય તે તે આ પુસ્તક છે. પરંતુ એક રીતે તે મહાગ્રંથ છે, કારણ કે લાખ અને કરોડો
કે તેના ભક્ત છે. લગભગ અર્ધી દુનિયા કૉમ્યુનિસ્ટ (સામ્યવાદી) છે, અને બાકીના અર્ધા ભાગ વિષે તમે કશું ચોક્કસ કહી શકો તેમ નથી. જે લોકો સામ્યવાદી નથી તેઓ પણ તેમના અંતરમાં ઊંડે ઊંડે એમ માનતા હોય છે કે સામ્યવાદમાં કંઈક સારું તે છે જ. પરંતુ હું માનું છું કે, સામ્યવાદમાં કશું જ સારું નથી. તેમાં એક મોટા સ્વપ્રને બહેલાવવામાં આવ્યું છે એટલું જ. કાર્લ માકર્સ માત્ર એક સ્વપદષ્ટા હતે. અર્થશાસ્ત્રી તે જરા પણ નહોતો. તે માત્ર એક કવિ હતો, પણ છેક ત્રીજી કક્ષાનો. તે મહાન લેખક પણ નથી. કોઈ તેનો ગ્રંથ વાંચતું જ નથી. મને ઘણા કોમ્યુનિસ્ટો મળ્યા છે. તે બધાની આંખમાં આંખ મિલાવીને મેં તેમને પૂછવું છે કે, તમે (આખું) Das Kapital' પુસ્તક વાંચ્યું છે? તેમાંના કોઈએ “વાંચ્યું છે' એવો જવાબ આપ્યો
નથી.
ચોપડીમાં હજારો પાન છે, પણ બધો કૂડો-કચરો જ.૧ તર્કસંગત કે બુદ્ધિસંગત કહેવાય એવું કશું લખાણ એમાં નથી. જાણે કોઈ પાગલ લખી રહ્યો હોય એવી રીતે લખાયેલું તે પુસ્તક છે. કાર્લ માકર્સ જ્યારે જે મનમાં આવ્યું તે લખે જાય છે. બ્રિટિશ મૂઝિયમમાં બેસી હજારો ચોપડીઓથી ઘેરાયેલે તે લખે જ જાય છે. અને રોજ લાયબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે તેને ઘસડીને જ બહાર કાઢ એ તે રોજની રીત બની રહી હતી. તેને પરાણે બહાર ન કાઢે ત્યાં સુધી તે ઊઠે જ નહિ. એક વખત તે બેહોશ હાલતમાં તેને બહાર કાઢવો પડયો હતો.
૧, rubbish.
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
સિગ્નડ ક્રોઈડ
૧૦૭ હવે આ માણસ કેટલાય લોકોને ભગવાન બની બેઠો છે. અરે ખ્રિસ્તી ધર્મ જેવી જ ત્રિપુટી છે એમ પણ કહી શકાય – કાર્લ માકર્સ, ફ્રેડરિક એન્જલ્સ અને લેનિન, પૃથ્વી ઉપર આ ત્રણ જણ કરોડ લોકોના ભગવાન બની રહ્યા છે એ એક મોટી આફત જ છે. છતાં હું કાર્લ માકર્સની ચોપડી મારી યાદીમાં રજૂ કરું છું તે તમે તેને વાંચો તે માટે નહિ. પણ તમે તેને ન વાંચો તે માટે. મેં કહેલા શબ્દો નીચે લીટી દોરે ન વાંચશે, અત્યારે જ તમે બધા ઘણા ગોટાળાઓમાં વીંટળાઈ રહ્યા છો; હવે “Das Kapital' વાંચીને તેમાં વધારો કરવાની જરૂર નથી.
પ૯ સિમ્ડ ફ્રોઈડ – આઈન્સ્ટાઈન (બારમી બેઠકના) ચેથા પુસ્તક તરીકે વધુ એક ધૂને – સિઝંડ ફ્રોઈડને રજૂ કરું છું. “લેકચર્સ ઑન સાઈકએનાલિસિસ ” એ એનું મુખ્ય પુસ્તક છે. મને “ઍનાલિસિસ' (પૃથક્કરણ) શબ્દ ગમતું નથી; તેમ જ એ માણસ પણ પરંતુ કાર્લ માકર્સની પેઠે તે એક મોટી ચળવળ ઊભી કરી શક્યો હતો. ઉપરાંત જગતની કેટલીક પ્રમુખ વ્યક્તિઓમાં પણ તેના નામને સમાવેશ થાય છે. | ન્યૂ લેકએ હમેશાં આખા જગત ઉપર છાઈ જવાનાં સ્વપ્ન સેવ્યાં છે. અને ખરેખર તેઓ જગત ઉપર છાઈ ગયા પણ છે. આજના જમાના ઉપર છાઈ જનાર ત્રણ અગત્યની વ્યક્તિઓ ગણાવવી હોય તે તે કાર્લ માકર્સ, સિગ્મન્ડ ફ્રૉઇડ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે. અને ત્રણ જણ ન્યૂ છે. ન્યૂ લોકો આખા જગત ઉપર છાઈ જવાનું સ્વપ્ન તેટલા પૂરતું સિદ્ધ થયું છે.
3. dominant figures.
2. great work. ... dominating.
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે- જે મને ગમ્યાં છે પરંતુ અર્થશાસ્ત્રને લાગેવળગે છે ત્યાં સુધી કાર્લ માકર્સ ઓટો છે; અને (માનસશાસ્ત્રની બાબતમાં) ફૉઈડ ખોટો છે, કારણ કે, મનનું પૃથક્કરણ કરવાનું છે જ નહિ, તેને તે બાજુએ મૂકી (તત્ત્વદર્શન માટે) અ-મનવાળી દશામાં પ્રવેશ કરવાને છે.
અને આલબર્ટ આઇન્સ્ટાઈન તેના સાપેક્ષતાવાદ (theory of relativity) પૂરતો જરૂર સાચી છે. પરંતુ તેણે ઍટમ-બોંબ બનાવવાના પ્રસ્તાવ સાથે પ્રેસિડન્ટ રૂઝવેલ્ટને કાગળ લખ્યો એ તેણે ભારેમાં ભારે મૂર્ખામી કરી હતી. હીરોશીમા અને નાગાસાકી એ બે નગરોના હજારો અને લાખો રહેવાસીઓ જીવતા બળી મર્યા તેને માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ જવાબદાર – ગુનેગાર છે. તેના પત્રથી જ અમેરિકામાં એટમ-બોમ્બ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. તેણે પોતાની જાતને એ ગુના માટે કદી માફ નથી કરી, એ વાત તે માણસનું સારું પાસું બતાવે છે, તેણે મોટામાં મોટું પાપ કર્યું છે એની પ્રતીતિ તેને થઈ ગઈ જ હતી. અને તે મોટી હતાશા (frustration) સાથે મરણ પામ્યો. મરતાં મરતાં તેણે કહ્યું હતું કે, હું ફરી જન્મ લઈશ તે ભૌતિકશાસ્ત્રી (physicist) થઈને કદી નહિ જમ્મુ – કદી નહિ, માત્ર એક પ્લેબર તરીકે જ જન્મીશ.
અને આખી માનવજાતના ઇતિહાસમાં તે એક મહામના માનવી હતો. પરંતુ તે ભૌતિકશાસ્ત્રી થઈને જન્મ્યો તેમાં તેને હતાશ થઈ જવા જેવું શું લાગ્યું – શાથી લાગ્યું? તેનું સીધુંસાદું કારણ એ હતું કે, પોતે શું કરી રહ્યો છે તેની તેને સમજ જ ન રહી. જ્યારે ઘણું મોડું થઈ ગયું ત્યારે જ તેને તે વાતનું ભાન થયું.
ચંડીદાસે કહ્યું છે કે, ધ્યાન એટલે અ-મન થઈ જવું તે. કેવી અદ્ભુત વ્યાખ્યા છે. આઈન્સ્ટાઈનને ચંડીદાસ વિશે તેમ જ ધ્યાન વિષે કશી ખબર જ ન હતી. આ જમાનાના મહાનમાં મહાન માણસે મને તે એક હતો, પણ તેને ધ્યાન શું તેની ખબર જ ન હતી. પોતાના (આત્મા) સિવાય દુનિયાની બીજી બધી બાબતનું તેને જ્ઞાન હતું!
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
६०
ફ્રેડરિક એન્જલ્સ
(બારમી બેઠકનું સાતમું પુસ્તક) હું કાર્લ માકર્સ અને ફ્રેડરિક એજન્સને વિરોધી છું; પરંતુ બંનેએ મળીને લખેલા “ધ કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો' (“સામ્યવાદનું જાહેરનામું') પુસ્તકની મારે કદર કરવી જોઈએ. યાદ રાખજો કે હું કોમ્યુનિસ્ટ' નથી. મારા જેવો કૉમ્યુનિસ્ટ વિરોધી બીજો કોઈ તમને શોધ્યો નહિ જડે. છતાં હું આ નાના પુસ્તકને ચાહું છું. તે જે રીતે લખાયું છે તેની સ્ટાઈલ મને ગમે છે; તેમાં જે લખ્યું છે તે નહિ.
તમે જાણો છો કે વસ્તુને હું તેના વિવિધ પાસાંની દષ્ટિએ ચાહનાર માણસ છું. એટલે ચોપડીમાં લખેલી વસ્તુ ભલે ન ગમતી હોય, પણ તેને લખવાની સ્ટાઈલ એ મને ગમતી હોય તે તેને હું વખાણ્યા વગર ન રહું. સ્ટાઈલ! બુદ્ધ તે એની સામે આંખ-કાન બંધ કરી દીધા હતા અને મહાવીર તે પડતું મૂકીને ભાગ્યા હોત! પરંતુ હું જુદી જ કોટીને માણસ છું, એટલે “ધ કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો” પુસ્તક જે સ્ટાઈલમાં લખાયું છે તે મને ગમે છે, તેની અંદરનું લખાણ હરગિજ નહિ. તમે મારી વાત સમજ્યા? આપણે કોઈ માણસે પહેરેલા પિશાકનું વખાણ કરી શકીએ. જો કે તે માણસને પોતાને ધિક્કારતા હેઈએ. એ પુસ્તકનું છેલ્લું વાક્ય છે: “દુનિયાના કામદાર સંગઠિત થાઓ! તમારે ગુમાવવી પડશે તે તમારી બેડીઓ જ, પરંતુ જીતી લાવશો તો આખી દુનિયા!”
4. Friedrich Engels.
$. multidimensional.
૧૦૯
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે” તમે આ લખાણની સ્ટાઈલ જોઈ! તથા જે કહેવું છે તેની મક્કમતા પણ: તમારે ગુમાવવી પડશે તમારી બેડીઓ જ પરંતુ જીતી લાવશે આખી દુનિયા. હું મારા સંન્યાસીઓને પણ એમ જ કહું
– જોકે તેમને “સંગઠિત’ થવાનું નથી કહેતે; પરંતુ “થવાનું – બનવાનું' (just be) જ કહું છું. અને ખરેખર “બનશો” તે તમે તમને જકડતી સાંકળો સિવાય બીજું કશું ગુમાવ્યું નહિ હોય.
ઉપરાંત હું એમ પણ નથી કહેતો કે તમારે દુનિયાને “જીતી' લાવવાની છે. કોને દુનિયા જીતવાની પરવા છે કે પંચાત છે? મને તમે મહાન અલેકઝાંડર, નેપોલિયન બોનાપાર્ટ, એલફ હિટલર, જોસેફ
સ્ટેલિન કે માઓન્સે-તુંગ બનવા સમજાવી શકશો? એવા બેવકૂફોની તે મોટી હારમાળા છે; પણ મારે તેમની સાથે કશી લેવાદેવા નથી. હું મારા સંન્યાસીઓને કહ્યું “જીતી” લાવવાનું કદી કહેતો નથી. કારણ કે, જીતી લાવવા જેવું કશું છે જ નહિ, આપણે તે “થવાનું'બનવાનું છે. મારું એ જાહેરનામું છે. કારણ કે, તમે “બની જશો” એટલે તમે બધું જ પામી ગયા હશો.
ગ્રંથ? ૧૨ મી બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે હું એવું પુસ્તક રજુ કરવા માગું છું જેને લેખક કોણ છે તે કોઈ જાણતું નથી. મેં એ પુસ્તકને હમેશ ચાહ્યું છે. કબીરના કોઈ શિષ્ય તે લખ્યું છે એમ કહેવાય છે. તે પુસ્તક કોણે લખ્યું છે એ મુદ્દાની વાત નથી; મુદ્દાની વાત તે એ છે કે, જેણે કોઈએ લખ્યું છે તે ખરેખર સાક્ષાતકાર પામનારો અધ્યાત્મજ્ઞાની હતા, એટલે વિના સંકોચ કહી દઉં છું.
કાવ્યોનું એ નાનુંશીક પુસ્તક છે. એ કાવ્યો બહુ સારી રીતે લખાયેલાં નથી, એથી કહી શકાય કે એમને લેખક બહુ ભણેલો”
૭. આત્મ જ્ઞાની – આત્મસ્થ બનવાનું. - .
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
નહીં હોય. પરંતુ તેની શી પંચાત? પચાત તે તે કાવ્યમાં શું લખ્યું છે તેની કરવાની હેય. એ પુસ્તક કદી ક્યાંય છાપવામાં આવ્યું નથી. જેમના કબજામાં તે પુસ્તક છે, તે તે પુસ્તક છપાય તેની વિરુદ્ધ છે. તેઓ છાપવાની વિરુદ્ધમાં શાથી છે તે હું પૂરેપૂરું સમજી શકું છું તેમજ તેમની સાથે સહમત પણ છું, તેઓ કહે છે કે, કોઈ પુસ્તક છપાય એટલે તે એક બજારુ ચીજ બની જાય; તેથી તેઓ તે છપાય એની વિરુદ્ધમાં છે.
કોઈને એ ચોપડી જોઈતી હોય તો તે આવીને સ્વહસ્તે લખી જાય. તેથી કરીને ભારતમાં તે પુસ્તકની હસ્તલિખિત અનેક નકલો મોજૂદ છે, પણ તે દરેકની બાબતમાં તેને છપાવવામાં નહિ આવે એવી બાંહેધરી –પ્રતિજ્ઞા લેવરાવવામાં આવી હોય છે. પુસ્તક છપાય એટલે તેનું મૂલ્ય અવશ્ય ઘટી જાય છે – તે યાંત્રિક બની રહે છે – જીવંત રહેતું નથી. છાપખાનામાં થઈને તે પસાર થાય એટલે તેને આત્મા ગુમ થઈ જાય છે – તે માત્ર મડદું બનીને બહાર આવે છે.
આ ચોપડીનું કશું નામ નથી. તે કદી છપાયું જ નથી, એટલે તેના ઉપર નામ મૂકવાની જરૂર જ ઊભી થઈ નથી. જેઓની પાસે તેની મૂળ નકલ છે તેમને મેં પૂછયું હતું કે તમે લોકો તે પુસ્તકને શા નામે ઓળખો છો કે ઉલ્લેખો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો છે તેઓ તેને “ગ્રંથ' કહે છે.
આ “ગ્રંથ' શબ્દનો અર્થ મારે સમજાવવું પડશે. પહેલાંના વખતમાં અમુક વૃક્ષનાં પાન ઉપર બધું લખાણ થતું. પછી તે બધાં પાનને એકઠાં બાંધીને ગાંઠ વાળવામાં આવતી. એટલે ગ્રંથ શબ્દને અર્થ ગાંઠ વાળીને બાંધેલાં પાન થાય.
એ પુસ્તકમાં કેટલાંક બહુમૂલ્ય કીમતી વિધારે છે. હું તમને તેમાંના કેટલાંક કહી સંભળાવું. પહેલું એ છે કે, જે કાંઈ કહી શકાય - બોલી શકાય તેની પચાતમાં પડશો નહિ. જે કાંઈ બોલી શકાય તે સાર ન જ હેય બીજું વિધાન એ છે કે, ઈશ્વર એક શબ્દમાત્ર છે;
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
પુસ્તકો - જે મને ગમ્યાં છે? તેને અર્થ છે, પણ તે નામની કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. અમુક પ્રકારના “અનુભવનો તે વાચક છે; પણ તે કોઈ વસ્તુ’ નથી. ત્રીજું વિધાન કહું તે, ધ્યાન એટલે મન વડે કરતું ચિંતન કે મનન નહિ; કારણ કે તે મનને લગતી વસ્તુ જ નથી. ઊલટું મનને સદંતર બહિષ્કાર કરવો તેનું નામ જ ધ્યાન. એવું એવું તે કેટલુંય તેમાં છે. મારે મારી યાદીમાં 'ગ્રંથ' લાવવું જ હતું, કારણ કે કયાંય તેને ઉલ્લેખ નથી કે ક્યાંય તેનું ભાષાંતર થયું નથી.
૬ર.
ઝરબા ધ ગ્રીક' ' છઠ્ઠી બેઠકનું ત્રીજું પુસ્તક મને એક માણસ મળે જેને હું બિલકુલ ઓળખી જ શક્યો નહિ. ભારે વિચિત્ર બાબત કહેવાય, હજારો જીવનચરિત્રોમાં હજારો લોકો સાથે હજારો માર્ગે મેં મુસાફરી કરી છે. પણ આ માણસ કેણ છે? તે કઈ માટે આચાર્ય કે મહાત્મા નથી, તેથી હું તેને ઓળખી શક્યો નહિ, પરંતુ મને ગમતાં પુસ્તકોની યાદીમાં લેવા જેટલો તે નમ્ર પણ છે, તેથી મારી યાદીમાં તેને લઈ લઉં છું.
મને તે લેખકનું પુસ્તક હમેશ ગમ્યું છે. પ૧ પુસ્તકોની મારી યાદીમાં તેને ઉમેરી લેવાનું હું શાથી ભૂલી ગયો તેનું કશું કારણ હું આપી શકતા નથી. “ઝેરબ ધ ગ્રીક” પુસ્તકને લેખક-Kazantzakis (કઝન્ટીસ) પોતે ગ્રીક હતા. તેના નામનો ઉચ્ચાર કેવી શિત કરે એ પણ હું જાણતો નથી. પરંતુ તેનું પુસ્તક “ઝરબા ધ ગ્રીક” એ ખરેખર ઉત્તમ કૃતિ છે. તે પુસ્તક લખનાર માણસ બુદ્ધ પણ નથી કે મહાવીર પણ નથી. પરંતુ ગમે તે ક્ષણે તે તે બની શકે તેમ છે – તે તૈયાર થઈ ગયો છે – પાકી ગયો છે – પણ જાણે પોતાની મોસમ આવવાની જ રાહ જોઈ રહ્યો છે.
1. masterpiece.
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
રબા ધ ગ્રીક”
૧૧૩ ઝરબા' પુસ્તક મારાં પ્રેમપાત્રોમાંનું એક છે. હું બહુ વિચિત્ર લોકોને ચાહું છું. ઝેરબા એ વિચિત્ર માણસ છે. તે સાચે માણસ પણ નથી – કાલ્પનિક જ છે. પરંતુ મારે મન તે એક સાચો માણસ જ બની રહ્યો છે; કારણ કે, તે એપિક્યૂરસ, ચાર્વાક તથા દુનિયાના બીજા અનેક ભૌતિકવાદીઓને પ્રતિનિધિ છે. તે તેમને પ્રતિનિધિ છે એટલું જ નહિ પણ તે તેમના ઉત્તમ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે.
એક જગાએ ઝેરબા પિતાના માલિક (boss)ને કહે છે કે, “માલિક, તમારી પાસે બધું છે, છતાં તમે તમારા જીવનને નકામું ગુમાવ્યા કરો છો; કારણ કે, તમારામાં થોડુંક પાગલપણું (madness) ખૂટે છે. જો તમે થોડુંક પાગલપણું દાખવી શકો, તે જીવન એટલે શું તેની તમને ખબર પડશે.
હું ઝેરબાને સમજી શકું છું, એને જ નહિ પણ ઇતિહાસકાળથી ચાલ્યા આવતા “થોડા પાગલપણા’ સાથેના તમામ ઝોરબાને; પરંતુ કશી વાતનું “થોડું' મને ગમતું નથી. કોઈ માણસ થઈ શકે તેટલો પાગલ હું છું – છેક જ પાગલ! તમે જો માત્ર થોડા જ પાગલ હશો તો તમે જીવનને પણ થોડું જ સમજવાના. પરંતુ જરા પણ ન જણે તેના કરતાં “’ પણ જાણે તે સારું તે ખરું જ.
ઝેરબા, બિચારો ઝેરબા, એક મજૂર તે જરૂર કદાવર તથા મજબૂત બાંધાને માણસ હશે, તથા થોડો ગાંડ પણ. પરંતુ તેણે પિતાના માલિકને જે સલાહ આપી કે “ડા ગાંડા થાઓ’ એ જરૂર મોટી સલાહ હતી. પણ હું કહું છું કે “ઘડા' ગાંડા થયે કામ નહિ
2. materialists.
3. missing life. ૫૦ – ૮
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? ચાલે– તમારે ખરેખરા ગાંડા બનવાનું છે. પરંતુ તમે પૂરેપૂરા ગાંડા ધ્યાન દરમ્યાન જ થઈ શકો; તે સિવાય તે તમે મહામૂર્ખ જ બની રહેશો. તમે તેને પચાવી નહિ શકો, ઊલટું તે તમને પચાવી જશે. ધ્યાન એટલે શું તેની તમને ખબર નહીં હોય તો તેણે બળીને ભસ્મ થઈ જશે. તેથી મેં ઝોરબા માટે જુદું જ નામ બનાવ્યું છે: “બુદ્ધ “રબા,
બુદ્ધ ઝેરબા એ મારો સમન્વય (synthesis) છે. આવી મહાન કલાકૃતિની રચના કરવા માટે હું ઝન્ટકીસને ચાહું છું. પરંતુ તેને માટે મને દુ:ખ પણ થાય છે, કારણ કે હજુ તે અંધારામાં જ ગત ખાય છે. કઝન્ટકીસ, તારે હજુ ધ્યાનરૂપી માલિકની દોરવણીની જરૂર છે; નહીં તો જીવન એટલે શું તે તું કદી સમજી શક્યા નથી.
374 : HAAS
૯મી બેઠકનું પહેલું પુસ્તક હસનું “The Destiny of the Mind” (“ધ ડેસ્ટીની ઑફ ધ માઈન્ડ') છે. લેખકના H-A-A-S નામને ઉચ્ચાર કે કરાય છે તેની મને ખબર નથી. આ પુસ્તક બહુ જાણીતું નથી તેનું એક જ સીધુંસાદું કારણ એ છે કે તે બહુ ઊંડાણવાળું પુસ્તક છે. હું માનું છું કે આ હેસ જર્મન હેવો જોઈએ; અને જર્મન હોવા છતાં તેણે એક ઊંડા રહયવાળું પુસ્તક લખ્યું છે. તે કવિ નથી. તે તે એક ગણિતશાસ્ત્રીની જેમ જ લખે છે.
૧. freak out. ૨. profound. 3. immense significance.
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
હસ
ફિલોસોફીને અર્થ થાય છે : “જ્ઞાન ઉપર પ્રેમ.' ફિલો” (philo) એટલે પ્રેમ. અને “સોફિયા' (sophia) એટલે જ્ઞાન - ડહાપણ. પણ પૂર્વ તરફના દેશોમાં ફિલસૂફીને માટે “દર્શન વપરાય છે તેને એ અર્થ લાગુ પડી શકે નહિ. ‘દર્શન’ એટલે સમગ્ર (વિશ્વ) તરફ જોવાની દષ્ટિ. એની સરખામણીમાં ફિલોસોફી બહુ કઠણ – કઠોર શબ્દ છે,
પિતાના પુસ્તક “ડેસ્ટિની ઑફ ધ માઈન્ડ'માં હેસ “ફિસો' નહિ પણ ફિલેસિયા' શબ્દ વાપરે છે. તેમાં “ફિલો” એટલે પ્રેમ એ જ અર્થ છે, પરંતુ “એસિયા” એટલે સત્ય એવો અર્થ થાય છે - અર્થાત્ જે સાચું છે – અંતિમ સત્ય કે તત્ત્વ છે. તે “ ફિલોસા અર્થ જ્ઞાન કે ડહાપણ ઉપર પ્રેમ એવો નહિ, પણ જે સત્ય છેસાચું છે તેના ઉપર પ્રેમ, એ થાય. ભલે પછી તે સત્ય છે ઊતરી જાય તેવું (palatable) સ્વાદુ હેય કે કડવું હોય.
જે પુસ્તકે એ પૂર્વ(ના દેશો) અને પશ્ચિમના દેશોને એકબીજાની વધુ નજીક આણ્યા છે તેમાંનું આ એક પુસ્તક છે, પરંતુ થોડાક નજીક આયા છે એટલું જ. પુસ્તકો એથી વધુ કંઈ કરી ન શકે. ખરેખર મિલન થવા માટે તો માણસ જોઈએ, પુસ્તક નહીં અને હે એ માણસ ન હતો. તેનું પુસ્તક સુંદર છે, પણ તે પોતે એક સામાન્ય માનવી છે. સાચું મિલન થવા માટે તે બુદ્ધ જોઈએ, બોધિ ધર્મ જોઈએ, જિસસ જોઈએ, મહંમદ જોઈએ, અથવા બાલ છે. (Baal Sham) જોઈએ. ટૂંકમાં કહીએ તો ધ્યાન જોઈએ. પરંતુ હસે કદી ધ્યાન કર્યું હોય એમ હું માનતો નથી. તે એકાગ્ર બન્યો હશે. જર્મન “કૉન્સેન્ટેશન” (એકાગ્રતા) થી ખૂબ માહિતગાર હોય
૪. છ ફિલસૂફીઓને “ષટ દફન” નામ અપાયું છેઃ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાં. - એ છે પ્રખ્યાત ભારતીય દફને – ફિલસૂફ ના સિદ્ધાંત – છે. - સં.
4. may have concentrated.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે જે મને ગમ્યાં છે છે – “કૌન્જસ્ટ્રેશન કેપ્સ" વિષે સ્ત! કેવી ખૂબીની વાત? હું (જીવોના ઉદ્ધાર માટે) ધ્યાનને કૅમ્પ (શિબિરો) ચલાવું છું, ત્યારે જર્મને રિબાવીને મારી નાખવા માટેના કેમ્પ ચલાવતા. “કૉન્સેન્ટેશન” (એકાગ્રતા) એ જર્મન વસ્તુ છે; ધ્યાન એવું નથી. હા, જર્મમાં પણ કઈ ધ્યાની નીકળી આવે છે, પણ એ તે અપવાદ તરીકે. અને અપવાદ હમેશાં સામાન્ય નિયમનું જ સમર્થન કરે છે (કે સામાન્ય રીતે જર્મમાં ધ્યાની નીકળતા જ નથી).
६४ 51124LZS : ECKHART આજની નવમી બેઠકની જ બીજા નંબરની વ્યક્તિ તરીકે હું એપાર્ટનું નામ સૂચવું છું. તે પૂર્વના દેશોમાં જન્મ્યો હોત તો મને બહુ ગમતી વાત થાત. કારણ કે, જર્મમાં જન્મવું અને પછી અંતિમ તત્ત્વ વિશે લખવા કે કહેવા પ્રયત્ન કરવો એ બહુ મુશ્કેલ વાત છે. પરંતુ એપાર્ટે બિચારાએ એ પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ સંપૂર્ણ પ્રયત્ન કર્યો. અને જર્મન એટલે જર્મના જર્મન બો જ કામ હાથમાં લે તે સવગ-સંપૂર્ણ જ કરે.
એપાર્ટ અભણ માણસ હતો. અને ઘણાખરા અધ્યાત્મજ્ઞાનીઓ અભણ જ હતા એ નવાઈની વાત છે. ભણતરની બાબતમાં જ કંઈક બેટાપણું દેવું જોઈએ; નહિ તે ઘણા અધ્યાત્મજ્ઞાનીઓ ભણેલા કેમ ન હોય? કેળવણી અર્થાત્ ભણતર કઈ એવી વસ્તુને
૬. જમએ બીજા વિશ્વયુદ્ધ વખતે કેદીઓ માટે– ખાસ કરીને જર્મનીના યહૂદીઓને પૂરવા માટે એવા વાડા ઊભા કર્યા હતા જેમાં લાખ લોકોને રિબાવીને મારી નાખવામાં આવ્યા હતા. - સં
૭. કસમાં મૂકેલા શબ્દો મળતા નથી. - C, mystics.
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
એખાટ નાશ કરતું હોવું જોઈએ. જેથી માણસ અધ્યાત્મજ્ઞાની ન બની શકે ખરે જ કેળવણી નાશ કરે છે. ૨૫ વર્ષ સુધી કિંડન ગાર્ડનમાં પ્રવેશથી માંડીને યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ પછીના અભ્યાસકો સુધી તે તમારામાં જે કંઈ સુંદર છે તથા સુંદરતાની ખેવના કરનાર છે, તેને તે નાશ કરે છે. પાંડિત્યની નીચે કમળ છુંદાઈ જાય છે. કહેવાતા પ્રોફેસરો, શિક્ષકો, વાઇસ-ચાન્સેલરો, ચાન્સેલરો – વાલીડાઓએ પિતાને માટે નામે કેવાં સરસ પસંદ કર્યા છે. તેઓ ભેગા મળીને ગુલાબની હત્યા કરી નાખે છે.
ખરી કેળવણી તો હજુ શરૂ જ નથી થઈ. તેણે શરૂ થવું જ પડશે. તે હૃદયની કેળવણી હશે, મગજની નહિ – નારી જાતિના જે ખાસ ગુણ ગણાવાય છે (જેવા કે, કીતિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા) એમની ખિલવણી, નરજાતિના ખાસ ગણાતા ગુણની નહીં.
દુનિયામાં નરજાતિના બધા અવગુણોથી ભરપૂર એવી જર્મન જાતિને એપાર્ટ હ્રદયમાં ચીટકી રહ્યો અને તેને જે કહેવું હતું તે ત્યાં રહીને બોલ્યો એ બહુ નવાઈની વાત છે. તે છેક અભણ હતો, ગરીબ હતું, તેનામાં કશી રાજકારણી પ્રતિષ્ઠા (status) ન હતી કે નહોતી આર્થિક પ્રતિષ્ઠા. કશી જ પ્રતિષ્ઠા ન હતી એમ કહો તે પણ ચાલે – નકરો ભિખારી... છતાં તે કેટલો મટે સંપત્તિવાન હતો!
2. aesthetic. 3. scholarship.
૪. રજનીશજીએ તે અહીં દરેકમાં રહેલ feminine ની ખિલવણી કરવી પડશે એટલું જ કહ્યું છે. પરંતુ ગીતામાં અ૦ ૧૦, શ્લ૦ ૩૬ માં નારીજાતિનાં નામે ઈશ્વરી વિભૂતિ તરીકે ગણાવ્યાં છે તે અહીં ઉતાર્યા છે. - સં*
૫. રજનીશજીએ અહીં માત્ર masculine શબ્દ વાપર્યો છે. એટલે નારીજાતિના ગુણોથી ઊલટી બાબતે સમજી લેવી ઠીક લાગે છે. – સં.
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
'પુસ્તકા - જે મન ગમ્યાં છે” એના જેવા સંપતિવાન બહુ ઓછા માણસ હશે : પાતે હોવાની'' બાબતમાં – પોતે જે હતો તે બાબતમાં.
હે ની બાબતમાં એ શબ્દો મોટા ટાઈપમાં મૂકજો.
હોવું” ( being') અને "બનતા જવું' (becoming') એ બે શબ્દો સમજી લેવા જરૂરી છે. બનતા જવું” એ તો એક પ્રક્રિયા છે જેને પ્રારંભ પણ નથી તેમ જ અંત પણ નથી – એક ચાલુ પ્રક્રિયા જ છે. પરંતુ “હોવું’ એ કોઈ પ્રક્રિયા નથી, તે માત્ર છે જ. તેને “છેપણું” (is ness) કહો તે પણ ચાલે. હોવું' એ કાળ (time)ને લગતી બાબત નથી તેમ જ સ્થળ (space)ને લગતી પણ નથી. સ્થળ અને કાળથી તે પર (trascendence) છે. એ પર શબ્દ પણ મોટા ટાઈપમાં મૂકો સેનાના ટાઈપમાં જ નથી મૂકી શકતા એ મોટી કરુણતા છે. તેનું પણ તદ્દન શુદ્ધ – ૧૮ કેટનું નહિ તેમ જ ૨૪ કેરેટનું પણ નહીં – ટકા શુદ્ધ જોઈએ.
એપાર્ટી બહુ થોડી જ વાત કહી છે. પરંતુ એ થેડી વાતોએ પણ કાળમુખા પાદરીને અને પપને અને તેને ઘેરી રહેતી ભૂતાવળને (devils) સારી પેઠે છોડી મૂક્યા. તેઓએ તેને બોલતો
ભાવી દીધો અને શું બોલવું તે સમજાવી દીધું. એ મૂર્ખ લોકોની વાત કાનમાં પણ ન પેસવા દેવા માટે તો સામો મારા જેવો પાગલ માણસ હોવો જોઈએ પણ એપાર્ટ તો બહુ સીધોસાદો માણસ હતો. તેણે એમની વાત ધ્યાન દઈને સાંભળી – સત્તાધીશ લોકોની સ્તો. એક જર્મન છેવટે જર્મન જ રહેવાને તમે જ્યારે તેને “દાયા ફરો” (“turn right') એ હુકમ કરશો એટલે તે તરત જમણે ફરશે, અને તેને “બાંયા ફરો” કહેશે એટલે તરત તે ડાબી બાજુએ ફરી જશે.
4. the most male chauvinist raco. ૭. ugly priesthood.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
એપાર્ટ
યુનિવર્સિટીમાં લશ્કરી તાલીમમાંથી મને બરતરફ કરવામાં આવ્યો હતો. કારણ કે, જ્યારે “દાયા ફરો’નો હુકમ થયો ત્યારે હું વિચાર કરવા થોભી ગયો. મારા સિવાયના બીજા બધા જમણા ફરી ગયા હતા. મિલિટરી-ઑફિસરે મૂંઝાઈને મને પૂછ્યું, “અલયા મેં સાંભળ્યું નહિ? બહેરો છે કે શું?'
મેં જવાબ આપ્યો, “સાચી વાત છે; મારામાં જ કંઈ વાંકું છે. હું જમણો કે ડાબો શા માટે ફરું? એમ ફરવાની શી જરૂર છે? આ મૂર્ખઓ પણ ફર્યા છે ખરા, પણ થોડી જ વારમાં હું છું તેવી સ્થિતિમાં આવી જવાના છે. તો પછી ડાબા-જમણી ઘૂમવાની શી જરૂર છે?'
મને તરત જ યુનિવર્સિટીમાંથી રૂખસદ આપવામાં આવી એ સ્વાભાવિક જ હતું. મને તો તેથી અત્યંત આનંદ જ થયો. બધા કહેતા કે એ મારું કમનસીબ છે; પરંતુ હું તો એને મારું સદ્ભાગ્ય જ માનતો હતો. તેઓ અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા કે, “એને કાઢી મૂક્યો, પણ એનું એને કંઈ દુ:ખ થતું હોય એમ લાગતું નથી – ઊલટો એ તો રાજી થતો લાગે છે ....” મેં પણ સૌને રાજી થઈને પાર્ટી આપી... દારૂ બારૂ સાથે!
એપાર્ટ પિપ વગેરેની વાત કાન ઉપર લીધી. એક જર્મનને જ્ઞાનસાક્ષાત્કાર થશે મુશ્કેલ છે. વિમલકીર્તિ જ પહેલો જર્મન છે જેને જ્ઞાન-સાક્ષાત્કાર થયો હોય. એપાર્ટ પણ એની બહુ નજીક પહોંચી ગયા હતા. એક જ ડગલું જાણે ભરવાનું બાકી હતું – અને એની ભવસાગરની મુસાફરી પૂરી થઈ હોત ... અને પાર જવા માટેનાં દ્વાર ઊઘડી ગયાં હતા. પરંતુ પિપના ભારે દબાણ હેઠળ હોવા છતાં તેણે કેટલીક વાતે સુંદર કહી છે. તેનાં કથનમાં સત્યનાં કિરણોને કંઈ પ્રકાશ પ્રવેશ્યો છે, અને તેથી મેં તેને મારી યાદીમાં ઉમેર્યો છે.
<, enlightened.
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૬૫ હમ : BOEHME
ચાલુ નવમી બેઠકના જ ત્રીજા તરીકે હું એક જર્મનને જ રજૂ કરું છું. એના નામને ઉચ્ચાર શો થાય તેની મને ખબર નથી. પણ તેની શી પંચાત? જર્મને તે તેને જુદો જ ઉચ્ચાર કરતા હશે. પણ હું તો જર્મન નથી. મારે કોઈની સાથે એ બાબતમાં તડજોડ કરવાની નથી. હું તો તેના નામનો ઉચ્ચાર હમેશાં “બુમેન્ટ (Boomay) એ જ કરતો આવ્યો છે, તે પિતે બાવીને મને કહે કે, મારા નામને ઉચ્ચાર એવો નથી થતો, તો પણ હું તેને કહી દઉં કે, ચાલતો થા; તારા નામનો ઉચ્ચાર જે થતો હોય તે, હું તો તને બુમે જ કહેવાને.'
નવાઈની વાત છે કે, અપિતા જ્યારે જ્યારે મારા કમરામાં આવે છે, ત્યારે તરત જ મને બુમેની ગંધ આવે છે– મને બુમે જ યાદ આવે છે. કદાચ અમુક બાબતમાં સરખાપણું હોવાથી એમ બનતું હશે. જોડા સીવનાર હતો અને અપિતા મારા જોડા સીવે છે, પરંતુ અર્પિતા તને ધન્ય છે કે તું મને કદી ન કપેલા એવા સારામાં સારા જર્મનની યાદ અપાવે છે.
વળી બને છેક જ ગરીબ હતો. ડાહ્યો હોવા માટે માણસે ગરીબ પણ તેવું જોઈએ એ જાણે નિયમ હેય એવું અત્યાર સુધી બનતું આવ્યું છે. પરંતુ મારા આવી ગયા બાદ હવે એમ બનવાનું નથી. મારી પછી તો નિયમ એવું બની રહેવાને છે કે, તમારે અધ્યાત્મજ્ઞાની
1. "you are blessed.'
૧૨e.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
બેહમ
૧૧
થવું હોય તો ધનવાન પણ તેવું પડશે. મને પુનરાવર્તન કરી લેવા દો: તમારે અધ્યાત્મજ્ઞાની થવું હોય તો ધનવાન પણ હોવું પડશે. જિસસ કહે છે કે, તેને ઈશ્વરના રાજ્યમાં ધનવાન પ્રવેશ નહિ પામી શકે. પણ હું ભારપૂર્વક કહું છું કે, જે સૌથી વધુ ધનવાન હશે તે જ ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામી શકશે. અને યાદ રાખો કે હું જે કહું છું તે જિસસનાથી વિરોધી એવું કંઈ કહેતો નથી. જિસસની ભાષામાં “ગરીબ' શબ્દ અને મારી ભાષામાં “ધનવાન’ શબ્દ એ બે વિરોધી શબ્દો નથી; અને શબ્દોનો એક જ– સરખે જ અર્થ થાય છે. જે માણસે પોતાને અહંભાવ ગુમાવ્યો હોય, તેને જિસસ “ગરબ' કહે છે, હું તેને “ધનવાન' કહું છું. જેમ તમે ઓછા ને ઓછા અહંભાવવાળા બને, તેમ તમે સાચા ધનવાન બને છો. પરંતુ ભૂતકાળમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં બોહમ જે કોઈ માણસ તવંગરને ઘેર જ નથી.
પરંતુ પૂર્વના દેશોમાં એમ બનતું નથી. બુદ્ધ એક રાજકુમાર હતા; મહાવીર પણ રાજકુમાર હતા. જેના વીસ તીર્થંકરો રાજકુમારો હતા; કૃષ્ણ તો રાજા હતા અને રામ પણ બધા તવંગર હતા – ખૂબ જ તવંગર. એમાં કોઈ ગૂઢ અર્થ રહેલો છે: હું જેને સાચું તવંગરપણું કહું છું તે અર્થ, જે માણસ અહંભાવ ગુમાવે તે ખરેખરો તવંગર બને છે. જ્યારે તે શૂન્યરૂપ બની જાય છે ત્યારે જ તે તેનું ખરાપણું પ્રાપ્ત કરે છે. - બેહમે બહુ જ થોડી મુદ્દાની વાતો કહેલી છે. તે ઘણી વાતો કહી શકે એમ હતું જ નહિ, માટે ગભરાતા નહિ. તેમાંની એક મુદ્દાની વાત તમને હું કહી દઉં: “હૃદય જ ઈશ્વરનું ધામ – મંદિર છે.” ખરી વાત છે બોહમ, હૃદય જ મંદિર છે, માથું નહિ
2. significance.
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
મૅડમ બ્લેટસ્કી : MADAME BLAVATSKY
પાંચમી બેઠકમાં (પાંચમા તરીકે) હું હવે એક સ્ત્રીને લાવવા માગું છું. વારંવાર મને એક સ્ત્રીને યાદીમાં લાવવાનું મન થયા કરતું, પરંતુ પુરુષો જ એટલી મોટી સંખ્યામાં મને ઘેરી વળ્યા હતા કે સ્ત્રીને અંદર પેસવા જ દેતા ન હતા. એ દાક્ષિણ્ય ન કહેવાય. પરંતુ જે જીએ ગમે તેમ કરીને અંદર પ્રવેશ મેળવ્યો છે, તે સી મૅડમ બ્લા બ્લા બ્લેટસ્કી કેવી વિચિત્ર સ્ત્રી છે! બ્લેકીને હું હમેશા બ્લા બ્લા બ્લેવસ્કી નામે જ ઉલ્લેખું છું. બ્લા બ્લા લખવામાં જ તે કેટલી બધી કુશળ હતી? બ્લા બ્લા એટલે કશું જ ન હોય તે વિશે બધું જ લખવું. નાનાશીક રાફડાને મેટો પહાડ બનાવી મૂકવો. મારી યાદીમાં પેસનાર પહેલી સ્ત્રી એ જ હશે એ હું જાણતો જ હતું. તે ભારે બળવાન સ્ત્રી હતી. તેણે બધા પતંજલિઓ, કબીરો, બાદરાયણને બાજુએ ધકેલી કાઢયા અને “ધ સિક્રેટ ડૉકિરૂન” (“ગૂઢવાદ) નામના પિતાના સાત ભાગના પુસ્તક સાથે પ્રવેશ કરી જ દીધો. તે પુસ્તકને હું આ બેઠકના પાંચમા પુસ્તક તરીકે સ્વીકારી લઉં છું.
તે પુસ્તક પુસ્તક નથી પણ મટે “એનસાઈકલોપીડિયા (જ્ઞાનકોશ) જ છે. “આ લોકથી પર એવી અ-ભૌતિક-પારલૌકિક બાબતોનોઅનસાઈકલોપીડિયા. પારકિક બાબતોમાં મૅડમ બ્લેટસ્કીને
1. molehill.
૨. Esoterica. લૌકિક બાબતો માટે empirical શબ્દ છે. લૌકિક સિવાયની તેનાથી પર એવી બાબત esoterical કહેવાય. - સ0
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૭
મૅડમ લેકી કોઈ હંફાવી ન શકે – મારા સિવાય! હું તે બાબતો અંગે સાત નહિ પણ સાત વૉલ્યુમ લખી નાખું. તેથી જ હું અત્યાર સુધી “ધ સિક્રેટ ડૉકિરૂન' વિશે બોલવાનું ટાળતો હતો. કારણ કે હું જે એ સાત વૉલ્યુમ વિશે બોલવાનું શરૂ કર્યું, તો ઈન્શાલ્લા – અલ્લાની મરજી હોય તો હું સાતસો વૉલ્યુમ જેટલું બોલી નાખું.
બિચારી બ્લેસ્કી ! એ સ્ત્રી ઉપર મને દયા આવે છે તેમ જ હું તેને ચાહું પણ છું. જોકે તેને ચહેરો ખૂબ કદરૂપે હતો, તો પણl તેને ચહેરો ચાહવા લાયક તો શું ગમવા લાયક પણ નહોતો. છોકરી કંઈક ભૂંડું કરતાં હોય તો તેમને ડરાવવા માટે બ્લેટસ્કીને ચહેરો કામ આવે. બેકીને ચહેરો ખૂબ જ કદરૂપે હતો. પરંતુ મને તે સ્ત્રી ઉપર દયા જ આવે છે. પુરુષોની દુનિયામાં – પુરૂએ બનાવેલી દુનિયામાં – પુરુષના જ પ્રાધાન્યવાળી દુનિયામાં તે એકલી જ સ્ત્રી એવી છે જેણે પિતાની જાતને આગળ કરીને પુરુષ ઉપર વર્ચસ્વ હાંસલ કર્યું અને કોઈ સ્ત્રીએ પ્રવર્તાવેલો પહેલો જ ધર્મ પ્રવર્તા – થિયોસૉફી નામને. તે બાબતમાં તેણે બધા ઝરથુસ્ત્ર અને મહંમદની હરીફાઈ જ કરી છે, અને તે બદલ હું તેને ધન્યવાદ આપું છું. કોઈકે એ કામ કરવું જ જોઈતું હતું –પુરુષને તેનું સાચું સ્થાન બતાવવાનું અને તે બદલ હું તેને આભાર પણ માનું છું.
ધ સિક્રેટ ડૉટ્રિન પુસ્તક આ વેક બહારની વાતના કચરાથી ભરેલું છે, પરંતુ તેમાં ઘણાં રત્નો પણ છે તથા કમળો પણ છે. તેમાં ઘણે કચરો પણ છે કારણ કે તે બાઈ જ્યાં-ત્યાંથી જે મળે તે ભેગું કરનાર બાઈ જ હતી. તે કચરો કશા કામને છે કે નહિ તેની પચાત તે કરતી જ નહિ. બધી નકામી બેવકૂફીને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી આપવામાં તે ખાસી પાવરધી હતી. ભારે વ્યવસ્થિત
3. bullshit.
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પુસ્તકે - જે મને ગમ્યાં છે?
ગોઠવણી કરનાર બાઈ. પરંતુ અહીંતહીં થોડાં – બહુ ડાં – રત્નો પણ છે.
સમગ્ર રીતે જોઈએ તો એ પુસ્તકમાં મૂલ્યવાન કહેવાય એવું કશું વિશેષ નથી. છતાં મારી યાદીમાં સ્ત્રીનાં લખેલાં પુસ્તકો હું ઉમેરી લેવા માગતો હતો, તેથી તે પુસ્તક મેં ઉમેરી લીધું છે.
બ્લા-બ્લા-બ્લેટસ્કી ખરે જ બહુ વજનદાર બાઈ હતી – શબ્દના અર્થમાં વજનદાર! ૩૦૦ પાઉંડ વજન હશે. ૩૦૦ પાઉંડ વજન અને એક સ્ત્રીમાં! તેણે તમારા કહેવાતા મહમ્મદ અલીને એક ક્ષણમાં જ (કુરતીમાં) પછાડ્યો હતો તેણે “મેટામાં મેટો' કહેવડાવનારને પણ પગ તળે હૂંદી નાખ્યો હત– અને તેને ટુ પણ પછી તમારા હાથમાં ન આવત. ત્રણસો પાઉડ- ખરી સ્ત્રી! તેને કોઈ પ્રેમી ન મળે, માત્ર અનુયાયી જ મળ્યા, એ વાતમાં નવાઈ પામવા જેવું કશું નથી. સ્વાભાવિક રીતે જ તમે એવી સ્ત્રી ઉપર પ્રેમ કરી જ ન શકો. જો તમે તેને ચાહે તે માટે એ તમારા ઉપર બળજબરી કરે, તો તમે એના અનુયાયી જ બની શકો.
૪. થિસોફીની ચળવળ આગળ ચલાવવામાં એની બેસંટે ખાસ ખાસ ભાગ ભજવ્યું હતું. પરંતુ રજનીશજીએ તેમને વિષે સ્વતંત્ર લખાણ કરવાને બદલે બર્નાડ શેના ખંડમાં જ તેમને લગતું પોતાનું મંતવ્ય આપી દીધું છે. એટલે એની બેસંટ માટે બર્નાર્ડ શે વાળે ખંડ જુઓ. – સં.
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
६७
Haidd' "The Mytlı of Sisyphus'
૧૨ મી બેઠકનું આઠમું પુસ્તક રજૂ કરતાં રજનીશજીએ જણાવ્યું કે, સામાન્ય અર્થમાં “ધાર્મિક’ કહેવામાં આવે છે તેવો ધામિક હું હરગિજ નથી. હું મારી પિતાની તે ધાર્મિક જરૂર છું. તેથી લોકોને નવાઈ લાગશે કે હું ધાર્મિક નહિ એવા પુસ્તકો મારી યાદીમાં શાથી સામેલ કરું છું. પરંતુ એ પુસ્તકો ધાર્મિક છે જ – તમારે જરા ઊંડા ઊતરવાની તસ્દી લેવી પડશે.
સિસિફસની કથા બહુ પ્રાચીન છે; અને માર્સેલે પિતાની પડીમાં તેનો ઉપયોગ કર્યો છે. તે કથા ટૂંકમાં તમને કહી સંભળાવું –
સિસિફસ એક દેવ હતા, પરંતુ દેવાધિદેવની અવજ્ઞા કરવા બદલ તેને સ્વર્ગમાંથી તડીપાર કરવામાં આવ્યો તથા સજા પણ કરવામાં આવી. સજા એ હતી કે તેણે એક મોટો ખડક ખીણમાંથી ઉપાડી પર્વતની ટોચ ઉપર મૂકી આવે. પરંતુ એ ટોચ એટલી સાંકડી તથા અણીદાર હતી કે પેલો દેવ બિચારો હાંફત અને પરસેવાથી નીતરત એ ખડક ઊંચકી લાવીને એ ટેગ ઉપર મૂક્વા જતો કે તરત એ ખડક પાછો નીચે ખીણમાં ગબડી પડત. ગમે તે કરે પણ એ અણીદાર ટોચ ઉપર એવડો મોટો ખડક એક ક્ષણ પણ ગબડયા વિના સ્થિર પડી રહી શકે તેમ નહોતું. છતાં સજા એટલે સજ. પેલા દેવને એ ખડક ઊંચકીને ટેચ ઉપર લાવી ગોઠવવાને હતો, એટલે પિતાના પ્રયત્નની નિષ્ફળતા ઉઘાડી દેખાતી હોવા છતાં એ દેવને પોતાના પ્રયત્નમાં વળગી રહેવું પડયું.
૨૫
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પુસ્તકે- જે મને ગમ્યાં છે' માણસની પણ આ જ રામાયણ છે. તેથી જ મેં કહ્યું કે જરા ઊંડા ઊતરવા પ્રયત્ન કરશો તે આ કયામાં પણ તમને શુદ્ધ ધર્મને સિદ્ધાંત હાથ લાગશે. માણસમાત્ર એવી જ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. તમે શું કરો છો? બીજા બધા પણ શું કરે છે? આખો ખડક ઊંચકીને ટોચ ઉપર લઈ જાઓ છો; ત્યાંથી તે અચૂક પાછે, નીચેની ખીણમાં ગબડી પડે છે – દરેક વખતે થોડોક વધુ ઊંડે પણ જ હશે. બીજે દિવસે પણ સવારમાં નાસ્તો પરવારી પાછા એ ખડકને જ ઊંચકીને પર્વતની ટોચ સુધી લાવો છો અને તમે બરાબર જાણો છો કે શું થવાનું છે – તે ખડક પાછો નીચે ગબડી પડવાને જ છે.
એ કથા બહુ સુંદર છે. માર્સેલે તેને ફરીથી રજૂ કરી છે. તે બહુ ધાર્મિક માણસ હતો. પરંતુ તે ખાલી પેકારો કરવામાં માનતે ન હ, તેથી કદી આગળ આવતો ન હતો. તે ચૂપ જ રહ્યો, ચૂપ રહીને જ તે અવસાન પામે. તે ભલે ચૂપ રહ્યો, પરંતુ તેણે લખેલ પુસ્તક “ધ મિથ ઑફ સિસિફસ’ પિકાર કરીને જણાવે છે કે, તે પુસ્તક કદી પણ રચવામાં આવેલી મહાન કલાકૃતિઓમાંનું એક છે.
ઍરિસ્ટોટલ ૧૬ મી છેલ્લી બેઠકના ચેથા પુસ્તક તરીકે ઍરિસ્ટોટલનું ‘Poetics” પુસ્તક રજૂ કરીને રજનીશજીએ સૌને અચંબામાં નાખી દીધા હતા. તેમણે કહ્યું કે ઍરિસ્ટોટલને તે હું જન્મથી દુશ્મન છું. તેને હું "એરિસ્ટોટલિટિસ’ (Aristotalitis) જ કહું છું. એ એક અસાધ્ય રોગનું જ નામ છે, એ રોગની કોઈ દવા જ નથી... એ સાચા અર્થમાં કેન્સર જ છે.
ઍરિસ્ટોટલને પશ્ચિમના દેશોની ફિલસૂકા અને તર્કશાસ્ત્ર (Logic). ને પછે કહેવામાં આવે છે. અને તે ખરેખર પિતા છે પણ ખરી.
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
એબલ કેલિન્સ
૧૨૭
પરંતુ માત્ર ફિલસૂફી અને તર્કશાસ્ત્રને જ; ખરી વસ્તુને - તત્ત્વને નહિ. ખરી વસ્તુ તે સૉક્રેટિસ, પાયથેગોરાસ, પ્લૉટિનસ, ડાયેજિનિસ અને યોનિસિયસ પાસેથી પશ્ચિમને મળેલી છે– એરિસ્ટોટલ પાસેથી હરગિજ નહિ.
પરંતુ નવાઈની વાત છે કે તેણે “Poetics’ પુસ્તક લખ્યું, જેને ઍરિસ્ટોટલના અભ્યાસીઓ અડતા પણ નથી ! મારે તે પુરતક માટે તેનાં પુસ્તકોમાં પણ ખેળ જ કરવી પડી હતી. એરિસ્ટોટલમાં પણ મને કંઈ સુંદર વસ્તુ મળશે કે કેમ એ જોવા હું પ્રયત્ન કરતે હતે. પરંતુ જ્યારે થોડાં જ પાનાંની તેની Poetics ચેપડી મને મળી ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો એ માણસમાં પણ દિલ જેવી ચીજ છે એની મને ત્યારે જ ખબર પડી. એ માણસે બીજું બધું માથામાંથી – મગજમાંથી લખ્યું હતું, પરંતુ આ પુસ્તક તે દિલમાંથી લખ્યું હતું. અલબત્ત એ પુસ્તક કાવ્યના તત્ત્વ અંગે છે, પરંતુ કાવ્યનું તત્વ પ્રેમના તત્ત્વથી ભિન્ન હોઈ શકે નહિ. એ પુસ્તક તેની અક્કલની સુવાસરૂપ નથી, પરંતુ તેના અંતરજ્ઞાન (intuition)ની સુવાસરૂપ છે. હું એ પુસ્તકની ભલામણ કરું છું.
M.C.: MABEL COLLINS ૭મી બેઠકના ત્રીજા પુસ્તક તરીકે મેબલ કોલિન્સનું “ધ લાઈટ ઑન ધ પાથ' ('સાધના માર્ગ ઉપર પ્રકાશ') નામનું પુસ્તક રજૂ કરું છું. જે માણસ સાધનાની ઊંચાં શિખરો સર કરવા માગે છે, તેણે આ પુસ્તક વાંચવું જોઈએ – સમજવું જોઈએ. કદની દૃષ્ટિએ કિંમત આંકીએ તે તે એ બહુ નાનું પુસ્તક છે; મારા થડાં પાનાં જ. પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ જોવા જઈએ તો તે સૌથી મોટાં – સૌથી મહાન પુસ્તકોમાંનું એક છે. અને સૌથી વધુ નવાઈની વાત તે એ છે કે, એ પુસ્તક આ જમાનામાં લખાયું છે. એ પુસ્તકમાં લેખકે
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પુસ્તકો - જે મને ગમ્યાં છે' પિતાનું આખું નામ પણ આપ્યું નથી – માત્ર પોતાના નામના શરૂઆતના અક્ષરો M.C. જ લખેલા છે. તેમનું આખું નામ એમના મિત્રો દ્વારા મને જાણવા મળ્યું એ તો એક અકસ્માત જ હતો.
લેખકે પિતાનું M.C. એટલું જ નામ શાથી લખ્યું હશે? મને તેનું કારણ સમજાય છે. લેખક તો (ઉપરથી આવતા પ્રકાશનું) વાહન માત્ર હોય છે. “ધ લાઈટ ઑન ધ પાથ' જેવાં પુસ્તકની બાબતમાં તો ખાસ એવું જ હોય છે. કદાચ લોકોને મદદ કરનારો - દોરનારો–પેલ સુફી ખિજરા જ M, C.ના પુસ્તકની પાછળ કામ કરી રહ્યો હશે.
M. C. થિયોસોફિસ્ટ હતા કે હતાં. લેખક પુરુષ હતા કે સ્ત્રી હતાં તે હું જાણતો નથી. અને તે પુરુષ કે સ્ત્રી હેય તેથી કશો ફરક પડતો નથી. થિયોસૉફિસ્ટોને સુફીઓ જે પરમ માર્ગદર્શક ખિજરામાં માને છે તેનાથી દેરાવાનું પસંદ ન પણ હોય. થિયોસોફિક્સ્ટ પરમ માર્ગદર્શક K.H.માં માને છે, એટલે હું M, C, ની બાબતમાં K.H. વડે તેમને દરવણી મળી હતી એમ કહું તો કદાચ વધુ ગમે. પરંતુ નામ ગમે તે આપ તેથી શો ફરક પડે છે? ગુરુ (Master) K H. હતા કે અધ્યાત્મજ્ઞાની ખિજવા હતા – એ મુદ્દાની વાત નથી. મુદ્દાની વાત તો એ છે કે, એ પુસ્તક નરદમ સેનાના બનાવેલા મિનારા જેવું દેદીપ્યમાન છે.
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૭૦
ઘાલિબ ૧૬ મી છેલ્લી બેઠકના દશમા તરીકે મિરઝા ઘાલિબને રજૂ કરવામાં આવ્યો છે. તેની કોઈ કૃતિનું વર્ણન કરવાને બદલે રજનીશજીએ જુદી રીતે જ તેનું મૂલ્યાંકન કરેલું છે. મિરઝા ઘાલિબ વિષે તે એટલું જ કહે છે કે, મિરઝા ઘાલિબ ઊદૂ ભાષાના મહાનમાં મહાન કવિ હતા. માત્ર ઊર્દૂ ભાષાના જ નહિ; દુનિયાની બીજી કોઈ ભાષામાં એવો કોઈ કવિ નથી જેને ઘાલિબ સાથે સરખાવી શકાય. તેમના પુસ્તકને 'દિવાન' કહેવામાં આવે છે. દિવાન એટલે કવિતાઓને સંગ્રહ, તેમનાં કાવ્યોનું વાચન કરવું બહુ અઘરું છે. પરંતુ તમે થોડો પ્રયત્ન જારી રાખે, તો તમને બહુ મોટી કિંમત હાંસલ થશે. તેની એક એક લીટીમાં આખું પુસ્તક સમાયેલું હોય છે. ઊર્દૂ ભાષાની એ જ ખૂબી છે. હું તો એમ કહેવા માગું છું કે, દુનિયાની બીજી કોઈ ભાષામાં માત્ર બે વાક્યોમાં આખા પુસ્તકને ભાવ સમાઈ જાય. એવી
ડામાં જ બધું કહી દેવાની તાકાત નથી અને મિરઝા ઘાલિબ ઊદૂ ભાષાના એવા ચમત્કારી જાદુગર હતા.
.
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૭૧
કૃષ્ણમૂર્તિ : એસટ
૧
૮ મી બેઠકનું પાંચમું પુસ્તક રજૂ કરતી વેળા રજનીશજી જણાવે છે કે, “એટ ધ ફીટ ઑફ ધ માસ્ટર” (‘જગદ્ગુરુને ચરણે’) નામનું એક પુસ્તક છે. તેના લેખક તરીકે જિષ્ણુ કૃષ્ણમૂર્તિ (Jiddhu Krishnamurti) એવું નામ આપવામાં આવ્યું છે પરંતુ કૃષ્ણમૂર્તિ પોતે એમ કહે છે કે, મૈં એ પુસ્તક કયારેય લખ્યું હોય એવું મને યાદ જ આવતું નથી. ખરી રીતે એ પુસ્તક ઘણા વખત પહેલાં એટલે કે કૃષ્ણમૂર્તિ નવ કે દશ વર્ષની ઉંમરના હશે ત્યારે લખાયેલું છે. એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી ઘણા પહેલા વખતની યાદ તેમને આવે પણ શી રીતે? પરંતુ એ પુસ્તક એક મહાન કૃતિ છે.
હું પ્રથમ વાર એ પુસ્તકને ખરો લેખક કોણ હતા તેનું નામ દુનિયાને જાહેર કરી દઉં છું : ઍની બેસંટ! એ પુસ્તક ઍની બેસંટે લખેલું છે, કૃષ્ણમૂર્તિએ નહિ. તો ઍની બેસંટ એ પુસ્તક પોતાની રચના છે એમ જાહેર થવા કેમ ન દીધું? તેમ કરવા પાછળ એક કારણ હતું : ઍની બેસંટ કૃષ્ણમૂર્તિને જગદ્ગુરુ તરીકે જાહેર કરવા માગતાં હતાં. એક માતાની એ મહત્ત્વાકાંક્ષા હતી. ઍની બેસંટે જ કૃષ્ણમૂર્તિને ઉછેરીને મેટા કર્યા હતા, અને કોઈ પણ માતા પોતાના સંતાનને ચાહે તેટલા બેસંટ કૃષ્ણમૂર્તિને ચાહતાં હતાં. તેમની વૃદ્ધાવસ્થા વેળાએ તેમને એક જ ઇચ્છા રહેતી હતી કે કૃષ્ણમૂર્તિ જગદ્ગુરુ બને. પરંતુ દુનિયને કહેવાનું શું કૃષ્ણમૂર્તિ પાસે ન હોય તો તેમના
૩૦
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણમૂર્તિ બેસંટ
૧૩૧ જગદગુરુ તરીકે સ્વીકાર કેમ કરીને થાય? “જગદ્ગુરુને ચરણે’ પુસ્તક વડે બેસંટે એ માગણી પૂરી કરવાનો પ્રયત્ન કરેલ છે.
કૃષ્ણમૂર્તિ પતે એ પુસ્તકના લેખક નથી. તે પોતે કહે છે કે, તેમણે એ પુસ્તક કદી લખ્યું હોય એમ તેમને યાદ આવતું નથી. કૃષ્ણમૂર્તિ પોતે સહૃદયી, સાચા અને પ્રમાણિક માણસ છે; છતાં એ પુસ્તક હજુ તેમને નામે વેચાય છે. તેમણે પ્રકાશકોને ખુલ્લંખુલ્લા કહી દેવું જોઈએ કે, પતે એ પુસ્તકના લેખક નથી; અને તેમને નામે એ પુસ્તક વેચાતું અટકાવી દેવું જોઈએ. પ્રકાશકોને એ પુસ્તક પ્રકાશિત કરવું હોય તો લેખકના નામ વિના તેને પ્રકાશિત કરે. પણ તેમણે તેમ કર્યું નથી. તે પોતે તેના લેખક નથી એમ ચેનું કહેવાને બદલે તે એટલું જ કહ્યા કરે છે કે, તે પુસ્તક તેમણે લખ્યું હોય એમ તેમને યાદ આવતું નથી. તેમણે તે સીધા શબ્દોમાં ને પાડી દેવી જોઈતી હતી.
પરંતુ એ પુસ્તક ખરેખર સુંદર છે. ખરું કહીએ તે કોઈને પણ એ પુસ્તકના લેખક હોવાનું અભિમાન થાય તેમ છે. જેઓને આધ્યાત્મિક સાધનાને માર્ગે પ્રયાણ કરવું છે અને કોઈ સદ્ગુરુની સાથે એકરૂપ બનવું છે, તે દરેકે એ પુસ્તકને અભ્યાસ કરવો જોઈએ. યાદ રાખો કે હું તે પુસ્તકને “અભ્યાસ’ કરવાનું કહું છું – માત્ર વાંચી જવાનું નથી કહેતે. કારણ કે, વાંચી જવા માટે તે ઘણી કલ્પના કથાઓ કે નવલકથાઓ છે. અરે “આધ્યાત્મિક નવલકથાઓ” પણ છે! આજે એમના અનેક લેખકો ફાટી નીકળ્યા છે તથા તેમની ડઝનબંધ ચોપડીઓ પ્રકાશિત થયે જાય છે કારણકે અત્યારે તેવી પડીઓની “માંગ' છે,
દશમી બેઠકના પાંચમાં પુસ્તક તરીકે રજનીશજી કૃષ્ણમૂતિનું “કોમેન્ટરીઝ ઓન લિવિંગ’ પુસ્તક રજૂ કરે છે અને કહે છે કે, એ
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પુસ્તકા – જે મને ગમ્યાં છે
પુસ્તકના અનેક ભાગે છે; અને તારકમંડળ જેમ વિશ્વ-રજકણના ઢગલામાંથી ઊભું થયેલું કહેવાય છે, તેવી જ એ પુસ્તકની રચના છે.
‘કૉમેન્ટરીઝ ઑન લિવિંગ' એ પુસ્તક ખરી રીતે લેખકની ડાયરી છે... કોઈ સુંદર સૂર્યાસ્ત જોયા હોય, બહુ પુરાણું કોઈ ઝાડ જેયું હોય, અરે માત્ર સાયંકાળ જોયા હોય પક્ષીઓ પોતપોતાને માળે પાછાં ફરતાં હોય, .... અરે, ગમે તે પ્રસંગ કે બીના .... સમુદ્ર તરફ ધસી જતી નદી ... કંઈક લાગણી થઈ આવે તેવું કંઈ હોય, તે તરત તેમણે ડાયરીમાં ટપકાવ્યું જ હોય. એ પુસ્તકના જન્મ એ રીતે થયો છે. તે પદ્ધતિસર લખવામાં આવેલું પુસ્તક નથી — માત્ર ડાયરી છે. પરંતુ તેને તમે માત્ર વાંચવા જ હાથમાં લે કે તરત તમે બીજી દુનિયામાં પહેોંચી જવાના · સૌંદર્યની દુનિયામાં ... શાંતિની ૧ દુનિયામાં. મારી આંખમાં ઊભરાઈ આવેલાં આંસુ તમે જુઓ છો?
-
કેટલોક વખત થયાં વાંચવાનું મેં છેાડી દીધું છે; પરંતુ આ ચોપડીના ઉલ્લેખમાત્ર થતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. હું એ પુસ્તકને ચાહું છું. દુનિયામાં કદી લખાયેલાં મહાનમાં મહાન પુસ્તકોમાંનું તે એક છે. મેં પહેલાં એક વાર કહ્યું છે કે, કૃષ્ણમૂર્તિનું * First and Last Freedom' એ તેમનું સૌથી સરસ પુસ્તક છે. પરંતુ આ પુસ્તકને પણ સૌથી સરસ કહું છું. તેથી વિરોધ આવતા નથી. કારણ કે આ ‘પુસ્તક' નથી પણ ' ડાયરી' છે. સાચા અર્થમાં તેને પુસ્તક ન કહેવાય, છતાં હું તેને મારી આ યાદીમાં ઉમેરી લઉં છું જ.
....
આઠમી બેઠકના આઠમા પુસ્તક તરીકે રજનીશજી બર્નાર્ડ શૉનું એક પુસ્તક રજૂ કરતી વેળા જણાવે છે કે, વિષયાંતર કરીને હું તમને
૧. beautitude. ૩. ‘by the way
૨. greatest books ever written. I tell you.
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
રામતીર્થ
કહેતો જાઉં કે, બર્નાર્ડ શો એક છોકરીને ચાહતા હતા અને તેને પરણવા માગતા હતા. પરંતુ તે છોકરીને અધ્યાત્મજ્ઞાની થવું હતું. તેને સત્યની શોધ કરવી હતી તેથી તે ભારત દેશમાં ચાલી ગઈ. તે છોકરી બીજી કોઈ નહિ પણ એની બેસંટ હતી. ઈશ્વરનો આભાર માનીએ કે શો પિતાને પરણવાનું તે છોકરીને સમજાવી ન શક્યા; નહિ તે આપણે એક મહાન શક્તિશાળી સ્ત્રી ગુમાવત. તે બાઈની ઊંડી સમજ (insight) તેને પ્રેમ, તેનું ડહાપણ (wisdom).. ખરે જ તે સ્ત્રી એક જોગણી (witch) હતી. હું ખરેખર એમ કહેવા માગું છું કે તે witch હતી, bitch (કૂતરી) નહિ. હું તેને bitch નહિ પણ witch કહું છું તે ધ્યાનમાં રાખજો ... witch બહુ સારો શબ્દ છેતેને અર્થ થાય છે “ડાહી” (wise.)
ગુમડdom) -
મણું
૭૨
રામતીર્થ ૧૬ મી બેઠકના સાતમા તરીકે હું આ સૈકાના ઠીક શરૂઆતના ભાગમાં થઈ ગયેલા એક ભારતીય અધ્યાત્મજ્ઞાનીને રજૂ કરું છું. તે પૂરા વિચક્ષણ માણસ હોય એમ હું માનતો નથી; કારણકે, તેમણે ત્રણ મોટી ભૂલ કરી હતી. બાકી, તેમનાં પ્રકાશિત થયેલાં સંકલિત પુસ્તકો (colleted works) સુંદર છે – નકરી કવિતા જ છે. પરંતુ તેમણે કરેલી ત્રણ ભૂલ ભૂલવી જોઈએ નહિ. રામતીર્થ જેવા માણસ પણ એવી મૂર્ખતાભરી ભૂલો કરી શકે?
તે અમેરિકા ગયા હતા. એમનામાં ચમત્કારે આકર્ષણ શક્તિ (charisma) હતી, અને ત્યાં તે લગભગ પૂજાતા જ હતા. જ્યારે
.
9. tremendously powerful. 2. mystic. 3. enlightened.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે-જે મને ગમ્ય છે” તે ભારત પાછા ફર્યા ત્યારે તેમણે પ્રથમ વારાણસી જઈ આવવાને વિચાર કર્યો. કારણ કે, વારાણસી હિંદુધર્મને અટળ ગઢ મનાતું હતું.... હિંદુઓનું જેરુસલેમ. તેમનું મક્કા. રામતીર્થને એવી ખાતરી હતી કે અમેરિકાએ જો તેમના તરફ આ પૂજ્યભાવ દાખવ્યો છે, તે વારાણસીને બ્રાહ્મણો તેમને દેવની પેઠે પૂજશે, પરંતુ તે ભૂવા કરતા હતા તે વારાણસીમાં ભાષણ કરવા લાગ્યા. તે જ વખતે એક બ્રાહ્મણ ઊભો થયો અને બોલ્યો, “તમે આગળ કંઈ વદો ત્યાર પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ આપે. તમે સંસ્કૃત ભાષા જાણો છો?”
રામતીર્થ તે પરમ તત્વ વિષે બોલી રહ્યા હતા, ત્યારે આ બ્રાહ્મણે તે એટલું જ પૂછયું કે, “તમને સંસ્કૃત ” આવડે છે? જો તમને સંસ્કૃત ન આવડતું હોય, તે પરમ તત્ત્વ વિશે બેલવાન તમને કશો અધિકાર નથી. માટે પહેલાં જઈને સંસ્કૃત ભણી આવો.”
એ બ્રાહ્મણને તે કંઈ દોષ કાઢી ન શકાય. આખી દુનિયામાં (બધા ધમેને) બ્રાહ્મણ-વર્ગ એ જ હોય છે. નવાઈ તો એ વાતની છે કે, રામતી સંસ્કૃત ભાષા શીખવાનું શરૂ કર્યું જ! એ વાતનો જ મને આઘાત લાગ્યો છે. કારણ કે, રામતીયે તો એ બ્રાહ્મણને એટલું જ સંભળાવી દેવું જોઈતું હતું કે“તારા બધા વેદો અને તારી સંસ્કૃત ભાષાને લઈને કાળું કરકે પરમ સત્યને જાણ્યું છે, પછી મારે સંસ્કૃત ભાષાને શું કરવી છે?”
રામતીર્થ સંસ્કૃત ભાષા જાણતા ન હતા એ વાત સાચી હતી. પરંતુ તે આવડવી જ જોઈએ એવું પણ કયાં છે? પરંતુ તેમને તે સંસ્કૃત ભાષા આવડવાની શાથી જરૂર જણાઈ તે સમજાતું નથી. તમને યાદ રાખવાનું કહું છું તે પહેલી ભૂલ આ હતી. તેમનાં પુસ્તકો ખરેખર ઘણાં જ કાવ્યમય છે. પૂરેપૂરાં પ્રેરણાદાયક. પરંતુ પરમજ્ઞાનીપ માણસ પોતે ક્યાંક ખોવાઈ ગયો છે.
૪. get lost. 4. esoteric.
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્ટોન
૧૩૫ બીજી ભૂલ : તેમનાં પત્ની તેમને મળવા દૂર પજાબથી આવ્યાં, ત્યારે તેમણે તેમને મળવાની ના પાડી. બીજી કોઈ સ્ત્રીને મળવાની તેમણે કદી ના નહોતી પાડી. તે પછી પોતાની જ પતનીને મળવાની ના પાડવાની શી જરૂર હતી? કારણકે, તેમને બીક હતી. હજુ તેમને સ્ત્રીમાં આસક્તિ બાકી રહી હતી. મને તેમની દયા આવે છે. (સંન્યાસી થઈને) પિતાની પત્નીને તેમણે ત્યાગ જ કર્યો છે, પછી તેમને બીક શી વાતની લાગતી હતી?
ત્રીજી ભૂલ : તેમણે છેવટે આપઘાત કર્યો હતો. હિંદુઓ તે એમ જ કહેવાના કે તે ગંગામાં સમાઈ ગયા. તમે ગમે તેવી ખરાબ બાબતેને સારાં રૂપાળાં નામ આપી શકે છે. (પણ તેથી ખરાબ બાબત ખરાબ જ રહેવાની.)
આ ત્રણ વિગતે સિવાયનાં રામતીર્થનાં પુસ્તકો કીમતી છે. પરંતુ તમે આ ત્રણ બાબતો ભૂલી જાઓ તો તમે તેમને સાક્ષાત્કાર પામેલા જ ગણવા લાગશો. તે જાણે સાક્ષાત્કાર પામેલા માણસ હોય એમ જ વાત કરે છે, પરંતુ તે માત્ર “જાણે સાક્ષાત્કાર પામેલા” હતા, એટલું જ.
૭૩ સ્ટાન
આજે તેરમી બેઠકના પહેલા પુસ્તક તરીકે હું ઇરવિંગ સ્ટોનનું “ધ લાસ્ટ ફોર લાઈફ” (“જીવનની તુણા') પુસ્તક રજુ કરું છું. વિન્સેન્ટ વાન ગોઘ (Gogh) ના જીવન ઉપર લખાયેલી એ નવલકથા છે. સ્ટોને એ નવલકથા લખીને એવું મોટું (tremendous) કામ કર્યું છે કે બીજા કોઈએ તેવું કામ કર્યું હોય એવું મને યાદ આવતું નથી. બીજાને વિષે એટલી આત્મીયતાથી કેઈએ લખાણ કર્યું નથી – જાણે પોતાના જ અંતરની વાત કરતો હોય!
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ,
પુસ્તકે- જે મને ગમ્યાં છે? “લસ્ટ ફોર લાઈફ” એ પુસ્તક માત્ર નવલકથી જ નથી. તે તે એક આધ્યાત્મિક ગ્રંથ છે. તેને હું મારી વ્યાખ્યા પ્રમાણે આધ્યાત્મિક કહું છું. મારી વ્યાખ્યા પ્રમાણે જીવનનાં બધાં પાસાં – બધી કક્ષાઓને એક સમન્વય હેઠળ આણવામાં આવે ત્યારે જ તે આધ્યાત્મિક બની રહે. એ પુસ્તક એવી સુંદર રીતે લખાયું છે કે તેને લેખક ઈરવિંગ સ્ટોન પોતે જ તેને આંબી જવા માગે છે પણ તે શક્ય નથી.
તે પુસ્તક લખ્યા પછી તેને બીજાં ઘણાં પુસ્તકો લખ્યાં છે, અને આજની બેઠકના બીજા પુસ્તક તરીકે હું સ્ટોનનું જ બીજું પુસ્તક રજૂ કરવાનો છું. હું તે પુસ્તકને “બીજા” પુસ્તક તરીકે રજૂ કરું છું કારણ કે, વસ્તુતાએ પણ તે બીજી કક્ષાનું પુસ્તક છે – “લસ્ટ ફોર લાઈફ'ની જેમ પ્રથમ કક્ષાનું નથી તે પુસ્તકનું નામ “ધ એંગની aðrs & viszzzil' (The Agony and the Ecstasy'
અજેપ અને અત્યાનંદ') છે. તે પુસ્તક પણ પહેલા પુસ્તકની પિઠે બીજા કોઈ જીવનચરિત્રને આધારે જ લખાયેલું છે. સ્ટોન કદાચ માનો હશે કે, તે “લસ્ટ ફૉર લાઈફ' જેવું જ બીજું પુસ્તક લખતે હશે, પરંતુ તે બાબતમાં તે નિષ્ફળ નીવડયો છે. જોકે તે નિષ્ફળ નીવડયો છતાં તે પુસ્તક પણ બીજા નંબરનું તો છે જ – બીજે નંબર પણ તેના પુસ્તકના પહેલા નંબરની દષ્ટિએ, બીજા કોઈ લેખકના પુસ્તકની દષ્ટિએ હરગિજ નહિ. કલાકારો, કવિઓ, ચિત્રકારો વગેરેનાં જીવનચરિત્રને આધારે સેંકડો નવલકથાઓ લખાઈ છે, પણ તેમાંની કોઈ સ્ટોનના બીજા પુસ્તકની કક્ષાએ પણ પહોંચી શકતી નથી. તે પ્રથમ પુસ્તકની કક્ષાની તે વાત જ ક્યાં? સ્ટોનનાં બંને પુસ્તકો સુંદર છે; પરંતુ પહેલા પુસ્તકનું સૌંદર્ય તે અર્લોકિક છે.
સ્ટોનનું બીજું પુસ્તક જરા નીચેની કક્ષાનું છે, પણ એમાં સ્ટોનને કશો વાંક નથી. તમને ખ્યાલ હોય કે તમે “લસ્ટ ફૉર
9. all dimensions of life have to be incorporated into a synthesis.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
સ્ટેન લાઈફ' જેવું પ્રથમ કક્ષાનું પુસ્તક લખ્યું છે, ત્યારે સામાન્ય રીતે માણસને તેનું અનુકરણ કરી તેવું બીજું પુસ્તક લખવાનું જ મન થાય. પરંતુ તમે અનુકરણ કરવા જાઓ તો એવું પ્રથમ કક્ષાનું પુસ્તક કદી લખી ન શકો. સ્ટોને જ્યારે “લસ્ટ' પુસ્તક લખ્યું ત્યારે તે કોઈનું અનુકરણ કરતો ન હતો, પરંતુ જ્યારે તેણે “ધ ઑગની ઍન્ડ ધ એકસ્ટસી' પુસ્તક લખ્યું, ત્યારે તે પોતાનું જ અનુકરણ કરી રહ્યો હતો, અને એ અનુકરણ સૌથી ખરાબ અનુકરણ હોય છે. દરેક જણ નાહવા જતી વખતે બાથરૂમના અરીસામાં એમ જ કરે છે... સ્ટોનના બીજા પુસ્તક વિષે એવી જ લાગણી થાય છે. હું તેને અરીસામાંનું પ્રતિબિંબ કહું છું, પણ તે કઈ સાચી વસ્તુનું પ્રતિબિંબ છે, એટલે તેને હું મારી યાદીમાં ઉમેરી લઉં છું.
હું હમણાં ગુડિયાને પૂછવાને જ હતો કે સ્ટોને “ધ એંગની એન્ડ ધ એકસ્ટસી' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર લીધું છે. મારા પૂરતું તે હું તે નામ છેક જ ભૂલી ગયો છું. એમ ભાગ્યે જ બને છે, કારણ કે, હું ઝટ કશું ભૂલી જતો નથી. હું ક્ષમા તરત જ આપી દઉં છું, પણ કશું બટ ભૂલી જતો નથી. રાજભારતી, તમે કહો કે સ્ટેને કોના જીવનચરિત્ર વિશે લખ્યું છે? ગોવિનના?
“ભગવાન, એમાં માઈકલ ઍજેલોનું ચરિત્ર છે.”
માઈકલ જેલોનું? ખરે જ એક મહાન જીવનચરિત્ર કહેવાય. પણ ત્યારે સ્ટોને ઘણું ગુમાવ્યું છે એમ જ કહેવું જોઈએ. ગોવિન વિષે જ તેણે લખ્યું હોત, તે તે ઠીક વાત હતી. પણ જો તે માઈકેલ એજેલોનું ચરિત્ર હોય, તો સ્ટોનને તે લખવા બદલ હું ક્ષમા
૨. અંગ્રેજીમાં “forgive and forget' એવી ઉક્તિ છે – અર્થાત બીજાએ કરેલા નુકસાનની ક્ષમા આપી દે અને તેને તરત ભૂલી જાઓ. મનમાં વેરભાવ રાખી ગેખ્યા કરવું એ સાચો રસ્તો નથી. - સ
3. Gauguin.
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૮
પુસ્તકે - જે મને ગમ્યાં છે પણ આપવાને નથી તથા તે વાત ભૂલી પણ જવાને નથી. પરંતુ . સ્ટોનનું લખાણ બહુ સુંદર હોય છે. તે જાણે કાવ્ય જ લખતો હોય તેવું લખે છે.
સ્ટોનની બીજી પડી પહેલીની તોલે આવી ન શકે તેનું એક સીધુંસાદું કારણ તો એ છે કે, પહેલી ચૂંપડીમાં જેનું જીવનચરિત્ર છે, એ વિન્સેન્ટ વાન ડેથ જે કોઈ બીજો માણસ જ મળે તેમ નથી. એ ડચ બચ્ચે પોતે જ અનનુકરણીય હતો. તેની કોઈ સાથે સરખામણી જ થઈ શકે તેમ નથી. તારાઓથી ખખચ ભરેલા આકાશમાં તે એક જુદો જ પ્રકાશી રહ્યો છે. એવા માણસ ઉપર કોઈ મેટું પુસ્તક રચવું હોય તો તે સહેલું કામ છે. માઈકલ એન્જલો વિશે પણ તેમ જ કહેવાય. પરંતુ સ્ટોને પોતાનું જ અનુકરણ કરવા ગયો એ મોટી ભૂલ કરી બેઠો. તમે કોઈનું અનુકરણ કરનારા કોઈના અનુયાયી કદી ન બનતા તમારા પોતાના પણ! 1. બિચારી ચેતનાને મેં તાકીદ કરી છે કે, તું મારાં કપડાં ધૂએ છે તે બરફ જેવાં ધોળાં થવાં જોઈએ. તે બિચારી તેનાથી થાય તેટલું કરી છૂટે છે. આજે હું ખૂબ આનંદમાં છું. (બરફની વાત પરથી) હું ફરીથી હિમાલયમાં જઈ પહોંચ્યો છું. લાઓત્નની પેઠે મારે પણ હિમાલયમાં જ દેહ ત્યાગવાને વિચાર હતો. હિમાલયમાં જીવતા હોવું એ એક અદૂભુત વસ્તુ છે; પરંતુ હિમાલયમાં દેહત્યાગ કરવો એ એથી પણ વધુ અભુત વસ્તુ છે. બરફ જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં હિમાલયની પવિત્રતાનું – નિષ્કલકતાનું પ્રતિનિધિત્વ કરે છે... આવતી કાલ કદી આવતી જ નથી. એટલે કશી ચિંતા કરવાની જરૂર નથી. હું તો હમેશ “આજ'માં જ વિચરું છું– વિહરું છું. એટલે અબઘડી – અત્યારે જ આપણે હિમાલયની દુનિયામાં જ પહોંચી ગયા
છીએ.
8. do not follow.
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
ઈસપ
.
. - -
૧૯
માઈકેલ એ જેલોને સફેદ આરસ બહુ ગમતો હશે. તેથી જ તેણે સફેદ આરસમાંથી જિસસની મૂર્તિ કોતરી કાઢી છે. બીજા કોઈ માણસે એવી સુંદર મૂર્તિઓ ઘડી નથી. એટલે માઈકલ ઍજે વિષે સુંદર વાર્તા રચવાનું સ્ટોન માટે મુશ્કેલ હોવું જ ન જોઈએ. પરંતુ તે ચૂકી એટલા માટે ગયો કે, તે પોતાનું જ અનુકરણ કરવા બેસી ગયો. જો પોતાના પહેલા પુસ્તકની વાત તે ભૂલી ગયા હોત, તો આપણને બીજી “લસ્ટ ફૉર લાઈફ’ નવલકથા મળી હોત.
७४ 244 – AESOP
ચેથી બેઠકના આઠમા પુસ્તક તરીકે રજનીશજીએ “ધ ફેબલ્સ ઑફ ઇસપ” (“ઇસપની કહાણીઓ’ પુસ્તક રજૂ કર્યું. તેમણે ઉમેર્યું કે, ઈસપ એ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. તે નામનો કોઈ માણસ અસ્તિત્વમાં જ ન હતો. બુદ્ધ એ બધી વાર્તાઓ પિતાના ધર્મોપદેશમાં વાપરી છે. અને સિકંદર (Alexander) જ્યારે ભારત ઉપર ચડાઈ કરવા આવ્યો ત્યારે પોતાની સાથે તે બધી વાર્તાઓ પશ્ચિમના દેશમાં લઈ ગયો. અલબત્ત તે વાતમાં ઘણું બદલાઈ ગયું છે – બુદ્ધનું નામ પણ!
બદ્ધ બોધિસવ પણ કહેવાતા, બુદ્ધ પોતે જ કહ્યું છે કે, બુદ્ધો બે પ્રકારના હોય છે : એક તો “અહં', જે પોતાનું બુદ્ધપણું પ્રાપ્ત કર્યા પછી બીજા કોઈને માર્ગદર્શન કરવાની પંચાતમાં પડતા નથી. અને બીજા “બોધિસવ’જે બુદ્ધપણું પ્રાપ્ત કર્યા પછી બીજાઓને તેમના સાધના-માર્ગમાં મદદ કરવા સખતમાં સખત પ્રયત્ન કરે છે. અલેકઝાન્ડર “બોધિસત્વ' શબ્દને “બધિસત’ તરીકે પોતાની સાથે લઈ ગયો. તે શબ્દ પછી “જોસેફસ’ (Josephus) બન્યો અને
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૦,
“પુસ્તકે - જે મને ગમ્યાં છે જોસેફસમાંથી પછી “એસેપ' (AESOP) બન્યો. એસોપ એ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી, પરંતુ તેને નામે ચડેલી દષ્ટાંતકથાઓ (parables) અતિ અર્થપૂર્ણ છે અને હું આ બેઠકના આઠમા પુસ્તક તરીકે તેને રજૂ કરું છું.
૭૫
નાગાર્જુન ચેથી બેઠકનું નવમું પુસ્તક નાગાર્જનની મૂલ માધ્યમિક કારિકા” છે. મને નાગાર્જન બહુ ગમતા નથી, તે વધારે પડતા ફિલસૂફ છે, અને હું ફિલસૂફી-વિરોધી માણસ છું પણ નાગાર્જુનની “મૂલ માધ્યમિક કારિકાને અર્થ થાય છે “મધ્યમમાર્ગનાર મૂળ તો; અર્થાતુ મધ્યમમાર્ગનું મૂળ રહસ્ય. શબ્દો પહોંચી શકે એટલી ગહન ઊંડાઈએ તે પિતાની કારિકાઓમાં પહોંચ્યા છે. મેં એ કારિકાઓ વિષે કાંઈ વક્તવ્ય કર્યું નથી. જો તમારે મૂળ તત્વ કે રહસ્ય વિષે કંઈ કહેવું હોય તે તેને સારામાં સાચો માર્ગ ચૂપ રહેવું એ જ છે.
પરંતુ એ પુસ્તક તે સર્વોત્તમ કક્ષાનું સુંદર પુસ્તક છે.
૧. anti philosophic ૨. બુદ્ધ પોતે બતાવેલા માર્ગને મધ્યમમાર્ગ કહેતા. - સં. 3. profoundest. 8. tremendously beautiful.
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૬
બર્ન્ડ
રસેલ
મારે બન્ડ રસેલને મારી યાદીમાં ઉમેરી લેવાને છે એ વાત કોણ જાણે શાથી હું ભૂલી જ શકતા નથી. મેં તેને હમેશાં ચાહ્યો છે – એમ જાણવા છતાં કે અમે બે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલા એકબીજાથી વેગળા છીએ – વિરુદ્ધમાં છીએ. કદાચ તેને ચાહવાનું એ જ કારણ હશે. કારણ કે, લેકોક્તિ જ છે કે, બે ધ્રુવ દૂર – એક બીજાથી છેક વિરુદ્ધમાં હોવા છતાં એકબીજાને આકર્ષે છે. તમને મારી આંખમાં આવેલાં આંસુ દેખાય? તે બન્ડ રસેલ માટે છે. તેના મિત્રો તેને “બટ' (Bertee) કહીને જ બોલાવતા. “ધ હિસ્ટરી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી” બારમી બેઠકનું નવમું પુસ્તક તેનું છે.
પશ્ચિમની ફિલોસોફી પૂરતું કહીએ તે તેને અને બન્ડ રસેલ જેટલું (મહત્ત્વનું કે ઉપયોગી) કામ બીજા કોઈએ કર્યું નથી. જાતે ફિલસૂફ હોય તે જ એ કામ કરી શકે. ઇતિહાસકારોએ પ્રયત્ન કર્યો છે, અને ફિલસૂફીના ઘણા ઇતિહાસ લખાયા છે. પણ તે લખનાર એકે ઇતિહાસકાર ફિલસૂફ નહોતા. આ પહેલી જ વાર બન્યું છે કે, બન્ડ રસેલની કથાને ફિલસુફ ધ હિસ્ટરી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી” નામે ઈતિહાસને ગ્રંથ પણ લખે છે. અને તે એ સહૃદય (sincere) માણસ છે કે, તે પોતાના પુસ્તકને “ફિલસૂફીને ઇતિહાસ' નથી કહેતો; કારણ કે, તે બરાબર જાણતો હતો કે તે પોતે પૂર્વના દેશો તરફની ફિલસૂફીથી તદ્દન અજ્ઞાત હતો. પોતે જેટલું જાણતો હતો
૧. કૌસમાં મૂકેલા શબ્દો મૂળના નથી. -સં•
૧૪
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
ભ
તથા ઇતિહાએ લખેલા
૧૪૨
“પુસ્તકે જે મને ગમ્યાં છે' તેટલાની જ તે નમ્રપણે રજૂઆત કરે છે, અને સાથે સાથે જણાવે છે કે, એ ફિલસૂફીને સંપૂર્ણ ઇતિહાસ નથી પણ પશ્ચિમના દેશ તરફની ઍરિસ્ટોટલથી માંડીને બન્ડ રસેલ સુધીની ફિલસૂફીને જ ઇતિહાસ છે.
મને ફિલસૂફી ગમતી નથી. પરંતુ રસેલની પડી ઇતિહાસ જ નથી પણ એક કલાકૃતિ પણ છે. પદ્ધતિસરની કળાની કોટીની, એ સુંદર કૃતિ છે. બન્ડ રસેલ મૂળે ગણિતશાસ્ત્રી હતા તેને કારણે જ કદાચ એમ બન્યું હશે.
ભારતને હજુ પણ એવા બન્ડ રસેલની ખોટ છે, જે તેની ફિલસૂફી વિષે તથા ઇતિહાસ વિશે કંઈક લખે. ઇતિહાસ તે ઘણા છે, પરંતુ તે બધા ઈતિહાસકારોએ લખેલા છે, ફિલસૂએ નહીં! એ તે ઉઘાડું છે કે, એક ઇતિહાસકાર તે ઇતિહાસકારની રીતે જ લખે, ગતિશીલ વિચારને આંતરિક લય અને ઊંડાણ તેના સમજવામાં આવે જ નહિ. રાધાકૃષ્ણને “હિસ્ટરી ઓફ ઇંડિયન ફિલોસોફી” નામનું પુસ્તક લખ્યું છે – એમ માનીને કે તે બન્ડ રસેલને પુસ્તક જેવું બનશે. પરંતુ એ પુસ્તક તો ચોરી કરેલું છે, એ પુસ્તક રાધાકૃષ્ણને લખ્યું નથી. એ પુસ્તક તે એક બિચારો વિદ્યાર્થી, જેના રાધાકૃષ્ણન પરીક્ષક હતા. તેણે લખેલ મહાનિબંધ છે. રાધાકૃષ્ણને એ આખો મહાનિબંધ ચોરી લઈને પોતાને નામે ચડાવી દીધો છે. અદાલતમાં તેમના ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પેલે વિદ્યાર્થી બિચારે એટલો બધો ગરીબ હતું કે તે એ કેસ લડી શકે તેમ નહોતું. એટલે રાધાકૃષ્ણને તેને પૂરતા પૈસા આપી ચૂપ કરી દીધે.
૨. aesthetic. ૩. moving. 8. inner rhythm. 4. profundity.
૬. thesis Ph.D. જેવી ઊંચી કક્ષાની ડિગ્રીઓ માટે પરક્ષા ઉપરાંત સ્વતંત્ર મહાનિબંધ પણ તૈયાર કરી આપવા પડે છે. - સં.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪.
આવા લોકો ભારતીય ફિલસૂફીને ન્યાય કરી શકે ખરા? ખાસ કરીને ભારતને તેમ જ ચીનને – એ બે દેશોને એક બર્ટ્રાન્ડ રસેલની ખાસ જરૂર છે. પશ્ચિમના દેશો એટલા ભાગ્યશાળી કહેવાય કે તેમને બન્ડ રસેલ જેવો ક્રાંતિકારી વિચારક મળ્યો જે ઍરિસ્ટોટલથી માંડીને છેક પોતાના સુધીના વિચારકોના વિચારોને પ્રવાહનું આટલું સુંદર નિરૂપણ કરી શકે તેમ હતો તથા જેણે તેમ કહ્યું પણ ખરું.
૭૭ તંત્ર
પંદરમી બેઠકનો ચેાથે લેખક છે અજિત-મુખર્જી. તંત્ર સાહિત્ય માટે તે ઘણું કરી છૂટયો છે. તેનાં બે પુસ્તક હું મારી યાદીમાં સામેલ કરવાને છે. - આજની બેઠકનું ચોથું પુસ્તક છે અજિત મુખર્જીનું “ધ આર્ટ ઑફ તંત્ર', અને પાંચમું છે, “ધ પેઈન્ટીંગ્સ ઑફ તંત્ર' અથવા “ધ ઈટા પેઈનટીઝ એ માણસ હજી જીવે છે અને તેનાં એ બે પુસ્તકો બદલ મેં તેને ખૂબ ચાહ્યો છે. કારણ કે, તે બે પુસ્તકો ઉત્તમોત્તમ છે – તેમાં આપેલાં ચિત્રો, તેમની કળા, અને તે ચિત્રો ઉપર તેણે કરેલું વિવેચન – તે બધું જ. અને તેણે લખેલા ઉદૂઘાત તે સરખામણી કરી ન શકાય તેટલા અમૂલ્ય છે.
પણ એ માણસ પોતે તે એક બાપડો બંગાળી જ લાગે છે. હમણાં થોડા જ દિવસ પહેલાં તે દિલ્હીમાં લક્ષ્મીને મળ્યો હતો. તે તેને મળવા જ આવ્યો હતો અને તેણે તેની સમક્ષ કબૂલ કરી દીધું કે તેને મૂળ વિચાર તે તેની પાસે બધો સંગ્રહ ભગવાન (રજનીશજી)ને જ અર્પણ કરી દેવાને હતો. તેની પાસે તંત્રને
૭. masterpieces.
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
“પુસ્તક-જે મને ગમ્યાં છે” લગતાં ચિત્રો અને કળાને એક અમૂલ્ય અને સમૃદ્ધ ભંડાર હતો. તેણે લક્ષ્મીને કહ્યું કે, “એ બધું ભગવાનને અર્પણ કરી દેવાને વિચાર એને એ કારણે આવ્યો હતો કે તે એકલા જ એની કિંમત સમજી શકે તથા તેનું રહસ્ય પામી શકે તેવી લાયકાત ધરાવતા હતા. પણ મને બીક લાગી કે ભગવાન સાથે કાંઈ પણ સંબંધ ધરાવવો એ મારે માટે જોખમકારક વસ્તુ બની રહે; તેથી છેવટે મેં આખી જિદગીની મહેનતને મારી સમસ્ત સંગ્રહ ભારત સરકારને સોંપી દીધો.”
મેં એ બંને પુસ્તકોને ખૂબ ચાહ્યાં છે, પરંતુ એ માણસને – અજીત મુખર્જીને માટે– એ ઉંદરડાને માટે શું કહેવું? આવી બીક રાખે? અને એવી બીક રાખીને તંત્ર ગ્રંથ સમજવા એ શક્ય છે? અશક્ય! તેણે જે કંઈ લખ્યું છે એ કેવળ બુદ્ધિને વિલાસ છે, તે બધું તેના હૃદયમાંથી નિપજેલું નથી – નિપજી શકે જ નહિ, તેની પાસે હૃદય નામની ચીજ જ નથી. શરીર તંત્રને વિચાર કરીને જ કહીએ તો એક ઉંદરડાને પણ હૃદય હેય છે; પરંતુ એ હૃદય નથી, માત્ર ફેફડાં છે. માણસમાં જ ફેફસાં ઉપરાંત વધારે એવી કોઈ ચીજ હોય છે – અર્થાતુ હૃદય ! અને હૃદય ! અને હદય તો હિંમત, પ્રેમ અને સાહસની ભરેલી આબેહવામાં જ પાંગરી શકે. કે બાપડો માણસ! છતાં તેનાં પુસ્તકોની હું કદર કરું છું. એ ઉંદરડાએ પણ બહુ મોટું કાર્ય કરે છે. એ બે ચોપડીઓ તંત્રને માટે તથા તત્વના શોધકો માટે બહુ મહત્વની રહેવાની છે પણ અજીત ઉદરડાને – અરે અજીત મુખર્જીને ક્ષમા કરો અને ભૂલી જાઓ.
અજીત મુખર્જી, પણ એટલું સમજી રાખજે કે, હું તારો કે કોઈને પણ વિરોધી કે દુશ્મન નથી. દુનિયામાં હું કેઈન દુશ્મન નથી. જોકે દુનિયામાં લાખો ને કરોડો એવા લોકો છે જે મને તેમને દુશ્મન માને છે. પણ એની મારે શી પંચાત ? અજીત મુખર્જી છતાં
9. It is their business.
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
ત હું તને ચાહું છું, કારણ કે, તે તંત્રની સારી સેવા બજાવી છે. તંત્રને ઘણા અભ્યાસીઓની, ફિલસૂફની, ચિત્રકારોની, લેખકોની, કવિઓની ઘણી જરૂર છે, જેથી કરીને તે પ્રાચીન જ્ઞાન - પ્રાચીન વિદ્યા- ફરીથી જીવંત બને – અને મેં એ કામમાં તારા પૂરતો નજીવો ભાગ જરૂર ભજવ્યો છે.
પંદરમી બેઠકના આઠમા પુસ્તક તરીકે પૉલ રેસનું ઝેન સિદ્ધાંત વિષેનું ઝેન ફલેશ, ઝેન બાન્સ' નામનું પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. તે લેખક વિશે વિશેષ માહિતી આપતાં રજનીશજીએ જણાવ્યું હતું કે, એ માણસ હજી કેલિફોર્નિયામાં કથક જીવે છે. ઝેન વિષેના તેના આ નાના પુસ્તકમાં તેણે “વિજ્ઞાન ભૈરવ નેત્ર” – જેમ શિવજીએ પાર્વતીને ૧૧૨ સૂત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ૧૧૨ ચાવીઓ બતાવી હતી, તેમનો સંગ્રહ પણ છે. ધ્યાન માટે “વિજ્ઞાન ભૈરવ તંત્ર’ કરતાં વધુ ઉપયોગી થઈ પડે એવું બીજું કાંઈ હોઈ શકે નહિ. કારણ કે, ધ્યાન માટે ૧૧૨ ચાવીઓ પૂરતી છે. એકસો તેર પણ નહિ. ૧૧૨ એ જ સુંદર અલૌકિકર સંખ્યા છે.
આખી ચોપડી ઘણી નાની છે – એને “પોકેટ-બુક' જ કહેને. તમે તેને ખીસામાં નાખીને લઈ જઈ શકો. એમ તો કોહીનૂરને પણ તમે ખીસામાં નાખીને લઈ જઈ શકો. જોકે હવે તે એ કોહીનૂર બ્રિટિશ રાજવીઓના મુગટમાં જડી દેવામાં આવ્યો છે, અને મુગટ કંઈ ખીસામાં લઈ જઈ શકાય નહિ. પૉલ રેપ્સ વિષે કહી શકાય એવી અગત્યની વાત એ છે કે, ભાષાંતર કરવામાં તેણે ફાલતુ કે બિહારને એક પણ શબ્દ ઉમેર્યો નથી, તેણે મારા ભાષાંતર જ કર્યું છે, પરંતુ એ ભાષાંતર કરીને તેણે એક સુંદર પુષ્પ અંગ્રેજી ભાષાને અર્પણ કર્યું છે.
2. esoteric.
૫૦ - ૧૦
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧ws
પુસ્તકે - જે મને ગમ્યાં છે?' પૉલ રેસે લગભગ અશક્ય કહેવાય તેવું કામ કરેલું છે. અમેરિકન હોવા છતાં તેણે ઝેન સિદ્ધાંતની સંપૂર્ણ સુવાસ હાંસલ કરી છે – પોતાને એકલાને માટે નહિ પણ આખા જગત માટે, દુનિયાએ હમેશ માટે તેના આભારી રહેવું પડશે. જોકે તેણે આત્મજ્ઞાન હાંસલ કર્યું ન હતું, તેથી મેં કહ્યું કે તેણે લગભગ અશક્ય કહેવાય તેવું કામ કરેલું છે.
વિજ્ઞાન ભૈરવ તંત્ર'ના કવિ – ગાયક શિવજી પોતે છે. તે બહુ નાનું પુસ્તક છે – માત્રા ૧૧૨ સૂત્રોનું. તમે એ આખું ચેપડીના એક જ પાનમાં બહુ તે બે પાનમાં લખી શકો. મેં તે પુસ્તક ઉપર ઘણું વક્તવ્ય કરેલું છે—પાંચ પુસ્તકો ભરીને – હજારો પાનમાં, વિક્રન ભૈરવ તંત્ર' જેનું સંક્ષિપ્ત પુસ્તક બીજું કોઈ નથી. જોકે દરેક સૂત્રામાં ધ્યાન સિદ્ધ કરવાની જુદી જુદી રીત જ બતાવેલી છે.
રજનીશ જીએ કહ્યું, “મને મારું કામ પૂરું કરવા દે. લોકો ખુરશીમાં બેઠેલા માણસને દરદી “patient' કહે છે, પરંતુ તેમણે દાક્તરોને જ “પેશન્ટ' (ધીરજવાળા) બનવા કહેવું જોઈએ. યશુભારતી તું તે દાક્તર નથી એટલે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. જોકે કોઈ સ્ત્રી ચિંતા કરતી જ નથી, ઊલટી તે જ બધાને ચિંતા કરાવે છે. પણ એ જુદી વાત થઈ ... અને ગુડિયા તે હસે છે, લાયક અંગ્રેજ સ્ત્રી એમ હસે નહિપણ તમે બધાં હસો કે રડ, મારે મારું કામ ચાલુ રાખવાનું છે. હું ખુરશીભેગો ભલે થયો હોઈશ, પણ તેની કંઈ ફિકર નથી. હું પહાડ જેવો કઠણ તથા કમળ જે પચો છું. એ બંને વસ્તુઓ મારામાં એકસાથે જ રહેલી છે.
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
७८
મારપા. ચોથી બેઠકના છેલલા (દશમા) પુસ્તક તરીકે હું એક વિચિત્ર પુસ્તક રજૂ કરું છું. સામાન્ય રીતે તે સૌ કોઈ એમ જ માને કે, એ પુસ્તકને હું મારી યાદીમાં લઉં જ નહિ. એ પુસ્તક તિબેટના અધ્યાત્મજ્ઞાની મારપાની મહાનકૃતિ છે. એમના અનુયાયીઓ પણ એ પુસ્તક વાંચતા નથી. તે પુસ્તક વાંચવા માટે છે જ નહિ. તેનું તો ધ્યાન જ ધરવાનું હોય છે. તેના ઉપર એક વખત નજર ટેકવો એટલે તરત તે પુસ્તક અદશ્ય થઈ જાય, તેમાંનું લખાણ અદશ્ય થઈ જાય અને માત્ર ચેતનાની ધારા બાકી રહે.
મારપ બહુ વિચિત્ર માણસ હતો. તેના ગુરુ મિલારેપા કહેતા કે, “હું પણ મારપાને પ્રણામ કરું છું.” કોઈ ગુરુએ પોતાના શિષ્ય માટે એવા શબ્દો ઉચ્ચાર્યા નથી. પરંતુ મારપા પોતે એવો માનવી જ હતા. એક વખત કોઈએ મારપાને પૂછ્યું, “તમે મિલાપામાં માને છે? જે માનતા હો તો આ સળગતા અગ્નિમાં કૂદી પડે.' મારપાએ તરત જ અગ્નિમાં કૂદકો માર્યો. મારા અગ્નિમાં કૂદી પડ્યા છે એવું જાણતાં વેંત લોકો એ અગ્નિને બુઝાવી નાખવા
તરફથી દોડી આવ્યા. જ્યારે અગ્નિ બુઝાઈ ગયો ત્યારે લોકોએ જોયું કે મારપા તે ખડખડ હસતા બુદ્ધ બેસતા તેવા આસનમાં બેઠેલા હતા. - લેકોએ મારપાને પૂછ્યું, “આમાં હસવા જેવું શું છે ભલા?”
મારપાએ જવાબ આપ્યો, “(હું હસું છું એટલા માટે કે, મને પ્રત્યક્ષ દેખાયું કે) શ્રદ્ધા એ જ એક એવી ચીજ છે જેને અગ્નિ * બાળી શકતો નથી.”
૧૭
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૮
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? આ માણસનાં સાદાં ગીતના પુસ્તક “ધ બુક ઑફ મારપા'ને હું દશમા પુસ્તક તરીકે મારી યાદીમાં ઉમેરું છું.
૭૯
રામકૃષ્ણ ૧૬ મી બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે એક વિચિત્ર માણસનું પુસ્તક રજૂ કરું છું. તે પિતાની જાતને માત્ર “M’ કહીને ઓળખાવે છે. પરંતુ હું તેમનું ખરું નામ જાણું છું. લેખક પિતાનું ખરું નામ કોઈ જાણે તેમ ઇચ્છતા ન હતા, પણ તેમનું ખરું નામ છે મહેન્દ્રનાથ.
તે બંગાળી હોઈ રામકૃષ્ણના શિષ્ય હતા. મહેન્દ્રનાથ ઘણાં વર્ષ સુધી રામકૃષ્ણનાં ચરણ પાસે બેસી રહ્યા હતા, તથા પિતાને ગુરુની આસપાસ જે કંઈ બનતું તેની નોંધ લખી રાખતા. તે ચેપડીનું નામ
ધ ગોસ્પેલ ઑફ રામકૃષ્ણ છે. તે પોતાનું નામ જાહેર કરવા માગતા ન હતા. સાચા શિષ્યનું એ જ લક્ષણ હોય છે. તેમણે પોતાની જાતને છેક જ ભૂસી નાખી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે જે દિવસે રામકૃષ્ણ ગુજરી ગયા તે દિવસે જ “M' પણ ગુજરી ગયા. તેમને બીજા કશા માટે જીવવાનું બાકી જ રહેતું ન હતું.
પુસ્તકમાં મહેન્દ્રનાથ કયાંય આવતા જ નથી. કારણ કે તે માત્ર રામકૃષ્ણને જ અહેવાલ લખે છે. ગુરુ સાથે તેમનું અસ્તિત્વ જ જણે નથી. હું એ માણસને ચાહું છું. તેના પુસ્તકને ચાહું છું, તેમ જ પોતાની જાતને સંપૂર્ણપણે ભૂંસી નાખવા તેમણે જે પ્રયત્ન કર્યો છે તેને પણ બિરદાવું છું. “M' જેવા શિષ્ય જવલ્લે જ મળે. એ બાબતમાં જિસસ કરતાં રામકૃષ્ણ વધુ ભાગ્યશાળી હતા.
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
મૂર – MOORE ૧૬ મી બેઠકનું આઠમું પુસ્તક જી.ઈ. મુર (GE. Moore)નું "પ્રિન્સિપિયા એથિકા' (“Principia Ethica') છે. રજનીશજી કહે છે કે, તે આ પુસ્તકને ચાહે છે. તે તર્કશાસ્ત્રની મોટી કસરત જેવું છે. “સારુ” કોને કહેવાય તેની ચર્ચામાં મૂરે ૨૦૦ થી વધારે પાન ક્યાં છે અને છતાં છેવટે નતી એ કાઢયો છે કે, “સાર” શું એની વ્યાખ્યા કરી શકાય નહિ – તે અવ્યાબેય (undefinable) છે, પરંતુ આ નિષ્કર્ષે પહોંચવામાં તેણે અધ્યાત્મજ્ઞાનીઓ (mystics)ની પેઠે કૂદકો નથી માર્યો; પોતાના આ નિષ્કર્ષે પહોંચતા પહેલાં તેણે ખૂબ પૂર્વતૈયારી કરી છે. તે ફિલસૂફ હતો, તેથી તેણે પગથિયાવાર એક એક પગલું ભર્યું છે – ઉતાવળ કરી નથી. પરંતુ છેવટે તે તે અધ્યાત્મજ્ઞાનીઓ જે કહે છે તે નિષ્કર્ષ ઉપર જ આવી પહોંચે છે.
સારું” એટલે શું એ હમેશાં અનિર્વચનીય – અવ્યાખ્યા જ રહેવાનું. તેવું જ “સુંદર” પણ અનિર્વચનીય રહેવાનું, અને ઈશ્વર” પણ. વસ્તુતાએ મૂલ્યવાન વસ્તુઓ હમેશાં અવ્યાખ્યા જ રહેવાની. નેધ કરે! જેની વ્યાખ્યા કરી શકાતી હશે તે વસ્તુ મૂલ્યવાન નહીં જ હેય. તમે “અવ્યાખ્યય' વસ્તુ સુધી નહીં પહેચે, ત્યાં સુધી કશું મૂલ્યવાન તમે હાંસલ નહીં જ કર્યું હોય.
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૮૧ વિટગેન્સ્કીન – WITTGENSTEIN
૧
૧૦ મી બેઠકના ત્રીજા પુસ્તક તરીકે જર્મન લેખક લુડવગ વિટગેન્સ્કીનનું ‘Tractatus Logico Philosophicus ' પુસ્તક રજૂ કરું છું. આ ચાપડી ગાંડપણની બાબતમાં છેક છેલ્લી ડિગ્રી પ્રાપ્ત કરનાર તથા સાઈકીઆટ્રી, સાઇકોઍનાલિસીસ વગેરે માનસિક ઉપચારપદ્ધતિઓની શક્તિની મર્યાદાની બહાર ચાલ્યા ગયેલા તથા જેમને કાંઈ ઈલાજ જ થઈ શકે તેમ નથી તેવા લોકો માટે છે. દુનિયામાં જેટલાં પુસ્તકો અસ્તિત્વમાં છે તેમાં અઘરામાં અઘરું આ પુસ્તક છે. મહાન અંગ્રેજ ફિલસૂફ મૂર, તથા બીજો મહાન ફિલસૂફ – માત્ર ઇંગ્લૉન્ડના જ નહિ, પણ આખી દુનિયાના મહાન ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ, એ બંનેએ કબૂલ કર્યું છે કે, વિગેન્સ્કીન અમે બંને કરતાં કાંય ઊંચી કક્ષાનેા માણસ છે.
લુડવિગ વિટગેટીન આમ તેા વહાલ ઊપજે તેવે માણસ છે. હું તેને વિક્કારતા નથી તેમજ મને તેના પ્રત્યે કશે। અણગમે પણ નથી. મને તે ગમે છે, તેમજ હું તેને ચાહું પણ છું – પરંતુ તેની ચાપડીને નહિ! તેની ચોપડી તે મેટીકુસ્તી-યુદ્ધ જેવી છે. ઘણા વખત બાદ કોઈક વાર તમને એકાદ વાકય મળી આવે જે તમારામાં જ્ઞાન-પ્રકાશ ઉજાળી મૂકે, દાખલા તરીકે — “ જે બેલી શકાય એવું
૧. અધ્યાત્મજ્ઞાનની શેાધમાં ડૂબેલા – ખીજી બધી ભાખતાનું ભાન ભૂલી એક જ ધ્યેય પાછળ ગાંડા બનેલા ? – સ’૦
૧૫૦
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૧
વિગેસ્ટીન ન હોય તેને બોલવું જ નહિ. તેને વિષે મૌન રહેવું જ ઉચિત કહેવાય.” આ વિધાન તે બહુ સુંદર વિધાન છે. સંતે અધ્યાત્મજ્ઞાનીઓ, અને કવિઓ પણ આ વાક્યમાંથી ઘણું શીખી શકે તેમ છે.
વિટમેન્ટીન બહુ ટૂંકાં – નાનાં વાક્યોમાં જ લખે છે. ફકરાઓ પણ નહિ, માત્ર સૂત્રે જ. પરંતુ પાગલપણાની બાબતમાં (અજ્ઞાતુ જ્ઞાનસાક્ષાત્કારની બાબતમાં) બહુ આગળ વધેલાઓને આ ચેપડી ખૂબ જ મદદગાર નીવડે તેવી છે. આ પુસ્તક તેના માથા ઉપર નહિ પણ તેના અંતરાત્મા ઉપર જ સીધો ઘા કરી દે. ખીલાની પેઠે તે તેના અંતરમાં પેસી જાય, અને તેના ખોટા સ્વપ્નાભાસોમાંથી તેને જગાડી દે.
લુડવિગ વિગેસ્ટીન બહુ ચાહવાલાયક માણસ હતો ઑકસફર્ડમાં બહુ જ વિખ્યાત અને બહુ જ લોકમાન્ય એવી ફિલસૂફીના અધ્યાપકની જગા તેને ધરવામાં આવી. પણ તેણે તે સ્વીકારી નહિ. તેનામાંની આ વૃત્તિને જ હું ચાહું છું. તે તે એક ખેડૂત તથા એક માછીમાર બનવા જ ચાલ્યો ગયે. આ માણસની તે વસ્તુ જ ગમે તેવી છે.
આ ચેપડી તે વિટગેસ્ટ્રીને જ્યારે જી. ઈ. મૂર તથા બેન્ડ રસેવ પાસે ભણતે હતો ત્યારે લખાઈ હતી. બ્રિટનના બે મહાન ફિલસૂફો અને એક જર્મન... તે ત્રણ ભેગા થયા એટલે “ટ્રેકટેટસ લૉજિક ફિલોસૉફિકસ' પુસ્તકનું સર્જન શક્ય બન્યું. એ પુસ્તકના નામનું યોગ્ય ભાષાંતર કરવું હોય તો તેનું “વિટગેન્સ્ટી, મૂર અને રસેલ” એવું જ નામ થઈ રહે. મને પિતાને તો મૂર અને રસેલા પાસે વિટગેન્સ્ટીન અભ્યાસ કરવા ગયો તેના કરતાં ગુજએફનાં
ચરણેમાં બેઠો હોત તે વધુ ગમત. તેને માટે તે એ સ્થાન જ યોગ્ય ' હતું, પણ તે ચૂકી ગયો. કદાચ બીજા જ જન્મમાં તેના બીજ
૨. કૌંસમાં મૂકેલા શબ્દ મૂળના નથી. 0. in his soul. 8. nightmare.
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
“પુસ્તકે -જે મને ગમ્યાં છે? જન્મની વાત કરું છું મારા બીજા જન્મની નહિ. કારણ કે, મારે તે આ છેલ્લો જન્મ છે; અત્યાર સુધી ઘણા જન્મ થઈ ગયા. પણ તેને તે હજુ એક વાર ગુજએફ, ચાંગ — (chaung TZU), બોધિધર્મ જેવાની સેબત થવાની જરૂર છે – મૂર, રસેલ, વહાઇટહેડ જેવાની નહિ. તે એ લોકોની સેબતે ચડી ગયો-ખો માણસ બેટા લોકની. ખરો માણસ બેટા લોકોને રવાડે ચડયો તેથી જ તેને નાશ થ.
મારે પિતાનો અનુભવ તે એ છે કે, ખરી સોબતથી ખાટો માણસ પણ ખરો થઈ જાય, અને બેટી સોબતમાં ખરે માણસ ખોટો થઈ જાય. પરંતુ આ નિયમ તત્વ-સાક્ષાત્કાર ન થયો હોય તેવા લોકો માટે છે. તત્વ-સાક્ષાત્કાર થયે હેય તેવા માણસ ઉપર કોઈની સબતની અસર થાય નહિ. તે ગમે તેની સોબત કરી શકે... જિસસ મેગડાલેના વેશ્યાની, બુદ્ધ એક ખૂનીની – જે ખૂનીએ ૯૯૯ જણને મારી નાખ્યા હતા. તેણે હજાર જણની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તે બુદ્ધની હત્યા પણ કરવાનો જ હતે – એ રીતે તે બુદ્ધના સંપર્કમાં આવ્યો હતે
એ ખૂનીનું નામ અજ્ઞાત છે. લોકો તેને “અંગુલીમાલ' કહેતા. કારણ કે, તે કોઈની હત્યા કર્યા પછી તેની આંગળી કાપી લઈ પોતે પહેરી રાખેલી માળામાં પરોવી દે જેથી કેટલી હત્યાઓ થઈ તેની ગણતરી રહે. હજાર આંગળી ઓ પૂરી કરવા માટે તેને હવે એક જ હત્યા કરવાની બાકી રહેતી હતી, અને તે અરસામાં જ બુદ્ધ તેને રસ્તે જતા સામા મળ્યા. અંગુલીમા બરાડો પાડીને કહ્યું, “અલ્યા ઊભું રહે.”
બુદ્ધ જવાબમાં કહ્યું, “ખરી વાત. હું પણ લોકોને ઊભા રહેવાનું – થોભવાનું જ કહેતો આવ્યો છું; પણ કોણ સાંભળે છે?”
અંગુલીમાલ નવાઈ પામ્યો. તેને વિચાર આવ્યો કે આ માણસ પાગલ છે કે શું? મારી બૂમ સાંભળીને ભલભલા જીવ લઈને ભાગી
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
વિગેસ્ટીન
૧૫૩ જાય છે, તેને બદલે આ તે મારા તરફ નજીક ને નજીક આવતા જાય છે!
અંગુલીમાલ હવે બુદ્ધને આખરી ચેતવણી આપતાં કહ્યું. “હું હત્યારો છું અને મેં ૧૦૦૦ માણસની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હવે મારે એક જ હત્યા ખૂટે છે, એટલે તે મારી મા પણ મારી નજીક આવતી નથી. પણ દેખાવે તું ભલો માણસ લાગે છે, એટલે જો તું જલદી પાછો ફરીને ભાગી જઈશ તો હું તારી હત્યા નહીં
બુદ્ધ જવાબ આપ્યો, “મારા પાછા ફરવાની વાત તે ભૂલી જ જા. મારી આખી જિંદગીમાં હું કદી પાછો ફર્યો નથી. અને
ભવાની વાત કરે, તે ચાલીસ વર્ષ પહેલેથી હું થોભી જ ગયો છું." હવે કયાંયથી થોભવાનું બાકી રહ્યું નથી. અને મારી હત્યા કરવાની બાબત માટે તે તુ જે રીતે મારી હત્યા કરવા માગે તે રીતે કરી શકે છે. જે જન્મે છે તે દરેકને મરવાનું તે છે જ.”
અંગુલીમાલ થોડી વાર બુદ્ધ સામું જોઈ રહ્યો અને તરત તેમને પગે પડયો. અંગુલમાલ હવે જુદો જ માણસ બની રહ્યો હતો, અંગુલીમાલ બુદ્ધને બદલી નાખી ન શકે, બુદ્ધ જ અંગુલીમાલને બદલી નાખે.
વેશ્યા મેંગડલેના જિસસને ન બદલી શકે; પણ જિસસે મેંગડલેનાને જરૂર બદલી નાખી. એટલે મેં જે કહ્યું તે સામાન્ય લોકો માટે કહ્યું છે, - અધ્યાત્મજ્ઞાનીઓ – જાગેલાઓ માટે નહિ. વિગેસ્ટીન જાગી શકે – બોવિજ્ઞાન પ્રાપ્ત કરી શકે. તે આ જીવનમાં જ જાગી શક્યો હોત. પરંતુ દુર્ભાગ્યે તે બેટી સેબતે ચડી ગયો. પરંતુ તેનું પુસ્તક ત્રીજી કક્ષા સુધી ગાંડા થયેલાઓને ખૂબ ઉપયોગી થઈ પડે તેવું છે. .
૫. સાંસારિક પ્રવૃત્તિઓમાંથી - સુખભેગમાંથી. - સં.
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પુસ્તકે - જે મને ગમ્યાં છે”
૧૪ મી બેઠકના સાતમા પુસ્તક તરીકે હું વિટનેન્ટીનનું “ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સ' પુસ્તક રજૂ કરું છું. તેને વિશે હું કશી પણ વાત કરવાને જ ન હતું. પરંતુ કોણ જાણે ક્યાંથી તે આવીને ઊભું જ રહ્યું છે. વિટગેસ્ટીને એને પુસ્તકરૂપે લખ્યું જ ન હતું. તે માત્ર જુદે જુદે વખતે કરેલી જુદી જુદી નેધિ જ છે. તે ધિો પણ વિટનેન્ટીનના મૃત્યુ પછી મરણોત્તર પુસ્તકરૂપે છપાવવામાં આવી છે. માણસને લગતા બધા જ ગંભીર – ઊંડા પ્રશ્નોનો – સમસ્યાઓનો વેધક અભ્યાસ તેમાં છે. અલબત્ત સ્ત્રીઓ પણ તેમાં આવી ગઈ, કારણ કે, સ્ત્રી વગર પુરુષને લગતી ગંભીર સમસ્યાઓ ઊભી જ ક્યાંથી થવાની હતી? પુરુષની ખરી સમસ્યા જ સ્ત્રી છે. સોક્રેટીસ એવું બોલ્યો હતો કે, “તમને કોઈ સુંદર તથા સારી સ્ત્રી સાથે લગ્ન કરવાનું મળે – કે જેમ ભાગ્યે જ બને છે – તો તમને પોતાને ભાગ્યશાળી માનજો...”
લુડવિગ વિગેસ્ટીનની આ ચોપડીને, તેની સ્પષ્ટ સમજૂતીભરી રજૂઆતને, તેની પારદર્શકતાને તથા તેની નિવિરોધ તર્કસંગતતાને મેં ખૂબ ચાહી છે. તે આખી ને આખી૦ મને ગમી છે. અને સૌ સાધના-માર્ગીબોને હું તેને વાંચી જવાની સલાહ આપું છું જુદી જુદી ઉપચાર-પદ્ધતિઓવાળા પોતપોતાની ઉપચાર-પદ્ધતિમાં ઊછરે છે ને તેમાં જ ને તેને કારણે વેઠવું પડતું દુ:ખ વેઠી લે છે, એ અર્થમાં
૬. profound.
૭. beautiful and good – સ્ત્રી સુંદર તેમ જ સારી ભાગ્યે જ હોઈ શકે, એવું કહેવાનો ભાવ લાગે છે.
૮. transparency. ૯. impeccable. 9o, all and all. ૧૧, go through it. સળગતા અગ્નિમાં થઈને પસાર થવું. - સંક
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
વિટનેસ્ટીન
૧૫૫ નહિ. ઘણા સંન્યાસીઓ પણ એમ માને છે કે, આ માર્ગે જવું એટલે અસ્રાની ધાર ઉપર ચાલવું. પરંતુ એ બેટી વાત છે. આ તો તમારી પોતાની પસંદગીની વાત છે. તમે આ માર્ગમાં આશીર્વાદ બટરતા તથા પરમાનંદ માણતા પણ જઈ શકો છો. કેટલીક વાર હું મારું વક્તવ્ય શાબ્દિક રીતે ખરા અર્થમાં પણ વ્યાકરણની દૃષ્ટિએ જોતાં ખોટી રીતે રજૂ કરું છું. અને કદાચ હું ખોટો હોઈશ જ, કારણકે મને ગીતાભારતી માં દબાવીને હસી રહી છે તે સંભળાય છે. પરંતુ આ તો હું જુદે પાટે ચડી ગયે. પણ એમ મારી પોતાની જ અંતરંગ વ્યક્તિઓ દ્વારા તથા બીજા જેઓ જાણતા નથી કે આજે હું અહીં છું અને કાલે ન પણ હેલે તેમની દ્વારા પણ.
ગીતાભારતી, એક દિવસ તો આ ખુરશી ખાલી પડવાની જ છે; અને આમ વચ્ચે હસી પડવા બદલ તું ખૂબ રડવાની છે તથા અસેસ કરવાની છે. મારું વક્તવ્ય ગમે તે ક્ષણે અટકી જવાનું છે. ત્યારે તે ખૂબ પસ્તાવાની છે. હું પણ એ વાત જાણે છે, પણ અત્યારે ભૂલી ગઈ લાગે છે. સાત સાત વર્ષથી હું સતત બોલતો આવ્યો છું. પરંતુ એક દિવસ હું અચાનક બોલતો બંધ થઈ જઈશ, ગમે તે ક્ષણે. કદાચ કાલે જ બોલતો બંધ થઈ જાઉં અથવા તેની પછીને એટલે કે પરમ દિવસે. પણ એની ચિંતા કરવાની નથી. હું ગમે તે કહું કે બોલું - તમને લોકોને ચીડવું પણ તોય તે તમારા હિત માટે જ હશે. કારણ કે, મને પોતાને તો તેમ કરવાથી કશું મળવાનું નથી. આખી દુનિયામાંથી જ મારે કશું મેળવવાનું નથી. માણસને જે વસ્તુ મેળવવાની ધખણા હોય છે જે મેળવવા તે હજારો જન્મ ભટક્યા કરે છે, તે વસ્તુ તો મને ક્યારની મળી ગઈ છે.
૧૨. પૂર્ણતા અથવા પરમાનંદ -સ,
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
“THE SONG OF SOLOMAN”
ત્રીજી બેઠકનું (આઠમું તેમજ) છેલ્લું પુસ્તક – કારણકે, “કાલ કોણે દીઠી છે?' કાલ વિશે કોઈ જાણી શકે નહિ. કાલે વળી કદાચ પુસ્તકોની બીજી ભૂતાવળ જ મને ઘેરી વળે ! પૃથ્વી ઉપર જીવતા કોઈ માનવી કરતાં મેં વધારે પુસ્તકો વાંચ્યાં છે. અને યાદ રાખજો કે હું બડાશ મારવા આમ કહેતો નથી - માત્ર જે હકીકત છે તે જ કહી બતાવું છું. મેં લાખ કરતાં વધારે પુસ્તકો વાંચ્યાં હશે; કારણકે, લાખની સંખ્તા પૂરી થયા પછી તો મેં ગણતરી રાખવાનું જ બંધ કરી દીધું. એટલે કાલ વિશે હું કશું જાણતો ન હોઈ, આજના આઠમાં પુસ્તકની જ વાત માંડીએ.
જે આઠમા પુસ્તકે મારા ઉપર બહુ ભારે અસર પહોંચાડી છે તે એક વિચિત્ર પુસ્તક છે. નહિ તો તેણે મારા ઉપર કશી અસર પહોંચાડી જ ન હોત. તમે એનું નામ સાંભળીને શેકી ઊઠશે. તમે કલ્પના કરી જુઓ કે તે કયું પુસ્તક હશે... હું જાણું છું કે તમે તેની કલ્પના કરી શકવાના નથી. તે કોઈ સંસ્કૃત, ચાઈનીઝ, જાપાનીઝ કે અરેબિક ભાષાનું પુસ્તક છે એવું પણ નથી. તમે એના વિષે સાંભળ્યું હશે અને કદાચ તે પછી તમારા પિતાના ઘરમાં જ હશે ! એ ચેપડી બીજી કોઈ નહિ, પરંતુ બાઇબલના “ઓલડ ટેસ્ટામેન્ટમાં આવેલ “ધ સોન્ગ ઓફ સોલોમન' છે. હું એ પુસ્તકને મારા પૂરા દિલથી ચાહ છું. “ધ સોન્ગ ઓફ સોલોમન’ સિવાય બીજું જે કંઈ ન્યૂ લોકોનું છે તેને હું ધિક્કારું છું
ધ સોન્ગ ઓફ સોલોમન ' વિશે બહુ ગેરસમજ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ફ્રાયડ (Freud) ના સાઇકોએનાલિસિસ
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
પાયથેગેરસ
૧૫૭ વાળાઓએ તેને ખરાબમાં ખરાબ અર્થ કરી તેને કામ-સંગને લગતું પુસ્તક ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે કામ-સંગને લગતું હરગિજ નથી. તે ઇંદ્રિયલક્ષી (sensual) જરૂર હશે; પણ તે કામ-સુખને લગતું (sexual) હરગિજ નથી. તે એટલું બધું જીવંત પુસ્તક છે કે તે ઇંદ્રિયલક્ષી જ લાગે. તે રસ (juice) થી છલકાતું પુસ્તક છે એટલે તે તેવું લાગે. પણ તેને કામ-સુખને લગતું (sexual) પુસ્તક ન કહેવાય. કામ-સુખ એને એક અંશ હશે. પરંતુ તેથી માનવજાતને અવળે પાટે ચડાવવાની જરૂર નથી. હવે તો
ન્યૂ લોકો પણ તેનાથી ગભરાવા લાગ્યા છે. તેઓ હવે એમ કહેવા લાગ્યા છે કે, અકસ્માતથી જ “ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એને સમાવેશ થઈ ગયો છે. ખરી વાત તો એ છે કે, એ પુસ્તક એકલાને જ બચાવી રાખવાની જરૂર છે; બાકીનું બધું તો સળગતી આગમાં હોમી દેવા જેવું છે.
પાયથેગોરાસ આ ચેથી બેઠકના જ બીજા પુસ્તક તરીકે હું પાયથેગરાસનું ધ ગોલ્ડન વર્સિસ' (૧The Golden Verses') પુસ્તક રજૂ - કરું છું, પાયથેગરાસ જેટલી ગેરસમજ બીજા કોઈ વિશે ભાગ્યે ઊભી
કરાઈ હશે. તમે જો જ્ઞાની બને, તો તમારે વિશે ગેરસમજો જ ઊભી થવાની, એ નિશ્ચિત વાત છે. જ્ઞાની થવામાં મોટો ખતરો જ એ છે કે, 'તમારે વિષે ગેરસમજ જ ઊભી થવાની. પાયથેગોરાસને તેના પિતાના
શિખે જ સમજી શક્યા ન હતા - તેનું "ધ ગોલ્ડન વસિસ’ પુસ્તક તે તૈયાર કરનારા શિષ્યો પણ! તેઓએ યંત્રની પેઠે જ તે પુસ્તક તૈયાર
9. if you know. 2. mechanically.
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૮
“પુસ્તકો-જે મને ગમ્યાં છે કરેલું છે. કારણકે, પાયથેગોરસની ઉચ્ચ કક્ષાએ તેમને કોઈ શિષ્ય પહેચી શક્યો ન હતો. તેમના એક શિષ્યને અધ્યાત્મ-જ્ઞાનને પ્રકાશ લાધ્યો ન હતો, અને ગ્રીક લોકોએ તો તેને પડતો જ મૂક્યો હત ૪ ક લેકોએ હેરેલીટસ, સોક્રેટીસ, પાયથેગોરાસ, પ્લેટિનસ જેવા તેમના સારામાં સારા (best) પુરુષોની અવજ્ઞા જ કરી છે.
તેઓને તો સાંકેટિસની પણ અવજ્ઞા કરવી હતી, પણ એ તેમના બરની વાત ન હતી. તેથી છેવટે તેઓએ તેને ઝેર દઈને મારી નાખ્યો. તેને માત્ર અવજ્ઞા કરીને જ પતાવી દેવાય તેમ ન હતું. પરંતુ પાયથેગરાસની તો તેઓએ અવજ્ઞા જ કરી છે. જોકે પાયથેગરાસ પાસે ગૌતમ બુદ્ધ, જિસસ વગેરે જ્ઞાન-પ્રકાશ લાવનારા મહાપુરુષો પાસે હતી તેવી જ જ્ઞાન-પ્રકાશ લાધવાની ચાવી હતી. પાયથેગેરસમાં એક વસ્તુ વધારે હતી. જિસસ, બુદ્ધ કે લાઓત્નને એ ચાવી મેળવવા પાયથેગરાસ જેવો ભગીરથ પ્રયત્ન નહતો કરે પડ્યો. પાયથેગરાસે તે માટે સૌથી વધારે પરિશ્રમ કર્યો છે. પાયથેગોરાસ સૌથી વધુ – ખરા અર્થમાં જિજ્ઞાસુ – સાધક હતો. તેણે પિતાનું સર્વસ્વ – પિતાની દરેક વસ્તુ તે માટે કુરબાન કરી દીધી હતી. તે દિવસોમાં જાણમાં આવેલી આખી દુનિયામાં તે ફરી વળ્યો હતો; બધા પ્રકારના ગુરુઓની નજર હેઠળ તેણે સાધના કરી હતી; બધા પ્રકારનાં ગૂઢ રહસ્યવાદી મંડળમાં તે જોડાયો હતો અને તેમની બધી શરતનું પાલન કર્યું હતું. તે પોતાના જુદા જ વર્ગને માણસ હો.
3. not enlightened. 8. completely ignored. 4. he was too much. ૬. authentic. 9. mystery schools.
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
८४ સરાહ
આ ચેાથી બેઠકનું ત્રીજું પુસ્તક ‘ધ સૉન્ગ ઑફ સરાહ' (Sarah) છે. સરાહ બહુ જાણીતો માણસ નથી – તેના દેશવાસીઓમાં પણ તે જાણીતો નથી. એ તિબેટન ભાષાનું પુસ્તક છે. તે પુસ્તક કોણે લખ્યું તે કોઈ જાણતું નથી. સરાહે પતે તે લખ્યું નથી એટલું નક્કી છે. પણ તે પુસ્તકમાં સરાહે જે જાણ્યું હશે – જે પ્રાપ્ત કર્યું હશે તેની બધી સુવાસ માજુદ છે. એ કાવ્ય કોઈ કવિની કૃતિ નથી, તે તો એક અધ્યાત્મજ્ઞાનીના આત્મ-સાક્ષાત્કાર છે. તેમાં બહુ થેાડી જ લીટીઓ કે કડીઓ છે, પણ એવી પ્રકાશમાન તથા તેજસ્વી છે કે ભલભલા તારાઓ પણ તેની સામે શરમથી ઝાંખા પડી જાય.
-
•
એ કાવ્યનું ભાષાંતર થયું નથી. મેં તો તેને એક લામાને મુખે સાંભળ્યું હતું. મને તે કાવ્ય વારંવાર સાંભળવાનું ગમત; પણ જે લામા પાસે મારેં એ સાંભળવાનું હતું તે એટલેા બધા ગંધાતો હતો કે એક વાર સાંભળી લીધા પછી લામાને ટ્રૅન્ક યુ ત્યાંથી નીકળી જવું પડયું. લામાઓ ગંધાય છે કારણકે નહાતા નથી. અને મને ગંધની ઍલર્જી છે. એટલે વધુ વખત ત્યાં બેસું તો મને અસ્થમાના ઍટેક આવે.
કહીને મારે
તેઓ કી
મૈં સરાહ વિષે ઘણું વક્તવ્ય કરેલું છે. સરાહ જ તંત્રશાસ્ત્રનું મૂળ ઉદ્દભવ-સ્થાન હતો.
૧૫૯
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
૮૫
તિલેપ
ચેાથી બેઠકનું ચેાથું પુસ્તક તિલાપે ગાયેલી કવિતાઓની તેમના શિષ્યાઓ પાછળ મૂકેલી નાંધા છે. એ શિષ્યા ન હેાત તે દુનિયાએ કેવી અમૂલ્ય ચીજ હમેશ માટે ગુમાવી હાત? ગુરુ જે કંઇ બોલતા તે આ શિષ્યા લખી લેતા. ગુરુએ કહેલું ખરું છે કે ખાટું તેની પંચાત નહિ કરવાની, ગુરુ જે કંઈ બોલે તેના શબ્દે શબ્દ લખી લેવાના. અને એ બહુ અઘરું કામ છે. ગુરુ તો ગાંડા માણસ હાય છે. તે ગમે તે કંઈ બોલી નાખે. ગમે તે ગાઈ પણ નાખે કે પછી છેક સૂપ જ રહે. હાથ વડે તે જે કંઈ ચેષ્ટા કરે તેના પણ અર્થ સમજી લેવાને. મેહેરબાબાએ ૩૦ વર્ષ સુધી એમ જ કર્યું હતું. તે મૌન જ રહેતા, માત્ર હાથ વડે અમુક ચેષ્ટાઓ કરીને જ પેાતાને જે જણાવવું હાય તે જણાવતા.
આટલે સુધી આવી રજનીયજી પેાતાનાં વક્તવ્યની નોંધ લખવા બેઠેલ ગીતભારતીને પૂછી બેસે છે કે, પેાતે પુસ્તકોની જે યાદી લખાવે છે તેમાં પુસ્તકને ‘ચાલ્યું’-‘પાંચમું' એવા જે નંબર આપે છે તે બરાબર હેય છે કે નહીં. ગીતભારતી જવાબ આપે છે કે, ભગવાને (રજનીશજીએ) કહેલા નંબર બરાબર છે. તે વખતે ‘નંબર’-‘સંખ્યા’ એ શબ્દો બેાલતાં કે સાંભળતાં રજનીશજી સંખ્યા કે નંબરથી પર એવા પરમાત્મતત્ત્વની ધારણામાં ઊતરી જાય છે અને બાલે છે કે, સંખ્યા કે નંબરની બાબતમાં હું એકદમ ભેળસેળ કરી દઉં છું. હું કશાની ગણતરી કરી શકર્તા નથી. તેનું સીધુંસાદું કારણ એટલું જ છે કે, મારી નજર
૧. can not count.
૧૬૦
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
ધ સૉન્ગ કે નરેષા” સામે માપી ન શકાય (unmeasurable) કે ગણતરી ન કરી શકાય (unaccountable) એવી પરમ વસ્તુ છે. જે સત્ય મારી નજર સમક્ષ છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી કે સંખ્યામાં ગણતરી કરી શકાય તેવું નથી. પરમ તત્ત્વ એ બધાથી પર છે.
८६ ધ સૌન્ગ ઑફ નરપા” છઠ્ઠી બેઠકનું ૧૧મું પુસ્તક “ધ સૉન્ગ ઑફ નરપા' છે. રજનીશજી તેને રજૂ કરતાં જણાવે છે કે, આજની બેઠકનું એ છેલું પુસ્તક છે. કાલની વાત કોણ જાણે છે? અને આજનું આ છેલું પુસ્તક એટલું સુંદર છે કે હું ખરેખર “ડાહ્યો’ હેઈશ, જેથી અત્યાર સુધી તેને રજુ કરવાનું ચૂકી ગયો. યાદ રાખો કે, હું ગાંડે હતો તેથી ચૂકી ગયો એમ નથી કહેતે. જોકે પૂરેપૂરે ગાંડ હેત, તે તેને ભૂલી જવું અશકય હતું; તે તેને મેં સૌથી પહેલું યાદ કર્યું હેત – સૌથી છેલ્લું નહિ.
મેં એ કાવ્ય વિષે અત્યાર આગમચ કશું વક્તવ્ય કરવું નથી. કારણકે, એને વિષે કાંઈ કહી શકાય એમ હું માનતો ન હતો. પણ એ મારા અંતરમાં તે મેજૂદ હતું જ. હું તેને ઉલ્લેખ કરીને જ અત્યારે તે થોભી જાઉં છું પરંતુ જેઓ મને ખરેખર ચાહતા હોય, તેઓ તેની શોધમાં તરત લાગી જાય, એવી મારી ભલામણ છે.
:. 2. I am facing.
૫૦ – ૧૧
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૮૭
હેરેકલીટસ : જયદેવ
ચેથી બેઠકની શરૂઆતમાં રજનીશજી પિતાને ગમતી ચોપડીઓની યાદી લખાવવાનું શરૂ કરવાને બદલે એક જુદી જ ચર્ચા ઉપાડે છે. તે એવું વિધાન કરે છે કે, અધ્યાત્મ-જ્ઞાનને પ્રકાશ લાધનારા (enlightened) મહાપુરુષ જાતે કશું લખીને પાછળ મૂકતા જતા નથી. તેમને નામે જે કંઈ ઉપદેશ કે લખાણ ચડેલું હોય છે, તે તેમના શિષ્યએ લખેલું કે સંઘરેલું હોય છે. પ્લેટોએ સોક્રેટીસે કરેલાં વક્તવ્યની નોંધ ન રાખી હોત તો આપણે સૉક્રેટીસ વિષે કશું જાણતા ન હોત. તેવું જ બુદ્ધની બાબતમાં કે બોધિધર્મની બાબતમાં પણ સમજવું. જિસસ વિશે તો આપણે જે કંઈ જાણીએ છીએ તે તેમના શિષ્યોની નધિ ઉપરથી જ. મહાવીર એક શબ્દ પણ મુખે બોલ્યા ન હતા એમ કહેવાય છે. પરંતુ મારે તે તેને અર્થ એટલો જ સમજવાનો છે કે, તેમણે દુનિયાને સરમુખે સીધે સંદેશ નથી આપ્યો; તેમના તરફથી જે સંદેશ જગતને મળ્યો છે, તે તેમના શિષ્યોએ તેમનાં વક્તવ્યોની રાખેલી નેંધો ઉપરથી મળે છે.
એ એક દાખલો મેજૂદ નથી જેમાં આત્મજ્ઞાનીએ જાતે કશું લખ્યું હોય. પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચે એ તાદાત્મભાવ ઉત્પન્ન થતું હોય છે જેથી શિષ્ય ગુરુની કલમરૂપ જ બની રહે.
ગઈ બેઠકને અંતે હું ગીત-વિંદ કાવ્યના રચયિતા કવિ જયદેવનું નામ લેવાને હ; પણ ગમે તેમ કરીને મેં એમનું નામ લેવાનું ટાળ્યું હતું. પણ આજે આખો વખત મને એમને જ વિચાર
૧૬૨
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
હેરેલીટસઃ જયદેવ
૧૧૩ આવ્યા કર્યો. એટલે અત્યારે તેમના નામનો ઉલ્લેખથી જ આજની બેઠકમાં રજૂ કરવાની યાદીની શરૂઆત કરું છું.
પણ જયદેવનું નામ ઉમેરવામાં મને સંકોચ શા માટે થત હતો? કારણ એટલું જ હતું કે, તે આત્મજ્ઞાનની નજીક સુધી પણ પહોંચી શક્યા ન હતા. મેં “ધ બુક ઑફ મિરદાદ’ના કર્તા મિખિલ તેઈમીનું નામ લીધું છે; ખલિલ જિબ્રાનનું લીધું છે; તથા બીજા કેટલાય – નિજો, ડેસ્ટોવસ્કી (Dostoevsky), વૉલ્ટ વ્હીટમેન (Walt Whitman) વગેરેનાં નામ લીધાં છે. તે બધા પણ આત્મજ્ઞાની ન હતા, પરંતુ તેની બહુ નજીક આવી પહોંચેલા હતા. એટલા બધા નજીક કે સહેજ ધક્કો વાગે કે સીધા મંદિરની અંદર જ આવી જાય. તેઓ બારણાની નજીક જ આવીને ઊભા છે, પરંતુ અંદર પેસવા માટે બારણા ઉપર ટકોરો મારવાની હિંમત હજુ તેમનામાં નથી આવી બારણાને તાળું છે જ નહિ; તેઓ સહેજ ધક્કો મારે કે તરત ઊઘડી જાય તેવું ઉઘાડું જ પડે છે, તેને માત્ર થોડો ધક્કો વાગવાની જ વાર છે – જેમ તે લોકોને પોતાને પણ થોડો ધક્કો વાગવાની જ વાર છે. એટલે જ તે બધાનાં નામ મેં લીધાં છે.
પરંતુ જયદેવ તે હજુ મંદિરની લગલગ પણ આવી પહોંચ્યા નથી. “ગીત-ગોવિંદ' કાવ્ય તેમના જેવાના અંતરમાં સર્યું એને ચમત્કાર જ ગણી કાઢવો જોઈએ. પરંતુ ઈશ્વરનાં કે કુદરતનાં ગૂઢ રહસ્યો કોઈ જાણતું નથી. તેને ભંડાર અખૂટ છે; છતાં કોઈક વાર તે વેરાન જમીન ઉપર વરસી દે છે, તે કોઈ વાર ફળદ્રુપ જમીન ઉપર બિલકુલ નથી પણ વરસતો. તે બધું એમ જ ચાલે છે. કોઈ તેમાં કશો ફેરફાર કરી શકતું નથી.
જયદેવ એક વેરાન ભૂમિ જેવા માણસ છે. અતિ સુંદર એવું ગીતગોવિંદ' (ભગવાનનું ગીત) તેમના અંતરમાં સ્ફયું છે ખરું,
૧. tremendously beautiful.
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે-જે મને ગમ્યાં છે” પણ પોતે શું કરી રહ્યા છે તે જાણ્યા-સમજ્યા વિના તે રચ્યું હશે, એમ હું માનું છું. મેં તેમને મંદિરની આસપાસ પણ ક્યાંય જોયા નથી; તેથી તેમનું નામ લેતાં હું ખચકાતો હતો. એમને મેટું અભિમાન ચડી ન જાય તે માટે– તેમનું ભલું ઇચ્છીને જ – મેં તેમનું નામ લીધું ન હતું. એ બિચારા તો જેવા છે તેવા છે – તેમાં તેમનો કશો વાંક કાઢી ન શકાય. પરંતુ તેમણે એક સારા સંતાનને જન્મ આપ્યો છે. અને સંતાનની વાત કરીએ ત્યારે તેના પિતાની વાત પણ કરી લેવી જોઈએ, નહીં તો લોકો પિલા સંતાનને “બાપ વિનાનું” (bastard) ગણી કાઢે. હમેશ માટે જયદેવને આમ પતાવી દેવાથી મને “હાશ'ની લાગણી થઈ આવે છે.
હવે આ ચોથી બેઠકમાં રજૂ કરવાનાં દશમાં પુસ્તકોની યાદીની શરૂઆત કરીએ, તો પહેલું પુસ્તક હેરેકલીટસનું “Fragments' (‘ફૅમેન્ટ્સ') છે. હું એ માણસને ચાહું છું (love). કાગળમાં લખતાં લખતાં હાંસિયામાં જેમ થોડુંક ઉમેરી લઈએ છીએ, તેમ હું આ જગાએ એટલું ઉમેરી લઉં છું કે, હું ચાહું છું બધાને; પરંતુ બધા જ મને ગમે છે (like) એવું નથી. કેટલાક મને ગમે છે અને કેટલાક નથી પણ ગમતા; પરંતુ હું ચાહું છું તો બધાને, એ બાબતમાં મને જરા પણ શંકા નથી. એટલે હું હેરેકલીટસને ચાહું છું તેટલા જ જયદેવને પણ ચાહું છું; પરંતુ હેરેકલીટસ મને ગમે પણ છે.
હેરક્લીટસની સમાન કક્ષામાં મૂકી શકાય એવા બહુ થોડા માણસે હશે. ખરેખર તો એમ કહેવું એ પણ સાચું નથી. કારણ કે, હેરકલીટસની
૨. જેનો બાપ કોણ છે તે ખબર પડતી ન હોય તેવા માટે લગભગ ગાળ જે જ bastard શબ્દ છે. - સં.
૩. મૂળ વૈજના ૫૦ પુસ્તકોની યાદી રજૂ કરવાની હતી. તેથી દરેક બેઠક વખતે દશેક પુસ્તકોની યાદી રજૂ કરવામાં આવતી. પરંતુ પછી ત્રણ વાર ૫૦ પુસ્તકોની યાદી રજૂ કરીને કુલ ૧૬ બેઠકોમાં થઈને ૧૬૭ પુસ્તકે રજૂ કરવામાં આવ્યાં હતાં. - સં.
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
હેલ્લીટસઃ જયદેવ સમાન કક્ષામાં મૂકી શકાય એવું કેઈ નથી. હમેશાં મારે જે કહેવું હતું તે હવે મેં કહી દીધું. હું ફરીથી કહું છું કે હેરેલીટસની તે મૂકી શકાય એવું બીજું કોઈ નથી. બધાનાથી એ બહુ આગળ નીકળી જાય છે – તેમને કારણે જ્ઞાન-સાક્ષાત્કાર થયો છે. પોતે જે કહે છે તેનાં શાં પરિણામ આવી શકે તેની તેમને જરા પણ દરકાર નથી.
આ “રૅમેન્ટ્સ' પુસ્તકમાં – એ પુસ્તક તેમના શિષ્યોએ કરેલી નધિરૂપ જ છે, એ હું ફરીથી યાદ દેવરાવું – હેરેકલીટસે પોતે કશું લખ્યું જ નથી; આ જ્ઞાન સાક્ષાત્કાર કરનારાઓ જાતે કશું નથી વખતા તેનું કશું કારણ તો હોવું જોઈએ – હેરેલીટસ એવું વિધાન કરે છે કે, તમે તે ને તે નદીમાં બે વાર પ્રવેશ ન કરી શકો. અને પછી તે તરત જ ઉમેરે છે કે, બે વાર તો શું, એક વાર પણ તમે એ ને એ નદીમાં પ્રવેશ કરી ન શકી.
આ અતિસુંદર વિધાન છે, તેમ જ સાચું પણ છે.
દરેક વસતું નિરંતર બદલાતી રહે છે, અને એટલી ઝડપથી બદલાતી રહે છે કે, તમે એ ને એ નદીમાં બે વાર પ્રવેશ ન કરી શકો – એ ને એ નદીમાં એક વાર પણ તમે પ્રવેશ કરી ન શકો. નદી નિરંતર વહ્યા કરે છે : સમુદ્ર તરફ સતત ધસ્યા જ કરે છે – અનંતપ તરફ, અગમ્યમાં અલોપ થઈ જવા માટે!
7. dangerously awakened. M. infinite.
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
૮૮
જ્યોર્જ બર્નાડ શો : ઍની એસટ
ધ
આઠમી બેઠકનું આઠમું પુસ્તક જ્યૉર્જ બર્નાર્ડ શૉ કૃત મૅકિસમ્સ ઑફ એ રેવોલ્યૂશનરી '૧ છે. રજનીશજી ઉમેરે છે કે, તે પુસ્તક બહુ જાણીતું નથી, જોકે જ્યૉર્જ બનાર્ડ શૉએ રચેલું હોઈ તે પુસ્તક લોકોમાં બહુ જાણીતું થયું નથી એ બહુ નવાઈની વાત છે. આ પુસ્તક સિવાયનાં તેનાં બીજાં પુસ્તકો બહુ જાણીતાં છે. મારા જેવા ગાંડો માણસ જ આ પુસ્તકને પસંદ કરી શકે. શૉએ લખેલું બીજું બધું હું ભૂલી ગયો છું; કારણ કે, તે બધા કચરાપેટીને લાયક કચરો જ છે.
મારા એક સંન્યાસીનું નામ બોધિગર્ભ છે – અર્થાત્ ગર્ભસ્થ બુદ્ધ — બુદ્ધ તરીકે અવતરવાને માટે જેને થાડી જ વાર છે, પણ બીજા બધા મશ્કરીમાં તેને બોધિ-ગાર્બેજ કહે છે. ગાર્બેજ એટલે મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ફેંકી દેવાલાયક કચરો, જોકે મને તેનું તે ઉપનામ ગમે છે. કારણ કે, એક વાર તમે બોધિજ્ઞાન પ્રાપ્ત કરા તો કચરો પણ તમારા સ્પર્શથી અલૌકિક બની જાય. તે વિના બાકીનુ બધું કચરો જ છે.
મને જ્યૉર્જ બર્નાર્ડ શૉનું નાનું પુસ્તક ધ મૅકિસમ્સ ઑફ એ રેવેાલ્યૂશનરી' ગમે છે. બધા તેને ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલી ગયો. હું વિચિત્ર વસ્તુઓ, વિચિત્ર લોકો અને વિચિત્ર સ્થળો પસંદ કરનાર માણસ છું. એ પુસ્તક જાણે જ્યૉર્જ બર્નાર્ડ શૉનું
૧. એક ક્રાંતિકારીનાં જીવનસૂત્રો' એવા અ`. – સ^૦
·
૧}}
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
એની બેસંટ
૧૭ પોતાનું લખેલું પુસ્તક છે જ નહિ – બેભાન અવસ્થામાં અચાનક તેના અંતરમાં આકાશમાંથી ઊતર્યું હશે! કારણ કે, તે પોતે બધી રીતે નાસ્તિક માણસ હતો. તે એક સંતપુરુષ (saint) પણ નહોતે, તથા જ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરનાર જ્ઞાની (enlightened) પણ નહે. અરે, જ્ઞાન-પ્રકાશ બાબત તેણે વિચાર પણ કર્યો નહોતો. તેણે એ શબ્દ પણ સાંભળ્યો નહિ હેય. તે તદ્દન જુદી જ દુનિયાને વતની
હતો.
સાથે સાથે અહીં તમને કહેતો જાઉં કે, એક છોકરી ઉપર તેને પ્રેમ થઈ ગયો હતો. તે તેની સાથે લગ્ન પણ કરવા માગતો હતો. પણ પેલી છોકરીને જ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરવો હતો – તેને પરમ સત્ય – પરમ તત્વની બેજ કરવી હતી. તેથી તે ભારત ચાલી ગઈ. તે સ્ત્રી બીજી કઈ નહિ પણ એની બેસંટ હતી. ઈશ્વરને ધન્યવાદ ઘટે છે કે જ્યૉર્જ બર્નાર્ડ શૉ તેને પોતાની સાથે લગ્ન કરવા સમજાવી ન શકયો. નહિ તો આપણે એક મહા શક્તિશાળી સ્ત્રી ગુમાવી હોત. તેની ઊંડી સમજ (insight), તેને પ્રેમ, તેનું ડહાપણ.... ખરેખર તે અલૌકિક શક્તિવાળી બાઈ (witch) હતી – bitch – કતરી નહિ. witch એ બહુ સુંદર શબ્દ છે, તેને અર્થ થાય છે ડહાપણવાળું – ડાહ્યું.
આ દુનિયા પુરુષ પ્રધાન દુનિયા છે. કોઈ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેને બુદ્ધ, ક્રાઈસ્ટ કે પેગંબર કહેવામાં આવે છે. પણ
૨. skeptic. કશામાં ન માનનાર; બધી જ બાબતો અંગે શંકાઓ રાખનાર.
3. tremendously powerful.
૪. witch નો સામાન્ય અર્થ ડાકણું થાય છે. અહીં રજનીશજી ગાળ ભાંડી છે ને નથી ભાંડી એ દેખાવ શબ્દના અર્થની મારામારી કરીને શા માટે કરે છે તે સમજાતું નથી. - સ.
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
“પુસ્તકે - જે મને ગમ્યાં છે” કોઈ સ્ત્રી જ્ઞાન પ્રાપ્ત કરે તો તેને witch કહે છે. જોકે witch
318 au yen website at have data
colden) - Robe dejta
“મૅકિઝમ્સ ફૉર એ રેવેલ્યુશનરી' ગ્રંથની શરૂઆત પહેલા આ મેકિઝમથી (સત્રથી) થાય છે: “સોનેરી (golden) – કોષ્ઠ સર્વોત્તમ - એવા કોઈ નિયમ હેય નહીં.” એ પ્રથમ સૂત્ર છે. આ નાનું સૂત્ર પણ ખરેખર સુંદર છે. ખરી વાત છે – સોનેરી – સર્વોત્તમ એ કોઈ નિયમ હોય જ નહિ, એ જ ખરો સોનેરી નિયમ છે. બાકીનાં સત્રો જાણવા માટે તો તમારે એ પડીનો જ અભ્યાસ કરવો જોઈશે.
જ્યારે હું “અભ્યાસ કરવો જોઈએ એમ કહ્યું, ત્યારે તમારે એમ સમજવું કે તેના ઉપર ધ્યાન કરવાનું છે (meditate over it).
જ્યારે હું માત્ર “વાંચવાનું’ (read) કહું, ત્યારે તમારે ધ્યાન કરવાની આવશ્યકતા નથી એમ સમજવું – માત્ર તેને શબ્દાર્થ સમજી લો એટલું જ બસ છે.
૮૯.
નિકોલ ૧૦ મી બેઠકનું છઠું પુસ્તક મોરિશા નિકોલ (Mauric Nicoll)નું પાંચ મોટા વૉલ્યુમવાળું “કૉમેન્ટરીઝ” નામનું છે. નિકલ ગુજી એકને શિષ્ય હતા અને જુડાસે જેમ પિતાના ગુરુ જિસસને દગો દીધો હતો, તેમ તેણે પોતાના ગુરુને કદી દગો દીધો ન હતા. નિકોલે લખેલી “કૉમેન્ટરીઝ’ બહુ વિશાળ – વિસ્તૃત છે, અને કોઈ તેમને વાંચતું હોય એમ હું માનતો નથી. હજારો પાન ... પણ કોઈ જે તે હજાર પાન વાંચવા તસ્દી લે, તે તેને જરૂર મોટો
- પ. એને ઉચ્ચાર અંગ્રેજીમાં “નિકલ’ કરાય છે એમ રજનીશજી અંગ્રેજ શિષ્યાને પૂછીને નાંધતા જાય છે. - સં.
૧. ગુજિંએફના શિષ્ય Ouspenskyએ તેમને દગો દીધે હતે. - સંe
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
લાભ થશે. મારે મતે નિકલની “કૉમેન્ટરીઝ’ દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ પુસ્તકોમાંનું એક છે.
(પછી આ ૧૦મી બેઠકના સાતમાં પુસ્તક તરીકે રજનીશજી ગુજએફના બીજા શિષ્ય હાર્ટમેન (Hartman)ના અવર લાઈફ વિથ ગુજએફને ઉલ્લેખ કરે છે. હાર્ટમેન અને તેની પત્ની બંને ગુજએફને ગુરુ માનતા હતા. હાર્ટમેન સંગીતશાસ્ત્રી હતા અને ગુજિએફના જો વખતે વાજિત્ર વગાડીને સાથ આપતે.)
તાલમુડ – TALMUD
૧૪મી બેઠકનું ત્રીજું પુસ્તક પૂ લોકોનું તાલમુડ' છે.
રજનીશજી શરૂઆતમાં જ જણાવી દે છે કે, આ પુસ્તકને મારી યાદીમાંથી બાકાત રાખવા હું હમેશા પ્રયત્ન કરતો પણ છેવટે મારે તેને દાખલ કરવું પડ્યું છે. રજનીશજી પોતે જ્યે લોકોની વિરુદ્ધનું જ બોલતા આવ્યા છે અને અહીં જ જણાવતા જાય છે કે, હજુ પણ હું જ્યુ લોકોની વિરુદ્ધનું જ બોલે જવાને છું, એટલે આ પુસ્તકને મારી યાદીમાં લેવાનું મને મન ન હતું. પરંતુ એ પુસ્તકમાં એક સુંદર વાક્ય છે, તેને કારણે જ હું તે પુસ્તકને મારી યાદીમાં લઈ લઉં છું. તે વાક્ય આ છે –
“ઈશ્વર બહુ ભયંકર (terrible) છે. તે તમારો કાકો થત નથી, તે હરગિજ સદૂભાવ દાખવતો નથી.'
માત્ર આ વાક્યને જ હું ચાહું છું – મને તે ગમે છે. એ , ખરેખર મહા-વાકય છે. બાકીને તે બકવાસ છે – તદ્દન પુરાણ
૧. He is not nice. ૨. gibberish.
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૦
“પુસ્તકો જે મને ગમ્યાં છે” કાળને છાજે તેવું (primitive)- ફેંકી દેવા યોગ્ય. આખું તાલમુડે ફેંકી દો ત્યારે આ એક વાક્ય બચાવી લેજો. તમારા સૂવાના ઓરડામાં પણ લખી રાખજો કે, “ઈશ્વર તમારો કાકો નથી; તે હરગિજ સદૂભાવ દાખવતો નથી.” એ વાક્ય યાદ રાખશો તો તમે તમારી પત્ની પ્રત્યે, તમારાં સંતાનો પ્રત્યે, તમારા કરો પ્રત્યે અરે તમારી જાત પ્રત્યે, કંઈ મૂર્ખતાભર્યું પગલું ભરવા જતા હશો ત્યારે તમારી સાન ઠેકાણે લાવી દેશે.
,
૯૧ બાલ શેમ ટેવ
છઠ્ઠી બેઠકના સાતમા પુસ્તક તરીકે હું બાલ શેમ ટોવની ટૂંકી વાર્તાઓ રજૂ કરું છું. બાલ શેમે કોઈ પુસ્તક કે ગ્રંથની રચના કરી નથી. અધ્યાત્મવાદ (Mysticism)ની દુનિયામાં ગ્રંથ કે પુસ્તક એ ગદ શબ્દ ગણાય. બાલ શેમે તો અતિ સુંદર એવી નાની નાની વાર્તાઓ જ કહી છે, અને કેટલીક વસ્તુઓ એવી છે જે એવા નાના નાના ટુચકાઓ મારફત જ કહી શકાય – વ્યક્ત કરી શકાય, બાલા શેમની વાર્તાઓમાંથી ક્યૂયહુદી લોકોનો “હસીદ' સંપ્રદાય ઊભો થયો છે. “હસીદ' શબ્દનો અર્થ “અંત થાય છે. એટલે યહૂદીઓમાં જે સંત સંપ્રદાય ઊભો થયો, તે જાણે ન્યૂ લોકોરૂમી છોડ ઉપર ખીલેલું સુંદરમાં સુંદર પુષ્પ છે. હસીદસંપ્રદાયને જન્મ આપવા જેવું બીજું એક અગત્યનું કામ જ્યુ લોકોએ કર્યું નથી, એમ કહેવાય.
૩. બાલ શેમના નામની પાછળ ટેવ શબ્દ છે તે તેમના ગામનું નામ છે. એટલે “ટેવ ગામના બાલ શેમ’ એ એમના આખા નામને અર્થ થાય.
૪. હસીદ-સંપ્રદાય વિષે લાંબે પરિચય “બૂબર” નામના ૫૬ મા ખંડમાં આવે છે. – સં.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
બાલ શેમ ટેવ
૧૭૧ હસીદ-સંપ્રદાય હવે એક નાના પ્રવાહ જેવો જ બની રહ્યો છે, પરંતુ તે હજુ જીવતો છે અને વહ્યા કરે છે.
બાલ શેમની વાર્તાઓ ખૂબ સુંદર છે, નમૂનારૂપે એક વાત રજનીશજીએ કહી બતાવી, તે નીચે પ્રમાણે છે –
એક દિવસ એક સ્ત્રી બાલ શેમ પાસે આવી અને આજીજી કરતી કહેવા લાગી, મને સંતાન નથી– હું વાંઝણી છે. તમે મને આશીર્વાદ આપ કે હું પુત્રવતી થાઉં. મને પુત્રી નહિ – પુત્ર જ આપજો,
પેલી સ્ત્રીની કાકલૂદીઓથી ત્રાસેલા બાલ શેમે તે સ્ત્રીને છેવટે કહ્યું, જો સાંભળ; મારી માતાને પણ સંતાન નહોતું. તેથી તે વારંવાર ધર્માચાર્ય (Rabbi) પાસે જઈ તેમને કાકલૂદીઓ કર્યા કરતી કે, મને સંતાન થાય એવા આશીર્વાદ આપે.”
મારી માતાની કાકલૂદીઓથી ત્રાસેલા ધર્માચાર્યો પછી તે સ્ત્રીને કહ્યું, “પહેલાં તો તું મારે માટે એક સુંદર મુગટ બનાવી લાવ.”
પેલી સ્ત્રી બહુ મહેનત કરી એક સુંદર મુગટ બનાવી લાવી; અને ધર્માચાર્યના માથા ઉપર તે પહેરાવી દીધો. મુગટ એટલો બધો સુંદર હતો તથા ધર્માચાર્યના મસ્તક ઉપર એવો શેલત હતો કે, પેલી સ્ત્રી બોલી ઊઠી, “આચાર્યજી, આ મુગઢ આપના મન ઉપર એ શેભે છે કે જાણે તે આપને માટે સરજાયો હોય. એ મુગટ સાથેના આપને મુખના દર્શનથી હું ધન્ય થઈ ગઈ. મારી મહેનતનું એ મોટું ફળ મને મળી ગયું. એટલે એના બદલામાં આપની પાસે મારે વધુ કાંઈ માગવાનું રહેતું નથી. તથા આપે પણ તેને માટે બદલામાં વિશેષ કાંઈ મને આપવાનું રહેતું નથી.
આટલું કહી મારી મા ત્યાંથી પાછી ચાલી આવી. ત્યાર બાદ તેને ગર્ભ રહ્યો અને તેને પેટે હું જન્મ્યો.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
K
પુસ્તકો – જે મને ગમ્યાં છે
પેલી ી બાલી ઊઠી, તો તો હું કાલે આપને માટે અતિ સુંદર મુગટ બનાવી લાવીશ, અને આપને પહેરાવીશ, જેથી મને પણ આપના જેવા પુત્ર મળશે.
અને બીજે દિવસે પેલી સ્ત્રી ખરેખર એક સુંદર મુગટ બનાવી લાવી અને બાલ શેમને મસ્તકે પહેરાવી દીધા. મુગટ સુંદર હતો પણ બાલ શેમે તેને હૅન્ક યુ' (આભાર, ધન્યવાદ) એટલું પણ કહ્યું નહિ.
"
પેલી સ્ત્રી તો ઈન્તેજાર થઈ બાલ શેમ પુત્રને આશીર્વાદ કયારે આપે છે તેની રાહ જોઈ રહી. પછી બહુ વખત સુધી બાલ શેમ કંઈ બાલ્યા નહીં ત્યારે પેલી સ્ત્રીએ જ પૂછ્યું, · મને આપના જેવા પુત્ર થાય એવા આશીર્વાદ કથા૨ે આપા છે?’
.
બાલ શેમે જવાબ આપ્યો, મૈં તને કાલે મારી માની વાત કહી હતી તે તને યાદ નથી? મારી માતાએ મુગટના બદલામાં કશું માગવાની ના પાડી તેથી જ હું તેને પેટે જન્મ્યો હતો. પરંતુ તું તો મુગટના બદલામાં કશું મારી પાસેથી મેળવવાની આશા રાખી રહ્યા છે એટલે તારે પેટે કશું સંતાન નહિ જન્મે.
બાલ શેમે આમ તે સ્રીને મેાટા આધ્યાત્મિક સિદ્ધાંત સંભળાવી દીધા કે, કશું માગશેા નહિ, બદલામાં કશું મેળવવાની આશા રાખશે। નહીં, તો તમને મન-વાંછત્રુ બધું મળશે!
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
૯૨
બહાઉદ્દીન ૧૦મી બેઠકનું ૧૦મું પુસ્તક “ધ બુક ઑફ બહાઉદ્દીન' છે. રજનીશજી જણાવે છે કે, બહાઉદ્દીન એ મૂળ સૂફી અધ્યાત્મજ્ઞાની છે. સૂફીવાદની પરંપરા તેમણે જ શરૂ કરેલી. આ નાની ચેપડીમાં બધું જ આવી જાય છે; પ્રેમ, ધ્યાન, જીવન, મૃત્યુ એમ બધું જ. તે પુસ્તક એક બીજ જેવું છે જેમાં ભવિષ્યનું વૃક્ષ, ફળ, ફુલ એમ બધુ (અલબત્ત બીજરૂપે) રહેલું છે. એના ઉપર ધ્યાનસ્થ થાઓ
આઉપેકી : OWPENSKY બીજી બેઠકના દશમાં પુસ્તક તરીકે રજનીશજી આઉપેન્ક્રીનું “ઈન સર્ચ ઓફ દ મિરેકqલસ’ પુસ્તક ઉજૂ કરે છે અને જણાવી દે છે કે, આઉપેક્કી ગુજિએફને શિષ્ય પણ હતો તથા પછી (જિસસને જેમ તેમના શિષ્ય જુડાસે દગો દીધો હતો તેમ) ગુજિએફને તેણે દગો પણ દીધો હતો. પરંતુ આ પુસ્તક તે તેણે દગો દીધા પહેલાં લખેલું હતું, એટલે તેને મારી યાદીમાં ઉમેરી લઉં છું.
એ અતિ સુંદર પુસ્તક છે. કારણ એટલું જ કે, પોતે હજુ શિષ્યાવસ્થામાં – સાધકાવસ્થામાં હતો ત્યારે તે પુસ્તક તેણે લખેલું છે. – જ્ઞાન સાક્ષાત્કાર કર્યા બાદ નહિ. શિષ્યાવસ્થામાં સાધકને ઓળંગવા
4. meditate over it. 2. tremendously beautiful.
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પુસ્તકો-જે મને ગમ્યાં છે' પડતાં વિદને કરવો પડતો પરિશ્રમ, દાખવવો પડતે સંયમ વગેરે જરૂરી બધી બાબતે જાણવી પડે છે તથા નેધવી પડે છે. ત્યારે જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તે માર્ગની આંટીઘૂંટીઓ પસાર કરવાની ન હેઈ, જ્ઞાન-પ્રકાશની પરિપૂર્ણતાનો મહિમા જ માણવાનું હોય છે.
આઉસ્પેન્ઝીનું પુસ્તક ગુજએફના પોતાના પુસ્તક કરતાં ગુજએફ (તથા તેના સિદ્ધાંત) વિષે વધુ સ્પષ્ટ માહિતી પૂરી પાડે છે. કદાચ ગુજએફે પોતે જ અમુક સ્થિતિમાં આઉસ્પેન્કીમાં પ્રવેશ કરી તેને હાથા તરીકે ઉપયોગ કર્યો હોય એમ પણ બને.
આઠમી બેઠકના બીજા પુસ્તક તરીકે રજનીશજી આઉપેન્ક્રીનું જ બીજું પુસ્તક Tertium Organun રજૂ કરે છે અને જણાવે છે કે, આ પુસ્તક આઉપેન્કીએ પોતાના ગુરુ ગુજએફને મળતા પહેલાં લખેલું છે.
આઉપેન્ઝી ગુરુની શોધમાં આખી દુનિયા ખૂંદી વળ્યા હતા. ભારતમાં પણ ઘણાં વર્ષ સુધી તેમણે તપાસ કરી હતી. મુંબઈ જેવું શહેર પણ બાકાત રાખ્યું ન હતું. એ અરસામાં જ તેમણે પોતાનું અતિ સુંદર “એ ન્યૂ મૉડેલ ઑફ ધ યુનિવર્સ' (A New Model of the Universe) પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક તો કવિની કલ્પના જેવું છે; પણ એ કલપના સત્યની ઘણી નજીક પહોંચી જાય છે. “નજીક આવી જાય છે એટલું જ યાદ રાખજો. કારણકે તત્વની બાબતમાં એક વાળ જેટલા દૂર રહે તે પણ તમે તત્ત્વથી અસ્પષ્ટ જ રહેવાના. આઉપેન્કી પણ તત્ત્વથી દૂર જ રહ્યા હોઈ તેમણે પોતાની શોધ જારી રાખી.
આ પુસ્તકમાં તે પોતે આદરેલી શોધની વાત કરે છે. ચેપડી વિચિત્ર કહેવાય તે રીતે સ્કોમાં એક વીશીમાં પૂરી થાય છે, જ્યાં
૩. કસમાં મૂકેલે ભાગ મૂળને નથી. - સં. ૪. cufeteria.
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
આઉપેકી
૧૭૫
આઉપૅસ્કી ગુજિએફને મળે છે. એ દૃષ્ટિએ જોતાં ગુજએફ બહુ અને ખા ગુરુ કહેવાય. તેમણે પોતાનું બધું લેખનકાર્ય એવી વીશી
માં બેસીને જ કર્યું છે – જ્યાં કેટલાય લેકે જમતા હોય. છોકરાં આમતેમ દોડાદોડ કરતાં હોય, શેરીમાંથી પણ અવાજો આવતા હોય, ઘડાઓને હણહણાટ સંભળાતો હોય અને ગુજિએફ બારી પાસે બેસી પોતાનું પુસ્તક “ઓલ ઍન્ડ એવરીથીંગ” (“All and Everything') લખતા હોય?
આઉપેન્કીએ ગુજએફને જોયા કે તરત જ તેમના તરફ તેમને ભાવ-પ્રેમ પ્રગટ થયો. અને પૂર્ણ ગુરુના દર્શનને સામને કોણ કરી શકે? તેનાથી અલિપ્ત રહેનાર તો પથ્થરને બનેલો કે સિન્વેટિક પદાર્થોને જ બને છે જોઈએ – તદ્દન મરેલો જ એમ કહોને. ગુજએફની સામું જોયું કે તરત જ આઉપેન્કીને ખાતરી થઈ ગઈ કે, પોતે જે આંખોને ભારતની ગંદી શેરીઓમાં કે આખી પૃથ્વીમાં દૂર દૂર સુધી શોધવા ગયા હતા, તે આંખે તો મસ્કોમાં જ તેમના ઘરની સામે આવેલી વીશીમાં જ વિરાજમાન છે!
“એ ન્યૂ મૉડેલ ઓફ ધ યુનિવર્સ' પુસ્તક કાવ્યમય છે તથા મને થયેલા દર્શન (vision)ની ઘણું નજીક આવી જાય છે, તેથી મેં તેને મારી યાદીમાં ઉમેરી લીધું છે.
દશમી બેઠકના નવમા પુસ્તક તરીકે પણ રજનીશજીએ “ધ ફયુચર સાઈકોલૉજી ઑફ મૅન' (The Future Psychology of Man' નામનું આઉસ્પેન્ઝીનું પુસ્તક જ લીધું છે. આઉપે
સ્કીએ પોતાના વીલમાં જ લખાવ્યું હતું કે તે પછી તેમના મૃત્યુ - પછી જ પ્રકાશિત કરવી. આમ કરવાનું કારણ કદાચ એમ પણ હેય કે, તેમને તે પુસ્તક પોતે ધારેલી કલાનું નહિ લાગ્યું છે. મને તે માણસ બિલકુલ ગમતું નથી, પરંતુ નવાઈની વાત એ છે કે આ પડીમાં જણે તેણે મારી અને મારા સંન્યાસીઓની કામગીરી કેવી
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પુસ્તકે - જે મને ગમ્યાં છે”
હશે તેનું જાણે આબેહુબ વર્ણન કર્યું છે. ભવિષ્યનું માનસશાસ્ત્ર કેવું હશે તે એમણે ભાખ્યું છે, અને હું હાલમાં એ જ કામ કરી રહ્યો છું... ભવિષ્યને - નવો – માણસ ઘડવાનું ! એ નાની ચોપડી બધા સંન્યાસીઓના અભ્યાસનો વિષય બનવી જોઈએ.
મને આઉપેકીની ચેપડીઓ હમેશ ગમી છે, જોકે તે માણસ પોતે મને કદી ગમ્યો નથી. તે ગુરુ (master) કરતાં શાળાના મહેતાજી (school-master) જેવો વધુ લાગે છે. અને શાળાના મહેતાજી વળી કોઈને ગમે? મેં પ્રાથમિક શાળામાં ભણતી વખતે પણ પ્રયત્ન કર્યો હતે, કૉલેજ વખતે, તથા યુનિવર્સિટી વખતે પણ, પરંતુ હું નિષ્ફળ જ નીવડ્યો હતો. હું કોઈ સ્કૂલ-માસ્તરને ચાહી નહોતો શક્યો, અને બીજો કોઈ પણ ચાહી શકે એમ હું માનતા નથી. ખાસ કરીને સ્કલ-માસ્ટર જો સ્ત્રી હોય તે તે તેને ચાહવી અશક્ય જ છે. કેટલાક મુર્ખાઓ એવા પણ છે જેઓ સ્ત્રી-શિક્ષિકાઓને પરણ્યા હેય. માનસશાસ્ત્રીઓ જેને “masochism” કહે છે તેવા કોઈ રોગથી તેઓ પીડાતા હોવા જોઈએ. તેઓને કોઈ સતત રિબાવ્યા કરે એવી વ્યક્તિની જરૂર લાગતી હોવી જોઈએ.
આઉપૅલ્કી ગુજિએફના સિદ્ધાંત વિશે ભાષણ આપતે હોય ત્યારે પણ હાથમાં ચાક લે, બ્લૉક-બોર્ડ સમક્ષ ઊભો રહે, સામે જ ટેબલ-ખુરશી .... અને નાકે ચશ્માં, એમ સ્કૂલ-માસ્તરને છાજતી બધી સામગ્રી મે જૂદ હોય! અને જે રીતે ઉપદેશ આપે તે પણ એવી સ્કૂલ માસ્તરની રીતે આપે, કે ભાગ્યે થોડા લોકો તેને સાંભળવા ઇચ્છે – ભલે તે સોનાને સંદેશ સંભળાવતા હોય.
આઉપેન્કીને હું ધિક્કારું છું તેનું બીજું કારણ એ છે કે, 'જુડાસે જેમ જિસસને દગો દીધો હતો તેમ તેણે ગુજએફને દગો ઘધો હતો અને દગાબાજને હું કદી ચાહી શકું નહિ. બીજાને દગો
૫, Golden message.
૬. betrayed.
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________ ઓરો રજનીશજીની કીમતી ભેટ 0 શાળાની ાિતાત્રે પલાળી જુલાથી વાહૈ જીલ્લા ની જાઢે દાહરીલી સાહિત્યી સાષ્ટિી ટાઢી સીથી તૈી કી ૯ીથી@ @ીડ ઉથાપીથીૌ જાળી, હાથતી હોહીતી સાહિલી ટાણીાિના હતા તૈક્ષ હાદક્ષિાથી જપઢો ઉભુલાણી હોલાતાઈ હS છીથી હજી જીણાઝો ઉત્તા ખાતાના દ6 સીૌ છૂટીને Olણાતી કીલી લોટ RDIણી છે. તૌત્રી પીજી ભાટણ જીર્ણશીણા કટ્ટા RIVER Qalaus va આથીીકોણે સ્થા&િ@ હા હા હીહીરો યુદરતી દક્ષી છિ થી સૂરતી છૂ શી શી જો “હવાની જ ખુશાલ થાય અક્ષણ માળી શ્રદ ફરી હૈિ ઈ ii ાને ઉપાડી લઈ જઈ શકો. હજણાવ્યા સ્રાહિલ્ય શલ્યાબી છાતી પુત ચાર ખલા શaધુ થાય છે. જાથી ની હકિ મી B@iaa છેલ્લા For Personal & Private Use Only