________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? થોડામાં થોડું જાણતા થવું તેનું નામ ધર્મ! વિજ્ઞાનની પરાકાષ્ઠી અ-વસ્તુ (nothing) માટે બધું જ જાણવામાં આવે, ત્યારે ધર્મની પરાકાષ્ઠા બધું જ જાણવામાં’ આવે... કશી વસ્તુ વિશે નહિ અર્થાતુ જ્ઞાનમાં જ આવે. વિજ્ઞાનનો અંત અજ્ઞાન (ignorance) છે, ત્યારે ધર્મને અંત જ્ઞાન પ્રકાશ (enlightenment) છે.
ગુજએફ વિશે શરૂઆતમાં જ કંઈક કહેવાનું હું ચૂકી ગયે તેનું કારણ એટલું જ હતું કે તેમનું પુસ્તક “All end Everything” (“સમસ્ત અને પૂર્ણ ) બહુ વિચિત્ર પુસ્તક છે – વાંચી ન શકાય એવું. મારા સિવાય એ પુસ્તકને પહેલે પાનેથી છેલ્લે પાને સુધી કોઈ જીવતો માણસ વાંચી ગયો હોય એમ હું માનતો નથી. હું ગુજએફના ઘણા અનુયાયીઓને મળ્યો છું, પણ તેમાંના કોઈ એ પુસ્તક પૂરું વાંચી શક્યા ન હતા. તે બહુ મોટું પુસ્તક છે, હજાર પાનનું, અને ગુજએફ એવા બદમાશ (rascal) સંત છે – મને એ વિશેષણ વાપરવાની રજા આપશો – તે એવી રીતે લખે છે, જેથી તે વાંચી શકાય જ નહિ, તેમનું એક એક વાક્ય પાનાં ઉપર પાનાં ભરીને ચાલતું હોય છે – જેથી તમે વાક્યને છેડે આવે ત્યારે તેની શરૂઆત ભૂલી જ ગયા છે. ઉપરાંત તે મારી પેઠે નવા નવા વિચિત્ર શબ્દો બનાવીને વાપરે છે. દાખલા તરીકે કુંડલિની વિષે તે લખે છે, ત્યારે તેને માટે “કુંડર બફર” એવો વિચિત્ર શબ્દ જ વાપરે છે. તેમનું પુસ્તક ખરેખર અમૂલ્ય છે. પરંતુ હીરાઓ સામાન્ય પથરાઓ વચ્ચે જ છુપાયેલા પડયા હોય છે, તેમને શોધવા ખાસ પ્રયત્ન કરવો પડે.
મેં એ પુસ્તક એક વાર નહિ, પણ ઘણી વાર વાંચ્યું છે. જેમ જેમ છે તેમાં ઊંડે ઊતરતો ગયો તેમ તેમ મને ગુજએફની આડાઈ સમજાતી ગઈ. જેમણે તે પુસ્તક ન વાંચવું જોઈએ – જેમણે તે જ્ઞાન ન મેળવવું જોઈએ – તેમને ન સમજાય તે માટે યોજનાપૂર્વક તેમણે એ પુસ્તક જટીલ – અઘરું બનાવ્યું છે. જ્ઞાનને પચાવી શકે એવા ન
૭. બીજી બેઠક વખતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org