________________
ખલિલ જિબ્રાન
બન્યા હોય તેમને તે જ્ઞાન પીરસવાનું જ ન હોય. સામાન્ય માનવીઓથી તેને છુપાવી રાખવું જ પડે, જેઓ તેને આત્મસાત્ કરી શકે પ્રેમ હોય તેમને જ તે જ્ઞાન ધરી શકાય. જેઓ તે જ્ઞાન માટે અધિકારી બન્યા હોય તેમને જ તે જ્ઞાન મળવું જોઈએ. જ્ઞાનને એવી ગૂઢ – અઘરી ભાષામાં છુપાવવા પાછળ – તેવી ભાષામાં વીંટાળવા પાછળ તેમનો એ જ હેતુ હોઈ શકે.
ગુજએફના “All and Everything' (“સમસ્ત અને પૂર્ણ') પુસ્તક જેવું અનોખું બીજું કોઈ પુસ્તક છે જ નહિ, કારણ કે વસ્તુતાએ પણ તે “સમસ્ત અને પૂર્ણ છે.
४७ ખલિલ જિબ્રાન : KHALIL GIBRAN
(નવમી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનનું “જિસસ, ધ સન ઑફ મેન” (“માનવપુત્ર જિસસ') પુસ્તક રજૂ કરું છું. એ પુસ્તક પ્રત્યે સર્વત્ર દુર્લક્ષ જ કરાયું છે. ખ્રિસ્તીઓ તેને અવગણે છે કારણ કે તેમાં જિસસને માનવપુત્ર કહ્યા છે. તેઓ તે પુસ્તકને અવગણે છે એટલું જ નહિ તેને ધિક્કારે છે. પોતે જ તેને (him) ધિક્કારતા હોય, તે પછી બીજો કોણ તેની (it) દરકાર કરવાનો હતે?
ખલિલ જિબ્રાન જેરુસલેમની નજીક આવેલા સીરિયાનો વતની કહેવાય. વસ્તુતાએ પણ સીરિયાની પર્વતમાળામાં વસતા લોકો – થોડા ઘણા તો ખરા જ – જિસસ બોલતા હતા તે Aramaic ભાષા જ બોલે છે. ત્યાં આવેલાં ગગનચુંબી ઊંચાં સેડાર (Cedar) વૃક્ષોની
?.. condemn. ૫૦-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org