________________
ગુજિએક બેનેટને સ્પર્શ કર્યો એટલામાં તે બેનેટના શરીરમાં એક અદ્ભુત – અફાટ શક્તિનો સંચાર થયો. પરંતુ તે ઘડીએ બેનેટે જોયું તે ગુજએફ એકદમ જાણે ફીકા પડી ગયા હતા. ગુજએફ તરત તે બેસી જ પડ્યા. પછી થોડી વારે મહાપરાણે ઊભા થઈ બાથરૂમ તરફ ચાલ્યા અને બેનેટને કહેતા ગયા, “કશી ચિંતા ન કરીશ, હું હમણાં જ જે હતા તે થઈને પાછો આવું છું.”
બેનેટ પિતાની સ્થિતિ વર્ણવતાં કહે છે કે, આવું સ્વાથ્ય તે જાણે મેં કદી અનુભવ્યું જ ન હતું. એવું સ્વાથ્ય – એવી શક્તિ ! જાણે હું ધારું તે કરી શકું એટલી બધી શક્તિ મને મારામાં અનુભવાતી હતી. મને તે ઘડીએ નેપલિયનના શબ્દો એકદમ સમજાઈ ગયા કે, “અશક્ય એવી કોઈ વસ્તુ છે જ નહિ!' એ શબ્દનો અર્થ મને સમજાય એટલું જ નહિ, પણ હું ધારું તે કરી શકું એવું મને લાગવા માંડયું. જોકે હું બરાબર સમજતો હતો કે એ ગુજએફની કૃપા જ હતી; બાકી, હું ખરેખર તે મરવા જ પડયો હતો.
આ જ અનુભવ બેનેટને બીજી વાર પણ થયો હતો. એ વસ્તુને “શક્તિપાત’ કરો (બીજામાં શક્તિનો સંચાર કરવો) એમ ત્યાંની ભાષામાં કહેવામાં આવે છે.
ગુજએફે જીવ્યા ત્યાં સુધી તે બેનેટની શ્રદ્ધા કાયમ રહી; પણ તેમનું અવસાન થતાં જ તે બીજા ગુરુની શોધમાં નીકળ્યો અને શિવપુરી બાબાને મળ્યો, એ વાત આપણે આગળ કહી આવ્યા છીએ.
પરંતુ શિવપુરીબાબા ક્યાં અને ગુજએફ ક્યાં? બેનેટ છેવટે ગણિત- શાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતો; અને તેથી બેનેટની વર્તણૂકની ચાવી મને મળી જાય છે; વૈજ્ઞાનિકો હમેશ પિતાના ક્ષેત્રની બહાર મૂર્ણપણું જ દાખવતા હોય છે.
હું હમેશાં વિજ્ઞાનની વ્યાખ્યા એવી જ આપું છું કે, થોડાને વધુમાં વધુ જાણવું તેનું નામ વિજ્ઞાન! બીજી બાજુ religionધર્મની વ્યાખ્યા એવી આપું છું કે, વધારેમાં વધારે વસ્તુઓ વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org