________________
“પુસ્તકે- જે મને ગમ્યાં છે પરંતુ અર્થશાસ્ત્રને લાગેવળગે છે ત્યાં સુધી કાર્લ માકર્સ ઓટો છે; અને (માનસશાસ્ત્રની બાબતમાં) ફૉઈડ ખોટો છે, કારણ કે, મનનું પૃથક્કરણ કરવાનું છે જ નહિ, તેને તે બાજુએ મૂકી (તત્ત્વદર્શન માટે) અ-મનવાળી દશામાં પ્રવેશ કરવાને છે.
અને આલબર્ટ આઇન્સ્ટાઈન તેના સાપેક્ષતાવાદ (theory of relativity) પૂરતો જરૂર સાચી છે. પરંતુ તેણે ઍટમ-બોંબ બનાવવાના પ્રસ્તાવ સાથે પ્રેસિડન્ટ રૂઝવેલ્ટને કાગળ લખ્યો એ તેણે ભારેમાં ભારે મૂર્ખામી કરી હતી. હીરોશીમા અને નાગાસાકી એ બે નગરોના હજારો અને લાખો રહેવાસીઓ જીવતા બળી મર્યા તેને માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ જવાબદાર – ગુનેગાર છે. તેના પત્રથી જ અમેરિકામાં એટમ-બોમ્બ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. તેણે પોતાની જાતને એ ગુના માટે કદી માફ નથી કરી, એ વાત તે માણસનું સારું પાસું બતાવે છે, તેણે મોટામાં મોટું પાપ કર્યું છે એની પ્રતીતિ તેને થઈ ગઈ જ હતી. અને તે મોટી હતાશા (frustration) સાથે મરણ પામ્યો. મરતાં મરતાં તેણે કહ્યું હતું કે, હું ફરી જન્મ લઈશ તે ભૌતિકશાસ્ત્રી (physicist) થઈને કદી નહિ જમ્મુ – કદી નહિ, માત્ર એક પ્લેબર તરીકે જ જન્મીશ.
અને આખી માનવજાતના ઇતિહાસમાં તે એક મહામના માનવી હતો. પરંતુ તે ભૌતિકશાસ્ત્રી થઈને જન્મ્યો તેમાં તેને હતાશ થઈ જવા જેવું શું લાગ્યું – શાથી લાગ્યું? તેનું સીધુંસાદું કારણ એ હતું કે, પોતે શું કરી રહ્યો છે તેની તેને સમજ જ ન રહી. જ્યારે ઘણું મોડું થઈ ગયું ત્યારે જ તેને તે વાતનું ભાન થયું.
ચંડીદાસે કહ્યું છે કે, ધ્યાન એટલે અ-મન થઈ જવું તે. કેવી અદ્ભુત વ્યાખ્યા છે. આઈન્સ્ટાઈનને ચંડીદાસ વિશે તેમ જ ધ્યાન વિષે કશી ખબર જ ન હતી. આ જમાનાના મહાનમાં મહાન માણસે મને તે એક હતો, પણ તેને ધ્યાન શું તેની ખબર જ ન હતી. પોતાના (આત્મા) સિવાય દુનિયાની બીજી બધી બાબતનું તેને જ્ઞાન હતું!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org