________________
६०
ફ્રેડરિક એન્જલ્સ
(બારમી બેઠકનું સાતમું પુસ્તક) હું કાર્લ માકર્સ અને ફ્રેડરિક એજન્સને વિરોધી છું; પરંતુ બંનેએ મળીને લખેલા “ધ કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો' (“સામ્યવાદનું જાહેરનામું') પુસ્તકની મારે કદર કરવી જોઈએ. યાદ રાખજો કે હું કોમ્યુનિસ્ટ' નથી. મારા જેવો કૉમ્યુનિસ્ટ વિરોધી બીજો કોઈ તમને શોધ્યો નહિ જડે. છતાં હું આ નાના પુસ્તકને ચાહું છું. તે જે રીતે લખાયું છે તેની સ્ટાઈલ મને ગમે છે; તેમાં જે લખ્યું છે તે નહિ.
તમે જાણો છો કે વસ્તુને હું તેના વિવિધ પાસાંની દષ્ટિએ ચાહનાર માણસ છું. એટલે ચોપડીમાં લખેલી વસ્તુ ભલે ન ગમતી હોય, પણ તેને લખવાની સ્ટાઈલ એ મને ગમતી હોય તે તેને હું વખાણ્યા વગર ન રહું. સ્ટાઈલ! બુદ્ધ તે એની સામે આંખ-કાન બંધ કરી દીધા હતા અને મહાવીર તે પડતું મૂકીને ભાગ્યા હોત! પરંતુ હું જુદી જ કોટીને માણસ છું, એટલે “ધ કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો” પુસ્તક જે સ્ટાઈલમાં લખાયું છે તે મને ગમે છે, તેની અંદરનું લખાણ હરગિજ નહિ. તમે મારી વાત સમજ્યા? આપણે કોઈ માણસે પહેરેલા પિશાકનું વખાણ કરી શકીએ. જો કે તે માણસને પોતાને ધિક્કારતા હેઈએ. એ પુસ્તકનું છેલ્લું વાક્ય છે: “દુનિયાના કામદાર સંગઠિત થાઓ! તમારે ગુમાવવી પડશે તે તમારી બેડીઓ જ, પરંતુ જીતી લાવશો તો આખી દુનિયા!”
4. Friedrich Engels.
$. multidimensional.
૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org