________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે” તમે આ લખાણની સ્ટાઈલ જોઈ! તથા જે કહેવું છે તેની મક્કમતા પણ: તમારે ગુમાવવી પડશે તમારી બેડીઓ જ પરંતુ જીતી લાવશે આખી દુનિયા. હું મારા સંન્યાસીઓને પણ એમ જ કહું
– જોકે તેમને “સંગઠિત’ થવાનું નથી કહેતે; પરંતુ “થવાનું – બનવાનું' (just be) જ કહું છું. અને ખરેખર “બનશો” તે તમે તમને જકડતી સાંકળો સિવાય બીજું કશું ગુમાવ્યું નહિ હોય.
ઉપરાંત હું એમ પણ નથી કહેતો કે તમારે દુનિયાને “જીતી' લાવવાની છે. કોને દુનિયા જીતવાની પરવા છે કે પંચાત છે? મને તમે મહાન અલેકઝાંડર, નેપોલિયન બોનાપાર્ટ, એલફ હિટલર, જોસેફ
સ્ટેલિન કે માઓન્સે-તુંગ બનવા સમજાવી શકશો? એવા બેવકૂફોની તે મોટી હારમાળા છે; પણ મારે તેમની સાથે કશી લેવાદેવા નથી. હું મારા સંન્યાસીઓને કહ્યું “જીતી” લાવવાનું કદી કહેતો નથી. કારણ કે, જીતી લાવવા જેવું કશું છે જ નહિ, આપણે તે “થવાનું'બનવાનું છે. મારું એ જાહેરનામું છે. કારણ કે, તમે “બની જશો” એટલે તમે બધું જ પામી ગયા હશો.
ગ્રંથ? ૧૨ મી બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે હું એવું પુસ્તક રજુ કરવા માગું છું જેને લેખક કોણ છે તે કોઈ જાણતું નથી. મેં એ પુસ્તકને હમેશ ચાહ્યું છે. કબીરના કોઈ શિષ્ય તે લખ્યું છે એમ કહેવાય છે. તે પુસ્તક કોણે લખ્યું છે એ મુદ્દાની વાત નથી; મુદ્દાની વાત તે એ છે કે, જેણે કોઈએ લખ્યું છે તે ખરેખર સાક્ષાતકાર પામનારો અધ્યાત્મજ્ઞાની હતા, એટલે વિના સંકોચ કહી દઉં છું.
કાવ્યોનું એ નાનુંશીક પુસ્તક છે. એ કાવ્યો બહુ સારી રીતે લખાયેલાં નથી, એથી કહી શકાય કે એમને લેખક બહુ ભણેલો”
૭. આત્મ જ્ઞાની – આત્મસ્થ બનવાનું. - .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org