________________
નહીં હોય. પરંતુ તેની શી પંચાત? પચાત તે તે કાવ્યમાં શું લખ્યું છે તેની કરવાની હેય. એ પુસ્તક કદી ક્યાંય છાપવામાં આવ્યું નથી. જેમના કબજામાં તે પુસ્તક છે, તે તે પુસ્તક છપાય તેની વિરુદ્ધ છે. તેઓ છાપવાની વિરુદ્ધમાં શાથી છે તે હું પૂરેપૂરું સમજી શકું છું તેમજ તેમની સાથે સહમત પણ છું, તેઓ કહે છે કે, કોઈ પુસ્તક છપાય એટલે તે એક બજારુ ચીજ બની જાય; તેથી તેઓ તે છપાય એની વિરુદ્ધમાં છે.
કોઈને એ ચોપડી જોઈતી હોય તો તે આવીને સ્વહસ્તે લખી જાય. તેથી કરીને ભારતમાં તે પુસ્તકની હસ્તલિખિત અનેક નકલો મોજૂદ છે, પણ તે દરેકની બાબતમાં તેને છપાવવામાં નહિ આવે એવી બાંહેધરી –પ્રતિજ્ઞા લેવરાવવામાં આવી હોય છે. પુસ્તક છપાય એટલે તેનું મૂલ્ય અવશ્ય ઘટી જાય છે – તે યાંત્રિક બની રહે છે – જીવંત રહેતું નથી. છાપખાનામાં થઈને તે પસાર થાય એટલે તેને આત્મા ગુમ થઈ જાય છે – તે માત્ર મડદું બનીને બહાર આવે છે.
આ ચોપડીનું કશું નામ નથી. તે કદી છપાયું જ નથી, એટલે તેના ઉપર નામ મૂકવાની જરૂર જ ઊભી થઈ નથી. જેઓની પાસે તેની મૂળ નકલ છે તેમને મેં પૂછયું હતું કે તમે લોકો તે પુસ્તકને શા નામે ઓળખો છો કે ઉલ્લેખો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો છે તેઓ તેને “ગ્રંથ' કહે છે.
આ “ગ્રંથ' શબ્દનો અર્થ મારે સમજાવવું પડશે. પહેલાંના વખતમાં અમુક વૃક્ષનાં પાન ઉપર બધું લખાણ થતું. પછી તે બધાં પાનને એકઠાં બાંધીને ગાંઠ વાળવામાં આવતી. એટલે ગ્રંથ શબ્દને અર્થ ગાંઠ વાળીને બાંધેલાં પાન થાય.
એ પુસ્તકમાં કેટલાંક બહુમૂલ્ય કીમતી વિધારે છે. હું તમને તેમાંના કેટલાંક કહી સંભળાવું. પહેલું એ છે કે, જે કાંઈ કહી શકાય - બોલી શકાય તેની પચાતમાં પડશો નહિ. જે કાંઈ બોલી શકાય તે સાર ન જ હેય બીજું વિધાન એ છે કે, ઈશ્વર એક શબ્દમાત્ર છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org