________________
પુસ્તકો - જે મને ગમ્યાં છે? તેને અર્થ છે, પણ તે નામની કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. અમુક પ્રકારના “અનુભવનો તે વાચક છે; પણ તે કોઈ વસ્તુ’ નથી. ત્રીજું વિધાન કહું તે, ધ્યાન એટલે મન વડે કરતું ચિંતન કે મનન નહિ; કારણ કે તે મનને લગતી વસ્તુ જ નથી. ઊલટું મનને સદંતર બહિષ્કાર કરવો તેનું નામ જ ધ્યાન. એવું એવું તે કેટલુંય તેમાં છે. મારે મારી યાદીમાં 'ગ્રંથ' લાવવું જ હતું, કારણ કે કયાંય તેને ઉલ્લેખ નથી કે ક્યાંય તેનું ભાષાંતર થયું નથી.
૬ર.
ઝરબા ધ ગ્રીક' ' છઠ્ઠી બેઠકનું ત્રીજું પુસ્તક મને એક માણસ મળે જેને હું બિલકુલ ઓળખી જ શક્યો નહિ. ભારે વિચિત્ર બાબત કહેવાય, હજારો જીવનચરિત્રોમાં હજારો લોકો સાથે હજારો માર્ગે મેં મુસાફરી કરી છે. પણ આ માણસ કેણ છે? તે કઈ માટે આચાર્ય કે મહાત્મા નથી, તેથી હું તેને ઓળખી શક્યો નહિ, પરંતુ મને ગમતાં પુસ્તકોની યાદીમાં લેવા જેટલો તે નમ્ર પણ છે, તેથી મારી યાદીમાં તેને લઈ લઉં છું.
મને તે લેખકનું પુસ્તક હમેશ ગમ્યું છે. પ૧ પુસ્તકોની મારી યાદીમાં તેને ઉમેરી લેવાનું હું શાથી ભૂલી ગયો તેનું કશું કારણ હું આપી શકતા નથી. “ઝેરબ ધ ગ્રીક” પુસ્તકને લેખક-Kazantzakis (કઝન્ટીસ) પોતે ગ્રીક હતા. તેના નામનો ઉચ્ચાર કેવી શિત કરે એ પણ હું જાણતો નથી. પરંતુ તેનું પુસ્તક “ઝરબા ધ ગ્રીક” એ ખરેખર ઉત્તમ કૃતિ છે. તે પુસ્તક લખનાર માણસ બુદ્ધ પણ નથી કે મહાવીર પણ નથી. પરંતુ ગમે તે ક્ષણે તે તે બની શકે તેમ છે – તે તૈયાર થઈ ગયો છે – પાકી ગયો છે – પણ જાણે પોતાની મોસમ આવવાની જ રાહ જોઈ રહ્યો છે.
1. masterpiece.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org