________________
હેરેલીટસઃ જયદેવ
૧૧૩ આવ્યા કર્યો. એટલે અત્યારે તેમના નામનો ઉલ્લેખથી જ આજની બેઠકમાં રજૂ કરવાની યાદીની શરૂઆત કરું છું.
પણ જયદેવનું નામ ઉમેરવામાં મને સંકોચ શા માટે થત હતો? કારણ એટલું જ હતું કે, તે આત્મજ્ઞાનની નજીક સુધી પણ પહોંચી શક્યા ન હતા. મેં “ધ બુક ઑફ મિરદાદ’ના કર્તા મિખિલ તેઈમીનું નામ લીધું છે; ખલિલ જિબ્રાનનું લીધું છે; તથા બીજા કેટલાય – નિજો, ડેસ્ટોવસ્કી (Dostoevsky), વૉલ્ટ વ્હીટમેન (Walt Whitman) વગેરેનાં નામ લીધાં છે. તે બધા પણ આત્મજ્ઞાની ન હતા, પરંતુ તેની બહુ નજીક આવી પહોંચેલા હતા. એટલા બધા નજીક કે સહેજ ધક્કો વાગે કે સીધા મંદિરની અંદર જ આવી જાય. તેઓ બારણાની નજીક જ આવીને ઊભા છે, પરંતુ અંદર પેસવા માટે બારણા ઉપર ટકોરો મારવાની હિંમત હજુ તેમનામાં નથી આવી બારણાને તાળું છે જ નહિ; તેઓ સહેજ ધક્કો મારે કે તરત ઊઘડી જાય તેવું ઉઘાડું જ પડે છે, તેને માત્ર થોડો ધક્કો વાગવાની જ વાર છે – જેમ તે લોકોને પોતાને પણ થોડો ધક્કો વાગવાની જ વાર છે. એટલે જ તે બધાનાં નામ મેં લીધાં છે.
પરંતુ જયદેવ તે હજુ મંદિરની લગલગ પણ આવી પહોંચ્યા નથી. “ગીત-ગોવિંદ' કાવ્ય તેમના જેવાના અંતરમાં સર્યું એને ચમત્કાર જ ગણી કાઢવો જોઈએ. પરંતુ ઈશ્વરનાં કે કુદરતનાં ગૂઢ રહસ્યો કોઈ જાણતું નથી. તેને ભંડાર અખૂટ છે; છતાં કોઈક વાર તે વેરાન જમીન ઉપર વરસી દે છે, તે કોઈ વાર ફળદ્રુપ જમીન ઉપર બિલકુલ નથી પણ વરસતો. તે બધું એમ જ ચાલે છે. કોઈ તેમાં કશો ફેરફાર કરી શકતું નથી.
જયદેવ એક વેરાન ભૂમિ જેવા માણસ છે. અતિ સુંદર એવું ગીતગોવિંદ' (ભગવાનનું ગીત) તેમના અંતરમાં સ્ફયું છે ખરું,
૧. tremendously beautiful.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org