________________
૮૭
હેરેકલીટસ : જયદેવ
ચેથી બેઠકની શરૂઆતમાં રજનીશજી પિતાને ગમતી ચોપડીઓની યાદી લખાવવાનું શરૂ કરવાને બદલે એક જુદી જ ચર્ચા ઉપાડે છે. તે એવું વિધાન કરે છે કે, અધ્યાત્મ-જ્ઞાનને પ્રકાશ લાધનારા (enlightened) મહાપુરુષ જાતે કશું લખીને પાછળ મૂકતા જતા નથી. તેમને નામે જે કંઈ ઉપદેશ કે લખાણ ચડેલું હોય છે, તે તેમના શિષ્યએ લખેલું કે સંઘરેલું હોય છે. પ્લેટોએ સોક્રેટીસે કરેલાં વક્તવ્યની નોંધ ન રાખી હોત તો આપણે સૉક્રેટીસ વિષે કશું જાણતા ન હોત. તેવું જ બુદ્ધની બાબતમાં કે બોધિધર્મની બાબતમાં પણ સમજવું. જિસસ વિશે તો આપણે જે કંઈ જાણીએ છીએ તે તેમના શિષ્યોની નધિ ઉપરથી જ. મહાવીર એક શબ્દ પણ મુખે બોલ્યા ન હતા એમ કહેવાય છે. પરંતુ મારે તે તેને અર્થ એટલો જ સમજવાનો છે કે, તેમણે દુનિયાને સરમુખે સીધે સંદેશ નથી આપ્યો; તેમના તરફથી જે સંદેશ જગતને મળ્યો છે, તે તેમના શિષ્યોએ તેમનાં વક્તવ્યોની રાખેલી નેંધો ઉપરથી મળે છે.
એ એક દાખલો મેજૂદ નથી જેમાં આત્મજ્ઞાનીએ જાતે કશું લખ્યું હોય. પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચે એ તાદાત્મભાવ ઉત્પન્ન થતું હોય છે જેથી શિષ્ય ગુરુની કલમરૂપ જ બની રહે.
ગઈ બેઠકને અંતે હું ગીત-વિંદ કાવ્યના રચયિતા કવિ જયદેવનું નામ લેવાને હ; પણ ગમે તેમ કરીને મેં એમનું નામ લેવાનું ટાળ્યું હતું. પણ આજે આખો વખત મને એમને જ વિચાર
૧૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org