________________
પુસ્તકે-જે મને ગમ્યાં છે” પણ પોતે શું કરી રહ્યા છે તે જાણ્યા-સમજ્યા વિના તે રચ્યું હશે, એમ હું માનું છું. મેં તેમને મંદિરની આસપાસ પણ ક્યાંય જોયા નથી; તેથી તેમનું નામ લેતાં હું ખચકાતો હતો. એમને મેટું અભિમાન ચડી ન જાય તે માટે– તેમનું ભલું ઇચ્છીને જ – મેં તેમનું નામ લીધું ન હતું. એ બિચારા તો જેવા છે તેવા છે – તેમાં તેમનો કશો વાંક કાઢી ન શકાય. પરંતુ તેમણે એક સારા સંતાનને જન્મ આપ્યો છે. અને સંતાનની વાત કરીએ ત્યારે તેના પિતાની વાત પણ કરી લેવી જોઈએ, નહીં તો લોકો પિલા સંતાનને “બાપ વિનાનું” (bastard) ગણી કાઢે. હમેશ માટે જયદેવને આમ પતાવી દેવાથી મને “હાશ'ની લાગણી થઈ આવે છે.
હવે આ ચોથી બેઠકમાં રજૂ કરવાનાં દશમાં પુસ્તકોની યાદીની શરૂઆત કરીએ, તો પહેલું પુસ્તક હેરેકલીટસનું “Fragments' (‘ફૅમેન્ટ્સ') છે. હું એ માણસને ચાહું છું (love). કાગળમાં લખતાં લખતાં હાંસિયામાં જેમ થોડુંક ઉમેરી લઈએ છીએ, તેમ હું આ જગાએ એટલું ઉમેરી લઉં છું કે, હું ચાહું છું બધાને; પરંતુ બધા જ મને ગમે છે (like) એવું નથી. કેટલાક મને ગમે છે અને કેટલાક નથી પણ ગમતા; પરંતુ હું ચાહું છું તો બધાને, એ બાબતમાં મને જરા પણ શંકા નથી. એટલે હું હેરેકલીટસને ચાહું છું તેટલા જ જયદેવને પણ ચાહું છું; પરંતુ હેરેકલીટસ મને ગમે પણ છે.
હેરક્લીટસની સમાન કક્ષામાં મૂકી શકાય એવા બહુ થોડા માણસે હશે. ખરેખર તો એમ કહેવું એ પણ સાચું નથી. કારણ કે, હેરકલીટસની
૨. જેનો બાપ કોણ છે તે ખબર પડતી ન હોય તેવા માટે લગભગ ગાળ જે જ bastard શબ્દ છે. - સં.
૩. મૂળ વૈજના ૫૦ પુસ્તકોની યાદી રજૂ કરવાની હતી. તેથી દરેક બેઠક વખતે દશેક પુસ્તકોની યાદી રજૂ કરવામાં આવતી. પરંતુ પછી ત્રણ વાર ૫૦ પુસ્તકોની યાદી રજૂ કરીને કુલ ૧૬ બેઠકોમાં થઈને ૧૬૭ પુસ્તકે રજૂ કરવામાં આવ્યાં હતાં. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org