________________
હેલ્લીટસઃ જયદેવ સમાન કક્ષામાં મૂકી શકાય એવું કેઈ નથી. હમેશાં મારે જે કહેવું હતું તે હવે મેં કહી દીધું. હું ફરીથી કહું છું કે હેરેલીટસની તે મૂકી શકાય એવું બીજું કોઈ નથી. બધાનાથી એ બહુ આગળ નીકળી જાય છે – તેમને કારણે જ્ઞાન-સાક્ષાત્કાર થયો છે. પોતે જે કહે છે તેનાં શાં પરિણામ આવી શકે તેની તેમને જરા પણ દરકાર નથી.
આ “રૅમેન્ટ્સ' પુસ્તકમાં – એ પુસ્તક તેમના શિષ્યોએ કરેલી નધિરૂપ જ છે, એ હું ફરીથી યાદ દેવરાવું – હેરેકલીટસે પોતે કશું લખ્યું જ નથી; આ જ્ઞાન સાક્ષાત્કાર કરનારાઓ જાતે કશું નથી વખતા તેનું કશું કારણ તો હોવું જોઈએ – હેરેલીટસ એવું વિધાન કરે છે કે, તમે તે ને તે નદીમાં બે વાર પ્રવેશ ન કરી શકો. અને પછી તે તરત જ ઉમેરે છે કે, બે વાર તો શું, એક વાર પણ તમે એ ને એ નદીમાં પ્રવેશ કરી ન શકી.
આ અતિસુંદર વિધાન છે, તેમ જ સાચું પણ છે.
દરેક વસતું નિરંતર બદલાતી રહે છે, અને એટલી ઝડપથી બદલાતી રહે છે કે, તમે એ ને એ નદીમાં બે વાર પ્રવેશ ન કરી શકો – એ ને એ નદીમાં એક વાર પણ તમે પ્રવેશ કરી ન શકો. નદી નિરંતર વહ્યા કરે છે : સમુદ્ર તરફ સતત ધસ્યા જ કરે છે – અનંતપ તરફ, અગમ્યમાં અલોપ થઈ જવા માટે!
7. dangerously awakened. M. infinite.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org