________________
૮૮
જ્યોર્જ બર્નાડ શો : ઍની એસટ
ધ
આઠમી બેઠકનું આઠમું પુસ્તક જ્યૉર્જ બર્નાર્ડ શૉ કૃત મૅકિસમ્સ ઑફ એ રેવોલ્યૂશનરી '૧ છે. રજનીશજી ઉમેરે છે કે, તે પુસ્તક બહુ જાણીતું નથી, જોકે જ્યૉર્જ બનાર્ડ શૉએ રચેલું હોઈ તે પુસ્તક લોકોમાં બહુ જાણીતું થયું નથી એ બહુ નવાઈની વાત છે. આ પુસ્તક સિવાયનાં તેનાં બીજાં પુસ્તકો બહુ જાણીતાં છે. મારા જેવા ગાંડો માણસ જ આ પુસ્તકને પસંદ કરી શકે. શૉએ લખેલું બીજું બધું હું ભૂલી ગયો છું; કારણ કે, તે બધા કચરાપેટીને લાયક કચરો જ છે.
મારા એક સંન્યાસીનું નામ બોધિગર્ભ છે – અર્થાત્ ગર્ભસ્થ બુદ્ધ — બુદ્ધ તરીકે અવતરવાને માટે જેને થાડી જ વાર છે, પણ બીજા બધા મશ્કરીમાં તેને બોધિ-ગાર્બેજ કહે છે. ગાર્બેજ એટલે મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ફેંકી દેવાલાયક કચરો, જોકે મને તેનું તે ઉપનામ ગમે છે. કારણ કે, એક વાર તમે બોધિજ્ઞાન પ્રાપ્ત કરા તો કચરો પણ તમારા સ્પર્શથી અલૌકિક બની જાય. તે વિના બાકીનુ બધું કચરો જ છે.
મને જ્યૉર્જ બર્નાર્ડ શૉનું નાનું પુસ્તક ધ મૅકિસમ્સ ઑફ એ રેવેાલ્યૂશનરી' ગમે છે. બધા તેને ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલી ગયો. હું વિચિત્ર વસ્તુઓ, વિચિત્ર લોકો અને વિચિત્ર સ્થળો પસંદ કરનાર માણસ છું. એ પુસ્તક જાણે જ્યૉર્જ બર્નાર્ડ શૉનું
૧. એક ક્રાંતિકારીનાં જીવનસૂત્રો' એવા અ`. – સ^૦
·
૧}}
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org