________________
એની બેસંટ
૧૭ પોતાનું લખેલું પુસ્તક છે જ નહિ – બેભાન અવસ્થામાં અચાનક તેના અંતરમાં આકાશમાંથી ઊતર્યું હશે! કારણ કે, તે પોતે બધી રીતે નાસ્તિક માણસ હતો. તે એક સંતપુરુષ (saint) પણ નહોતે, તથા જ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરનાર જ્ઞાની (enlightened) પણ નહે. અરે, જ્ઞાન-પ્રકાશ બાબત તેણે વિચાર પણ કર્યો નહોતો. તેણે એ શબ્દ પણ સાંભળ્યો નહિ હેય. તે તદ્દન જુદી જ દુનિયાને વતની
હતો.
સાથે સાથે અહીં તમને કહેતો જાઉં કે, એક છોકરી ઉપર તેને પ્રેમ થઈ ગયો હતો. તે તેની સાથે લગ્ન પણ કરવા માગતો હતો. પણ પેલી છોકરીને જ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરવો હતો – તેને પરમ સત્ય – પરમ તત્વની બેજ કરવી હતી. તેથી તે ભારત ચાલી ગઈ. તે સ્ત્રી બીજી કઈ નહિ પણ એની બેસંટ હતી. ઈશ્વરને ધન્યવાદ ઘટે છે કે જ્યૉર્જ બર્નાર્ડ શૉ તેને પોતાની સાથે લગ્ન કરવા સમજાવી ન શકયો. નહિ તો આપણે એક મહા શક્તિશાળી સ્ત્રી ગુમાવી હોત. તેની ઊંડી સમજ (insight), તેને પ્રેમ, તેનું ડહાપણ.... ખરેખર તે અલૌકિક શક્તિવાળી બાઈ (witch) હતી – bitch – કતરી નહિ. witch એ બહુ સુંદર શબ્દ છે, તેને અર્થ થાય છે ડહાપણવાળું – ડાહ્યું.
આ દુનિયા પુરુષ પ્રધાન દુનિયા છે. કોઈ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેને બુદ્ધ, ક્રાઈસ્ટ કે પેગંબર કહેવામાં આવે છે. પણ
૨. skeptic. કશામાં ન માનનાર; બધી જ બાબતો અંગે શંકાઓ રાખનાર.
3. tremendously powerful.
૪. witch નો સામાન્ય અર્થ ડાકણું થાય છે. અહીં રજનીશજી ગાળ ભાંડી છે ને નથી ભાંડી એ દેખાવ શબ્દના અર્થની મારામારી કરીને શા માટે કરે છે તે સમજાતું નથી. - સ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org