________________
૧૪૮
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? આ માણસનાં સાદાં ગીતના પુસ્તક “ધ બુક ઑફ મારપા'ને હું દશમા પુસ્તક તરીકે મારી યાદીમાં ઉમેરું છું.
૭૯
રામકૃષ્ણ ૧૬ મી બેઠકના છઠ્ઠા પુસ્તક તરીકે એક વિચિત્ર માણસનું પુસ્તક રજૂ કરું છું. તે પિતાની જાતને માત્ર “M’ કહીને ઓળખાવે છે. પરંતુ હું તેમનું ખરું નામ જાણું છું. લેખક પિતાનું ખરું નામ કોઈ જાણે તેમ ઇચ્છતા ન હતા, પણ તેમનું ખરું નામ છે મહેન્દ્રનાથ.
તે બંગાળી હોઈ રામકૃષ્ણના શિષ્ય હતા. મહેન્દ્રનાથ ઘણાં વર્ષ સુધી રામકૃષ્ણનાં ચરણ પાસે બેસી રહ્યા હતા, તથા પિતાને ગુરુની આસપાસ જે કંઈ બનતું તેની નોંધ લખી રાખતા. તે ચેપડીનું નામ
ધ ગોસ્પેલ ઑફ રામકૃષ્ણ છે. તે પોતાનું નામ જાહેર કરવા માગતા ન હતા. સાચા શિષ્યનું એ જ લક્ષણ હોય છે. તેમણે પોતાની જાતને છેક જ ભૂસી નાખી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે જે દિવસે રામકૃષ્ણ ગુજરી ગયા તે દિવસે જ “M' પણ ગુજરી ગયા. તેમને બીજા કશા માટે જીવવાનું બાકી જ રહેતું ન હતું.
પુસ્તકમાં મહેન્દ્રનાથ કયાંય આવતા જ નથી. કારણ કે તે માત્ર રામકૃષ્ણને જ અહેવાલ લખે છે. ગુરુ સાથે તેમનું અસ્તિત્વ જ જણે નથી. હું એ માણસને ચાહું છું. તેના પુસ્તકને ચાહું છું, તેમ જ પોતાની જાતને સંપૂર્ણપણે ભૂંસી નાખવા તેમણે જે પ્રયત્ન કર્યો છે તેને પણ બિરદાવું છું. “M' જેવા શિષ્ય જવલ્લે જ મળે. એ બાબતમાં જિસસ કરતાં રામકૃષ્ણ વધુ ભાગ્યશાળી હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org