________________
७८
મારપા. ચોથી બેઠકના છેલલા (દશમા) પુસ્તક તરીકે હું એક વિચિત્ર પુસ્તક રજૂ કરું છું. સામાન્ય રીતે તે સૌ કોઈ એમ જ માને કે, એ પુસ્તકને હું મારી યાદીમાં લઉં જ નહિ. એ પુસ્તક તિબેટના અધ્યાત્મજ્ઞાની મારપાની મહાનકૃતિ છે. એમના અનુયાયીઓ પણ એ પુસ્તક વાંચતા નથી. તે પુસ્તક વાંચવા માટે છે જ નહિ. તેનું તો ધ્યાન જ ધરવાનું હોય છે. તેના ઉપર એક વખત નજર ટેકવો એટલે તરત તે પુસ્તક અદશ્ય થઈ જાય, તેમાંનું લખાણ અદશ્ય થઈ જાય અને માત્ર ચેતનાની ધારા બાકી રહે.
મારપ બહુ વિચિત્ર માણસ હતો. તેના ગુરુ મિલારેપા કહેતા કે, “હું પણ મારપાને પ્રણામ કરું છું.” કોઈ ગુરુએ પોતાના શિષ્ય માટે એવા શબ્દો ઉચ્ચાર્યા નથી. પરંતુ મારપા પોતે એવો માનવી જ હતા. એક વખત કોઈએ મારપાને પૂછ્યું, “તમે મિલાપામાં માને છે? જે માનતા હો તો આ સળગતા અગ્નિમાં કૂદી પડે.' મારપાએ તરત જ અગ્નિમાં કૂદકો માર્યો. મારા અગ્નિમાં કૂદી પડ્યા છે એવું જાણતાં વેંત લોકો એ અગ્નિને બુઝાવી નાખવા
તરફથી દોડી આવ્યા. જ્યારે અગ્નિ બુઝાઈ ગયો ત્યારે લોકોએ જોયું કે મારપા તે ખડખડ હસતા બુદ્ધ બેસતા તેવા આસનમાં બેઠેલા હતા. - લેકોએ મારપાને પૂછ્યું, “આમાં હસવા જેવું શું છે ભલા?”
મારપાએ જવાબ આપ્યો, “(હું હસું છું એટલા માટે કે, મને પ્રત્યક્ષ દેખાયું કે) શ્રદ્ધા એ જ એક એવી ચીજ છે જેને અગ્નિ * બાળી શકતો નથી.”
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org