________________
૧ws
પુસ્તકે - જે મને ગમ્યાં છે?' પૉલ રેસે લગભગ અશક્ય કહેવાય તેવું કામ કરેલું છે. અમેરિકન હોવા છતાં તેણે ઝેન સિદ્ધાંતની સંપૂર્ણ સુવાસ હાંસલ કરી છે – પોતાને એકલાને માટે નહિ પણ આખા જગત માટે, દુનિયાએ હમેશ માટે તેના આભારી રહેવું પડશે. જોકે તેણે આત્મજ્ઞાન હાંસલ કર્યું ન હતું, તેથી મેં કહ્યું કે તેણે લગભગ અશક્ય કહેવાય તેવું કામ કરેલું છે.
વિજ્ઞાન ભૈરવ તંત્ર'ના કવિ – ગાયક શિવજી પોતે છે. તે બહુ નાનું પુસ્તક છે – માત્રા ૧૧૨ સૂત્રોનું. તમે એ આખું ચેપડીના એક જ પાનમાં બહુ તે બે પાનમાં લખી શકો. મેં તે પુસ્તક ઉપર ઘણું વક્તવ્ય કરેલું છે—પાંચ પુસ્તકો ભરીને – હજારો પાનમાં, વિક્રન ભૈરવ તંત્ર' જેનું સંક્ષિપ્ત પુસ્તક બીજું કોઈ નથી. જોકે દરેક સૂત્રામાં ધ્યાન સિદ્ધ કરવાની જુદી જુદી રીત જ બતાવેલી છે.
રજનીશ જીએ કહ્યું, “મને મારું કામ પૂરું કરવા દે. લોકો ખુરશીમાં બેઠેલા માણસને દરદી “patient' કહે છે, પરંતુ તેમણે દાક્તરોને જ “પેશન્ટ' (ધીરજવાળા) બનવા કહેવું જોઈએ. યશુભારતી તું તે દાક્તર નથી એટલે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. જોકે કોઈ સ્ત્રી ચિંતા કરતી જ નથી, ઊલટી તે જ બધાને ચિંતા કરાવે છે. પણ એ જુદી વાત થઈ ... અને ગુડિયા તે હસે છે, લાયક અંગ્રેજ સ્ત્રી એમ હસે નહિપણ તમે બધાં હસો કે રડ, મારે મારું કામ ચાલુ રાખવાનું છે. હું ખુરશીભેગો ભલે થયો હોઈશ, પણ તેની કંઈ ફિકર નથી. હું પહાડ જેવો કઠણ તથા કમળ જે પચો છું. એ બંને વસ્તુઓ મારામાં એકસાથે જ રહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org