________________
ત હું તને ચાહું છું, કારણ કે, તે તંત્રની સારી સેવા બજાવી છે. તંત્રને ઘણા અભ્યાસીઓની, ફિલસૂફની, ચિત્રકારોની, લેખકોની, કવિઓની ઘણી જરૂર છે, જેથી કરીને તે પ્રાચીન જ્ઞાન - પ્રાચીન વિદ્યા- ફરીથી જીવંત બને – અને મેં એ કામમાં તારા પૂરતો નજીવો ભાગ જરૂર ભજવ્યો છે.
પંદરમી બેઠકના આઠમા પુસ્તક તરીકે પૉલ રેસનું ઝેન સિદ્ધાંત વિષેનું ઝેન ફલેશ, ઝેન બાન્સ' નામનું પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. તે લેખક વિશે વિશેષ માહિતી આપતાં રજનીશજીએ જણાવ્યું હતું કે, એ માણસ હજી કેલિફોર્નિયામાં કથક જીવે છે. ઝેન વિષેના તેના આ નાના પુસ્તકમાં તેણે “વિજ્ઞાન ભૈરવ નેત્ર” – જેમ શિવજીએ પાર્વતીને ૧૧૨ સૂત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ૧૧૨ ચાવીઓ બતાવી હતી, તેમનો સંગ્રહ પણ છે. ધ્યાન માટે “વિજ્ઞાન ભૈરવ તંત્ર’ કરતાં વધુ ઉપયોગી થઈ પડે એવું બીજું કાંઈ હોઈ શકે નહિ. કારણ કે, ધ્યાન માટે ૧૧૨ ચાવીઓ પૂરતી છે. એકસો તેર પણ નહિ. ૧૧૨ એ જ સુંદર અલૌકિકર સંખ્યા છે.
આખી ચોપડી ઘણી નાની છે – એને “પોકેટ-બુક' જ કહેને. તમે તેને ખીસામાં નાખીને લઈ જઈ શકો. એમ તો કોહીનૂરને પણ તમે ખીસામાં નાખીને લઈ જઈ શકો. જોકે હવે તે એ કોહીનૂર બ્રિટિશ રાજવીઓના મુગટમાં જડી દેવામાં આવ્યો છે, અને મુગટ કંઈ ખીસામાં લઈ જઈ શકાય નહિ. પૉલ રેપ્સ વિષે કહી શકાય એવી અગત્યની વાત એ છે કે, ભાષાંતર કરવામાં તેણે ફાલતુ કે બિહારને એક પણ શબ્દ ઉમેર્યો નથી, તેણે મારા ભાષાંતર જ કર્યું છે, પરંતુ એ ભાષાંતર કરીને તેણે એક સુંદર પુષ્પ અંગ્રેજી ભાષાને અર્પણ કર્યું છે.
2. esoteric.
૫૦ - ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org