________________
“પુસ્તક-જે મને ગમ્યાં છે” લગતાં ચિત્રો અને કળાને એક અમૂલ્ય અને સમૃદ્ધ ભંડાર હતો. તેણે લક્ષ્મીને કહ્યું કે, “એ બધું ભગવાનને અર્પણ કરી દેવાને વિચાર એને એ કારણે આવ્યો હતો કે તે એકલા જ એની કિંમત સમજી શકે તથા તેનું રહસ્ય પામી શકે તેવી લાયકાત ધરાવતા હતા. પણ મને બીક લાગી કે ભગવાન સાથે કાંઈ પણ સંબંધ ધરાવવો એ મારે માટે જોખમકારક વસ્તુ બની રહે; તેથી છેવટે મેં આખી જિદગીની મહેનતને મારી સમસ્ત સંગ્રહ ભારત સરકારને સોંપી દીધો.”
મેં એ બંને પુસ્તકોને ખૂબ ચાહ્યાં છે, પરંતુ એ માણસને – અજીત મુખર્જીને માટે– એ ઉંદરડાને માટે શું કહેવું? આવી બીક રાખે? અને એવી બીક રાખીને તંત્ર ગ્રંથ સમજવા એ શક્ય છે? અશક્ય! તેણે જે કંઈ લખ્યું છે એ કેવળ બુદ્ધિને વિલાસ છે, તે બધું તેના હૃદયમાંથી નિપજેલું નથી – નિપજી શકે જ નહિ, તેની પાસે હૃદય નામની ચીજ જ નથી. શરીર તંત્રને વિચાર કરીને જ કહીએ તો એક ઉંદરડાને પણ હૃદય હેય છે; પરંતુ એ હૃદય નથી, માત્ર ફેફડાં છે. માણસમાં જ ફેફસાં ઉપરાંત વધારે એવી કોઈ ચીજ હોય છે – અર્થાતુ હૃદય ! અને હૃદય ! અને હદય તો હિંમત, પ્રેમ અને સાહસની ભરેલી આબેહવામાં જ પાંગરી શકે. કે બાપડો માણસ! છતાં તેનાં પુસ્તકોની હું કદર કરું છું. એ ઉંદરડાએ પણ બહુ મોટું કાર્ય કરે છે. એ બે ચોપડીઓ તંત્રને માટે તથા તત્વના શોધકો માટે બહુ મહત્વની રહેવાની છે પણ અજીત ઉદરડાને – અરે અજીત મુખર્જીને ક્ષમા કરો અને ભૂલી જાઓ.
અજીત મુખર્જી, પણ એટલું સમજી રાખજે કે, હું તારો કે કોઈને પણ વિરોધી કે દુશ્મન નથી. દુનિયામાં હું કેઈન દુશ્મન નથી. જોકે દુનિયામાં લાખો ને કરોડો એવા લોકો છે જે મને તેમને દુશ્મન માને છે. પણ એની મારે શી પંચાત ? અજીત મુખર્જી છતાં
9. It is their business.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org