________________
મૂર – MOORE ૧૬ મી બેઠકનું આઠમું પુસ્તક જી.ઈ. મુર (GE. Moore)નું "પ્રિન્સિપિયા એથિકા' (“Principia Ethica') છે. રજનીશજી કહે છે કે, તે આ પુસ્તકને ચાહે છે. તે તર્કશાસ્ત્રની મોટી કસરત જેવું છે. “સારુ” કોને કહેવાય તેની ચર્ચામાં મૂરે ૨૦૦ થી વધારે પાન ક્યાં છે અને છતાં છેવટે નતી એ કાઢયો છે કે, “સાર” શું એની વ્યાખ્યા કરી શકાય નહિ – તે અવ્યાબેય (undefinable) છે, પરંતુ આ નિષ્કર્ષે પહોંચવામાં તેણે અધ્યાત્મજ્ઞાનીઓ (mystics)ની પેઠે કૂદકો નથી માર્યો; પોતાના આ નિષ્કર્ષે પહોંચતા પહેલાં તેણે ખૂબ પૂર્વતૈયારી કરી છે. તે ફિલસૂફ હતો, તેથી તેણે પગથિયાવાર એક એક પગલું ભર્યું છે – ઉતાવળ કરી નથી. પરંતુ છેવટે તે તે અધ્યાત્મજ્ઞાનીઓ જે કહે છે તે નિષ્કર્ષ ઉપર જ આવી પહોંચે છે.
સારું” એટલે શું એ હમેશાં અનિર્વચનીય – અવ્યાખ્યા જ રહેવાનું. તેવું જ “સુંદર” પણ અનિર્વચનીય રહેવાનું, અને ઈશ્વર” પણ. વસ્તુતાએ મૂલ્યવાન વસ્તુઓ હમેશાં અવ્યાખ્યા જ રહેવાની. નેધ કરે! જેની વ્યાખ્યા કરી શકાતી હશે તે વસ્તુ મૂલ્યવાન નહીં જ હેય. તમે “અવ્યાખ્યય' વસ્તુ સુધી નહીં પહેચે, ત્યાં સુધી કશું મૂલ્યવાન તમે હાંસલ નહીં જ કર્યું હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org