________________
૧૫૪
પુસ્તકે - જે મને ગમ્યાં છે”
૧૪ મી બેઠકના સાતમા પુસ્તક તરીકે હું વિટનેન્ટીનનું “ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સ' પુસ્તક રજૂ કરું છું. તેને વિશે હું કશી પણ વાત કરવાને જ ન હતું. પરંતુ કોણ જાણે ક્યાંથી તે આવીને ઊભું જ રહ્યું છે. વિટગેસ્ટીને એને પુસ્તકરૂપે લખ્યું જ ન હતું. તે માત્ર જુદે જુદે વખતે કરેલી જુદી જુદી નેધિ જ છે. તે ધિો પણ વિટનેન્ટીનના મૃત્યુ પછી મરણોત્તર પુસ્તકરૂપે છપાવવામાં આવી છે. માણસને લગતા બધા જ ગંભીર – ઊંડા પ્રશ્નોનો – સમસ્યાઓનો વેધક અભ્યાસ તેમાં છે. અલબત્ત સ્ત્રીઓ પણ તેમાં આવી ગઈ, કારણ કે, સ્ત્રી વગર પુરુષને લગતી ગંભીર સમસ્યાઓ ઊભી જ ક્યાંથી થવાની હતી? પુરુષની ખરી સમસ્યા જ સ્ત્રી છે. સોક્રેટીસ એવું બોલ્યો હતો કે, “તમને કોઈ સુંદર તથા સારી સ્ત્રી સાથે લગ્ન કરવાનું મળે – કે જેમ ભાગ્યે જ બને છે – તો તમને પોતાને ભાગ્યશાળી માનજો...”
લુડવિગ વિગેસ્ટીનની આ ચોપડીને, તેની સ્પષ્ટ સમજૂતીભરી રજૂઆતને, તેની પારદર્શકતાને તથા તેની નિવિરોધ તર્કસંગતતાને મેં ખૂબ ચાહી છે. તે આખી ને આખી૦ મને ગમી છે. અને સૌ સાધના-માર્ગીબોને હું તેને વાંચી જવાની સલાહ આપું છું જુદી જુદી ઉપચાર-પદ્ધતિઓવાળા પોતપોતાની ઉપચાર-પદ્ધતિમાં ઊછરે છે ને તેમાં જ ને તેને કારણે વેઠવું પડતું દુ:ખ વેઠી લે છે, એ અર્થમાં
૬. profound.
૭. beautiful and good – સ્ત્રી સુંદર તેમ જ સારી ભાગ્યે જ હોઈ શકે, એવું કહેવાનો ભાવ લાગે છે.
૮. transparency. ૯. impeccable. 9o, all and all. ૧૧, go through it. સળગતા અગ્નિમાં થઈને પસાર થવું. - સંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org