________________
વિટનેસ્ટીન
૧૫૫ નહિ. ઘણા સંન્યાસીઓ પણ એમ માને છે કે, આ માર્ગે જવું એટલે અસ્રાની ધાર ઉપર ચાલવું. પરંતુ એ બેટી વાત છે. આ તો તમારી પોતાની પસંદગીની વાત છે. તમે આ માર્ગમાં આશીર્વાદ બટરતા તથા પરમાનંદ માણતા પણ જઈ શકો છો. કેટલીક વાર હું મારું વક્તવ્ય શાબ્દિક રીતે ખરા અર્થમાં પણ વ્યાકરણની દૃષ્ટિએ જોતાં ખોટી રીતે રજૂ કરું છું. અને કદાચ હું ખોટો હોઈશ જ, કારણકે મને ગીતાભારતી માં દબાવીને હસી રહી છે તે સંભળાય છે. પરંતુ આ તો હું જુદે પાટે ચડી ગયે. પણ એમ મારી પોતાની જ અંતરંગ વ્યક્તિઓ દ્વારા તથા બીજા જેઓ જાણતા નથી કે આજે હું અહીં છું અને કાલે ન પણ હેલે તેમની દ્વારા પણ.
ગીતાભારતી, એક દિવસ તો આ ખુરશી ખાલી પડવાની જ છે; અને આમ વચ્ચે હસી પડવા બદલ તું ખૂબ રડવાની છે તથા અસેસ કરવાની છે. મારું વક્તવ્ય ગમે તે ક્ષણે અટકી જવાનું છે. ત્યારે તે ખૂબ પસ્તાવાની છે. હું પણ એ વાત જાણે છે, પણ અત્યારે ભૂલી ગઈ લાગે છે. સાત સાત વર્ષથી હું સતત બોલતો આવ્યો છું. પરંતુ એક દિવસ હું અચાનક બોલતો બંધ થઈ જઈશ, ગમે તે ક્ષણે. કદાચ કાલે જ બોલતો બંધ થઈ જાઉં અથવા તેની પછીને એટલે કે પરમ દિવસે. પણ એની ચિંતા કરવાની નથી. હું ગમે તે કહું કે બોલું - તમને લોકોને ચીડવું પણ તોય તે તમારા હિત માટે જ હશે. કારણ કે, મને પોતાને તો તેમ કરવાથી કશું મળવાનું નથી. આખી દુનિયામાંથી જ મારે કશું મેળવવાનું નથી. માણસને જે વસ્તુ મેળવવાની ધખણા હોય છે જે મેળવવા તે હજારો જન્મ ભટક્યા કરે છે, તે વસ્તુ તો મને ક્યારની મળી ગઈ છે.
૧૨. પૂર્ણતા અથવા પરમાનંદ -સ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org