________________
“THE SONG OF SOLOMAN”
ત્રીજી બેઠકનું (આઠમું તેમજ) છેલ્લું પુસ્તક – કારણકે, “કાલ કોણે દીઠી છે?' કાલ વિશે કોઈ જાણી શકે નહિ. કાલે વળી કદાચ પુસ્તકોની બીજી ભૂતાવળ જ મને ઘેરી વળે ! પૃથ્વી ઉપર જીવતા કોઈ માનવી કરતાં મેં વધારે પુસ્તકો વાંચ્યાં છે. અને યાદ રાખજો કે હું બડાશ મારવા આમ કહેતો નથી - માત્ર જે હકીકત છે તે જ કહી બતાવું છું. મેં લાખ કરતાં વધારે પુસ્તકો વાંચ્યાં હશે; કારણકે, લાખની સંખ્તા પૂરી થયા પછી તો મેં ગણતરી રાખવાનું જ બંધ કરી દીધું. એટલે કાલ વિશે હું કશું જાણતો ન હોઈ, આજના આઠમાં પુસ્તકની જ વાત માંડીએ.
જે આઠમા પુસ્તકે મારા ઉપર બહુ ભારે અસર પહોંચાડી છે તે એક વિચિત્ર પુસ્તક છે. નહિ તો તેણે મારા ઉપર કશી અસર પહોંચાડી જ ન હોત. તમે એનું નામ સાંભળીને શેકી ઊઠશે. તમે કલ્પના કરી જુઓ કે તે કયું પુસ્તક હશે... હું જાણું છું કે તમે તેની કલ્પના કરી શકવાના નથી. તે કોઈ સંસ્કૃત, ચાઈનીઝ, જાપાનીઝ કે અરેબિક ભાષાનું પુસ્તક છે એવું પણ નથી. તમે એના વિષે સાંભળ્યું હશે અને કદાચ તે પછી તમારા પિતાના ઘરમાં જ હશે ! એ ચેપડી બીજી કોઈ નહિ, પરંતુ બાઇબલના “ઓલડ ટેસ્ટામેન્ટમાં આવેલ “ધ સોન્ગ ઓફ સોલોમન' છે. હું એ પુસ્તકને મારા પૂરા દિલથી ચાહ છું. “ધ સોન્ગ ઓફ સોલોમન’ સિવાય બીજું જે કંઈ ન્યૂ લોકોનું છે તેને હું ધિક્કારું છું
ધ સોન્ગ ઓફ સોલોમન ' વિશે બહુ ગેરસમજ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ફ્રાયડ (Freud) ના સાઇકોએનાલિસિસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org