________________
વિગેસ્ટીન
૧૫૩ જાય છે, તેને બદલે આ તે મારા તરફ નજીક ને નજીક આવતા જાય છે!
અંગુલીમાલ હવે બુદ્ધને આખરી ચેતવણી આપતાં કહ્યું. “હું હત્યારો છું અને મેં ૧૦૦૦ માણસની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હવે મારે એક જ હત્યા ખૂટે છે, એટલે તે મારી મા પણ મારી નજીક આવતી નથી. પણ દેખાવે તું ભલો માણસ લાગે છે, એટલે જો તું જલદી પાછો ફરીને ભાગી જઈશ તો હું તારી હત્યા નહીં
બુદ્ધ જવાબ આપ્યો, “મારા પાછા ફરવાની વાત તે ભૂલી જ જા. મારી આખી જિંદગીમાં હું કદી પાછો ફર્યો નથી. અને
ભવાની વાત કરે, તે ચાલીસ વર્ષ પહેલેથી હું થોભી જ ગયો છું." હવે કયાંયથી થોભવાનું બાકી રહ્યું નથી. અને મારી હત્યા કરવાની બાબત માટે તે તુ જે રીતે મારી હત્યા કરવા માગે તે રીતે કરી શકે છે. જે જન્મે છે તે દરેકને મરવાનું તે છે જ.”
અંગુલીમાલ થોડી વાર બુદ્ધ સામું જોઈ રહ્યો અને તરત તેમને પગે પડયો. અંગુલમાલ હવે જુદો જ માણસ બની રહ્યો હતો, અંગુલીમાલ બુદ્ધને બદલી નાખી ન શકે, બુદ્ધ જ અંગુલીમાલને બદલી નાખે.
વેશ્યા મેંગડલેના જિસસને ન બદલી શકે; પણ જિસસે મેંગડલેનાને જરૂર બદલી નાખી. એટલે મેં જે કહ્યું તે સામાન્ય લોકો માટે કહ્યું છે, - અધ્યાત્મજ્ઞાનીઓ – જાગેલાઓ માટે નહિ. વિગેસ્ટીન જાગી શકે – બોવિજ્ઞાન પ્રાપ્ત કરી શકે. તે આ જીવનમાં જ જાગી શક્યો હોત. પરંતુ દુર્ભાગ્યે તે બેટી સેબતે ચડી ગયો. પરંતુ તેનું પુસ્તક ત્રીજી કક્ષા સુધી ગાંડા થયેલાઓને ખૂબ ઉપયોગી થઈ પડે તેવું છે. .
૫. સાંસારિક પ્રવૃત્તિઓમાંથી - સુખભેગમાંથી. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org