________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? - વિષય પ્રત્યે પ્રેમ ન હોય ત્યાં સુધી સંભવી શકે જ નહિ. માત્ર પ્રેમ જ નહિ, પણ સાથે “જાગરૂકતા' – સતર્કતા પણ હેવી જોઈએ, તે જ પ્રેમ એટલે શું તેની તપાસ થઈ શકે. કારણ કે, એ તપાસ જ દુનિયામાં અઘરામાં અઘરી વસ્તુ છે.
ફરીથી હું પુનરુક્તિ કરીને કહું છું કે, એ તપાસ દુનિયામાં અઘરામાં અઘરી વસ્તુ છે : જાગરૂકતા – સતર્કતા સાથેના પ્રેમની! લોકો પ્રેમમાં “પડે' છે; અર્થાતું પ્રેમમાં અંધ – બેહોશ બની જાય છે. પણ એમને પ્રેમ તે સ્થૂલ – શારીરિક વસ્તુ છે. એ ગુરુત્વાકર્ષણ જેવું બળ છે – જે જમીન તરફ નીચે જ ખેંચે છે. પરંતુ નારદજી જે પ્રેમની વાત કરે છે, તે તદ્દન જુદી વસ્તુ છે: લેમને મન પ્રેમ એટલે ધ્યાન-ચિન્મયતા છે. ગુરુત્વાકર્ષણ તે નીચે જમીન તરફ–કબર તર-ખેચે છે; પરંતુ પ્રેમ તે ઊંચે લઈ જનાર – ઊંચે આકાશ તરફ તારક મંડળ તરફ ઉઠાવનાર શક્તિ છે.
મને નારદના એ પુસ્તક ઉપર અનહદ પ્રેમ છે. મેં તેના ઉપર અનેક વ્યાખ્યાન આપ્યાં છે. – અંગ્રેજીમાં નહિ, કારણકે અંગ્રેજી એ મારી ભાષા નથી, ઉપરાંત તે ભાષા અતિ વૈજ્ઞાનિક બાબતને, તથા ગણિતવિઘાની બાબતોને બંધબેસતી થાય તેવી, અતિ આધુનિક છે. મેં નારદ વિષે મારી માતૃભાષા હિંદીમાં ઘણું ઘણું કહ્યું છે, કારણકે, તે ભાષામાં હું વધુ સહેલાઈથી કવન કરી શકું છું – તે મારા (હૃદયના ભાવને બંધબેસતી ભાષા હેઈ, મારા) અંતરની વધુ નજીકની ભાષા છે.
મારા એક ફેસર કહેતા કે, “તમે પરદેશી ભાષામાં પ્રેમ ન કરી શકે, તેમ જ ઝઘડો પણ ન કરી શકે.”
જ્યારે ઝઘડો કરવાને હેય ત્યારે માણસ અંતરથી ઊકળી ઊઠીને ત્રાડ નાખે છે. જ્યારે પ્રેમ કરવાનો હોય છે, ત્યારે પણ તેમજ થાય
૪. મૂળમાં “awareness' શબ્દ છે. 4. 'love as meditation, as awareness.' ૬. levitation. ૭. loved Narad's book tremendously.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org