________________
પુસ્તક - જે મને ગમ્યાં છે” ખલિલ જિબ્રાન નીચી કક્ષાએ માણસ હતો પણ મહાન લેખક હતા. તે બંને ભેગા થયા હોત તે દુનિયાને અને લાભ થયો હોત.
(૧૧મી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનનું જ “ધ વૉન્ડરર' ('પ્રવાસી') પુસ્તક રજૂ કરું છું. ખલિલ જિબાનને હું ચાહું છું, અને તેને મદદ કરવાનું પણ મને મન રહ્યા કરે છે. મેં તેની રાહ પણ જોઈ છે; પરંતુ તે હજી જન્મ્યો નથી. ભવિષ્યમાં તેને બીજા કોઈ પરમગુરુની શોધમાં નીકળવું પડશે.
ખલિલ જિબ્રાનનું "The Wanderer' ('પ્રવાસી') પુસ્તક દષ્ટાંત-કથા (parables) ના સંગ્રહરૂપ છે. કોઈ ગહન વસ્તુ સમજાવવી કે રજૂ કરવી હોય તો તેને દષ્ટાંત કથા મારફત રજૂ કરવી એ પ્રાચીન કાળથી અપનાવવામાં આવેલી રીત છે. એમ ને એમ સીધી જ જે વાત ન કહી શકાય, તે દષ્ટાંત-કથા મારફત સહેલાઈથી રજૂ કરી શકાય. એ પુસ્તક ટૂંકી વાર્તાઓના સુંદર સંગ્રહરૂપ છે.
(૧૧ મી જ બેઠકના) દશમા પુસ્તક તરીકે રજનીશજી ખલિલ જિબ્રાનના જ “The Spiritual Sayings' (“આધ્યાત્મિક સુભાષિત') પુસ્તક રજૂ કરે છે. પરંતુ તરત જ ઉમેરે છે કે “મારે એની સામે વાંધો છે – ભલે પછી હું જેને ચાહું છું એવા ખવિલ જિબ્રાન સામે હોય.” રજનીશજીને વાંધો એ છે કે, ખલિલ જિબ્રાનને
આધ્યાત્મિક’ સુભાષિને લખવા દેવાય જ નહિ. તે સુભાષિત અલબત્ત સુંદર છે એટલે તે પુસ્તકનું નામ “સુંદર સુભાષિત” રાખવું જોઈતું હતું. “સુંદર' ભલે કહે, પણ “આધ્યાત્મિક' હરગિજ નહિ.
ખલિલ જિબ્રાનને ધ્યાનસ્થ થવાનું હજુ બાકી છે; ધ્યાનસ્થ થવાને તેને સમય ક્યારને પાકી ગયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org